ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - દોલનો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 2

2013–2026 ના 157 પ્રશ્નો. સરળ આવર્તગતિમાં ઊર્જા સૌથી વધુ પૂછાય છે.

157પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 50% અઘરું 44%

STD 11 - દોલનો ના બધા પ્રશ્નો

નવા પહેલા

157 માંથી 51–100 પ્રશ્નો

  1. 51. એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે. 2023 અઘરું
  2. 52. એવું ધારો કે પૃથ્વી એક નિયમિત ધનતા ધરાવતો ધનગોળો છે અને તેના વ્યાસની દિશામાં છેક સુધી એક ટનલ (બખોલ) કરવામાં આવેલ છે. એવું જોવા મળે છે કે જ્યારે એક કણને આ ટનલમાં મુક્ત કરવામાં આવે છે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. કણનું દળ \(100\,g\) છે. કણની ગતિ માટેનો આવર્તકાળ લગભગ \(.........\) થશે.\(g =10\,ms ^{-2}\) અને પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) લો. 2023 મધ્યમ
  3. 53. નીચે આપેલ આકૃતિમાં \(M = 490\,g\) દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક \(\left( K =2\,N\,m ^{-1}\right)\) ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને \(X\; m\) થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા \(14\,\pi\) સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા \(...............\) થશે.
    2023 મધ્યમ
  4. 54. રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  5. 55. સ.આ.ગ. કરતાં કણનો કંપવિસ્તાર \(3\,cm\) છે. સ્થાનાંતર (\(cm\) માં) કે જ્યાં તેની ગતિઊર્જા સ્થિતિઉર્જા કરતાં \(25 \%\) વધુ હશે? 2023 મધ્યમ
  6. 56. સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે. 2023 મધ્યમ
  7. 57. સરળ આવર્ત ગતિ કરતા એક બ્લોકની મહત્તમ સ્થિતિઊર્જા \(25\,J\) છે.\(A\) એ દોલનનો કંપવિસ્તાર છે, \(A/2\) આગળ, બ્લોકની ગતિઊર્જા \(..........\,J\) થશે. 2023 સરળ
  8. 58. સરળ આવર્ત ગતિ કરતા કણનો વેગ સ્થાનાંતર \((x)\) સાથે \(4 v^2=50-x^2\) અનુસાર બદલાય છે. દોલનોનો આવર્તકાળ \(\frac{x}{7}\) છે. તો \(x\) નું મૂલ્ય \(............\) છે. 2023 મધ્યમ
  9. 59. \(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે. 2023 સરળ
  10. 60. \(0.9 \,kg\) દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે \(A\) કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું \(124 \,g\) નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે \(A _{2}\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર \(\frac{A_{1}}{A_{2}}\) એ \(\frac{\alpha}{\alpha-1}\) હોય તો, \(a\) નું મૂલ્ય ........... થશે. 2022 અઘરું
  11. 61. \(2k\) અને \(9k\) બળ અચળાંક ધરાવતી બે દળ રહિત સ્પ્રિંગોના મુક્ત છડે \(50\, g\) અને \(100 \,g\) દળો લટકાવેલા છે. આ દળો શિરોલંબ દિશામાં એવી રીતે દોલનો કરે છે કે જેથી તેમના મહત્તમ વેગો સમાન થાય. તો તેઓના અનુક્રમે કંપ વિસ્તારોનો ગુણોત્તર.....થશે. 2022 સરળ
  12. 62. \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે. 2022 અઘરું
  13. 63. આકૃતિ \((A)\) માં ‘\(2\,m\)’ દળને ' \(m\) ' દળ ઉપર જડવામાં આવ્યો છે. \(m\) દળ \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ઘરાવતી સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. આકૃતિ \((B)\) માં ‘ \(m\) ' દળને ' \(k\) ' અને ‘ \(2 k\) ' સ્ત્રિંગ અચળાંકો ઘરાવતી બે સ્પ્રિંગો સાથે જ્રેડવામાં આવેલ છે. જે \((A)\) માં દળ ' \(m\) ' ને અને \((B)\) માં દળ ' \(m\) ' ને ' \(x\) ' અંતરે ખસેડવામાં આવે તો, \((A)\) અને \((B)\) ને અનુરૂપ આવર્તકાળ \(T _1\) અને \(T _2........\) સમીકરણને અનુસરશે.
