પ્રશ્નો
નવા પહેલા96 માંથી 1–50 પ્રશ્નો
- 1. 10 cm ત્રિજ્યાની નક્કર ગોળો તેના કેન્દ્રથી 15 cm દૂર રહેલી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા બરાબર \(\sqrt{n}\) cm છે. તો n નું મૂલ્ય _______ છે. 2026 સરળ
- 2. 400 g અને 350 g ના બે દળને 2 cm ત્રિજયા ધરાવતી ભારે ગરગડીમાંથી પસાર થતી હલકી દોરીના છેડાએથી લટકાવવામાં આવે છે. જ્યારે સ્થિર સ્થિતિમાંથી મુકત કરવામાં આવે, ભારે દળ 9 s માં 81 cm જેટલું પડે છે તેમ નોંધાય છે. ગરગડીના ભ્રમણની ચાકમાત્રા __________ \(kg \cdot m ^2\) છે.
\(\left( g =9.8 m / s ^2\right)\) 2026 અઘરું - 3. 5 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નક્કર ગોળાને 10 kg દળ અને 20 cm ત્રિજ્યા ધરાવતા અન્ય એક નક્કર ગોળાના સંપર્કમાં રાખવામાં આવે છે. સંપર્કબિંદુમાંથી પસાર થતા સ્પર્શકને અનુલક્ષીને ગોળાની આ જોડની જડત્વની ચાકમાત્રા __________ \( kg.m^{2} \) છે. 2026 સરળ
- 4. \(4\) cm ત્રિજ્યા અને \(5\) kg દળ ધરાવતો એક ઘન ગોળો (ભ્રમણ અક્ષ ગોળાના કેન્દ્રમાંથી પસાર થાય છે) \(1200\) rpm ના કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યો છે. તેને \(10\) s માં અચળ ટોર્ક લગાડીને સ્થિર કરવામાં આવે છે. લાગુ પાડેલ ટોર્ક અને તે સ્થિર થાય તે પહેલાં કરેલા ભ્રમણની સંખ્યા અનુક્રમે _______ અને _______ છે. 2026 મધ્યમ
- 5. બે વર્તુળાકાર તકતીઓ, પ્રત્યેકની ત્રિજ્યા 10 cm છે, આકૃતિમાં દર્શાવ્યા મુજબ 30 cm લંબાઈના અને 600 gm દળના સળિયા વડે તેમના કેન્દ્રો પર જોડાયેલી છે.
જો પ્રત્યેક તકતીનું દળ 600 gm હોય અને બે તકતીઓ વચ્ચે લાગુ પડેલું ટોર્ક \(43 \times 10^{5}\) dyne cm હોય, તો આપેલી અક્ષ \(AB\) ને અનુલક્ષીને તકતીઓનું કોણીય પ્રવેગ ___________\(rad/s^{2}\) થશે.
2026 અઘરું - 6. ધારો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ M kg દળ અને r m ત્રિજ્યાવાળી એક સમાન વર્તુળાકાર તકતી છે. છાયાંકિત ભાગોને તકતીમાંથી કાપી નાખવામાં આવે છે. તકતીની અક્ષ A ને અનુલક્ષીને બાકી રહેલા ભાગની જડત્વની ચાકમાત્રા \(\frac{ x }{256} Mr ^2\) દ્વારા આપવામાં આવે છે. x નું મૂલ્ય __________ છે.
2026 સરળ - 7. દળ \(M\) અને ત્રિજ્યા \(R\) ધરાવતો એક નક્કર ગોળો બે અસમાન ભાગમાં વિભાજીત કરવામાં આવે છે. નાના ભાગનું દળ \(M/8\) છે જેને \(r\) ત્રિજ્યાવાળા ગોળામાં રૂપાંતરિત કરવામાં આવે છે અને મોટા ભાગને \(t\) જાડાઈ અને \(2R\) ત્રિજ્યાવાળી વર્તુળાકાર તકતીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. જો \(I_1\) એ \(r\) ત્રિજ્યાવાળા ગોળાનો તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય અને \(I_2\) એ તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા હોય, તો તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(I_2/I_1 = \) _____. 2026 અઘરું
- 8. દળ M kg અને લંબાઈ L m ના બે સમાન પાતળા સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. P બિંદુમાંથી પસાર થતી અને સળિયાના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને સંયુક્ત સળિયા પ્રણાલીની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{2} M L^2 kg m ^2\) છે. \(x\) નું મૂલ્ય _________ છે.
