પ્રશ્નો
નવા પહેલા26 માંથી 1–26 પ્રશ્નો
- 1. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં, (જ્યાં R રિડબર્ગ અચળાંક છે):
A. લાયમન શ્રેણીના વિકિરણની મહત્તમ તરંગલંબાઈ \(\frac{4}{3 R}\) છે
B. બામર શ્રેણી વર્ણપટના દ્રશ્યમાન વિભાગમાં આવેલી છે
C. પાશ્ચન શ્રેણીના વિકિરણની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{9}{R}\) છે
D. લાયમન શ્રેણીની લઘુત્તમ તરંગલંબાઈ \(\frac{5}{4 R}\) છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2026 મધ્યમ - 2. લાયમન શ્રેણીની ન્યૂનતમ તરંગલંબાઈ 91 nm છે. પાશ્ચન અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈઓનો તફાવત અંદાજે ________ nm છે. 2026 મધ્યમ
- 3. હાઇડ્રોજન પરમાણુના બામર શ્રેણીની \(1^{st}\) અને \(2^{nd}\) રેખાના ફોટોનના વેગમાનનો ગુણોત્તર \(\alpha/\beta\) છે. \(\alpha\) અને \(\beta\) ના સંભવિત મૂલ્યો છે:- 2026 મધ્યમ
- 4. હાઇડ્રોજન પરમાણુ માટે, લાયમેન શ્રેણીની સૌથી મોટી તરંગલંબાઈનો બામર શ્રેણીની સૌથી મોટી તરંગલંબાઈ સાથેનો ગુણોત્તર _______ છે. 2025 સરળ
- 5. આલ્ફા કણ પ્રકીર્ણન પ્રયોગમાં, \(\alpha\) કણ માટે નજીક પહોંચવાનું અંતર \(4.5 \times 10^{-14} \mathrm{~m}\) છે. જો લક્ષ્ય ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક \(80\) હોય, તો \(\alpha\)-કણનો મહત્તમ વેગ _______ \(\times 10^5\) \(\mathrm{m} / \mathrm{s}\) આશરે છે. \(\left(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\right.\) એકમ, \(\alpha\) કણનું દળ \(=\) \(\left.6.72 \times 10^{-27} \mathrm{~kg}\right)\) 2024 અઘરું
- 6. બોહરના પરમાણુ માટે ઇલેક્ટ્રોનની ત્રીજી સ્થિર કક્ષાની ત્રિજ્યા \(R\) છે. ચોથી સ્થિર કક્ષાની ત્રિજ્યા કેટલી થશે? 2024 અઘરું
- 7. એક હાઈડ્રોજન પરમાણુને ભૂમિ અવસ્થામાં \(10.2 \mathrm{eV}\) ઊર્જા આપવામાં આવે છે. ઇલેક્ટ્રોનના સંક્રમણને કારણે કેટલી વર્ણપટ રેખાઓ ઉત્સર્જિત થશે? 2024 મધ્યમ
- 8. હાઇડ્રોજન અણુમાં ઇલેક્ટ્રોનનો કોણીય વેગ _______ ના સમપ્રમાણમાં હોય છે. (જ્યાં \(\mathrm{r}\) એ ઇલેક્ટ્રોનની ભ્રમણકક્ષાની ત્રિજ્યા છે) 2024 અઘરું
- 9. હાઇડ્રોજન વર્ણપટની લાઇમેન શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની ટૂંકી તરંગલંબાઈ \(915\)\(A\) છે. બામર શ્રેણીમાં વર્ણપટ્ટીય રેખાઓની લાંબી તરંગલંબાઈ _______ \(A\) હશે. 2024 અઘરું
- 10. હાઈડ્રોજન પરમાણુની એક નિશ્ચિત કક્ષાની ત્રિજ્યા \(8.48\mathring A \) છે. જો આ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા \(\mathrm{E} / \mathrm{x}\) હોય, તો \(\mathrm{x}=\) _______. (આપેલ છે \(a_0=0.529 \mathring A, E=\) ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઊર્જા) 2024 અઘરું
- 11. જો હાઈડ્રોજનની લાઇમેન શ્રેણીના પ્રથમ સભ્યની તરંગલંબાઈ \(\lambda\) હોય, તો બીજા સભ્યની તરંગલંબાઈ _______ હશે. 2024 અઘરું
- 12. \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતા એક ઇલેકટ્રોન માટે ચુંબકીય ચાકમાત્રા \(\mu_n\) છે. જો \(\mu_n\) \(\alpha\) \(n^x\) હોય, તો \(x\) નું મૂલ્ય _______ થશે. 2024 અઘરું
- 13. બામર શ્રેણીમાં વર્ણપટ રેખાઓ \(H _\alpha\) અને \(H _\beta\) ની તરંગલંબાઈનો ગુણોત્તર \(\frac{x}{20}\) છે. તો \(x\) નું મૂલ્ય \(..........\) છે. 2023 મધ્યમ
