ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

Polarisation of Light and Malus' Law PYQ: JEE Mains Physics પ્રશ્નો

Polarisation of Light and Malus' Law પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 20 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

20પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 65% અઘરું 35%

પ્રશ્નો

નવા પહેલા

20 માંથી 1–20 પ્રશ્નો

  1. 1. ચોક્કસ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ બે ધ્રુવકોના સંયોજનમાંથી પસાર થાય છે જેમની પ્રસારણ અક્ષો સમક્ષિતિજ અક્ષને સાપેક્ષે અનુક્રમે \(30°\) અને \(90°\) પર છે. એક ત્રીજો ધ્રુવક જેની પ્રસારણ અક્ષ સમક્ષિતિજ અક્ષ સાથે \(60°\) પર છે, તેને હાલના બે ધ્રુવકોની વચ્ચે મૂકવામાં આવે છે. ત્રીજા ધ્રુવક સાથે અને ત્રીજા ધ્રુવક વિનાની નિર્ગમન તીવ્રતાઓનો ગુણોત્તર ______ છે. 2026 અઘરું
  2. 2. \(I_o\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ધ્રુવીભૂતકારકમાંથી પસાર થાય છે અને પછી ચોક્કસ પ્રકાશીય સક્રિય દ્રાવણમાંથી પસાર થાય છે અને અંતે વિશ્લેષક પર જાય છે. જો વિશ્લેષક અને ધ્રુવીભૂતકારક વચ્ચેનો કોણ \(0°\) હોય અને વિશ્લેષકમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા \(\dfrac{3}{8}I_o\) હોય, તો દ્રાવણ દ્વારા પ્રકાશના ભ્રમણનો કોણ વિશ્લેષકના સંદર્ભમાં _______ ડિગ્રી છે. 2026 મધ્યમ
  3. 3. બે પોલરાઇઝર \(P_1\) અને \(P_2\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે પારગમિત પ્રકાશની તીવ્રતા શૂન્ય થશે. એક ત્રીજું પોલરાઇઝર \(P_3\) ને \(P_1\) અને \(\mathrm{P}_2\) ની વચ્ચે \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેના ચોક્કસ ખૂણે દાખલ કરવામાં આવે છે. ત્રણેય પોલરાઇઝરમાંથી પસાર થતા પ્રકાશની પારગમિત તીવ્રતા મહત્તમ હોય છે. પોલરાઇઝર \(\mathrm{P}_2\) અને \(\mathrm{P}_3\) વચ્ચેનો ખૂણો _______ છે. 2025 મધ્યમ
  4. 4. યંગના બે-સ્લિટ પ્રયોગમાં, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ પોલરાઇઝર રાખવામાં આવ્યા છે. \(P_1\) અને \(P_2\) ના પારગમન અક્ષો એકબીજાને લંબ છે. પોલરાઇઝર \(P_3\) બંને સ્લિટ્સને તેના પારગમન અક્ષ સાથે \(P_1\) અને \(P_2\) ના અક્ષોથી \(45^{\circ}\) ના ખૂણે રાખીને આવરી લે છે. \(\lambda\) તરંગલંબાઈ અને \(I_0\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ \(P_1\) અને \(P_2\) પર આપાત થાય છે. \(P_3\) પછીના એક બિંદુ પરની તીવ્રતા, જ્યાં \(s_1\) અને \(s_2\) માંથી આવતા પ્રકાશ તરંગો વચ્ચેનો પથ તફાવત \(\frac{\lambda}{3}\) છે, તે કેટલી છે?
    2025 અઘરું
  5. 5. \(I_0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. \(A\) માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક \(B, 3\) જેનું મુખ્ય સમતલ ધ્રુવ. \(A\) ના મુખ્ય સમતલને સાપેક્ષ \(45^{\circ}\) રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે. 2024 અઘરું
  6. 6. \(Io\) તીવ્રતા ઘરાવતા અધ્રુવીભૂત પ્રકાશ કિરણપુંજ ને પોલેરોઇડ \(A \) અને ત્યારબાદ બીજા પોલેરોઇડ \(B\) નું મુખ્ય સમતલ પોલેરોઇડ \(A\) ની સાપેક્ષ \(45°\) નો કોણ બનાવતું હોય,તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા _______ થશે. 2024 મધ્યમ
