ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી PYQ: JEE Mains Physics પ્રશ્નો

2013–2026 ના 66 પ્રશ્નો. જળતુલ્યાંક સૌથી વધુ પૂછાય છે.

66પ્રશ્નો
6ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 5% મધ્યમ 55% અઘરું 41%

ટોપિક

6 ટોપિક

STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના બધા પ્રશ્નો

નવા પહેલા

66 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. 100 kg પાણીમાં તેનું તાપમાન \(25^{\circ} C\) થી ઘટાડવા માટે \(-10^{\circ} C\) પર રહેલો 10 kg દળનો બરફ ઉમેરવામાં આવે છે. પરિસર સાથે ઉષ્માનો કોઈ જ વિનિમય થતો નથી તેમ ગણતરીમાં લો. પાણીના તાપમાનમાં થતો ઘટાડો __________ \({ }^{\circ} C\) છે.
    (બરફની વિશિષ્ટ ઉષ્મા = \(2100 J / Kg .{ }^{\circ} C\),પાણીની વિશિષ્ટ ઉષ્મા = \(4200 J / Kg .{ }^{\circ} C\), બરફની ગલનગુપ્ત ઉષ્મા = \(\left.3.36 \times 10^5 J / Kg \right)\)
    2026 અઘરું
  2. 2. 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે. 2026 સરળ
  3. 3. દબાણ \(P\) અને તાપમાન \(T\) ધરાવતો એક આદર્શ વાયુ વિસ્તરણ પામે છે જેથી \(PT^3 = \) અચળ રહે છે. આ વાયુનો કદ પ્રસરણાંક _______ છે. 2026 મધ્યમ
  4. 4. એક એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયા, સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા, \(30^{\circ} C\) તાપમાને કુલ 120 cm લંબાઈ બનાવવા માટે જોડવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(24 \times 10^{-6} /{ }^{\circ} C\) અને \(1.2 \times 10^{-5} /{ }^{\circ} C\) છે. જ્યારે આ સંયુક્ત સળિયાનું તાપમાન \(100^{\circ} C\) સુધી વધારવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ _________ cm હશે. 2026 મધ્યમ
  5. 5. એક ગેસ આધારિત ગીઝર 5.0 લિટર પ્રતિ મિનિટના દરે વહેતા પાણીને \(27^{\circ} C\) થી \(87^{\circ} C\) સુધી ગરમ કરે છે.
    ગેસના વપરાશનો દર ___________ \(g / s\) છે.
    (ગેસની દહન ઉષ્મા \(=5.0 \times 10^4 J / g\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા \(=4200 J / kg \cdot{ }^{\circ} C\) લો)
    2026 સરળ
  6. 6. રેખીય પ્રસરણાંક \(\alpha\) ધરાવતી ધાતુની પટ્ટીનું તાપમાન \(T_1\) થી \(T_2\) સુધી વધારવામાં આવે છે, જેના પરિણામે તેની લંબાઈમાં \(\Delta L_1\) જેટલો વધારો થાય છે. તાપમાનને વધુ \(T_2\) થી \(T_3\) સુધી વધારવામાં આવે છે, જેથી તેની લંબાઈમાં \(\Delta L_2\) જેટલો વધારો થાય. જો \(T_3+T_1=2T_2\) અને \(T_2-T_1=\Delta T\) હોય, તો \(\Delta L_2\) નું મૂલ્ય ______ છે. 2026 મધ્યમ
  7. 7. \(10^{-3} \mathrm{~kg}\) દળ અને \(-10^{\circ} \mathrm{C}\) તાપમાનવાળા બરફના જથ્થાને ઉષ્મા આપીને \(110^{\circ} \mathrm{C}\) તાપમાનની વરાળમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ રૂપાંતરણ માટે જરૂરી કુલ કાર્ય કેટલું હશે? (લો: બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2100 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4180 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), વરાળની વિશિષ્ટ ઉષ્મા \(=1920 \mathrm{Jkg}^{-1} \mathrm{~K}^{-1}\), બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.35 \times 10^5 \mathrm{Jkg}^{-1}\) અને વરાળની બાષ્પાયનગુપ્ત ઉષ્મા \(=2.25 \times 10^6\) \(\mathrm{Jkg}^{-1}\) ) 2025 મધ્યમ