2026 સરળ - 9. એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_1\) અને જાડાઈ \(T_1\) છે. તે જ દ્રવ્યની બનેલી બીજી એક વર્તુળાકાર તકતીની ત્રિજ્યા \(R_2\) અને જાડાઈ \(T_2\) છે. જો બંને તકતીઓની જડત્વની ચાકમાત્રા સમાન હોય અને \(\frac{R_1}{R_2}=2\) હોય, તો \(\frac{T_1}{T_2}=\frac{1}{\alpha}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 અઘરું
- 10. L લંબાઈ અને R ત્રિજ્યાનો નક્કર નળાકાર તેની અક્ષને અનુલક્ષીને \(I_1\) જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવે છે. એક નાના \(L / 2\) લંબાઈ અને \(R / 3\) ત્રિજયાનો કોતરેલો સમઅક્ષીય નળાકાર તેની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_2\) ધરાવે છે. \(I_1 / I_2\) નો ગુણોત્તર ________ છે. 2026 અઘરું
- 11. પ્રત્યેકની ત્રિજ્યા R અને લંબાઈ L \(( R < L )\) હોય તેવા ચાર નિયમિત નક્કર નળાકારમાંથી બનેલ ચોરસ લૂપની સામસામેની બાજુઓના મધ્યબિંદુઓમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. (સમગ્ર લૂપનું દળ M લો) 2026 અઘરું
- 12. \(\mathrm{A}, \mathrm{B}\) અને C અનુક્રમે ડિસ્ક, નક્કર ગોળો અને ગોળાકાર કવચ છે, જે સમાન ત્રિજ્યા અને દળ ધરાવે છે. આ દળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવેલા છે.

આપેલ તંત્રની \(P Q\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{X}{15} I\) છે, જ્યાં \(I\) એ ડિસ્કની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા છે. x નું મૂલ્ય _______ છે. 2025 મધ્યમ - 13. અવગણી શકાય તેવી જાડાઈ ધરાવતી બે લોખંડની નક્કર તકતીઓની ત્રિજ્યા \(R_1\) અને \(R_2\) અને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_1\) અને \(I_2\) છે. \(R_2=2 R_1\) માટે, \(I_1\) અને \(I_2\) નો ગુણોત્તર \(1 / x\) થશે, જ્યાં \(\mathrm{x}=\) ________ - 2025 સરળ
- 14. દળ ' M ' અને લંબાઈ 'L' ના સળિયાની, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ' \(\alpha\) ' છે. હવે સળિયાને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે અને આ ભાગોને સંમિતિપૂર્વક જોડીને ચોકડી (ક્રૉસ) આકાર બનાવવામાં આવે છે. ક્રૉસની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને ક્રૉસ ધરાવતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે? 2025 મધ્યમ
- 15. દળ \(M\) અને વ્યાસ r ધરાવતા એક વર્તુળાકાર વલયની, તેના સમતલમાં રહેલી સ્પર્શીય અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા _______ છે. 2025 સરળ
- 16. એક નક્કર તકતીની તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરતી જડત્વની ચાકમાત્રા, તેવી જ રીતે ભ્રમણ કરતી એક રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં 2.5 ગણી વધારે છે. એક નક્કર ગોળાની જડત્વની ચાકમાત્રા, જેની ત્રિજ્યા તકતી જેટલી જ છે અને તેવી જ રીતે ભ્રમણ કરે છે, તે આપેલ રીંગની જડત્વની ચાકમાત્રા કરતાં \(n\) ગણી વધારે છે. અહીં, \(\mathrm{n}=\)_________
ધારો કે બધા પદાર્થોના દળ સમાન છે. 2025 અઘરું - 17. M અને R એ એક તકતીનું દળ અને ત્રિજ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R / 3\) ત્રિજ્યાવાળી એક નાની તકતીને મોટી તકતીમાંથી દૂર કરવામાં આવે છે. મોટી તકતીના બાકીના ભાગની, કેન્દ્ર O માંથી પસાર થતી અને તકતીના સમતલને લંબ એવી AB અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{4}{x} M R^2\) છે. \(x\) નું મૂલ્ય ________ છે.
