પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. એક સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણમાં સમાન દ્રવ્યના 15 kg અને 25 kg દળ ધરાવતા, અનુક્રમે 10 m/s અને 30 m/s ઝડપથી વિરૂધ્ધ દિશામાં ગતિ કરતા બે ગોળાઓ એકબીજા સાથે અથડાય છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. જો અથડામણ દરમિયાન ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ગોળાઓમાં જળવાઈ રહે તો તાપમાનમાં (°C માં) થતો વધારો _____________ છે. (ગોળાના દ્રવ્યની વિશિષ્ટ ઉષ્મા 31 કેલરી/કિગ્રા °C અને 1 કેલરી = 4.2 J) 2026 સરળ
- 2. \(m\) દળનો \(v\) વેગથી ગતિ કરતો કણ, \(2m\) દળવાળા સ્થિર કણ સાથે સંધાત અનુભવે છે. સંધાત બાદ તેઓ એકબીજા સાથે ચોંટી જાય છે અને ગતિ ચાલુ રાખે છે, તો તેમનો વેગ ......... થાય. 2023 મધ્યમ
- 3. \(9.8\,kg\) દળ ધરાવતી રેતીની એક બેગને દોરડા વડે લટકાવેલ છે. \(200\,g\) દળની અને \(10\,ms ^{-1}\) ની ઝડપથી ગતિ કરતી બુલેટ (ગોળી) તેમાં ધૂસી જાય છે, તો ગતિઊર્જામાં થતો ધટાડો \(.....\,J\) થશે. 2022 મધ્યમ
- 4. \(1\, m\) ઊંચાઈ ધરાવતા ટેબલ પર એક \(1.9\, kg\) દળનો બ્લોક પડેલો છે. \(0.1\, kg\) ધરાવતી ગોળી આ બ્લોક સાથે અથડાય અને તેની સાથે જોડાઈ જાય છે. જો અથડાતાં પહેલા આ ગોળીનો સમક્ષિતિજ દિશામાં વેગ \(20\, m / s\) હોય તો પછી બ્લોક જ્યારે જમીન સાથે અથડાય તેની પહેલા આ જોડાયેલા તંત્રની ગતિઉર્જા કેટલા \(J\) હશે? \([g =10\, m / s ^{2}\). ધારો કે તેમાં કોઈ ચાક ગતિ નથી અને અથડામણ પછી ઉર્જાનો વ્યય નહિવત છે.\(]\) 2020 મધ્યમ
- 5. બે સમાન દળના પદાર્થ સમાન વેગથી પરંતુ અલગ અલગ દિશામાં ગતિ કરે છે. તેમની વચ્ચે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત થાય છે અને પછી બંને સાથે શરૂઆતની ઝડપ કરતાં અડધી ઝડપે ગતિ કરે છે. તો બંને પદાર્થના શરૂઆતના વેગ વચ્ચેનો ખૂણો (ડીગ્રીમાં) કેટલો હશે? 2020 મધ્યમ
- 6. એક કણ \(xy\) સમતલમાં વેગ પર આધારિત બળ \(\overrightarrow{ F }= k \left( v _{ y } \hat{ i }+ v _{ x } \hat{ j }\right)\) દ્વારા ગતિ કરે છે, જ્યાં \(v _{ x }\) અને \(v _{ y }\) એ વેગ \(\overrightarrow{ v } \) ના \(x\) અને \(y\) દિશાના ઘટકો છે. જો \(\overrightarrow{ a }\) કણનો વેગ હોય તો કણ માટે નીચે પૈકી કયા વિધાનો સત્ય હશે? 2020 અઘરું
- 7. \(\mathrm{m}\) દળના કણને જમીનથી \(h\) ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે.તે જ સમયે બીજા સમાન દળના કણને જમીન પરથી ઉપર તરફ \(\sqrt{2 \mathrm{gh}}\) ના વેગથી ફેકવામાં આવે છે.જો બંને વચ્ચે અસ્થિતિસ્થાપક અથડામણ થતી હોય તો બંને ભેગા દળને જમીન પર આવતા \(\sqrt{\frac{\mathrm{h}}{\mathrm{g}}}\) ના ગુણકમા કેટલો સમય લાગશે? 2020 અઘરું
- 8. \(\mathrm{m}\) દળના કણને સમક્ષિતિજ સાથે \(\theta=\frac{\pi}{3}\)ના ખૂણે \(u\) વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈ પર પહોચે ત્યારે તે બીજા સમાન દળ અને \(u \hat i\) વેગ ધરાવતા કણ સાથે અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે.બંને ભેગા દળ જમીન પર આવે ત્યાં સુધી તેણે કેટલું સમક્ષિતિજ અંતર કાપ્યું હશે? 2020 અઘરું