  8. 8. એક બંદૂક 300 K તાપમાનવાળી સીસાની ગોળીને લાકડાના બ્લોકમાં છોડે છે. 600 K ગલન તાપમાન ધરાવતી ગોળી બ્લોકમાં પ્રવેશે છે અને પીગળી જાય છે. જો પ્રક્રિયા માટે જરૂરી કુલ ઉષ્મા 625 J હોય, તો ગોળીનું દળ __________ ગ્રામ છે.
    (સીસાની ગલન ગુપ્ત ઉષ્મા \(=2.5 \times 10^4 \mathrm{JKg}^{-1}\) અને સીસાની વિશિષ્ટ ઉષ્માધારિતા \(=125 \mathrm{JKg}^{-1}\) \(\left.\mathrm{K}^{-1}\right)\))
    2025 મધ્યમ
  9. 9. લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :- 2025 સરળ
  10. 10. પાણી 200 m ઊંચાઈએથી એક કુંડમાં પડે છે. કુંડમાંના પાણીમાંથી ઉષ્માનો કોઈ વ્યય થતો નથી એમ ધારીને, પાણીના તાપમાનમાં થતો વધારો ગણો.
    \(\left(\right.\)\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) અને પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(\left.=4200 \mathrm{~J} /(\mathrm{kg} \mathrm{K}\right)\) લો.)
    2025 મધ્યમ
  11. 11. સેલ્સિયસ માપક્રમ પર શરીરનું તાપમાન \(40^{\circ} \mathrm{C}\) વધે છે. ફેરનહીટ માપક્રમ પર તાપમાનમાં થતો વધારો _______ છે. 2024 અઘરું
  12. 12. \(1\,m\) લંબાઈ અને \(3 \times 10^{-6}\,m ^2\) આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને \(210^{\circ}\,C\) થી \(160^{\circ}\,C\) સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. \(M\) દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી \(1\,m\) થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે \(2 \times 10^{11}\,Nm ^{-2}\) અને \(2 \times 10^{-5}\,K ^{-1}\) છે. \(M\) નું મૂલ્ય \(........kg\) છે.(\(\left.g=10\,m s ^{-2}\right.\) લો) 2023 મધ્યમ
  13. 13. \(-12^{\circ}\,C\) તાપમાને રહેલ \(600\,g\) દળના બરફને \(184\,kJ\) જેટલી ઉષ્માઊર્જા આપવામાં આવે છે. બરફ માટે વિશિષ્ટ ઉષ્મા \(2223\,J\,kg ^{-1}\,C ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(338\,kJ\) \(kg ^{-}\) છે. \(A.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) હશે. \(B.\) તંત્રનું અંતિમ તાપમાન \(0^{\circ}\,C\) કરતાં વધારે હશે. \(C.\) અંતિમ તંત્રમાં \(5:1\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(D.\) અંતિમ તંત્રમાં \(1:5\) ના ગુણોત્તરમાં બરફ અને પાણીનું મિશ્રણ હશે. \(E.\) અંતિમ તંત્રમાં ફક્ત પાણી જ હશે. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો : 2023 અઘરું
  14. 14. \(2000\,W\) પાવર  ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\,J\,kg ^{-1}\,K ^{-1}\) છે. હીટરની કાર્યક્ષમતા \(70 \%\) છે.\(2\,kg\) પાણીને \(10^{\circ}\,C\) થી \(60^{\circ}\,C\) સુધી ગરમ કરવા જરૂરી સમય \(........\,s\) થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.) 2023 મધ્યમ
  15. 15. બે ભિન્ન તાપમાન સ્કેલ \(P\) અને \(Q\) વચ્યેનો આલેખ આકૃતિમાં દશાવેલ છે. ઉપર અને નીચેના નિશ્રિત બિંદુ વચ્યે એક સરખા \(150\) વિભાગ \(P\) સ્કેલ પર અને \(100\) વિભાગ \(Q\) સ્કેલ પર રહેલા છે. બંને સ્કેલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ \(........\) વડે આાપવામા આવે છે.
    2023 મધ્યમ
  16. 16. એક આદર્શ વાયુ માટે દબાણ \((P)\) અને તાપમાન \((T)\) વચ્ચે \(PT ^2=\) અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક \(............\) જેટલો થશે. 2023 અઘરું
  17. 17. એક ખામીયુક્ત થર્મોમીટર પીગળતા બરફનું તાપમાન \(5^{\circ}\,C\) અને વરાળનું તાપમાન \(95^{\circ}\,C\) નોંધ છે. જ્યારે ખામીયુક્ત થર્મોમીટર \(41^{\circ}\,C\) તાપમાન નોંધ ત્યારે નિરપેક્ષ સ્કેલ પર સાચુ તાપમાન \(.........K\) હશે. 2023 મધ્યમ
