ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ

Rotation Motion Basic, Motion of Connected Mass PYQ: JEE Mains Physics પ્રશ્નો

Rotation Motion Basic, Motion of Connected Mass પર STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના 7 પ્રશ્નો, 2020–2026 માં પૂછાયેલા.

7પ્રશ્નો
365STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ માં
2020–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 29% મધ્યમ 29% અઘરું 43%

પ્રશ્નો

નવા પહેલા

7 માંથી 1–7 પ્રશ્નો

  1. 1. 3 kg દળ અને 5m ત્રિજ્યાનું એક ફ્લાયવ્હીલ સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. અવગણ્ય દળની દોરીને તે વ્હીલની ફરતે વીંટાળવામાં આવે છે અને દોરીના ઢીલા છેડાને 3 kg દળ સાથે જોડવામાં આવે છે. દળને પ્રારંભમાં સ્થિર રાખવામાં આવે છે અને બાદમાં મુક્ત કરવામાં આવે છે. જ્યારે દળ 3 m જેટલું નીચે જાય ત્યારે વ્હીલની J ના એકમમાં ગતિઉર્જા _________ છે. \(\left( g =10 m / s ^2\right)\) 2026 મધ્યમ
  2. 2. આકૃતિમાં દર્શાવેલ ગરગડી એક પાતળી ધાર (રિમ) અને ધારના વ્યાસ જેટલી લંબાઈના બે સળિયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ધાર અને દરેક સળિયાનું દળ M છે. M અને m દળના બે બ્લોક ગરગડી પરથી પસાર થતી એક હળવી દોરીના બે છેડા સાથે જોડેલા છે, જે તેના કેન્દ્રની આસપાસ ઊર્ધ્વ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરવા માટે હિન્જ્ડ છે. બ્લોક દ્વારા અનુભવાતા પ્રવેગનું મૂલ્ય __________ છે (ધારો કે દોરી ગરગડી પર સરકતી નથી.)
    image
    2026 સરળ
  3. 3. બે દળો m અને 2m એ 30m દળ અને r = 0.1 m ત્રિજ્યા ધરાવતી ગરગડીમાંથી પસાર થતી હલકી દોરી દ્વારા જોડાયેલા છે. ગરગડીને શિરોલંબ સમતલમાં જડિત કરેલી છે અને તે તેની અક્ષને અનુલક્ષીને મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે. 2m દળને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે અને જ્યારે તેની 3.6 m ઉંચાઈ ઘટે ત્યારે ઝડપ ________ m/s છે. (દોરી સરકતી નથી અને \(g =10 m / s ^2\) તેમ ધારો .) 2026 મધ્યમ
  4. 4. દળ m અને લંબાઈ \(l\) નો એક સમાન સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન અવિતાન્ય હલકી દોરીઓ વડે લટકાવેલો છે. બીજી દોરી કાપી નાખ્યા પછી તરત જ એક દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ _________ છે. (g ગુરુત્વાકર્ષણ પ્રવેગ)
    image
    2026 સરળ
  5. 5. નીચે બે કથનો આપેલા છે :
    કથન \(I\) : કણોના યાંત્રિક તંત્ર માટે કુલ ગતિઊર્જા એ બધા જ કણોની ગતિઊર્જાના સરવાળા જેટલો હોય છે.
    કથન \(II\) : કુલ ગતિઊર્જા એ દ્રવ્યમાન કેન્દ્રની ઉગમબિંદુના સંદર્ભમાં ગતિઊર્જા અને બધા જ કણોની દ્રવ્યમાન કેન્દ્રના સંદર્ભમાં ગતિઊર્જાના સરવાળા બરાબર હોઈ શકે છે.
    ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2026 અઘરું
  6. 6. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
    2020 અઘરું
  7. 7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાતળા ચક્રની ત્રિજ્યા \(R\) અને જડત્વની ચાકમાત્રા \(I\) છે જે પોતાના દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને મુક્ત રીતે ફરી શકે છે.તેના પર બે દળ \(\mathrm{m}_{1}\) અને \(\mathrm{m}_{2}\left(\mathrm{m}_{1}>\mathrm{m}_{2}\right)\) ને દળરહિત દોરી દ્વારા લટકવેળા છે.જ્યારે તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે \(\mathrm{m}_{1}\) દળ નીચે તરફ \(h\) અંતર સુધી ગતિ કરે ત્યારે ચક્રની કોણીય ઝડપ કેટલી થશે?
    2020 અઘરું

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Rotation Motion Basic, Motion of Connected Mass ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2020–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Rotation Motion Basic, Motion of Connected Mass ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

29% સરળ, 29% મધ્યમ અને 43% અઘરા.