પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. ચોરસ આડછેદ ધરાવતું અને 6 m ઊંચાઈનું એક પાત્ર ઊભી રીતે વિભાજીત કરેલું છે. વિભાજન દીવાલમાં 3 m ઊંડાઈએ \(100 \mathrm{~cm}^2\) ક્ષેત્રફળવાળી, મિજાગરાવાળા દરવાજાવાળી એક નાની બારી લગાડેલી છે. પાત્રનો એક ભાગ પાણીથી સંપૂર્ણ ભરેલો છે અને બીજી બાજુ \(1.5 \times 10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) ઘનતા ધરાવતા પ્રવાહીથી ભરેલી છે. મિજાગરાવાળા દરવાજાને ખુલ્લો ન થાય તે માટે તેના પર કેટલું બળ લગાડવાની જરૂર પડશે?
(ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ \(=10 \mathrm{~m} / \mathrm{s}^2\)) 2025 સરળ - 2. સમાન આડછેદનો વિસ્તાર \(2 \mathrm{~m}^2\) ધરાવતા બે નળાકાર પાત્રોમાં અનુક્રમે 10 m અને 6 m ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. જો આ પાત્રોને તેમના તળિયેથી જોડવામાં આવે, તો ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે? (પાણીની ઘનતા \(10^3 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો) 2025 મધ્યમ
- 3. \(1\,cm ^3\) ધનફળ ધરાવતો એક પરપોટો \(40\,m\) ઊંચાઈ ધરાવતા તળાવના તળિયેથી \(12^{\circ}\,C\) તાપમાનવાળી સપાટી તરફ જાય છે. અહી વાતાવરણનું દબાણ \(1 \times 10^5\,Pa\) અને પાણીની ધનતા \(1000\,kg / m ^3\) તથા \(g =10\,m / s ^2\) છે. \(40\,m\) ઊંડાઈએ પાણી અને તેની ઉપરની સપાટી વચ્યે તાપમાનનો કઈ તફાવત નથી. જ્યારે હવાનો પરપોટો સપાટી તરફ પહોંચશે ત્યારે તેનું ધનફળ \(..........\,cm^3\) હશે. 2023 મધ્યમ
- 4. \(16 \,cm ^{2}\) જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે નળાકારીય વાસણો (પાત્રો)માં અનુક્રમે \(100 \,cm\) અને \(150 \,cm\) ઊંચાઈ સુધી પાણી ભરવામાં આવેલ છે. આ પાત્રોને જોડવામાં આવે છે કે જેથી તેઓમાં પાણીનું સ્તર સમાન ઊંચાઈએ થાય. આ પ્રક્રિયા દરમિયાન ગુરુત્વાકર્ષણને કારણે થતું કાર્ય ..........\(J\) થશે. [પાણીની ધનતા \(=10^{3} \,kg / m ^{3}\) અને \(g =10 \,ms ^{-2}\) લો.] 2022 અઘરું
- 5. એક પ્રેશર-પંપ (ડંકી)ને પાણી બહાર લાવવા માટે \(10\,cm ^2\) આડછેદ ધરાવતી એક સમક્ષિતિજ નળી છે. જેમાંથી \(20\,m / s\). ની ઝડપથી પાણી બહાર નીકળે છે. નળીની સામે રહેલી દિવાલ સાથે અથડાઈને નળીમાંથી સમક્ષિત દિશામાં બાર નીકળતું પાણી અટકી જાય છે. દિવાલ પર લાગતું બળ \(......\,N\) હશે.[પાણીની ધનતા : = \(1000\,kg / m ^3\) આપેલ છે.] 2022 મધ્યમ
- 6. એક હલકા નળાકારીય સમક્ષિતિજ સપાટી ઉપર રાખવામા આવેલ છે. તેના તળિયાનો આડછેદ \(A\) છે. તેના તળિયા આગળ \(a\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું એક છિદ્ર બનાવવામાં આવે છે. બહાર નીકળતા પ્રવાહીને કારણે લાગતાં બળને કારણે પાત્રને ન ખસેડવા માટે જરૂરી લઘુતમ ઘર્ષણાંક ............ હશે. \((a\,<\,<\,A)\)