- 9. \(\mathrm{m}\) દળનો પદાર્થ \(A\) એક ગ્રહની ફરતે \(R\) ત્રિજ્યાની કક્ષામાં ભ્રમણ કરે છે.બીજો \(\frac{\mathrm{m}}{2}\) દળ ધરાવતો પદાર્થ \(B\) પદાર્થ \(A\) સાથે પદાર્થ \(A\)ના વેગથી અડધા વેગથી અથડાય છે.આ અથડામણ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ હોય તો બંને ભેગા પદાર્થ..... 2020 મધ્યમ
- 10. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્રણ ચોસલા \(A, B\) અને \(C\) ને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવેલા છે. \(A\) અને \(B\) નું એકસરખુ દળ \(m\) છે જ્યારે \(C\) નું દળ \(M\) છે. ચોસલા \(A\) ને ચોસલા \(B\) તરફ પ્રારંભિક ઝડપ \(v\), આપવામાં આવે છે જેને લીધે એ ચોસલા \(B\) જોડે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. આ સંયુક્ત દળ પણ ચોસલા \(C\) સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ આખી ઘટનામાં પ્રારંભિક ગતિ ઊર્જા \(\frac{5}{6}\) ભાગ જેટલી ઊર્જાનો વ્યય થાય છે.તો \(M/m \) નું મૂલ્ય શું હશે?
2019 અઘરું - 11. પૃથ્વીના કેન્દ્રની સાપેક્ષે \(R\) ત્રિજ્યાના વર્તુળાકાર કક્ષામાં \(M\) દ્રવ્યમાનનો એક ઉપગ્રહ છે. સમાન દ્રવ્યમાનનો એક ઉલ્કા પૃથ્વીના કેન્દ્ર તરફ મુક્ત પતન કરી રહેલ છે. જે આ ઉપગ્રહ સાથે ઉપગ્રહની ઝડપ જેટલી ઝડપથી અસ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. અને આ ઉપગ્રહ સાથે જોડાઈ જાય છે. આ સંયુક્ત પદાર્થની ત્યાર બાદની ગતિ ________ હશે 2019 મધ્યમ
- 12. સમાન દળ \(M\) ધરાવતા બે કણ \(A\) અને \(B\) સમાન ઝડપ \(v\) થી આકૃતિ માં દર્શાવ્યા મુજબ ગતિ કરે છે. તેઓ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત પામીને એક કણ \(C\) તરીકે ગતિ કરે છે.તો કણ \(C\) ના પથ દ્વારા \(X-\) અક્ષ સાથે બનાવેલ ખૂણો \(\theta \) શેના દ્વારા દર્શાવી શકાય ?
2017 અઘરું - 13. \(x -\) દિશામાં \(2v\) જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો કણ \(y-\) દિશામાં \(v\) જેટલી ઝડપથી ગતિ કરતા બીજા \(2m\) દળ ધરાવતા કણ સાથે અથડાય છે.આ અથડામણ જો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય,તો અથડામણ દરમિયાન ઊર્જામાં થતો પ્રત્યાશિત ફેરફાર ..................... \(\%\) ની નજીક ( જેટલો ) હશે. 2015 અઘરું
- 14. આકૃતિ માં બતાવ્યા મુજબ ત્રણ દળો \(m,\,2\,m\) અને \(3\,m\) \(x-y\)સમતલ માં અનુક્રમે \(3\,u,\,2\,u\,\) અને \(u\) ઝડપથી ગતિ કરે છે. ત્રણેય દળો એકજ બિંદુ \(P\) એ સંઘાત પામે છે અને એકબીજા સાથે ચોંટી જાય છે. તો પરિણામી દળ નો વેગ કેટલો હશે?
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક
- 10પ્રશ્નો ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ
- 9પ્રશ્નો અચલ બળ વડે થતું કાર્ય
- 3પ્રશ્નો સંરક્ષી અને અસંરક્ષી
- 11પ્રશ્નો સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય
- 33પ્રશ્નો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્થિતિઊર્જા
- 36પ્રશ્નો કાર્યઊર્જા પ્રમેય
- 20પ્રશ્નો પાવર (કાર્યત્વરા)
- 14પ્રશ્નો ચલબળ વડે થતું કાર્ય
- 22પ્રશ્નો ગતિઊર્જા
- 7પ્રશ્નો વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 43% મધ્યમ અને 50% અઘરા.