    2022 મધ્યમ
  14. 64. આપેલ પરિપથ મુજબ, \(k\) અને \(2 k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ \(m\) સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ \((a)\) માં દોલનોનો આવર્તકાળ \(3s\) હોય તો આકૃતિ \((b)\) માં દોલનોનો આવર્તકાળ \(\sqrt{x} s\) છે. \(x\) નું મૂલ્ય થશે.
    2022 મધ્યમ
  15. 65. એક કણ સરળ આવર્ત ગતિથી દોલનો કરે છે. તેનો કંપવિસ્તાર \(8 \,cm\) અને આવર્તકાળ \(6\,s\) છે. તેના મહત્તમ સ્થાનાંતરથી કંપવિસ્તારના અડધા અંતરે ગતિ કરવા માટે લાગતી સમય .......... સેકન્ડ થશે. 2022 મધ્યમ
  16. 66. એક સાદા લોલક કે જે સ.આ.ગ. કરે છે. તેની ગતિ નીચેના સમીકરણથી દર્શાવવામાં આવે છે. \(y=A \sin (\pi t+\phi)\) લોલકની લંબાઈ ..........\(cm\) 2022 મધ્યમ
  17. 67. એક સાદા લોલકના ધાત્વીય દોલકની સાપેક્ષ ધનતા \(5\) છે. આ લોલકનો આવર્તકાળ \(10\,s\) છે. જો ધાત્વીય દોલકને પાણીમાં ડૂબાડવામાં આવે તો નવો આવર્તકાળ \(5 \sqrt{x} s\) જેટલો થાય છે.\(x\) નું મૂલ્ય \(....\) થશે. 2022 મધ્યમ
  18. 68. એક સાદું લોલક \(250 \,cm\) લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ \(200 \,g\) છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... \(ms ^{-1}\) હશે. ( \(g =10 m / s ^{2}\) લો.)
    2022 મધ્યમ
  19. 69. એક વસ્તુ આગળ- પાછળ \(10 \,cm\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જ્યારે વસ્તુ તેની સરેરાશ (મધ્ય) સ્થાનથી \(5 \,cm\) એ હોય ત્યારે હવાના જેટ (ફુવારા) ની મદદથી તેનો વેગ ત્રણ ઘણો કરવામાં આવે છે. કંપનનો, નવો કંપવિસ્તાર \(\sqrt{x} \,cm\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... થશે. 2022 અઘરું
  20. 70. જ્યારે કણ સ.આ.ગ. કરે તો વેગનો સ્થાનાંતરના વિધેય તરીકેનો આલેખ \(.....\) હશે. 2022 મધ્યમ
  21. 71. જ્યારે લિફટ સ્થિર હોય છે ત્યારે સાદા લોલકનો આવર્તકાળ \(‘T’\) છે. જે લિફટ \(\frac{g}{6}\) જેટલા પ્રવેગથી શીરોલંબ દિશામાં ઉપર પ્રવેગિત થાય તો આવર્તકાળ ......... થશે. (Where \(g\) = acceleration due to gravity) 2022 મધ્યમ
  22. 72. સમાન કંપવિસ્તાર અને આવૃત્તિ સાથેની સમાન દિશામાં થતી બે સરળ આવર્ત ગતિઓ એકબીજા ઉપર સંપાત થાય છે. પરિણામી કંપવિસ્તાર એ સ્વતંત્ર ગતિઓના કંપવિસ્તાર કરતાં \(\sqrt{3}\) ગણો મળે છે. ગતિઓ વચ્ચેનો કળા તફાવત \(.............\) હશે. 2022 મધ્યમ
  23. 73. સરળ આવર્તગતિ કરતા કણ માટેનું સમીકરણ \(x=\sin \pi\left(t+\frac{1}{3}\right) \,m\) છે. \(t=1 \,s\) એ, કણની ઝડપ .......... \(cm s ^{-1}\) હશે. ( \(\pi=3.14\) લો.) 2022 મધ્યમ
  24. 74. તેના મધ્યસ્થાનથી ગતિ કરતાં, સરળ આવર્ત દોલકે \(3\) સેકન્ડમાં કાપેલું અંતર તેના કંપવિસ્તાર કરતાં અડધું છે. આવર્ત ગતિનો આવર્તકાળ .......... \(s\) થશે. 2022 મધ્યમ
  25. 75. \(0.36\, m\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળની પરિઘ પર ગતિ કરતો બિંદુ \('A'\) \(30^{\circ}\) અંતર \(0.1\, s\) માં કાપે છે. વ્યાસ \(MN\) પર બિંદુ \(‘ A’\) પાસેથી દોરેલ લંબ પ્રક્ષેપણ, \('P'\) સરળ આવર્ત ગતિ દર્શાવે છે. જ્યારે \(P, M\) ને સ્પર્શે ત્યારે પુનઃ સ્થાપન બળ ......... \(N\) હશે.
