પ્રશ્નો
નવા પહેલા11 માંથી 1–11 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R\) ત્રિજ્યાવાળું એક મોટું ડ્રમ તેની અક્ષની ફરતે \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યું છે. ડ્રમની સપાટી અને M દળ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય, તો M દળનો પદાર્થ ડ્રમની અંદરની દીવાલને ચોંટી રહે તે માટે \(\omega\) નું લઘુત્તમ મૂલ્ય હશે :
2026 અઘરું - 2. ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે. 2025 મધ્યમ
- 3. \(800 \mathrm{~kg}\) દળવાળી એક કાર \(300 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા અને \(30^{\circ}\) ઢાળ કોણવાળા ઢોળાવવાળા રસ્તા પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક \(0.2\) હોય, તો કાર કેટલી મહત્તમ ઝડપથી વળાંક સુરક્ષિત રીતે પાર કરી શકે? \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)\) 2024 અઘરું
- 4. એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) : 2024 અઘરું
- 5. એક સિક્કાને તક્તી પર ગોઠવેલો છે. આ સિક્કા અને તક્તી વચચે ઘર્ષાણાંક \(\mu\) છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર \(r\) હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ _______ છે. 2024 અઘરું
- 6. જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર \(3:4\) હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય. 2024 અઘરું
- 7. \(200\,kg\) નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા \(70\,m\) છે તેના પર \(0.2\,rad / s\) ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... \(N\) છે. 2023 મધ્યમ
- 8. એક કાર \(40\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર \(20\,m / s\) ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ \(............\) થશે. ( \(g =10\,m / s ^2\) લો.) 2023 મધ્યમ
- 9. એક કાર \(50\,m\) ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ \(0.34\) હોય, તો કારની મહત્તમ ઝડપ \(..........\,ms^{-1}\) હશે. \(\left[ g =10 ms ^{-2}\right]\) 2023 મધ્યમ
- 10. એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે. 2022 મધ્યમ
- 11. એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી \(R\) અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક \(\mu\) છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે. 2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ઘર્ષણ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઘર્ષણ સાથે અને વગર વર્તુળાકાર ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2022–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઘર્ષણ સાથે અને વગર વર્તુળાકાર ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 55% મધ્યમ અને 45% અઘરા.