  18. 18. તાપમાન સ્કેલ \(X\) પર, પાણીનું ઉકળવાનું તાપમાન \(65^{\circ}\,X\), અને ફ્રિઝ (બરફ) થવાનું તાપમાન \(-15^{\circ}\,X\) છે.એવું ધારો કે \(X\) સ્કેલ એ રેખીય છે. ફેરેનહીટ સ્કેલમાં \(-95^{\circ}\,X\) તાપમાનને સમતુલ્ય તાપમાન \(.......^{\circ} F\) હશે. 2023 મધ્યમ
  19. 19. \(100 \,g\) ની લોખંડની ખીલ્લીને \(1.5 \,kg\) દળ ધરાવતી અને \(60\, ms ^{-1}\) ના વેગ સાથેની હથોડી વડે ઠોકવામાં આવે છે. જો હથોડીની એક ચતુર્થાંશ જેટલી ઊર્જા ખીલ્લીને ગરમ કરવામાં વપરાતી હોય તો ખીલ્લીના તાપમાનમાં (\(^{\circ} C\) માં) કેટલો વધારો થશે \(?\) [લોખંડની વિશિષ્ટ : ઉષ્માધારીતા \(=0.42 Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ] 2022 મધ્યમ
  20. 20. \(120\,g\) દળ અને \(0^{\circ}\,C\) તાપમાને રહેલા બરફના ટુકડાને \(300\,g\) દળ અને \(25^{\circ}\,C\) તાપમાને રહેલા પાણીમાં મૂકવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન ઘટીને \(0^{\circ}\,C\) થાય છે ત્યારે \(x\,g\) બરફ પીગળે છે \(x\) નું મૂલ્ય \(.........\) હશે. [પાણીની વિશિષ્ટ ઉષ્માધારીતા \(=4200\,J\,kg ^{-1} K ^{-1}\) બરફની ગુપ્તગલન ઉષ્મા \(\left.=3.5 \times 10^{5}\,J\,kg ^{-1}\right]\) 2022 મધ્યમ
  21. 21. \(24\, m ^{2}\) જેટલો કુલ સપાટી ક્ષેત્રફળ ધરાવતા ધન ધાત્વીય ધનને નિયમિત રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન \(10^{\circ} C\), જેટલું વધારવામાં આવે તો ધનના કદમાં થતો વધારો ગણો. \(\left(\alpha=5.0 \times 10^{-4}{ }^{\circ} C ^{-1}\right)\). 2022 મધ્યમ
  22. 22. \(5.0 \,kg\) દળના એક કોપરના ચોસલાને \(500^{\circ} C\) તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે અને તેને મોટા બરફની પાટ પર મૂકવામાં આવે છે. કેટલો મહત્તમ બરફ (\(kg\) માં) પીગળશે? [કોપર માટે વિશિષ્ટ ઉષ્મા : \(0.39\; J g ^{-1 ~}{ }^{\circ} C ^{-1}\) અને પાણી માટે ગલનગુપ્ત ઉષ્મા : \(335\; J g ^{-1}\)] 2022 મધ્યમ
  23. 23. \(6.230 \,cm\) વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને (\( ^{\circ} C\) માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે \(6.241 \,cm\) વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના \(\left(27^{\circ} C \right)\) તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક \(\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}\) આપેલ છે. 2022 મધ્યમ
  24. 24. એક ગીઝર \(2.0\) પ્રતિ મીનીટના દરથી વહેતા પાણીને \(30^{\circ} C\) થી \(70^{\circ} C\) સુધી ગરમ કરે છે. જો ગીઝર એક ગેસ (વાયુ) બર્નર ઉપર કાર્યરત હોય બળતણના દહનનો દર ......... \(g\min ^{-1}\) [દહનની ઊર્જા \(=8 \times 10^{3} \,Jg ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4.2 \,Jg ^{-1}{ }^{\circ} C ^{-1}\) ] 2022 અઘરું
  25. 25. એક લેડની બુલેટ (ગોળી) ધન વસ્તુમાં ધૂસી જાય છે અને પીગળે છે. એવું ધારતાં કે તેની ગતિઊર્જાની \(40 \%\) ઊર્જા તેને ગરમ કરવામાં વપરાય છે, તો બુલેટની પ્રારંભિક ઝડપ ...........  \(ms ^{-1}\) હશે. (બુલેટનું પ્રારંભિક તાપમાન \(=127^{\circ} C\), બુલેટનું ગલનબિંદુ (પિગલન બિંદુ) \(=327^{\circ} C\), લેડ માટે ગલન ગુપ્ત ઉષ્મા = \(2.5 \times 10^{4} \,J kg ^{-1}\), લેડ માટ વિશિષ્ટ ઉષ્મા ધારિતા = \(125 \,J / kg K )\) 2022 મધ્યમ