    2021 અઘરું
  26. 76. \(0.5\, {kg}\) દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર \(5\, {cm}\) અને આવર્તકાળ \((T)\) \(0.2\, {s}\) છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને \(t=\frac{T}{4}\;sec\) સમયે પદાર્થની સ્થિતિઉર્જા (\(J\) માં) કેટલી હશે? દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો.  2021 મધ્યમ
  27. 77. \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) ) 2021 અઘરું
  28. 78. \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  29. 79. \('a'\) કંપવિસ્તાર અને \(‘T'\) આવર્તકાળ ધરાવતો કણ સ.આ.દો. કરે છે. મહત્તમ ઝડપથી અડધી ઝડપ હોય ત્યારે કણનું સ્થાનાંતર \(\frac{\sqrt{ x } a }{2}\) છે જ્યાં \(x\) નું મૂલ્ય ...... છે. 2021 મધ્યમ
  30. 80. \(5\, {kg}\) દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. \(4\, {m}\) લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (\({m} / {s}^{2}\) માં) કેટલું હશે?
    2021 અઘરું
  31. 81. આકૃતિ \(-1\) માં દર્શાવ્યા પ્રમાણે \(k\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(M\) દળનો પદાર્થ જોડેલો છે.અને આકૃતિ \(-2\) સ્પ્રિંગમાંશ્રેણીમાં જોડેલ છે. જો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{ x }\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?  
    2021 મધ્યમ
  32. 82. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('2K'\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે એકસમાન સ્પ્રિંગ, દઢ આધાર સાથે જડિત છે અને \(m\) દળ ધરાવતાં ચોસલાં સાથે જોડાયેલ છે. સંતુલન સ્થિતિ સ્થાનની બંને તરફ જો દળને વિસ્થાપીત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રનાં દોલનોનો આવર્તકાળ ...... છે.
    2021 મધ્યમ
  33. 83. આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \)  હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
    2021 અઘરું
  34. 84. આપેલ આકૃતિમાં, એક \(M\) દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક \(k\) છે. ઘર્ષણરહિત સપાટી પર દળ \(T\) જેટલા આવર્તકાળ અને \(A\) જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા \(m\) દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
    2021 મધ્યમ
  35. 85. આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે. 
