ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ઉષ્માનું પરિવહન

ન્યૂટનનો શીતનનો નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ન્યૂટનનો શીતનનો નિયમ પર STD 11 - ઉષ્માનું પરિવહન ના 15 પ્રશ્નો, 2014–2025 માં પૂછાયેલા.

15પ્રશ્નો
35STD 11 - ઉષ્માનું પરિવહન માં
2014–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 67% અઘરું 33%

પ્રશ્નો

નવા પહેલા

15 માંથી 1–15 પ્રશ્નો

  1. 1. એક કપ કોફી \(90^{\circ} \mathrm{C}\) થી \(80^{\circ} \mathrm{C}\) સુધી t મિનિટમાં ઠંડી પડે છે જ્યારે ઓરડાનું તાપમાન \(20^{\circ} \mathrm{C}\) હોય છે. તેવા જ એક કપ કોફીને તે જ ઓરડાના તાપમાને \(80^{\circ} \mathrm{C}\) થી \(60^{\circ} \mathrm{C}\) સુધી ઠંડી પડવા માટે લાગતો સમય કેટલો હશે? 2025 મધ્યમ
  2. 2. એક પદાર્થનું હવામાં તાપમાન 4 મિનિટમાં \(40^{\circ} \mathrm{C}\) થી ઘટીને \(24^{\circ} \mathrm{C}\) થાય છે. હવાનું તાપમાન \(16^{\circ} \mathrm{C}\) છે. પછીની 4 મિનિટમાં પદાર્થનું તાપમાન હશે: 2025 મધ્યમ
  3. 3. એક પદાર્થ \(5\) મિનિટમાં \(80^{\circ}\,C\) માથી \(60^{\circ}\,C\) સુધી ઠંડો પડે છે.પરિસરનું તાપમાન \(20^{\circ}\,C\) છે.તો તેને \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી ઠંડો પડવા માટેનો સમય .......... \(s\) થશે. 2023 મધ્યમ
  4. 4. એક પદાર્થ \(6\) મિનિટમાં \(60^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડે છે. જો પરિસરનું તાપમાન \(10^{\circ} C\) હોય, તો પછીની \(6\) મિનિટ પછી તેનું તાપમાન \(.........{ }^{\circ} C\) થશે. 2023 મધ્યમ
  5. 5. ગરમ સૂપ ભરેલું બાઉલ (પાત્ર) જ્યારે ઓરડાનું તાપમાન \(22^{\circ}\,C\) હોય ત્યારે \(2\) મિનિટમાં \(98^{\circ}\,C\) થી \(86^{\circ}\,C\) સુધી ઠરે છે. તંને \(75^{\circ}\,C\) થી \(69^{\circ}\,C\) તાપમાને ઠરતા \(...........\)મિનીટ સમય લાગશે. 2023 મધ્યમ
  6. 6. પદાર્થ \(60^{\circ}\,C\) થી \(40^{\circ}\,C\) સુધી \(7\) મિનિટમાં ઠંડો થાય છે. આસપાસનું તાપમાન \(10^{\circ}\,C\) છે. પછીની \(7\) મિનિટ પછી પદાર્થનું તાપમાન શું હશે? 2023 મધ્યમ
  7. 7. ન્યૂટનનો શીત નિયમ (cooling law) સાબિત કરવાના એક પ્રયોગમાં પાણીનાં અને આસપાસનાં તાપમાનમાં થતા ફેરફાર \((\Delta T)\) અને સમયનો આલેખ દોરવામાં આવેલ છે. પાણીનું પ્રારંભિક તાપમાન \(80^{\circ} C\) જેટલું લેવામાં આવે છે. આલેખમાં દર્શાવેલ \(t_{2}\) નું મૂલ્ય........થશે.
    2022 અઘરું
  8. 8. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. \(A\). પ્રવાહી અને તેની આસપાસનાં તાપમાનનો નાનો તફાવત બમણો થાય છે ત્યારે પ્રવાહી દ્વારા ઉષ્માનો વ્યય બમમણો થાય છે. \(B\). સમાન સપાટી ક્ષેત્રફળ ધરાવતા બે પદાર્થી \(A\) અને \(B\) ને \(10^{\circ} C\) અને \(20^{\circ} C\) તાપમાને જાળવી રાખવામાં આવે છે. \(A\) અને \(B\) દ્વારા આપેલ સમયમાં ઉત્સર્જીત વિકિરણની ગુણોત્તર \(1: 1.15\) છે. \(C\). \(100 \,K\) અને \(400 \,K\) તાપમાન વચ્ચે કાર્યરત કાર્નો એન્જિનની કાર્યક્ષમતા \(75 \%\) છે. \(D\). પ્રવાહી અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે તાપમાનનો નાનો તફાવત ચાર ગણો કરવામાં આવે છે તો પ્રવાહી દ્વારા ગુમાવાતી ઉષ્માનો દર બમણો થાય છે. 2022 અઘરું
