ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

પ્રકાશનું એક સ્લિટ વિવર્તન PYQ: JEE Mains Physics પ્રશ્નો

પ્રકાશનું એક સ્લિટ વિવર્તન પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 25 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

25પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 48% અઘરું 40%

પ્રશ્નો

નવા પહેલા

25 માંથી 1–25 પ્રશ્નો

  1. 1. \(a\) પહોળાઈની એક સ્લિટને \(\lambda\) તરંગલંબાઈના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે. સ્લિટ તંત્રથી \(D\) અંતરે મૂકેલા પડદા પર મળતી વિવર્તન ભાતમાં \(1^{st}\) અને \(3^{rd}\) ન્યૂનતમ વચ્ચેનું રેખીય અંતર ____ છે. 2026 મધ્યમ
  2. 2. એકલ સ્લિટ વિવર્તન ભાતમાં, ઉપયોગમાં લેવાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(628\) nm અને સ્લિટની પહોળાઈ \(0.2\) mm છે, કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ \(\alpha \times 10^{-2}\) ડિગ્રી છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે. 2026 મધ્યમ
  3. 3. એક સ્લિટના વિવર્તન ભાતમાં 628 nm પ્રકાશનો ઉપયોગ કરીને નોંધવામાં આવેલ, જો મધ્યસ્થ મહત્તમની ડાબી બાજુના બીજા લઘુત્તમ અને મધ્યસ્થ મહત્તમની જમણી બાજુના ત્રીજા લઘુત્તમ વચ્ચેનું માપેલ કોણીય વિભેદન \(30^{\circ}\) હોય, તો સ્લિટની પહોળાઈ _______ \(\mu \mathrm{m}\) છે. 2025 સરળ
  4. 4. યંગના બે સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટ 1.5 mm અંતરે આવેલી છે. સ્લિટ્સથી પડદાનું અંતર 2 m છે અને ઉદ્ગમસ્થાનની તરંગલંબાઈ 400 nm છે. જો બે સ્લિટના ભાતના 20 મહત્તમો એકલ સ્લિટ વિવર્તન ભાતના મધ્યસ્થ મહત્તમની અંદર સમાયેલા હોય, તો પ્રત્યેક સ્લિટની પહોળાઈ \(\mathrm{x} \times 10^{-3} \mathrm{~cm}\) છે, જ્યાં x નું મૂલ્ય ________ છે. 2025 સરળ
  5. 5. \(0.2 \mathrm{~mm}\) પહોળાઈ ધરાવતી સ્લિટ પરથી \(400 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા પ્રકાશથી વિવર્તન માટે મળતી વિવર્તન ભાત ને \(100 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સની મદદથી મુખ્ય સમતલ પર કેન્દ્રિત કરવામાં આવે છે. તો પ્રથમ ગૌણ મહત્તમની પહોળાઈ _________થશે. 2024 અઘરું
  6. 6. \(2.0 \mathrm{~cm}\) તરંગલંબાઈના માઇક્રોવેવ \(4.0 \mathrm{~cm}\) પહોળાઈની એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. જે સ્લિટથી \(1.5 \mathrm{~m}\) દૂર રાખેલ પડદા પર મળતી વિવર્તન ભાતની મધ્યસ્થ મહત્તમની કોણીય પહોળાઈ _______ હશે. 2024 અઘરું
  7. 7. \(5000 \mathring A\) તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી \(0.001 \mathrm{~mm}\) જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો. 2024 અઘરું
  8. 8. એક સ્લિટ દ્વારા મળતી વિવર્તન ભાતમાં \(6000\) A તરંગલંબાઈ ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પડદાને સ્લિટ થી \(50 \mathrm{~cm}\) જેટલો દૂર ખસેડવામાં આવે છે ત્યારે વિવર્તન ભાતમાં પ્રથમ અને તૃતીય લધુત્તમો વચ્ચેનું અતર \(3 \mathrm{~mm}\) જેટલું મળે છે. સ્લિટની પહોળાઈ _______ \(\times 10^{-4} \mathrm{~m}\). 2024 અઘરું
