ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સુરેખપથ પર ગતિ

પ્રવેગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પ્રવેગ પર STD 11 - સુરેખપથ પર ગતિ ના 19 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

19પ્રશ્નો
102STD 11 - સુરેખપથ પર ગતિ માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 5% મધ્યમ 21% અઘરું 74%

પ્રશ્નો

નવા પહેલા

19 માંથી 1–19 પ્રશ્નો

  1. 1. એક કણનો વેગ \(\vec{v} = -x\hat{i} + 2y\hat{j} - z\hat{k}\) m/s તરીકે આપેલો છે. બિંદુ \((1, 2, 4)\) પર પ્રવેગનું મૂલ્ય _______ m/s\(^2\) છે. 2026 અઘરું
  2. 2. એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે અને તેનો સ્થાનાંતર \(x\) સમય \(t\) સાથે સમીકરણ \(\mathrm{x}=\mathrm{c}_0\left(\mathrm{t}^2-2\right)+\mathrm{c}(\mathrm{t}-2)^2\) અનુસાર બદલાય છે, જ્યાં \(c_0\) અને \(c\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. તો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2025 મધ્યમ
  3. 3. એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે જેથી તેનો સ્થાનાંતર \(x\) કોઈપણ સમયે \(t\) એ \(x^2=1+t^2\) દ્વારા આપેલું છે. તેનો પ્રવેગ કોઈપણ સમયે \(t\) એ \(x^{-n}\) છે જ્યાં \(n=\) _______. 2024 અઘરું
  4. 4. એક કણ \(\mathrm{t}=0\) સમયે ઉંગમબિંદુથી \(5 \hat{i} \mathrm{~m} / \mathrm{s}\) વેગથી ગતિની શરુઆત કરે છે અને બળની અસર હેઠળ \(x-y\) સમતલમાં ગતિ કરે છે જે \((3 \hat{i}+2 \hat{j}) \mathrm{m} / \mathrm{s}^2\) અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો તે ક્ષણે કણનો \(x\)-યામ \(84 \mathrm{~m}\) હોય તો કણની તે ક્ષણે ઝડપ \(\sqrt{\alpha} \mathrm{m} / \mathrm{s}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે. 2024 અઘરું
  5. 5. એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે? 2024 અઘરું
  6. 6. એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ઘર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો \(t=n-1\) અને \(t=n\) સયમગાળામાં કપાયેલ અંતર \(S_n\) અને \(t=n-2\) અને \(t=n-1\) ગાળામાં કપાયેલ અંતર \(S_{n-1}\) હોય તો \(n=10\) માટે ગુણોત્તર \(\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)\) જેટલો મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  7. 7. પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે. 2024 અઘરું
  8. 8. સમય ' \(t\) ' અને અંતર ' \(x\) ' વરચે સંબંધ \(\mathrm{t}=\alpha \mathrm{x}^2+\beta \mathrm{x}\) છે. જ્યાં, \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. તો વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) વરચે સંબંધ _______ છે. 2024 અઘરું
  9. 9. એક કણે કાપેલું અંતર તેના સમય \(t\) સાથે \(x=4 t^2\) નો સંબધ ધરાવે છે. \(t=5\; s\) એ કણનો વેગ (\(ms^{-1}\) માં) કેટલો થશે? 2023 સરળ
  10. 10. નીચે બે કથન આપેલા છે. કથન \(I\) : વેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ પદાર્થે આપેલ સમયમાં કાપેલું અંતર દર્શાવશે. કથન \(II\) : પ્રવેગ-સમયના આલેખનું ક્ષેત્રફળ બરાબર આપેલ સમયમાં વેગમાં થતો ફેરફાર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  11. 11. એક કાર \(150\,km/h\) ની ઝડપથી ગતિ કરે છે અને બ્રેક લગાવ્યા બાદ તે \(27\,m\) અંતર કાપીને તે અટકે (સ્થિર) છે. જો આ જ કારે નોંધેલ ઝડ૫ કરતા એક તૃતિયાંશ ઝડપે ગતિ કરતી હોય, તો તે કેટલું અંતર (\(m\) માં) કાપીને સ્થિર થશે? 2022 મધ્યમ
  12. 12. લાકડાની અંદર \(4\,cm\) ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં \((4+x)\) અંતરે હોય છે. તો \(x\) નું મૂલ્ય કેટલું થશે? 2022 મધ્યમ
  13. 13. એક કણ અચળ પ્રવેગ \(a\) થી ગતિ કરે છે. તેનો \(v^{2}\) વિરુદ્ધ \(x\) (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (\({m} / {s}^{2}\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  14. 14. એક સ્કુટર વિરામ સ્થાનેથી \(t_{1}\) સમય માટે અચળ દર \(a _{1}\) થી પ્રવેગીત થાય છે અને ત્યાર બાદ જ્યાં સુધી વિરામ ના મેળવે તે \(t _{2}\) સમય સુધી અચળ દર \(a _{2}\) થી પ્રતિપ્રવેગીત થાય છે. \(\frac{t_{1}}{t_{2}}\) નું સાચું મૂલ્ય ...... 2021 અઘરું
  15. 15. ગતિ કરતાં પદાર્થનો સમય \(t\) અને અંતર \(x\) વચ્ચેનો સંબંધ \(t=m x^{2}+n x\) છે, જ્યાં \(m\) અને \(n\)  અચળાંકો છે. આ ગતિનો પ્રતિપ્રવેગ કેટલો થાય? (જ્યાં \(v\) વેગ છે) 2021 અઘરું
  16. 16. \(x-\) અક્ષની દિશામાં એક કણને \(v_{0}\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. કણ પર અવમંદન બળ લાગે છે કે જે ઉદગમથી અંતરનાં વર્ગના સમપ્રમાણમાં, એટલે કે \(ma =-\alpha x ^{2}\) છે. અંતર કે જ્યાં કણ અટકશે તે ....... 2021 અઘરું
  17. 17. એક પારિમાણિક ગતિ કરતાં કણે કાપેલું અંતર સમય \(t\) પર \(\mathrm{x}^{2}=\mathrm{at}^{2}+2 \mathrm{bt}+\mathrm{c}\) મુજબ આધાર રાખે છે. જો કણનો પ્રવેગ કાપેલા અંતર \(\mathrm{x}\) પર  \(\mathrm{x}^{-\mathrm{n}}\) મુજબ આધાર રાખે છે, જ્યાં \(n\) પૂર્ણાંક છે, તો \(\mathrm{n}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 અઘરું
  18. 18. એક કણ ઉદગમ સ્થાન \(O\) પર સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને ધન \(x -\) અક્ષ પર નિયમિત પ્રવેગી ગતિ કરે છે.આ ગતિ ને ગુણાત્મક રીતે રજૂ કરતી તમામ આકૃતિઓ ઓળખો. (\(a =\) પ્રવેગ , \(v =\) વેગ , \(x =\) સ્થાનાંતર , \(t =\) સમય)
    2019 અઘરું
  19. 19. આકૃતિમાં કાર અને સ્કૂટર માટે વેગ-સમયનો આલેખ દર્શાવેલો છે. \((i)\) \(15\, s\) માં કાર અને સ્કૂટર એ કાપેલ અંતર નો તફાવત અને \((ii)\) કારને સ્કૂટર સુધી પહોંચવા માટે લાગતો સમય અનુક્રમે ..... છે.
    2018 અઘરું

STD 11 - સુરેખપથ પર ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પ્રવેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 19 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પ્રવેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

5% સરળ, 21% મધ્યમ અને 74% અઘરા.