2025 અઘરું - 18. ' R ' ત્રિજ્યા અને ' M ' દ્રવ્યમાનની એક સમાન વર્તુળાકાર તકતી તેના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરી રહી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, મૂળ તકતીમાંથી \(\mathrm{R} / 2\) ત્રિજ્યાનો એક નાનો વર્તુળાકાર ભાગ દૂર કરવામાં આવે છે. ઉપર આપેલી અક્ષને અનુલક્ષીને મૂળ તકતીના બાકીના ભાગની જડત્વની ચાકમાત્રા શોધો.
2025 મધ્યમ - 19. ' \(\lambda\) ' રેખીય દ્રવ્યમાન ઘનતા અને ' \(L\) ' લંબાઈનો એક સળિયો 'R' ત્રિજ્યાનું વલય બનાવવા માટે વાળવામાં આવે છે. તેના કોઈપણ વ્યાસને અનુલક્ષીને વલયની જડત્વની ચાકમાત્રા ________ છે. 2025 અઘરું
- 20. \(50 \mathrm{~cm}\) ત્રિજયા અને \(2 \mathrm{~kg}\) દળ ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળીયાના બે છેડા સાથે જોડેલા છે જેથી તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર \(150 \mathrm{~cm}\) મળે છે. આ તંત્રની સળીયાના મધ્યબિંદુ માંથી પસાર થતી અને સળિયાની લંબાઈને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{x}{20} \mathrm{kgm}^2\) હોય તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 21. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન-દળ ધરાવતા પોલા ગોળા અને ધન નળાકાર માટે અનુક્રમે તેમની અક્ષ \(\mathrm{AB}\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા માટે ની ચક્રાવર્તન ત્રિજ્યાઓનો ગુણોતર \(\sqrt{8 / x}\) છે. \(x\) નું મૂલ્ય _______ હશે.
2024 અઘરું - 22. દળ \(2 \mathrm{~kg}, 4 \mathrm{~kg}\) અને \(6 \mathrm{~kg}\) ધરાવતા ત્રણ દડા અનુક્રમે \(2 \mathrm{~m}\) બાજુવાળા સમબાજુ ત્રિકોણની ધારના કેન્દ્ર પર ગોઠવેલા છે. ત્રિકોણના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી અને ત્રિકોણના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા _______ \(\mathrm{kg} \mathrm{m}{ }^2\) હશે. 2024 અઘરું
- 23. પ્રત્યેકનું દળ \(1 \mathrm{~kg}\) હોય તેવા ચાર કણોને \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતા ચોરસના ચાર ખૂણા પર મૂકેલા છે. તેના એક શિરોબિંદુમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાક્માત્રા______\(\mathrm{kg} \mathrm{m}^2\)છે.
2024 અઘરું - 24. \(5\,kg\) નક્કર દળનો ગોળો અને \(4\,kg\) દળની તકતી સમાન ત્રિજ્યા ધરાવે છે. તકતીની સમતલમાં સ્પર્શકમાંથી પસાર થતી અને નક્કર ગોળાના સ્પર્શકમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\frac{x}{7}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થાય. 2023 મધ્યમ
- 25. બે સમાન ધન ગોળાઆ કે દરેકનું વજન \(2\,kg\) અને ત્રિજ્યા \(10\,cm\) છે તેને હળવા સળિયાના છેડા પર લગાડવામાં આવે છે. ગોળાના કેન્દ્રો વચ્યેનું અંતર \(40\,cm\) છે. સળીયાની અક્ષને લંબરૂપે તેના મધ્ય બિંદ્દુને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા \(........\times 10^{-3}\,kg - m ^2\) છે. 2023 મધ્યમ
- 26. ધન ગોળા \(A\) અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચાકગતિ કરે છે. જો ગોળાની ત્રિજ્યા \(5\,cm\) હોય, તો તેની અક્ષ \(PQ\) ને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા \(\sqrt{x}\; cm\) થશે. અહી \(x\) નું મૂલ્ય \(........\) હશે.