  9. 9. એક સમાંતર કિરણપુંજ એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(600 \mathrm{~nm}\) એકલ સ્લિટમાંથી પસાર થાય છે જેની પહોળાઈ \(0.4 \mathrm{~mm}\) છે. દ્વિતીય ક્રમના ન્યૂનતમ ને અનુરૂપ કોણીય વિચલન _______ \(\times 10^{-3} \mathrm{rad}\) હશે. 2024 અઘરું
  10. 10. તરંગલંબાઈ \(6000\)A નો એકરંગી પ્રકાશ \(0.01 \mathrm{~mm}\) પહોળાઈની એકલ સ્લિટ પર આપાત થાય છે. જો વિવર્તન પેટર્ન \(20 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સના કેન્દ્ર પર રચાય, તો કેન્દ્રીય મહત્તમની રેખીય પહોળાઈ _______ છે. 2024 અઘરું
  11. 11. યંગ બે-સિલ્ટ ના પ્રયોગમાં, બે એકસમાન ઉદગમોમાંથી આવતા પ્રકાશને પડદા ઉપર સંપાત કરવામાં આવે છે. પડદા ઉપર પહોંચતા પ્રકાર વચ્ચે પથ તફાવત \(7 \lambda / 4\) છે. શલાકાની મહત્તમ તીવ્રતાની સરખામણીમાં, આ બિંદુ આગળ મળતી તીવ્રતાઓનો ગુણોત્તર _______ થશે. 2024 અઘરું
  12. 12. યંગના બે સ્લિટના પ્રયોગમાં, તરંગલંબાઈ \(5000\) \(A\) નો એકરંગી પ્રકાશ વપરાય છે. સ્લિટ્સ \(1.0 \mathrm{~mm}\) અંતરે છે અને પડદો સ્લિટ્સથી \(1.0 \mathrm{~m}\) દૂર રાખેલ છે. પડદાના કેન્દ્રથી તે અંતર જ્યાં તીવ્રતા પ્રથમ વખત મહત્તમ તીવ્રતાના અડધી થાય છે તે _______ \(10^{-6} \mathrm{~m}\) છે. 2024 અઘરું
  13. 13. \(a\) પહોળાઈ ધરાવતી એક સ્થિર પર \(600\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ આપાત થાય છે.પડદા પર પ્રથમ ન્યૂનતમ \(\theta=30^{\circ}\) પર દૃશ્યમાન થવા માટે \(a\) નું મૂલ્ય ......... \(\mu m\) હોવું જોઈએ. 2023 સરળ
  14. 14. \(650\, nm\) અને \(655\,nm\) તરંગલંબાઈ ધરાવતી સોડીયમ પ્રકાશનો ઉપયોગ \(0.5\, mm\) પહોળાઈ ધરાવતી સિંગલ-સ્લિટ દ્વારા મળતા વિવર્તનનો અભ્યાસ કરવામાં થાય છે. સ્લિટ અને પડદા વચ્ચે નું અંતર \(2.0\, m\) છે. આ બંને કિસ્સામાં મળતી વિવર્તન ભાતમાં પ્રથમ મહત્તમો વરચેનું અંતર......... \(\times 10^{-5} m\) હશે. 2022 મધ્યમ
  15. 15. \(0.6 \times 10^{-4}\, m\) પહોળાઈ ધરાવતી સ્લિટ પર \(6000 \times 10^{-10}\, m\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ મહતમ ન્યુનતમોની સંખ્યા 2020 મધ્યમ
  16. 16. \(6000 \times 10^{-8}\; \mathrm{cm}\) તરંગલંબાઈ ધરાવતો દ્રશ્ય પ્રકાશ એક સ્લીટ પર પડે છે જે શલાકા ઉત્પન્ન કરે છે. દ્વિતીય ન્યૂનતમ મધ્યસ્થ અધિકતમથી \(60^{\circ}\) એ જોવા મળે છે.જો પ્રથમ ન્યૂનતમ \(\theta_{1}\) ખૂણે જોવા મળતો હોય તો \(\theta_{1}\) કેટલા ......\(^o\) હશે? 2020 મધ્યમ
  17. 17. ડબલ સ્લિટના એક પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર \(19.44\, \mu m\) અને તેની પહોળાઈ \(4.05\, \mu m\) છે જેના પર લીલા \(\left( {5303\,\mathop A\limits^o } \right)\) પ્રકાશને આપાત કરવામાં આવે છે. પ્રથમ અને દ્વિતીય વ્યતિકરણ ન્યૂનતમ વચ્ચે રહેલ પ્રકાશિત શલાકાઓની સંખ્યા કેટલી હશે? 2019 અઘરું
  18. 18. \(550\, nm\) તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ \(22.0 \times 10^{-5}\,cm\) પહોળાઈની સ્લીટ પર લંબરીતે પડે છે. તો તેના બીજા ન્યૂનતમનું મધ્યમાન મહતમ સાથેનું કોણીય સ્થાન (\(radians\) માં) કેટલું હશે? 2018 મધ્યમ