- 14. જો લાઇમન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ \(917\,\mathring A\) હોય, તો બામર શ્રેણીની લધુત્તમ તરંગલંબાઈ ........\(\mathring A\) હશે. 2023 મધ્યમ
- 15. ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપ હાઇડ્રોજનને પ્રતાડિત કરવા માટે \(12.5\,eV\) નું ઈલેકટ્રોન પુંજ વાપરવામાં આવે છે. ઉત્સર્જિત વર્ણપટ રેખાઓની સંખ્યા \(.......\) હશે. 2023 અઘરું
- 16. હાઈડ્રોજન વર્ણપટમમાં, \(\lambda\) એ લાયમન શ્રેણી માટેની પ્રથમ સંક્રાંતિ માટેની તરંગલંબાઈ છે. પાશ્ચન શ્રેણી માટેની બીજી સંક્રાંતિ માટેની તરંગલંબાઈ અને બામર શ્રેણી માટેની બીજી સંક્રાંતી માટેની તરંગલંબાઈ વચ્ચેનો તરંગલંબાઈનો તફાવત “\(a \lambda\)” છે. \(a\) નું મૂલ્ય \(..........\) થશે. 2022 અઘરું
- 17. આપેલ આકૃતિમાં, અમુક સંક્રાંતિઓ કે જે \(A, B, C, D\) અને \(E\) વડે દર્શાવેલ છે. તેની સાથે હાઈડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો દર્શાવ્યા છે. સંક્રાંતિઓ \(A, B\) અને \(C\) અનુક્રમે ,......... રજૂ કરે છે
2021 મધ્યમ - 18. હાઇડ્રોજન પરમાણુમાં મુખ્ય ક્વોન્ટમઆંક \(n=6\) કક્ષામાંથી ધરા અવસ્થામાં આવતા વર્ણપટ્ટ પર \(X\) જુદી જુદી તરંગલંબાઈ જોવા મળે છે તો \({X}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 19. લાયમન ના તૃતિય ઘટક (member) અને પાશ્વન શ્રેણીના પ્રથમ ઘટક (member) ની તરંગલંબાઈ અનુક્રમે \(\lambda_{1}\) અને \(\lambda_{2}\) હોય તો \(\lambda_{1}: \lambda_{2}\) નું મૂલ્ય ........... છે. 2021 મધ્યમ
- 20. નીચેનામાંથી હાઇડ્રોજન વર્ણપટ્ટની કઈ શ્રેણી દ્શય વિભાગમાં પડે? 2021 મધ્યમ
- 21. હાઈડ્રોજન વર્ણપટમાં લાઇમન શ્રેણીની મહતમ અને લઘુતમ તરંગલંબાઈનો તફાવત \(304\,\mathring {A}\) હોય તો પાશ્ચન શ્રેણીમાં આ તફાવત \(........... \,\mathring {A}.\) 2020 અઘરું
- 22. પ્રથમ બામર શ્રેણીની તરંગલંબાઈ \(6561\; \mathring A\) હોય તો બીજી બામર શ્રેણીની તરંગલંબાઈ (\(nm\) માં) કેટલી હશે? 2020 મધ્યમ
- 23. હાઈડ્રોજન વર્ણપટ્ટમાં (\( n = 3\) થી \(n = 2\) ) પ્રથમ બામર રેખા ની તરંગલંબાઈ \(660\,nm ,\) હોય તો બીજી બામર રેખા ( \(n =4\) થી \(n = 2\) ) ની તરંગલંબાઈ કેટલા ......\(nm\) થશે? 2019 અઘરું
- 24. જો લાઇમન શ્રેણીની શ્રેણી-સિમીત આવૃત્તિ \(( Serie limit frequency )\) જો \(v_L\) હોય,તો ફંડ \(( Pund)\) શ્રેણી માટે શ્રેણી-સિમીત આવૃત્તિ ________ થશે. 2018 મધ્યમ
- 25. \(LED's\) દ્વારા વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ દૃશય વિભાગનો પ્રકાશ મેળવવો હોય તો તેની ઉર્જા કેટલા વિભાગની હોવી જોઈએ? 2014 મધ્યમ
- 26. \(12.5\, eV\) ઉર્જા ધરાવતું ઇલેક્ટ્રોનપૂંજ રૂમ તાપમાને રહેલ હાઇડ્રોજન વાયુ પર પાડવામાં આવે છે. તો તે કેવી વર્ણપટ્ટ રેખાનું ઉત્સર્જન કરશે? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પરમાણુઓ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં હાઈડ્રોજન પરમાણુના વર્ણપટ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 26 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
હાઈડ્રોજન પરમાણુના વર્ણપટ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
4% સરળ, 50% મધ્યમ અને 46% અઘરા.