2023 મધ્યમ - 27. એક અર્ધ વર્તુળાકાર વીટીના કેન્દ્રમાંથી પસાર થતી અને વીટીની સપાટીને લંબ અક્ષમાંથી પસારથી જડત્વની ચાકમાત્રા \(\frac{1}{x} MR ^2\) છે. જ્યાં \(R\) એ ત્રિજ્યા અને \(M\) એ અર્ધવર્તુળાકાર રીંગનું દ્રવ્યમાન છે. \(x\) નું મૂલ્ય .......... હશે. 2023 સરળ
- 28. એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
2023 મધ્યમ - 29. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી એક તકતીની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા \(\frac{ MR ^2}{4}\) છે. તકતીને લંબ અને તેના છેડાના બિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને આ તકતીની જડત્વની ચાક્માત્રા \(\frac{ x }{2} MR ^2\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.........\) થશે. 2023 મધ્યમ
- 30. \(R\) ત્રિજ્યા અને \(L\) લંબાઈના નિયમિત ધનનળાકારની અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _1\) છે. આ નળાકારમાંથી \(R^{\prime}=\frac{R}{2}\) ત્રિજ્યા અને \(L^{\prime}=\frac{L}{2}\) લંબાઈનો સમકેન્દ્રિય નળાકાર બનાવવામાં આવે છે. જો આ બનાવેલ નળાકારના ભાગની જડત્વની ચાકમાત્રા \(I _2\) હોય, તો \(\frac{I_1}{I_2}=...........\) (બંને \(I _1\) અને \(I _2\) નળાકારની અક્ષને અનુલક્ષીને છે) 2023 મધ્યમ
- 31. સમાન ચક્રાવર્તન ત્રિજ્યા ધરાવતી એક રિંગ અને ઘન ગોળો તેના કેન્દ્રોમાંથી પસાર થતી અક્ષની અનુલક્ષીને ભ્રમણ કરે છે. પરિભ્રમણની અક્ષ રિંગના સમતલને લંબરૂપ છે. રિંગની ત્રિજ્યા અને ગોળાની ત્રિજ્યાનો ગુણોત્તર \(\sqrt{\frac{2}{x}}\) છે. \(x\) ની કિંમત ...... છે 2023 મધ્યમ
- 32. સમાન દળ અને ત્રિજ્યા એક ધન ગોળો અને ધન નળાકાર સમક્ષિતિજ સપાટી પર સરકયા સિવાય ગબડે છે. તેમની યક્રાવર્તન ત્રિજયાનો ગુણોત્તર (\(k_{\text {sph }}: k_{\text {cyl })} 2: \sqrt{x}\) છે. \(x\) નું મૂલ્ય ............. છે. 2023 મધ્યમ
- 33. દરેક દળ \('M'\) અને વ્યાસ ' \(a\) ' ધરાવતી ચાર એક સમાન તક્તિઓને આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવેલ છે. જે \(OO ^{\prime}\) ને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા \(\frac{x}{4} Ma ^{2}\) હોય, તો \(x\) નું મૂલ્ય .......... થશે.
2022 મધ્યમ - 34. કેન્દ્રમાંથી પસાર થતી અને લંબાઈને લંબરૂપે રહેલ અક્ષને અનુલક્ષીને એક નળાકારીય સળિયાની ચક્રાવર્તન ત્રિજ્યા \((radius\,of\,gyration) \dots \dots m\) હશે. (સળિયાની લંબાઈ \(10 \sqrt{3} m\) આપેલ છે). 2022 મધ્યમ
- 35. સમાન દળ ' \(M\) અને ' \(2 R\) ' જેટલી ત્રિજ્યા ધરાવતા ચાર વસ્તુઆની ઝડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ છે \(I _{1}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન ગોળાની \(M.I.\) \(I _{2}=\) તેની અક્ષને અનુલક્ષીને ધન નળાકારની \(M.I.\) \(I _{3}=\) તેના વ્યાસને અનુલક્ષીને ધન તક્તિની \(M.I.\) \(I _{4}=\) તેના વ્યાસને અનુલક્ષીને પાતળી વર્તુળાકાર રીંગની \(M.I.\) જો \(2\left( I _{2}+ I _{3}\right)+ I _{4}=x \cdot I _{1}\) હોય તો \(x\) નું મૂલ્ય ........થશે. 2022 મધ્યમ