  7. 7. \(32\,Wm ^{-2}\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ ત્રણ પોલેરોઇડના સંયોજનમાંથી એવી રીતે પસાર થાય છે કે જેથી છેલ્લા પોલેરોઈડની દગ-અક્ષ પ્રથમ પોલેરોઈડની દગ-અક્ષને લંબ થાય. જો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(3\,Wm ^{-2}\) હોય, તો પ્રથમ બે પોલેરોઇડની દગ-અક્ષો વચ્યેનો કોણ ....... \(^{\circ}\) છે. 2023 મધ્યમ
  8. 8. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ સમાન પોલેરોઈડ \(P _1, P _2\) અને \(P _3\) ને એક પછી એક મૂકેલા છે. \(P _2\) અને \(P _3\) ના અક્ષ \(P _1\) ને અનુલક્ષીને અનુક્રમે \(60^{\circ}\) અને \(90^{\circ}\) ના કોણ પર ગોઠવેલ છે. ઉદગમ \(S\) ની તીવ્રતા \(O\) છે. તો \(256 \;\frac{ W }{ m ^2}\) બિંદુ એ પ્રકાશની તીવ્રતા \(............\frac{W}{m^2}\) છે.
    2023 મધ્યમ
  9. 9. બે ધ્રુવકો \(A\) અને \(B\) ને એવી રીતે ગોઠવવામાં આવ્યા છે કે જેથી ધ્રુવકોની દક-અક્ષો અકબીજાને લંબરૂપે રહે. હવે ત્રીજા ધ્રુવક \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે તેમની વચ્ચેના ખૂણાને દ્વિભાજક રીતે મૂકવામાં આવે છે. જો અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા \(I _0\) હોય, તો ધ્રુવકોમાંથી પારગમન પામ્યા બાદ પ્રકાશની તીવ્રતા \(........\) થશે. 2023 મધ્યમ
  10. 10. \(n\) ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે. \(I\) તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા \(\frac{I}{64}\) મળે છે. \(n\) નું મૂલ્ય કેટલું હશે? 2023 મધ્યમ
  11. 11. \(2I _0\) જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીભૂત પ્રકાશ કિરણને \(P\) પોલેરોઈડમાંથી પસાર કરાવામાં આવે છે અને ત્યાર બાદ બીજા \(Q\) પોલેરોઈડ કે જેની દગ અક્ષ \(P\)ની દગ્ અક્ષને સાપેક્ષે \(30^{\circ}\) નો કોણ બનાવે તમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા \(.......\) હશે. 2022 મધ્યમ
  12. 12. એક અધુવીભૂતપ્રકાશ કિરણપૂંજને ધ્રુવીભવનનાં પ્રયોગનાં પોલેરોઈઝર (ધુવક) ઉપર આપાત કરવામાં આવે છે અને વિશ્લેષક (એનેલાઈઝર) માંથી નિર્ગમન પામતી પ્રકાશની તીવ્રતા \(100\) લ્યુમેન્સ જેટલી માપવામાં આવે છે. હવે વિશ્લેષકને સમક્ષિતિજ અક્ષ (પ્રકાશની દિશામાં) ને તે \(30^{\circ}\) ના કોણે ઘડીયાળના કાંટાની દિશામાં ભ્રમણ આપવામાં આવે છે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા ........... લ્યુમેન્સ હશે. 2021 અઘરું
  13. 13. એક પડદાની સામે એક પ્રકાશનો સ્ત્રોત મૂકેલો છે. પડદા પર તેની તીવ્રતા \(I\) છે. બે પોલેરોઇડ્સ \({P}_{1}\) અને \({P}_{2}\) ને પ્રકાશના સ્ત્રોત અને પડદા વચ્ચે એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \({I} / 2\) મળે, તો \({P}_{2}\) ને કેટલા ડિગ્રીના ખૂણે ભ્રમણ કરાવવો જોઈએ કે જેથી પડદા પર પ્રકાશની તીવ્રતા \(\frac{3 I}{8}\) મળે? 2021 મધ્યમ
