ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગતિના નિયમો

ન્યૂટનનો ગતિનો બીજો નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પર STD 11 - ગતિના નિયમો ના 33 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

33પ્રશ્નો
114STD 11 - ગતિના નિયમો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 12% મધ્યમ 61% અઘરું 27%

પ્રશ્નો

નવા પહેલા

33 માંથી 1–33 પ્રશ્નો

  1. 1. 4 kg દળનો એક પદાર્થ \(\vec{F}=\left(4 t^3 \hat{i}-3 t \hat{j}\right) N\) બળની અસર હેઠળ ગતિ કરે છે, જ્યાં \(t\) એ સેકન્ડમાં સમય છે. જો દળ \(t=0\) સમયે ઉગમબિંદુથી ગતિ શરૂ કરે, તો \(t=2 s\) પછી તેનો વેગ અને સ્થાન હશે : 2026 મધ્યમ
  2. 2. 5 kg દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે \(30^{\circ}\)નો ખૂણો બનાવતા સમતલ પર ગતિ કરે છે. બ્લોક અને ઢાળના સમતલની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક \(\frac{\sqrt{3}}{2}\) છે. બ્લોક પ્રવેગ મેળવ્યા સિવાય નીચેની તરફ ગતિ કરે તે માટે બ્લોક પર લગાડવું બળ __________ N છે.
    \(\left(g=10 m / s ^2\right)\).
    2026 મધ્યમ
  3. 3. \(1600\) kg દળની એક લિફ્ટ જાડા લોખંડના તાર વડે ટેકવેલી છે. જો તાર મહત્તમ \(4 \times 10^8\) N/m\(^2\) જેટલું પ્રતિબળ સહન કરી શકતો હોય અને તેની ત્રિજ્યા \(4\) mm હોય, તો લિફ્ટનો મહત્તમ પ્રવેગ _______ m/s\(^2\) હોઈ શકે. ( \(g = 10\) m/s\(^2\) અને \(\pi = 3.14\) લો) 2026 મધ્યમ
  4. 4. \(t=0\) સમયે, \(100\) g દળનો એક પદાર્થ \((5\hat{i}+10\hat{j})\) N બળની અસર હેઠળ ગતિ કરવાનું શરૂ કરે છે. \(2\) s પછી તેની સ્થિતિ \((2x\hat{i}+5y\hat{j})\) m છે. \(x:y\) ગુણોત્તર ______ છે. 2026 મધ્યમ
  5. 5. દળ m નો એક નાનો બ્લોક ઘર્ષણ રહિત ઢાળવાળી સપાટીની ટોચ પરથી નીચે સરકે છે, જ્યારે ઢાળવાળું સમતલ અચળ પ્રવેગ \(a_{0}\) સાથે ડાબી બાજુ ગતિ કરી રહ્યું છે. ઢાળવાળી સપાટી અને જમીન વચ્ચેનો ખૂણો \(\theta\) છે અને તેની આધાર લંબાઈ L છે. ધારો કે શરૂઆતમાં નાનો બ્લોક ઢાળવાળી સપાટીની ટોચ પર છે, તો ઢાળવાળી સપાટીના સૌથી નીચલા બિંદુ સુધી પહોંચવામાં લાગતો સમય ___________.
    image
    2026 સરળ
  6. 6. એક મણકો \(P\) ઘર્ષણ રહિત અર્ધવર્તુળાકાર દોરી \((A C B)\) પર સરકી રહ્યો છે અને તે \(t =0\) સમયે બિંદુ \(S\) પર છે અને આ ક્ષણે તેના વેગનો સમક્ષિતિજ ઘટક \(v\) છે. \(P\) જેટલા જ દળનો બીજો મણકો \(Q\) \(t =0\) સમયે બિંદુ \(A\) માંથી સમક્ષિતિજ દોરી \(A B\) પર \(v\) ઝડપથી ફેંકવામાં આવે છે. બંને કિસ્સાઓમાં મણકાઓ અને સંબંધિત દોરીઓ વચ્ચેના ઘર્ષણને અવગણી શકાય છે. ધારો કે મણકા \(P\) અને \(Q\) ને બિંદુ \(B\) સુધી પહોંચવા માટે લાગતો સંબંધિત સમય અનુક્રમે \(t_p\) અને \(t_Q\) છે, તો \(t_p\) અને \(t_Q\) વચ્ચેનો સંબંધ છે:
    image
    2026 અઘરું