- 36. સમાંગ (નિયમિત) પાતળા સળિયાની તેના એક છેડામાંથી પસાર થતી લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા \(I_{1}\) છે. આ જ સળિયાને વાળીને રીગ બનાવવામાં આવ છે. હવે તેની વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I_{2}\) થાય છે. જો \(\frac{I_{1}}{I_{2}}\) એ \(\frac{x \pi^{2}}{3}\), હોય તો \(x\) નું મૂલ્ય ........... હશે. 2022 મધ્યમ
- 37. સૂચિ List \(-I\) ને સૂચિ List \(-II\) સાથે મેળવો
2022 મધ્યમસૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(R\) ત્રિજ્યા ધરાવતા ધન ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((I)\) \(\frac{5}{3} MR ^{2}\) \((B)\) \(R\) ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની તેના કોઈપણ સ્પર્શકને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((II)\)< \(\frac{7}{5} MR ^{2}\) \((C)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગની તેના વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((III)\) \(\frac{1}{4} MR ^{2}\) \((D)\) \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તક્તિની કોઈપણ વ્યાસને અનુરૂપ જડત્વની ચાકમાત્રા \((IV)\) \(\frac{1}{2} MR ^{2}\) - 38. \(80\, {cm}\) લંબાઈ અને \({M}\) દળ ધરાવતા ઘન નળાકારની ત્રિજ્યા \(20\, {cm}\) છે. આકૃતિમાં દર્શાવેલ \(AB\) ને સમાંતર \(CD\) અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(2.7\, {kg} {m}^{2}\) હોય તો પદાર્થની ઘનતાની (\({kg} / {m}^{3}\) માં) ગણતરી કરો.
2021 અઘરું - 39. આકૃતિ અનુક્રમે \({R}\) અને \({r}\) જેટલી ત્રિજયા ધરાવતી બે ધન તકતીઓ દર્શાવે છે. જો બંને માટે પ્રતિ ક્ષેત્રફળ દીઠ દળ સમાન હોય તો \({AB}\) (કે જે તક્તીના સમતલને લંબ અને તેના કેન્દ્રમાંથી પસાર થતી) અક્ષને અનુલક્ષીને મોટી તકતી \(MI\) અને તેના સમતલમાં રહેલ કોઈ વ્યાસને અનુલક્ષીને નાની તકતીની \(MI\) નો ગુણોત્તર કેટલો હશે? મોટી તકતીનું દળ \(M\) આપેલ છે. (\(MI\)એ જડત્વની ચાકમાત્રા સૂચવે છે.)
2021 મધ્યમ - 40. આકૃતિમાં એક બેડમિન્ટન રેકેટના પરિમાણ આપેલા છે. જો બેડમિન્ટનના રેખીય અને વર્તુળાકાર ભાગનું સમાન દળ \((M)\) અને દોરીનું દળ અવગણ્ય હોય તો, હેન્ડલના બિંદુ \(A\) થી \(\frac{r}{2}\) અંતરે રેકેટના હેન્ડલને લંબ અને રિંગના સમતલમાં રહેલી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ....... \(Mr^2\) જેટલી થાય?
2021 અઘરું - 41. આપેલ આકૃતિમાં બે પૈડાં \(P\) અને \(Q\) ને બેલ્ટ \(B\) થી જોડવામાં આવેલ છે. \(P\) પૈડાની ત્રિજયા \(Q\) પૈડાં કરતાં ત્રણ ગણી છે. સમાન ચાકગતિઊર્જાના કિસ્સામાં તેમની જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર \(\left(\frac{{I}_{1}}{{I}_{2}}\right)\), \({x}: 1\) હોય તો \({x}\) નું મુલ્ય કેટલું હશે?
