ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ

R-L D.C. Circuit PYQ: JEE Mains Physics પ્રશ્નો

R-L D.C. Circuit પર STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના 18 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

18પ્રશ્નો
149STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 39% અઘરું 56%

પ્રશ્નો

નવા પહેલા

18 માંથી 1–18 પ્રશ્નો

  1. 1. \(10^4\) આંટાઓ ધરાવતા ગૂંચળાનું પ્રેરકત્વ 10 mH છે અને તેને \(10 \Omega\) ના આંતરિક અવરોધવાળા 10 V ના dc સ્ત્રોત સાથે જોડેલ છે. જ્યારે પ્રવાહ તેના મહત્તમ મૂલ્યના \(\left(\frac{1}{ e }\right)\) ગણો થાય છે ત્યારે પ્રેરકમાં ઊર્જા ઘનતા \(\alpha \pi \times \frac{1}{ e ^2} J / m ^3\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. \(\left(\mu_0=4 \pi \times 10^{-7} Tm / A \right)\). 2026 સરળ
  2. 2. આકૃતિમાં એક પરિપથ દર્શાવેલ છે જેમાં ત્રણ અવરોધો (દરેક 9 Ω ના) અને બે પ્રેરકો (દરેક 4 mH ના) છે. જ્યારે સ્વીચ K ચાલુ કરવામાં આવે તે ક્ષણે એમીટરનું અવલોકન __________ A હશે.
    image
    2026 મધ્યમ
  3. 3.
    આપેલ પરિપથમાં સ્લાઇડિંગ સંપર્કને બહારની તરફ ખેંચવામાં આવે છે જેથી પરિપથમાં વિદ્યુત પ્રવાહ \(8 \mathrm{~A} / \mathrm{s}\) ના દરે બદલાય છે. જે ક્ષણે R \(12 \Omega\) હોય, તે ક્ષણે પરિપથમાં પ્રવાહનું મૂલ્ય ______ A હશે.
    2025 મધ્યમ
  4. 4. આપેલ આકૃતિ મુજબ, જો \(\frac{ dI }{ dt }=-1\,A / s\) હોય, તો આ ક્ષણે \(V _{ AB }\) નું મૂલ્ય \(...........\,v\) હશે.
    2023 મધ્યમ
  5. 5. આપેલ આકૃતિમાં, એક ઈન્ડકટર અને અવરોધને, \(E\) વોલ્ટ \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. \(\frac{E^a}{2 b}\,J / s\) એ ચુંબકીય ક્ષેત્રમાં સંગ્રહ પામતી ઊર્જાનો મહત્તમ દર ધરાવે છે. \(\frac{b}{a}\) નું મૂલ્ય .......... હશે.
    2023 અઘરું
  6. 6. \(1\,H\) પ્રેરણ અને \(100\,\Omega\) નો અવરોધ ધરાવતા ગૂંચળા (ગાળા) ને \(6\,V\) ની બેટરી સાથે જોડવામાં આવેલ છે. \((a)\) સ્થિત-સ્થિતિના મૂલ્યના પ્રવાહ કરતાં અડધો પ્રવાહ થાય તે માટે લાગતો સમય અને \((b)\) પરિપથમાં કળ ચાલુ કર્યા બાદ \(15 \;ms\) સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રમાં સંગ્રહિત ઊર્જા શોધો. \(\left(\ln 2=0.693, e ^{-3 / 2}=0.25\right.\) આપેલ છે.) 2022 અઘરું
  7. 7. \(10 \,\Omega, 20 \,mH\) ના ગૂંચળું કે જેમાંથી અચળ પ્રવાહ પસાર થાય છે. ને કળ દ્વારા \(20 \,V\) ની બેટરી સાથે જોડવામાં આવે છે. \(100 \,\mu s\) પછી કળને ખોલવામાં આવે છે. ગૂંચળાંમાં પ્રેરિત સરેરાશ \(e.m.f.\) ............ \(V\) થશે. 2022 મધ્યમ
  8. 8. \(2.0\) હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં \(I =2 \sin \left( t ^{2}\right) A\) એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ \(0\) થી બદલાઈને \(2\,A\) થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........\(J\) થશે. 2022 મધ્યમ
  9. 9. \(10\, {mH}\) ના ઇન્ડક્ટરને \(10\, {k}\, \Omega\) અવરોધ અને સ્વીચ દ્વારા \(20\, {V}\) બેટરી સાથે જોડાયેલ છે. લાંબા સમય પછી, જ્યારે મહત્તમ પ્રવાહ પસાર થાય ત્યારે સ્વીચ બંધ થાય તેવી રીતે પરિપાટ તૈયાર કરેલ છે. \(1\, \mu\, {s}\) પછી પરિપથમાં પ્રવાહ \(\frac{{x}}{100}\, {mA}\) હોય, તો \({x}\) કોને બરાબર થાય? (\({e}^{-1}=0.37\) લો) 2021 અઘરું