  7. 7. જમીનથી \(6\) m ઊંચાઈએથી મુક્ત કરવામાં આવે ત્યારે \(6\) kg દળ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) જમીન સાથે અથડાય છે તે વેગ __________ m/s છે. ધારો કે ગરગડી દળરહિત છે અને દોરી હલકી અને અવિસ્તાર્ય છે. (g \(= 10\) m/s\(^2\) લો)
    2026 મધ્યમ
  8. 8. 1 kg દળનો એક બ્લૉક, x-અક્ષ પર \(\mathrm{v}_{\mathrm{i}}=10 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતો, \(\mathrm{x}=0.1 \mathrm{~m}\) થી \(\mathrm{x}=1.9 \mathrm{~m}\) સુધીના વિસ્તારમાં રહેલા ખરબચડા પ્રદેશમાં પ્રવેશે છે. આ વિસ્તારમાં બ્લૉક પર લાગતું અવરોધક બળ \(\mathrm{F}_{\mathrm{r}}=-\mathrm{kx} \mathrm{N}\) છે, જ્યાં \(\mathrm{k}=10 \mathrm{~N} / \mathrm{m}\). તો, બ્લૉક ખરબચડા પ્રદેશને પાર કરે ત્યારે તેની અંતિમ ઝડપ કેટલી હશે? 2025 મધ્યમ
  9. 9. 2 kg દળનો એક પદાર્થ \(\overrightarrow{\mathrm{v}}_{\mathrm{in}}=3 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}} \mathrm{ms}^{-1}\) વેગથી ગતિ કરતો 6 N ના અચળ બળક્ષેત્રમાં પ્રવેશે છે, જે ધન z-અક્ષ પર નિર્દેશિત છે. જો પદાર્થ \(\frac{5}{3}\) સેકન્ડના સમયગાળા માટે ક્ષેત્રમાં રહે છે, તો જ્યારે તે બળક્ષેત્રમાંથી બહાર નીકળે ત્યારે પદાર્થનો વેગ ________ હશે. 2025 સરળ
  10. 10. 500 g દળ ધરાવતો એક પદાર્થ x-અક્ષ પર \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરે છે. પદાર્થ પર લાગતું બળ શોધો. 2025 સરળ
  11. 11. \(4 \mathrm{~kg}\) દળ ધરાવતા એક પદાર્થ પર બે બળો \(\overrightarrow{\mathrm{F}}_1=5 \hat{\mathrm{i}}+8 \hat{\mathrm{j}}+7 \hat{\mathrm{k}}\) અને \(\overrightarrow{\mathrm{F}}_2=3 \hat{\mathrm{i}}-4 \hat{\mathrm{j}}-3 \hat{\mathrm{k}}\) લાગે છે. પદાર્થ પર લાગતો પ્રવેગ _______ છે. 2024 અઘરું
  12. 12. એક ગોળી જડિત લક્ષ (ટાર્ગેટ) ઉપર છોડવામાં આવતાં તે \(4 \mathrm{~cm}\) જેટલું અંતર કાપીને તેનો એક તૃતાંશ વેગ ગુમાવે છે. તે વિરામસ્થિતિમાં આવે તે પહેલાં વધારાનું \(\mathrm{D} \times 10^{-3} \mathrm{~m}\) અંતર ભેદે છે. \(\mathrm{D}\) નું મૂલ્ય_______છે. 2024 અઘરું
  13. 13. એક ક્રિકેટ ખેલાડી \(120 \mathrm{~g}\) દળના દડાને \(25 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપથી ગતિ કરતા પકડે છે. જો પકડવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો ખેલાડીના હાથ પર દડા દ્વારા લાગુ પડતા બળનું મૂલ્ય _______ (SI એકમમાં) હશે. 2024 સરળ
  14. 14. એક ખેલાડી \(150 \mathrm{~g}\) દળનો ક્રિકેટ બોલ જે \(20 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરતો હતો તેને ઝીલ્યો. જો ઝીલવાની પ્રક્રિયા \(0.1 \mathrm{~s}\) માં પૂર્ણ થાય, તો બોલ દ્વારા ખેલાડીના હાથ પર લાગુ પડતા બળનું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  15. 15. એક કણ \(x-y\) સમતલમાં બળ \(\vec{F}\) ની અસર હેઠળ ગતિ કરે છે જેથી તેનો રેખીય વેગ \(\vec{P}(t)=\hat{i} \cos (k t)-\hat{j} \sin (k t)\) છે. જો \(k\) અચળ હોય, તો \(\overrightarrow{\mathrm{F}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) વચ્ચેનો કોણ _______ હશે. 2024 અઘરું
