ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો

સાતત્ય સમીકરણ, વહન દર PYQ: JEE Mains Physics પ્રશ્નો

સાતત્ય સમીકરણ, વહન દર પર STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના 7 પ્રશ્નો, 2019–2026 માં પૂછાયેલા.

7પ્રશ્નો
114STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો માં
2019–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 29% મધ્યમ 57% અઘરું 14%

પ્રશ્નો

નવા પહેલા

7 માંથી 1–7 પ્રશ્નો

  1. 1. એક પાણીનો ફુવારો \(30\) cm\(^2\) આડછેદના ક્ષેત્રફળવાળા પાઇપ સાથે જોડેલો છે. આ ફુવારો \(10\) છિદ્રોનો બનેલો છે, જેમાંના દરેક છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ \(15\) mm\(^2\) છે. જો પાઇપમાં પાણી \(50\) cm/s ની ઝડપથી વહેતું હોય, તો દરેક છિદ્રમાંથી બહાર નીકળતા પાણીની ઝડપ ગણો. (કોઈપણ ધારની અસરોને અવગણો) 2026 મધ્યમ
  2. 2.

    આકૃતિમાં \(L\) લંબાઈની એક નળી દર્શાવેલ છે. બિંદુ (1) આગળ આડછેદની ત્રિજ્યા 2 cm અને બિંદુ (2) આગળ 1 cm છે. જો બિંદુ (1) આગળ દાખલ થતા પાણીનો વેગ \(2 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો બિંદુ (2) માંથી બહાર નીકળતા પાણીનો વેગ કેટલો હશે?
    2025 સરળ
  3. 3. આકૃતિમાં \(2.0\,cm ^2\) આડછેદનું ક્ષેત્રફળવાળા પિસ્ટન દ્વારા નળીમાંથી પ્રવાહી ધકેલાતુ દર્શાવેલ છે. નળીના બાહ્ય છેડાનું આડછેદનું ક્ષેત્રફળ \(10\,mm ^2\) છે.જો પિસ્ટનને \(4\,cm\,s ^{-1}\) જેટલી ઝડપથી ધકેલવામા આવે, તો બહાર જતા પ્રવાહીની ઝડપ ........ \(cm\,s ^{-1}\) છે.
    2023 સરળ
  4. 4. એક ઘરની છત પર રહેલી \(750\,cm^{2}\) ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં પાણીનું  લેવલ પાઈપ ઉપર નળના સ્તરથી ઊંચે રહેલ છે. \(500\,nm^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળ જ્યારે ખુલ્લો હોય ત્યારે નળમાંથી બાહર નીકળતા પાણીનો વેગ \(30\,cm/s\) છે. આ સમયે \(\frac{dh}{dt}\) નું મૂલ્ય \(x \times 10^{-3}\,m/s\) છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. 2023 મધ્યમ
  5. 5. પાણીના આઠ ટીપાંઓ \(10\,cm / s\) ની અચળ ઝડપે હવામાંથી પાણીમાં પડે છે. જો ટીપાંઓ જોડાય તો તેનો નવો વેગ \(.......cm/s\) છે. 2023 અઘરું
  6. 6. એક અસમાન વ્યાસ ધરાવતી નળી માથી પ્રવાહી ધારારેખી રીતે વહન કરે છે.નળીનો મહત્તમ અને ન્યુનત્તમ વ્યાસ અનુક્રમે \(6.4 \;\mathrm{cm}\) અને \(4.8 \;\mathrm{cm}\) છે, તો પ્રવાહીના ન્યુનત્તમ અને મહત્તમ વેગનો ગુણોત્તર કેટલો થાય? 2020 મધ્યમ
  7. 7. નળમાથી પાણી નીચે તરફ \(1.0\,ms^{-1}\) ના વેગથી નીકળે છે.નળના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-4}\,m^2\) છે. પાણીમાં દરેક જગ્યાએ દબાણ સમાન છે અને પ્રવાહ ધારારેખી છે.નળથી \(0.15\,m\) નીચે પ્રવાહના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે? (\(g = 10\,ms^{-2}\) ) 2019 મધ્યમ

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સાતત્ય સમીકરણ, વહન દર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સાતત્ય સમીકરણ, વહન દર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

29% સરળ, 57% મધ્યમ અને 14% અઘરા.