  9. 9. \(25^{\circ} {C}\) તાપમાનવાળા ઓરડામાં \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન \(75^{\circ} {C}\) થી \(65^{\circ} {C}\) થાય છે. પછીની \(5\, minutes\) માં પદાર્થનું તાપમાન (\({ }^{\circ} {C}\) માં) કેટલું થાય? 2021 મધ્યમ
  10. 10. એક પદાર્થ \(61^{\circ} {C}\) થી \(59^{\circ} {C}\) ઠંડો પડવા માટે \(4\, {min}\) સમય લગાડે છે. જો આસપાસના વાતાવરણનું તાપમાન \(30^{\circ} {C}\) હોય તો પદાર્થ \(51^{\circ} {C}\) થી ઠંડો પડી \(49^{\circ} {C}\)  થવા માટે કેટલો સમય (\(min\) માં) લાગશે? 2021 મધ્યમ
  11. 11. એક ધાતુના ગોળાને \(50^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ઠંડો પડતાં \(300 \,s\) જેટલો સમય લાગે છે. જો વાતાવરણનું તાપમાન \(20^{\circ} C\) હોય તો પછીની \(5\) મિનિટમાં ગોળાનું તાપમાન કેટલા \(^oC\) થશે? 2020 મધ્યમ
  12. 12. પદાર્થનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\) મિનિટ લાગે.જો વાતાવરણનું અચળ તાપમાન \(25\,^oC\) હોય તો પછીની \(10\) મિનિટમાં  પદાર્થનું તાપમાન ....... \(^oC\) થશે? 2018 મધ્યમ
  13. 13. એક ગરમ પદાર્થ ન્યુટનના નિયમનું પાલન કરીને તેના મહત્તમ તાપમાન \(80\,^oC\) થી ઠંડો પાડીને વાતાવરણનું તાપમાન \(30\,^oC\) પર આવે છે.તાપમાન \(80\,^oC\) થી \(40\,^oC\) થતાં \(5\, minutes\) લાગે છે તો \(62\,^oC\) થી \(32\,^oC\) થતાં .......... \(\min.\) લાગે? (\(ln\, 2\, = 0.693, ln\, 5\, = 1.609\)) 2014 અઘરું
  14. 14. ગરમ પાણીનું તાપમાન \(60\,^oC\) થી \(50\,^oC\) થતાં \(10\,minutes\)  અને પછી \(42\,^oC\) થતાં બીજી \(10\,minutes\) લાગે તો વાતાવરણનું તાપમાન......... \(^oC\) હશે? 2014 અઘરું
  15. 15. \(R\) ત્રિજ્યા અને \(M\) દળ ધરાવતા કાળા કલરના ગોળા ની અંદર બખોલ છે જેની અંદર શૂન્યાવકાશ છે.બખોલની દીવાલનું તાપમાન \(T_0\) જાળવી રાખવામા આવેલ છે. ગોળાનું શરૂઆતનું તાપમાન \(3T_0\) છે.જો \(T\) તાપમાને રહેલ ગોળાના દ્રવ્ય માટે એકમ દળ દીઠ વિશિષ્ટ ઉષ્મા \(\alpha T^3\) મુજબ ફરે છે જ્યાં \(\alpha \) અચળાંક છે.તો ગોળાનું તાપમાન \(2T_0\) થતાં કેટલો સમય લાગશે? 2014 અઘરું

STD 11 - ઉષ્માનું પરિવહન ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ન્યૂટનનો શીતનનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2025 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ન્યૂટનનો શીતનનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 67% મધ્યમ અને 33% અઘરા.