  26. 26. એક વરાળયંત્ર \(100^{\circ} C\) તાપમાને પ્રતિ મીનીટ \(50 \,g\) વરાળને અંદર લે છે અને તેને \(20^{\circ} C\) તાપમાને ઠંડી કરે છે. જે વરાળ માટે બાષ્પાયન ગુપ્તઉષ્મા \(540 \,Cal / g\) હોય તો વરાળ યંત્ર દ્વારા પ્રતિ મીનીટ પાછી ફેંકાતી ઉષ્મા.................. \(\times 10^{3} cal\) હશે. (Given : specific heat capacity of water cal \(g ^{-1}{ }^{\circ} C ^{-1}\) ) 2022 મધ્યમ
  27. 27. જુદી-જુદી લંબાઈના બ્રાસ અને લોખંડના બનેલી એક દ્વિ-ધાત્વીય પટ્ટી \((bimetallic\,strip)\) વડે એક કૂટપટ્ટી (માપન પટ્ટી) બનાવવી છે કે જેની લંબાઈ તાપમાન સાથે બદલાય નહી અને \(20\,cm\) જેટલી અચળ રહે. આ બંને ઘટકો (ઘાતુ) ની લંબાઈ એવી રીતે બદલાય છે કે જેથી તેમની વચ્ચેનો લંબાઈઓનો તફાવત અચળ રહે. જે બ્રાસ ની લંબાઈ \(40\,cm\) હોય તો લોખંડની લંબાઈ \(..........cm\) હશે. \(\left(\alpha_{\text {iron }}=1.2 \times 10^{-5} K ^{-1}\right.\) અને \(\left.\alpha_{\text {brass }}=1.8 \times 10^{-5} K ^{-1}\right)\). 2022 અઘરું
  28. 28. \(4\, {m}\) લંબાઈ અને \(10\, {cm}^{2}\) આડછેદના સ્ટીલના તારનો \({y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}\) અને \(\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}\) છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર \(0^{\circ} {C}\) થી \(400^{\circ} {C}\) ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ \({x} \times 10^{5} \, {N}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
  29. 29. આદર્શ વાયુ \({PT}^{3}=\) અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે? 2021 અઘરું
  30. 30. ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ \(‘a'\) છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન \('T'\) એ રેખીય પ્રસરણાંક \(‘\alpha\)' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન \(\Delta T\) થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન \(T +\Delta T\) થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ............... 2021 મધ્યમ
  31. 31. એ દ્વિ-ધાત્વીય પટ્ટી \(A\) અને \(B\) એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ \(A\) નો પ્રસરણાંક ધાતુ \(B\) નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .
    2021 અઘરું
  32. 32. જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે? 2021 અઘરું
  33. 33. નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવ્યા છે. કથન \(A\) : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી. કારણ \(R\) : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2021 મધ્યમ
  34. 34. સમાન દળ ધરાવતા ત્રણ અલગ અલગ પ્રવાહી \({x}, {y}\) અને \({z}\) ના તાપમાન અનુક્રમે \(10^{\circ} {C}, 20^{\circ} {C}\) અને \(30^{\circ} {C}\) છે. \({x}\) અને \({y}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન \(16^{\circ} {C}\) અને \({y}\) અને \({z}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન \(26^{\circ} {C}\) હોય તો જ્યારે  \({x}\) અને \({z}\) ને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્રણનું તાપમાન  ...... \(^{\circ} {C}\) થશે. 2021 અઘરું