  14. 14. \(3.3 \,Wm ^{-2}\) તીવ્ર્તા ધરાવતી અધૂવીભૂત પ્રકાશને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતા પોલેરાઝર પર આયાત કરવામાં આવે છે પોલેરાઈઝર \(31.4\, rad/s.\) ની કોણીય ઝડપથી પોતાની અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે, તો એક આવર્તકાળમાં બહાર આવતી ઊર્જા ........ \( \times 10^{-4} \,J\) 2020 અઘરું
  15. 15. પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના \(10 \%\) જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......\(^o\) ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય? 2020 મધ્યમ
  16. 16. ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર \(P_1, P_2, P_3\) ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી \(P_3\) ની અક્ષ \(P_1\) ની અક્ષને લંબ અને \(P_2\) ની અક્ષ \(P_3\) ની અક્ષ સાથે \(60^o\) નો ખૂણો બનાવે છે.જ્યારે \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ \(P_1\) પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા \(I\) મળે છે તો \((I_0/I)\) નો ગુણોત્તર કેટલો થાય? 2019 અઘરું
  17. 17. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમતલીય પોલારાઇઝર પર પ્રકાશ આપત થાય છે જેમાં તેની પાસ અક્ષ \(x-\) અક્ષ સાથે \(\theta\) ખૂણો બનાવે છે. \(\theta\) ના ચાર અલગ મૂલ્યો , \(\theta\, = 8^o, 38^o, 188^o\) અને \(218^o\), માટે મળતી તીવ્રતા સમાન છે. તો ધ્રુવિભવન અને \(x-\)અક્ષ સાથેનો ખૂણો \(^o\) માં કેટલો હશે?
    2018 અઘરું
  18. 18. \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ બે પોલારાઇઝ \(A\) અને \(B\) ધરાવતા તંત્ર પર આપાત થાય છે. તેમાંથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા \(I/2\) છે જો ત્રીજા  પોલારાઇઝર ને \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા ઘટીને \(I/3\) થાય છે. જો પોલારાઇઝ \(A\) અને \(C\) વચ્ચેનો ખૂણો \(\theta \) હોય તો .... 2018 મધ્યમ
  19. 19. \(I\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક આદર્શ પોલેરાઇઝર \(A\) માંથી પસાર થાય છે.બીજો સમાન પોલેરાઇઝર \(B\) એ \(A\) ની પાછળ મૂકવામાં આવે છે. \(B \) ની આગળ/પછી પ્રકાશની તીવ્રતા \(\frac{I}{2}\) જેટલી માલૂમ પડ છે.હવે,બીજો સમાન પોલેરાઇઝર \(C\) ને \(A\) અને \(B\) ની વચ્ચે મૂકવામાં આવે છે.\(B\) થી આગળ તીવ્રતા \(\frac{I}{8}\) જેટલી મળે છે. \(A\) અને \(C\) ધ્રુવીભવન ( અક્ષ ) વચ્ચેનો કોણ ________\(^o\) થશે. 2018 મધ્યમ
  20. 20. પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ \(A\) અને \(B\) ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ \(A\) મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ \(B\) શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને \(30°\) ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે \(I_A\) અને \(I_B\) હોય,તો \(\frac{{{I_A}}}{{{I_B}}}\)= 2014 મધ્યમ

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Polarisation of Light and Malus' Law ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Polarisation of Light and Malus' Law ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 65% મધ્યમ અને 35% અઘરા.