    2021 અઘરું
  36. 86. બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે.  \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે? 2021 મધ્યમ
  37. 87. બે સરળ આવર્તગતિને નીચે મુજબ આપવામાં આવે છે. \({y}_{1}=10 \sin \left(3 \pi {t}+\frac{\pi}{3}\right)\) \(y_{2}=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t)\) \({y}_{1}\) અને \({y}_{2}\) ના કંપવિસ્તારનો ગુણોતર \({x}: 1\) હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  38. 88. ધારો કે પૃથ્વીની જીવા ને સમાંતર, પૃથ્વીનાં કેન્દ્ર થી લંબ \((R/2)\) અંતરે બખોલ (ટનલ) ખોદવામાં આવી છે જ્યાં \('R'\) પૃથ્વીની ત્રિજ્યા છે. બખોલની દિવાલો ઘર્ષણરહિત છે. જો એક કણને બખોલમાં મુક્ત કરવામાં આવે તો તેના દ્વારા કરાતા સરળ આવર્ત દોલનોનો આવર્તકાળ ............ છે. 2021 અઘરું
  39. 89. દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\) 2021 અઘરું
  40. 90. એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે. 2021 મધ્યમ
  41. 91. એક સ્થળે \({T}_{0}\) આવર્તકાળ ધરાવતું સાદું લોલક છે. જો સાદા લોલકની લંબાઈ શરૂઆતની લંબાઈથી ઘટાડીને \(\frac{1}{16}\) ગણી કરવામાં આવે, તો આવર્તકાળ કેટલો થાય? 2021 સરળ
  42. 92. જ્યારે કણ સ.આ.ગ. કરતો હોય તો વેગનું સ્થાનાંતરના વિધેયમાં (પદમાં) આલેખીય નિરૂપણ ..... થશે. 2021 મધ્યમ
  43. 93. જ્યારે કણ સમતોલન સ્થાન અને અંતિમ બિંદુ વચ્ચે હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાની કેટલામાં ભાગની ઉર્જા ગતિઉર્જા સ્વરૂપે હશે? 2021 મધ્યમ
  44. 94. જે બે મીટર લંબાઈ ધરાવતાં સાદા લોલકનો આવર્તકાળ \(2\, s\) હોય, જ્યાં લોલક સ.આ.ગ. કરે છે તે જગ્યાએ ગુરુત્વીય પ્રવેગ .......... હશે 2021 મધ્યમ
  45. 95. \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
  46. 96. \(K\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ \(x(t)= A sin \omega t+ Bcos\omega t\), જ્યાં \(\omega=\sqrt{\frac{K}{m}}\) છે. \(t=0\) સમયે દળનું સ્થાન \(x(0)\) અને વેગ \(v(0)\) હોય, તો સ્થાનાંતરને \(x(t)=C \cos (\omega t-\phi)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(C\) અને \(\phi\) કેટલા હશે?
    2021 અઘરું
  47. 97. કણનો સરળ આવર્તગતિમાં આવર્તકાળ \(2\) સેકન્ડ છે ,સમતોલન સ્થાનથી અડધા કંપવિસ્તારે પંહોચવા માટે લાગતો સમય \(\frac{1}{ a } \,s\) હોય તો \('a'=.......\) 2021 મધ્યમ
  48. 98. લોલકનાં ગોળાનો સૌથી નીચેના બિંદુ પાસે ઝડપ \(3\, {m} / {s}\) છે. લોલકની લંબાઈ \(50 \,{cm}\) છે. જ્યારે દોરી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો ખૂણો બનાવે ત્યારે તેનો વેગ (\(m/s\) માં) કેટલો હશે? \(\left(g=10 \,{m} / {s}^{2}\right)\) 2021 મધ્યમ
  49. 99. \(m\) દળના લોલકને \(l\) લંબાઇની દોરી વડે બાંધીને લટકાવતા તે \(T\) આવર્તકાળથી સરળ આવર્ત ગતિ કરે છે. જો લોલકને લોલક કરતાં \(\frac{1}{4}\) ગણી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ડૂબાડીને દોરીની લંબાઈ મૂળ લંબાઈ કરતાં \(1 / 3\) ગણી વધારવામાં આવે તો, સરળ આવર્ત ગતિનો આવર્તકાળ કેટલો થાય? 2021 અઘરું
  50. 100. નીચે બે વિધાનો આપેલ છે : વિધાન \(I :\) સેકન્ડ લોલકનો આવર્તકાળ \(1\) સેકન્ડ છે. વિધાન \(II :\) બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર \(1\) સેકન્ડની જરૂર પડે છે. આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો: 2021 મધ્યમ