  35. 35. સમાન દળ ધરાવતી જુદી જુદી બે ધાતુ \(A\) અને \(B\) ને સમાન પરિસ્થિતિમાં નિયમિત દરથી ગરમ કરવામાં આવે છે. તેમના તાપમાનના ફેરફારનો આલેખ નીચે દર્શાવેલ છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?
    2021 મધ્યમ
  36. 36. ઠંડા વાતાવરણને કારણે \(1\, {cm}^{2}\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી \(1\, {m}\) લંબાઇની પાણીની પાઇપ \(-10^{\circ} {C}\) તાપમાને બરફથી ભરેલ છે. અવરોધની ગરમીનો ઉપયોગ કરીને બરફ ઓગળવામાં આવે છે. \(4\, {k} \Omega\) ના અવરોધમાંથી \(0.5\, {A}\) નો પ્રવાહ વહે છે. ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ઓગળવામાં વપરાય છે તેમ ધારો. તેના માટે ન્યૂનતમ કેટલો સમય (\({s}\) માં) લાગે?  (પાણી/બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.33 \times 10^{5}\, {J} {kg}^{-1}\), બરફની વિશિષ્ટ ઉષ્મા \(=2 \times 10^{3}\, {J}\) \({kg}^{-1}\) અને બરફની ઘનતા \(=10^{3}\, {kg} / {m}^{3}\)) 2021 અઘરું
  37. 37. વિક્ટોરિયા ધોધની ઊંચાઈ \(63\, {m}\) છે. તો ધોધના ટોચ પર અને તળિયે પાણીના તાપમાનમાં તફાવત શું મળે? [આપેલ \(1\, {cal}=4.2\, {J}\) અને પાણીની વિશિષ્ટ ઉષ્મા \(\left.=1 \,{cal} \,{g}^{-1}\;{ }^{\circ}\, {C}^{-1}\right]\) 2021 મધ્યમ
  38. 38. \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?  (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\)) 2020 મધ્યમ
  39. 39. \(210\;m / s\) ના વેગથી ગતિ કરતી \(5\, g\) દળની એક ગોળી એક જડિત લાકડાના બ્લોકમાં ઘૂસી જાય છે. તેની ગતિઉર્જાની અડધી ઉર્જા ગોળીની ઉષ્મામાં અને બીજી અડધી ઉર્જા લાકડાની ઉષ્મામાં રૂપાંતર પામે છે જેના કારણે તેમના તાપમાન વધે છે. જો ગોળીના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા \(0.030\, cal /\left( g -{ }^{\circ} C \right)\)\(\left(1\, cal =4.2 \times 10^{7}\, ergs \right)\) હોય તો ગોળીના તાપમાનમા થતો વધારો \(.......^oC\) ની નજીકનો હશે? 2020 મધ્યમ
  40. 40. \(30^{\circ} C\) તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા \(500\, cc\) છે. જ્યારે તેને (\(30^{\circ}\) તાપમાને) \(V _{ m }\) જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો \(\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}\) અને \(\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},\) જ્યાં \(\gamma\) કદ પ્રસરણાંક હોય તો કદ \(V _{ m }(\) \(cc\) માં) લગભગ કેટલું હશે? 2020 અઘરું
  41. 41. બે અલગ અલગ તાર જેમની લંબાઈ \(L _{1}\) અને \(L _{2}\) અને તેમના તાપમાન સાથેના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(\alpha_{1}\) અને \(\alpha_{2},\) છે. તો તેમનો તાપમાન સાથેનો સમતુલ્ય રેખીય પ્રસરણાંક કેટલો થશે? 2020 અઘરું
  42. 42. એક અવાહક પાત્રમાં \(100^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(M\) ગ્રામ વરાળ અને \(0^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલ \(200\; \mathrm{g}\) બરફને મિશ્ર કરવામાં આવે છે. જો તે \(40^{\circ} \mathrm{C}\) તાપમાન વાળું પાણી બનાવે તો \(M\) નું મૂલ્ય કેટલું હશે? [પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા\(=540 \;cal/\mathrm{g}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા\(=80 \;{ cal/g }]\) 2020 મધ્યમ
  43. 43. જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે? 2020 અઘરું
