પ્રશ્નો
નવા પહેલા15 માંથી 1–15 પ્રશ્નો
- 1. \(C_p=\frac{7}{2} R\) ધરાવતા આદર્શ વાયુને 300 J ઉષ્મા આપતા તેનું અચળ કદે તાપમાન \(20^{\circ} C\) થી \(50^{\circ} C\) સુધી વધે છે. વાયુનું દળ (અંદાજે) __________ g છે. \(( R =8.314 J / mol . K )\) 2026 અઘરું
- 2. દ્વિપરમાણ્વિક વાયુ માટે, જો દ્રઢ અણુઓ માટે \(\gamma_1=\left(\frac{C p}{C v}\right)\) અને કંપન પ્રકારો પણ ધરાવતા અન્ય દ્વિપરમાણ્વિક અણુઓ માટે \(\gamma_2=\left(\frac{C p}{C v}\right)\) હોય, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? (Cp અને Cv એ વાયુની અચળ દબાણે અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ છે) 2025 મધ્યમ
- 3. આકૃતિમાં બે થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ દર્શાવેલ છે. પ્રકિયા \(\mathrm{A}\) અને \(\mathrm{B}\) માટે મોલર ઉષ્મા ધારિતા \(\mathrm{C}_{\mathrm{A}}\) અને \(\mathrm{C}_{\mathrm{B}}\) છે. અચળ દબાણે અને અચળ કદે મોલર ઉષ્મા ધારિતા અનુકમે \(\mathrm{C}_{\mathrm{P}}\) અને \(\mathrm{C}_{\mathrm{V}}\) છે. સાચું વિધાન પસંદ કરો.
2024 અઘરું - 4. એક દ્વિપરમાણ્વીય વાયુ \((\gamma=1.4)\) સમદાબી વિસ્તરણમાં \(100 \mathrm{~J}\) કાર્ય કરે છે. વાયુને આપેલી ઉષ્મા _______ છે. 2024 અઘરું
- 5. એક મોલ એકપરમાણ્વીય વાયુ અને એક મોલ દ્વિપરમાણ્વીય વાયુ (દ્રઢ) ના મિશ્રણને ઓરડાના તાપમાને \(\left(27^{\circ} \mathrm{C}\right)\) રાખવામાં આવે છે. અચળ કદ એકમદીઠ વાયુઓની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર અનુક્રમે _______ છે. 2024 અઘરું
- 6. સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ધનના સમપ્રમાણમાં મળે છે. વાયુ માટે \(\frac{\mathrm{Cp}}{\mathrm{Cv}}\) ગુણોત્તર______છે. 2024 અઘરું
- 7. જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય \(............\) છે. 2023 સરળ
- 8. વાયુને \(n\) જેટલા મુક્તતાનાં અંશો છે. વાયુની અચળ કદે વિશિષ્ટ ઉષ્મા અને અચળ દબાણે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(...............\) થશે. 2022 મધ્યમ
- 9. જ્યારે \(Q\) ઉષ્મા આપવામાં આવે ત્યારે દઢ એક પરમાણ્વિક વાયુ \(Q / 5\) જેટલું કાર્ય કરે છે. આ રૂપાંતરણ દરમ્યાન વાયુની મોલર ઉષ્માધરીતા \(\frac{ x R }{8}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે. \([R =\) વાયુ નિયતાંક \(]\) 2021 અઘરું
- 10. જો એક મોલ બહુ પરમાણ્વિક વાયુ પાસે બે કંપન ગતિ છે અને \(\beta\) એ તેની મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર \(\left(\beta=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) હોય તો \(\beta\) નું કેટલું હશે? 2021 અઘરું
- 11. \(P\) અવસ્થામાં રહેલા વાયુ \(a\) માટે \(C_{p}-C_{V}=R\) અને \(Q\) અવસ્થામાં \(C_{p}-C_{V}=1.10 R\), \(T_{p}\) અને \(T_{Q}\) એ અનુક્રમે બે જુદી અવસ્થા \(P\) અને \(Q\) ના તાપમાન હોય, તો 2021 મધ્યમ
- 12. દ્વિ પરમાણ્વિક વાયુ \(A\) માટે વિશિષ્ટ ઉષ્મા \(C_P\) અને \(C_V\) ના મૂલ્ય (\(J\, mol^{-1}\, K^{-1}\) માં) અનુક્રમે \(29\) અને \(22\) છે બીજા દ્વિ પરમાણ્વિક વાયુ \(B\) માટે આ મૂલ્ય અનુક્રમે \(30\) અને \(21\) છે. જો બને વાયુને આદર્શ વાયુ માનવામાં આવે તો ... 2019 અઘરું
- 13. અચળ દબાણ અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માઓ અનુક્રમે \(c_p\) અને \(c_v\) છે.એવું જોવામાં આવ્યું કે હાઇડ્રોજન વાયુ માટે \(c_P- c_V= a\) , નાઇટ્રોજન વાયુ માટે \(c_P-c_V=b\) \(a\) અને \(b\) વચ્ચેનો સંબંઘ છે: 2017 મધ્યમ
- 14. એક આદર્શ વાયુ અલ્પ સ્થાયી \(( quasi\) \(static )\) પ્રત્યાવર્તી પ્રક્રિયામાંથી પસાર થાય છે.જેમાં તેનો મોલાર વિશિષ્ટ ઉષ્મા \(C\) અચળ રહે છે.જો આ પ્રક્રિયા દરમિયાન દબાણ \(P\) અને કદ \( V\) વચ્ચેનો સબંધ \(PV^n\) = અચળ વડે આપવામાં આવે,તો \(‘n’\) માટે ( અહીં \(C_P\) અને \(C_V\) ક્રમશ: અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્મા છે.) 2016 અઘરું
- 15. વિધાન \(- 1\) : આદર્શ વાયુ માટે આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા હોય અને તે માત્ર તાપમાન પર આધાર રાખે પરંતુ દબાણ અથવા કદ પર નહીં વિધાન \(- 2\) : આદર્શ વાયુને અચળ દબાણે અને પછી અચળ કદે કરમ કરવામાં આવે છે. સમાન ઉષ્મા માટે અચળ દબાણે તાપમાન અચળ કદના તાપમાન કરતાં ઓછું હોય. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં મોલર વિશિષ્ટ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
મોલર વિશિષ્ટ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 33% મધ્યમ અને 60% અઘરા.