2021 મધ્યમ - 42. બાજુ \(b\) ધરાવતાં ચોરસનાં ચાર ખૂણાઓ ઊપર \(m\) દળ ધરાવતાં અને \(a\) ત્રિજ્યા ધરાવતાં ચાર એક સરખા ઘન ગોળા ગોઠવેલા છે. ચોરસની એક બાજુ કે જ્યાં પરિભ્રમણ અક્ષ ચોરસના સમતલને લંબ હોય તેને સાપેક્ષ જડત્વની ચાકમાત્રા ............... હશે. 2021 અઘરું
- 43. એક હળવા સળિયાના છેડે \(1.5\, {kg}\) દળ અને \(50\, {cm}\) ત્રિજયાના બે સમાન ગોળા જોડેલા છે. બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(5\, {m}\) છે. તો આ સળિયાના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ એક્ષાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા (\({kgm}^{2}\) માં)કેટલી થાય? 2021 અઘરું
- 44. એક સમાન \(6\, kg\) દળ ધરાવતાં અને \(2.4\, meter\) લંબાઈ ધરાવતાં પાતળા પટ્ટાને વાળીને એક સમતુલ્ય ષષ્ટકોણ બનાવવામાં આવે છે. ષષ્ટકોણનાં સમતલને લંબ અને દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા ...... \(\times \,10^{-1} \,kg m ^{2}\) હશે. 2021 અઘરું
- 45. \(l\) બાજુની લંબાઈ ધરાવતી ચોરસ પ્લેટના એક ખૂણામાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય? 2021 અઘરું
- 46. \(M\) દળ અને \(L\) લંબાઈના તારને અર્ધવર્તુળમાં વાળતા કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક્માત્રા શું હશે 2021 મધ્યમ
- 47. નીચે બે વિધાનો આપેલા છે : એક વિધાન \(A\) અને બીજું કારણ \(R\) વડે દર્શાવેલ છે. વિધાન \(A :\) \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર તકતી લગભગ \(X, Y\) અક્ષ (તેના પ્લેનમાંથી પસાર થતી) અને \(Z-\) અક્ષ જે તેના પ્લેન પર લંબ છે તેને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા અનુક્રમે \(I_{x}, I_{y}\) અને \({I}_{z}\) છે. ત્રણેય અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યા સમાન હશે. Reason \(R\) : ચાકગતિ કરતાં દઢ પદાર્થનું દળ અને આકાર નિશ્ચિત હોય છે. ઉપર આપેલા વિધાનો માટે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
- 48. સમાન દળ અને ત્રિજ્યા ધરાવતાં ચાર વસ્તુઓની જડત્વની ચાકમાત્રા \((M.I.)\) નીચે મુજબ દર્શાવાય છે. \(I _{1}=\) પાતળી રિંગની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.,\) \(I _{2}=\) વર્તુળાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તકતીને લંબ અક્ષને અનુલક્ષીને \(M.I.\) \(I_{3}=\) ઘન નળાકારની તેની અક્ષને અનુલક્ષીને \(M.I.\) અને \(I _{4}=\) ઘન ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને \(M.I.\) તો : 2021 મધ્યમ
- 49. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
2020 મધ્યમ - 50. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક દળરહિત \('a'\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ \(EFG\) ના શિરોબિંદુ પર ત્રણ \(m\) દળના કણ મૂકેલા છે. ત્રિકોણ \(EFG\) ના સમતલને અને બાજુ \(EG\) ને લંબ બાજુ \(EX\) રેખાને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(\frac{ N }{20}\, ma ^{2}\) મળે છે. જ્યાં \(N\) પૂર્ણાંક સંખ્યા છે. તો \(N\) નું મૂલ્ય કેટલું હશે?
2020 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક
- 7પ્રશ્નો Rotation Motion Basic, Motion of Connected Mass
- 30પ્રશ્નો કોણીય વેગમાન
- 47પ્રશ્નો ગતિઊર્જા નું કાર્ય અને સંરક્ષણ
- 25પ્રશ્નો કોણીય વેગમાનનું સંરક્ષણ
- 3પ્રશ્નો Application of Methods of Impulse and Momentum to a System of Particles
- 42પ્રશ્નો દ્રવ્યમાન કેન્દ્ર
- 30પ્રશ્નો ટોર્ક અને બલયુગ્મ
- 14પ્રશ્નો ચાકગતિ
- 25પ્રશ્નો ચાકગતિના સંતુલન
- 21પ્રશ્નો ઢળતા સમતલ પર રોલિંગ
- 14પ્રશ્નો કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ
- 5પ્રશ્નો દ્રવ્યમાન કેન્દ્રની ગતિ
- 4પ્રશ્નો Toppling
- 2પ્રશ્નો Compound Pendulum
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં જડત્વની ચાકમાત્રા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2026 ના 96 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
જડત્વની ચાકમાત્રા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 29% મધ્યમ અને 64% અઘરા.