  44. 44. પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4200\, J\, kg ^{-1}\, K ^{-1}\) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા \(=3.4 \times 10^{5}\, J\, kg ^{-1}\) છે \(0^{\circ} C\) તાપમાને રહેલ \(100\) ગ્રામ બરફને \(25^{\circ} C\) તાપમાને રહેલ \(200\, g\) પાણીમાં મૂકવામાં આવે છે. પાણીનું તાપમાન \(0^{\circ} C\) થાય ત્યાં સુધીમાં કેટલા ગ્રામ બરફ પીગળ્યો હશે? 2020 મધ્યમ
  45. 45. ત્રણ પાત્ર \(\mathrm{C}_{1}, \mathrm{C}_{2}\) અને \(\mathrm{C}_{3}\) માં અલગ અલગ તાપમાને પાણી ભરેલ છે.નીચે આપેલ ટેબલમાં જયતે પાત્રમાથી અલગ અલગ કદનું પાણી લેવામાં આવે તેના માટે અંતિમ તાપમાન \(T\) દર્શાવેલ છે (આ દરમિયાન કોઈ પણ પ્રકારની ઉષ્માનો વ્ય્ય થતો નથી) \(\begin{array}{|c|c|c|c|}\hline \mathrm{C_{1 }} & {\mathrm{C}_{2}} & {\mathrm{C}_{3}} & {\mathrm{T}} \\ \hline {1 l} & {2 l} & {-} & {60^{\circ} \mathrm{C}} \\ \hline {-} & {1 l} & {2 l} & {30^{\circ} \mathrm{C}} \\ \hline  {2 l} & {-} & {1 l} & {60^{\circ} \mathrm{C}} \\ \hline  {1 l} & {1 l} & {1 l} & {\theta} \\ \hline\end{array}\) તો \(\theta\) નું મૂલ્ય \(^o C\) કેટલું હશે? 2020 અઘરું
  46. 46. \(0.1 \,kg\) દળ ધરાવતા એક ધાતુનાં ગોળાને \(500\,{}^oC\) સુધી ગરમ કરવામાં આવે છે અને ત્યાર બાદ તેને \(0.5\, kg\) પાણી ભરેલા પાત્રમાં કે જેની ઉષ્માધારિતા \(800 \,JK^{-1}\) છે તેમાં નાખવામાં આવે છે. પાણી અને પાત્રનું પ્રારંભિક તાપમાન \(30\,{}^oC\) હતુ. પાણીના તાપમાનમાં થતો વધારો અંદાજીત પ્રતિશત ........ \(\%\) હશે? (પાણી અને ધાતુની વિશિષ્ટ ઉષ્માઘારિતા અનુક્રમે \(4200\, Jkg^{-1}K^{-1}\) અને \(400\, Jkg^{-1}K^{-1}\) છે.) 2019 અઘરું
  47. 47. \(100^o C\) એ તપાવેલ એક \(192\, g\) અજ્ઞાત ધાતુને \(8.4^o C\) તાપમાન ધરાવતા \(240\,g\) પાણી ભરેલ \(128\, g\) પિત્તળના કેલોરિમીટરમાં ડુબાડવામાં આવે છે. જે પાણીનું તાપમાન \(21.5 ^oC\) પર સ્થિર થતુ હોય તો અજ્ઞાત ધાતુની વિશિષ્ટ ઉષ્મા ........ \(J\, kg^{-1}\, K^{-1}\) હશે. (પિત્તળની વિશિષ્ટ ઉષ્મા \(394 \,J kg^{-1} \,K{-1}\) છે.) 2019 મધ્યમ
  48. 48. \(40\,^oC\) પર ના \(50\,g\) પાણીમાં  \(-20\,^oC\) પર રહેલો બરફ ઉમેરવામાં આવે છે. આ મિશ્રણ જ્યારે \(0\,^oC\) પર પહોંચે છે ત્યારે એવું જોવા મળ્યું કે તેમાં હજી \(20\,g\) બરફ ઓગળ્યા વગરનો છે,તો પાણીમાં ઉમેરવામાં આવેલ બરફનો જથ્થો ........... \(g\) ની નજીકનો હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4.2\,J/g/^oC\); બરફની વિશિષ્ટ ઉષ્મા \(= 2.1\,J/g/^oC\); \(0^o\) પર બરફની ગલન ઊર્જા \(= 334\,J/g\) ) 2019 મધ્યમ
  49. 49. \(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે?  ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\)) 2019 અઘરું
  50. 50. એક સરખુ પરિમાણ ધરાવતા બે સળિયા \(A\) અને \(B\) ને \(30^oC\) તાપમાને રાખેલ છે. જ્યારે સળિયા \(A\) ને \(180^oC\) સુધી અને \(B\) ને \(T^oC\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે બન્નેની નવી મળતી લંબાઈ સરખી હોય છે. \(A\) અને \(B\) નાં રેખીય પ્રસરણાંક નો ગુણોત્તર \(4:3\) તો \(T\) નું મૂલ્ય ........\(^oC\) હશે? 2019 મધ્યમ

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 66 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?

જળતુલ્યાંક, 25 પ્રશ્નો સાથે; ત્યાર બાદ ઉષ્મીય પ્રસરણ, 25 પ્રશ્નો સાથે.

STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

5% સરળ, 55% મધ્યમ અને 41% અઘરા.