  16. 16. \(20\,kg\) દળ ધરાવતી વસ્તુ ઉપર એક બળ \(20\) સેકન્ડ માટે લાગુ પડે છે, ત્યાર પછી બળ શૂન્ય થાય છે અને પછીની \(10\,sec\) માં તે વસ્તુ \(50\,m\) અંતર કાપે છે. બળનું મૂલ્ય \(...........\,N\) હશે. 2023 મધ્યમ
  17. 17. \(5\,kg\) દળના એક કણ પર ત્રણ બળો \(F_1=10\,N , F_2=8 N\) અને \(F_3=6\,N\) લગાડેલા છે. બળ \(F_2\) અને \(F_3\) લંબરૂપે એવી રીતે લગાડેલા છે કે જેથી કણ સ્થિર રહે. જો બળ \(F_1\) ને દૂર કરવામાં આવે, તો કણનો પ્રવેગ ....... \(ms^{-2}\) થાય. 2023 મધ્યમ
  18. 18. \(500\,g\) નું વજન ધરાવતો પદાર્થ \(x-\)અક્ષ પર એવી રીતે ગતિ કરે છે કે જેનો વેગ, સ્થાનાંતર \(x\) સાથે \(v=10 \sqrt{x}\,m / s\) ના સંબંધથી બદલાય છે. આ પદાર્થ પર લાગતું બળ .......... \(N\) છે. 2023 મધ્યમ
  19. 19. આપેલ આકૃતિ બળની અસર હેઠળ એક અક્ષને સમાંતર ગતિ કરતા એક કણ માટે વેગમાન-સમય \((p-t)\) વક્ર રજૂ કરે છે.આલેખ પર ક્યાં-ક્યાં સ્થાને અનુક્રમે બળ મહતમ અને લઘુતમ હશે?
    2023 મધ્યમ
  20. 20. દરેક \(10\,g\) ની એવી બુલેટ (ગોળીઓ) ને \(250\,m / s\) ની ઝડપે ફાયર કરતી મશીનગનને, તેના સ્થાન જાળવી રાખવા માટે સરેરાશ \(125\,N\) નું બાહ્ય બળ લગાવવું પડે છે. મશીનગન દ્વારા પ્રતિ સેકન્ડમાં ફાયર થતી બુલેટ (ગોળીઓ) ની સંખ્યા ......... હશે. 2023 મધ્યમ
  21. 21. કણનો સ્થાન સદિશ સમય \(t\) સાથે \(\vec{r}=\left(10 t \hat{i}+15 t^2 \hat{j}+7 \hat{k}\right) \;m\) મુજબ દર્શાવવામાં આવે છે. તો કણે અનુભવેલ પરિણામી બળની દિશા ....... છે. 2023 મધ્યમ
  22. 22. કોઈ પણ ક્ષણે \(500\,g\) દ્રવ્યમાન ધરાવતા કણનો વેગ \(\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right)\,ms ^{-1}\) છે. જો કણ પર લાગતું બળ \(t=1 s\) સમયે \((\hat{i}+x \hat{j})\,N\) હોય, તો \(x\) નું મૂલ્ય ...... હશે 2023 મધ્યમ
  23. 23. \(100\, g\) દળ ધરાવતી વસ્તુ પર \((10 \hat{i}+5 \hat{j}) N\) જેટલું બળ લાગે છે. વિરામ સ્થિતિમાંથી શરૂ કરીને \(t =2 s\) એ વસ્તુનું સ્થન \(( a \hat{i}+ b \hat{j}) m\) થાય છે. \(\frac{ a }{ b }\) નું મૂલ્ય..........મળે છે 2022 મધ્યમ
  24. 24. \(0.1\, kg\) દળ અને \(10\) \(m / s\)નો વેગ ધરાવતી ગોળી લાકડાના બ્લોકમાં \(50\, cm\) સુધી ઘુસીને સ્થિર થાય છે,તો તેના પર લાગતું અવરોધક બળ \('x' \,N\) છે ,તો \('x'............... \,N\) 2021 મધ્યમ
  25. 25. \(2\, kg\) દળ ધરાવતો પદાર્થ \((2 \hat{ i }+3 \hat{ j }+5 \hat{ k }) \,N\) બળની અસર હેઠળ ગતિ કરે છે. તે વિરામ સ્થિતિમાંથી શરૂ કરે છે. તે પ્રારંભમાં ઊગમબિંદુ આગળ હતો. \(4\) સેકન્ડ બાદ, તેના નવા યામો \((8, b, 20)\) છે. \(b\) નું મૂલ્ય ...... . (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) 2021 મધ્યમ