2021 અઘરું - 7. બે એકસમાન નળાકાર પાત્રને જમીન પર મૂકેલા છે જેમાં સમાન ઘનતા \(d\) ધરાવતું પ્રવાહી ભરેલ છે. બને પાત્રના તળિયાનું ક્ષેત્રફળ \(S\) છે પરંતુ એક પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{1}\) અને બીજા પાત્રમાં પ્રવાહીની ઊંચાઈ \(x_{2}\) છે. જ્યારે બંને નળાકારને નહિવત કદ ધરાવતી નળી દ્વારા પાત્રના તળીએથી જોડવામાં આવે છે જેથી જ્યાં સુધી બંને પાત્રમાં પ્રવાહી એક નવી ઊંચાઈના સંતુલનમાં ના આવે ત્યાં સુધી પ્રવાહી એક પાત્રમાંથી બીજા પાત્રમાં વહન કરે છે. આ પ્રક્રિયા દરમિયાન તંત્રની ઊર્જામાં કેટલો ફેરફાર થાય? 2020 અઘરું
- 8. શિરોલંબ સમતલમાં એક પાતળી નળીને વાળીને \(r\) ત્રિજ્યાનું વર્તુળ બનાવવામાં આવે છે.\({\rho _1}\) અને \({\rho _2}\left( {{\rho _1} > {\rho _2}} \right)\) ઘનતા ધરાવતા બે સમાન કદબા એકબીજામાં મિશ્ર ના થાય તેવા પ્રવાહી દ્વારા અડધું વર્તુળ ભરેલ છે.શિરોલંબ અને બંને પ્રવાહી મળતા હોય તે સપાટી વચ્ચે વચ્ચેનો ખૂણો \(\theta\) કેટલો થાય? 2018 અઘરું
- 9. એક ખુલ્લા ગ્લાસની નળીને પારામાં એવી રીતે ડૂબાડવામાં આવે છે કે જેથી \(8\) \(cm\) લંબાઇની નળી પારાની સપાટીથી ઉપર રહે છે.નળીના ખુલ્લા છેડાને બંધ કરી સીલ કરવામાં આવે છે.નળાને ઊર્ધ્વ દિશામાં \(46\) \(cm\) રહેલ જેટલી વધારે ઊંચી લઇ જવામાં આવે છે,તો હવે નળીની અંદર રહેલ હવાના સ્તંભની લંબાઇ ........ \(cm\) હશે.( વાતાવરણનું દબાણ \(=\) \(Hg\) ના \(76\) \(cm\) ) 2014 મધ્યમ
- 10. એક વર્તુળાકાર નળી ઊર્ધ્વ સમતલમાં રાખેલ છે.બે પ્રવાહી કે જેઓ એકબીજામાં ભળી શકતા નથી અને તેમની ધનતા \(d_1\) અને \(d_2\) છે.તેમને આ નળીમાં ભરવામાં આવે છે.દરેક પ્રવાહી કેન્દ્ર આગળ \(90°\) નો આંતરિક કોણ રચે છે.જયારે આંતર સપાટીને જોડતી ત્રિજયા શિરોલંબ સાથે \(\alpha \) કોણ રચે છે,તો ગુણોત્તર \(\frac{{{d_1}}}{{{d_2}}}\)
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
- 12પ્રશ્નો Buoyancy, Archimedes' Principle and Laws of Floatation
- 23પ્રશ્નો Viscosity and Stoke's Law and Terminal
- 10પ્રશ્નો દબાણ
- 22પ્રશ્નો બર્નુલીનો સિદ્ધાંત
- 7પ્રશ્નો સાતત્ય સમીકરણ, વહન દર
- 9પ્રશ્નો બહાર આવતા તરલની ઝડપ : ટૉરિસેલીનો નિયમ
- 5પ્રશ્નો પાસ્કલનો નિયમ
- 10પ્રશ્નો Reynold's Number and Poiseuille's Equation
- 6પ્રશ્નો શ્યાનતા (સ્નિગ્ધતા)
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં પ્રવાહિ સ્તંભ અને દબાણમાપક દ્વારા દબાણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2025 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
પ્રવાહિ સ્તંભ અને દબાણમાપક દ્વારા દબાણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 40% મધ્યમ અને 50% અઘરા.