  10. 10. આપેલ પરિપથ માટે \(t =0\) અને \(t =\infty\) સમયે પ્રવાહ \((i)\) શોધો.
    2021 અઘરું
  11. 11. આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ \(i\) (\(A\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  12. 12. અવરોધ \(R\) અને ઇન્ડકટર \(L\)ને બેટરી સાથે જોડેલ છે, \(R-L\) પરિપથમાં ઊર્જા મહતમ ઊર્જાના \(25\, \%\) થતા લાગતો સમય શોધો. 2021 અઘરું
  13. 13. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(\varepsilon \; emf \;\) ધરાવતી બેટરી સાથે \(L\) ઇન્ડક્ટર અને \(R\) અવરોધ શ્રેણીમાં જોડેલા છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(\mathrm{t}=0\) અને \(\mathrm{t}=\mathrm{t}_{\mathrm{c}}\;( \mathrm{t}_{\mathrm{c}}=\)પરિપથનો સમય અચળાંક) વચ્ચે બેટરીમાથી કેટલો વિજભાર બહાર આવ્યો હશે?
    2020 અઘરું
  14. 14. શ્રેણી \(L-R\) પરિપથને \(emf\,V\) વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. \(t =0\) સમયે કળ શરૂ કરતાં કેટલા સમયે ઇન્ડકટરની ઊર્જા મહતમ ઊર્જાના \(\left(\frac{1}{n}\right)\) ગણી થાય? 2020 અઘરું
  15. 15. \(\mathrm{t}=0\) સમયે શ્રેણીમાં જોડેલા \(10\; \mathrm{mH}\) ઇન્ડક્ટર અને \(5 \;\Omega\) અવરોધ વચ્ચે \(20\; \mathrm{V}\) નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. \(\mathrm{t}=\infty\) અને \(t=40\; s\) એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? (\(e^{2}=7.389\) ) 2020 મધ્યમ
  16. 16. \(10\,mH\) આત્મપ્રેરકત્વ અને \(0.1\,\Omega\) અવરોધ ધરાવતા ગુચળાને \(0.9\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડેલ છે.સ્વિચ બંધ કર્યા પછી પ્રવાહને તેના મહત્તમ પ્રવાહનો \(80\%\) ભાગ મેળવવા કેટલો સમય લાગે?[ \(ln\,5 = 1.6\) ] 2019 અઘરું
  17. 17. નીચે દર્શાવેલ પરિપથમાં એક ઇન્ડકટર \((L=0.03H)\) અને અવરોધ \((R=0.15\) \(K\Omega)\) એક \(15\) \(V\) \(emf\) ધરાવતી બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે.કળ \(K_1\) ને ઘણા લાંબા સમય સુધી બંધ રાખવામાં આવે છે.પછી, \(t=0\) સમયે કળ ને ખોલવામાં \((open)\) આવે છે અને તે જ સમયે કળ \(K_2\) ને બંધ \((close)\) કરવામાં આવે છે.\(t= 1\) \(ms\) ને અંતે પરિપથમાં વહેતો પ્રવાહ .......... \(mA\) હશે. (\({e^5} \cong 150)\)
    2015 અઘરું
  18. 18. પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ \(C\) ને બિંદુ \(A\) જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ \(‘C’, ‘A”\) થી છૂટો કરી બિંદુ \(’B’\) વડે સમય \(t=0\) માટે જોડવામાં આવે છે. \(t=L/R\) સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?
    2014 મધ્યમ

STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં R-L D.C. Circuit ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 18 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

R-L D.C. Circuit ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

6% સરળ, 39% મધ્યમ અને 56% અઘરા.