  19. 19. એક એક સ્લિટ વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તમની કોણીય જાડાઇ ( પહોળાઇ) \(60°\) માલૂમ પડે છે.સ્લિટની પહોળાઇ \(1\)\(\mu m\) છે. સ્લિટ એકરંગી સમતલ તરંગો વડે પ્રકાશીત કરવામાં આવે છે.હવે જો બીજી સમાન પહોળાઇ ધરાવતી સ્લિટ તેની નજીક મૂકતાં સ્લિટથી \(50\) \(cm \) દૂર મૂકેલા પડદા ઉપર યંગની શલાકાઓ જોવા મળે છે.જો અવલોકનમાં લીધેલ શલાકાની પહોળાઇ \(1\) \(cm\) હોય,તો સ્લિટ વચ્ચેનું અંતર કેટલા ......\(\mu m\) હશે? ( એટલે કે દરેક સ્લિટના કેન્દ્રથી તેમની વચ્ચેનું અંતર ) 2018 મધ્યમ
  20. 20. \(0.1\, mm\) પહોળાઈ ધરાવતી સ્લીટને \(6000\,\mathop A\limits^o \) તરંલંબાઈ ધરાવતા પ્રકાશના સમાંતર કિરણો વડે પ્રકાશિત કરવામાં આવે છે અને તેની વિવર્તન ભાતને સ્લીટથી \(0.5\, m\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે.; તો ત્રીજી અપ્રકાશિત શલાકાનું મધ્યમાન પ્રકાશિત શલાકાથી અંતર(\(mm\) માં) કેટલું હશે? 2017 મધ્યમ
  21. 21. સુસંબદ્ધ ઉદગમમાથી \(\lambda \) તરંગલંબાઇનો પ્રકાશ આવે જે \(b\) પહોળાઈની સ્લીટને પ્રકાશિત કરે છે.જો સ્લીટથી \(1\;m\) અંતરે રહેલા પડદા પર મળતી વિવર્તનની ભાતમાં બીજુ અને ચૌથુ ન્યૂનતમ મધ્યમાન મહત્તમથી \(3\, cm\) અને \(6\, cm\) એ મળે છે, તો મધ્યમાન મહત્તમની પહોળાઈ(\(cm\) માં) કેટલી હશે? 2017 અઘરું
  22. 22. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર \(1 .0\,\,m\) અને આપાત પ્રકાશની તરંગલંબાઈ \(600\,\,nm\) છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર \(d_0\) થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન \(\frac {1}{60}^o\) હોય તો \(d_0\) નું મૂલ્ય કેટલા \(mm\) હશે? 2016 મધ્યમ
  23. 23. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(x\) દિશામાં ગતિ કરતા સમાંતર ઇલેક્ટ્રોનપૂંજ \(d\) જાડાઈ ધરાવતી સ્લીટ પર પડે છે. જો સ્લીટમાંથી પસાર થયા પછી ઇલેક્ટ્રોન \(y\) દિશામાં \(P_y\) જેટલું વેગમાન મેળવે છે,તો સ્લીટમાંથી પસાર થતાં મોટા ભાગના ઇલેક્ટ્રોન માટે ....
    2015 મધ્યમ
  24. 24. સિંગલ સ્લીટના પ્રયોગમાં વિવર્તન ભાતમાં લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ બીજી તરંગલંબાઈના પ્રથમ મહત્તમ સાથે સંપાત થાય છે. જો લાલ રંગની તરંગલંબાઈ \(6600\,\mathop A\limits^o\) હોય તો પ્રથમ મહત્તમની તરંગલંબાઈ (\(\mathop A\limits^o \) માં) કેટલી હશે? 2014 મધ્યમ
  25. 25. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં બે સ્લીટ વચ્ચેનું અંતર સ્લીટની જાડાઈ કરતાં \(6.1\) ગણું છે. તો એક સ્લીટ દ્વારા થતાં વિવર્તનમાં મધ્યસ્થ અધિકતમની અંદર મહત્તમ તીવ્રતા કેટલી વખત દેખાશે? 2014 મધ્યમ

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પ્રકાશનું એક સ્લિટ વિવર્તન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પ્રકાશનું એક સ્લિટ વિવર્તન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

12% સરળ, 48% મધ્યમ અને 40% અઘરા.