  26. 26. \(5\, {kg}\) દળના પદાર્થ પર \(\vec{F}=(40 \hat{i}+10 \hat{j})\, N\) જેટલું બળ લાગે છે. જો પદાર્થ સ્થિર સ્થિમાંથી ગતિની શરૂઆત કરતો હોય, તો \(t=10\, {s}\) સમયે તેનો સ્થાનસદીશ \(\vec{r}\) કેટલો થાય? 2021 મધ્યમ
  27. 27. એક છોકરો ઘર્ષણરહિત સપાટી પર \(2\, kg\) દળ ધરાવતી પેટી (બોસ) ને \(\overrightarrow{ F }=(20 \hat{i}+10 \hat{j}) N\) બળથી ધક્કો મારે છે. જો પેટી પ્રારંભમાં વિરામ સ્થાને હોય તો \(x-\) દિશામાં \(t=10\, s\) સમય બાદ ચોસલાનું સ્થાનાંતર ...........\(m\) હશે. 2021 મધ્યમ
  28. 28. શરૂઆતમાં સ્થિર રહે \(M\) દળના કણ પર બળ લગાવવામાં આવે છે જેની દિશા અચળ છે પરંતુ તેનું મૂલ્ય નીચે આપેલા સમીકરણ મુજબ બદલાય છે.  \(F=F_{0}\left(1-\left(\frac{t-T}{T}\right)^{2}\right)\) જ્યાં \(F_{0}\) અને \(T\) અચળાંકો છે. બળ માત્ર \(2T\) સમયગાળા માટે લગાવવામાં આવે છે. તો \(2 {T}\) સમય પછી કણનો વેગ \(v\) કેટલો થશે? 2021 અઘરું
  29. 29. એક \(m\) દળના નાના દડાને જમીન પરથી ઉપર તરફ \(u\) વેગથી ફેકવામાં આવે છે. દડો \(mkv ^{2}\) જેટલું અવરોધક બળ અનુભવે છે. જ્યાં \(v\) તેની ઝડપ છે. તો દડાએ પ્રાપ્ત કરેલી મહતમ ઊંચાઈ કેટલી હશે? 2020 અઘરું
  30. 30. એક બૉલને જમીન પરથી \(V_0\) વેગથી ફેકવામાં આવે છે. બૉલની ગતિ \(m\gamma {v^2}\) જેટલા અવરોધક બળથી અવરોધાય છે (જ્યાં \(m\) બૉલનું દળ , \(v\) તાત્ક્ષણિક વેગ અને \(\gamma \) અચળાંક છે). બૉલને તેના શિરોબિંદુથી ઉઠવા માટે કેટલો સમય લાગશે? 2019 અઘરું
  31. 31. કોઈ \(m\) દળના કણ પર પ્રયોગમુલક નિયમ પ્રમાણે બળ \(F = \frac{R}{{{t^2}}}\,v(t)\) લગાવવામાં આવે છે. ગતિની શરુઆતની સ્થિર સ્થિતિ થી પ્રાયોગિક રીતે આ નિયમ ની કસોટી કરવી હોય તો તેના માટે ..... નો વક્ર દોરવો એ ઉત્તમ રસ્તો  છે. 2016 અઘરું
  32. 32. \(10^{-2}\, m^2\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી સમક્ષિતિજ નળીમાંથી \(1.5\, ms^{-1}\) ઝડપે આવતા પણે ને હથેળી વડે રોકવામાં આવે છે.પાણી હથેળીને અથડાતાં તરત ઊભું રહી જાય છે તેમ ધારતા પાણીને રોકવા ઓછામા ઓછું ........ \(N\) બળ લગાવવું પડતું હશે? 2014 મધ્યમ
  33. 33. અચળ બળ \(\overrightarrow F  = {F_x}\hat i + {F_y}\hat j\) હેઠળ એક \(5\, kg\) દળનો પદાર્થ \(t\,= 0\, s\) સમયે \(\overrightarrow v  = \left( {6\hat i - 2\hat j\,m/s} \right)\) જેટલો અને \(t\, = 10\,s\) સમયે \(\overrightarrow v  = +6\hat j\,m/s\) જેટલો વેગ ધરાવે છે. તો બળ  \(\overrightarrow F \) કેટલું થશે? 2014 મધ્યમ

STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 33 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ન્યૂટનનો ગતિનો બીજો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

12% સરળ, 61% મધ્યમ અને 27% અઘરા.