પ્રશ્નો
નવા પહેલા123 માંથી 1–50 પ્રશ્નો
- 1. વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર સદિશ \(\vec{B}=B_0\sin\left(2\pi vt-\dfrac{2\pi x}{\lambda}\right)\hat{j}\) વડે રજૂ થાય છે. તેનો સંકળાયેલ વિદ્યુત ક્ષેત્ર સદિશ ______ છે. 2026 મધ્યમ
- 2. એક બિંદુવત્ પ્રકાશ-ઉદ્ગમ મુક્ત અવકાશમાં E.M. તરંગોનું ઉત્સર્જન કરે છે. \(L\) m અંતરે મૂકવામાં આવેલું એક ડિટેક્ટર તીવ્રતા \(I_o\) માપે છે. આ ડિટેક્ટરને હવે તે જ ગોળાકાર સપાટી પર બીજા સ્થાન પર સ્થાનાંતરિત કરવામાં આવે છે, જેથી મૂળ સ્થાન અને નવા સ્થાન વચ્ચેનો ખૂણો \(45°\) રહે. નવા સ્થાને માપેલી તીવ્રતા _______ હશે. 2026 સરળ
- 3. અજ્ઞાત બિન-ચુંબકીય માધ્યમમાં પ્રસરણ પામતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે,
\(E_y=20 \sin \left(3 \times 10^6 x-4.5 \times 10^{14} t\right) V / m\)
(જ્યાં \(x, t\) અને અન્ય મૂલ્યો S.I. એકમોમાં છે). માધ્યમનો પરાવૈદ્યુતાંક __________ છે.
(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ \(3 \times 10^8 m / s\) છે) 2026 સરળ - 4. એક વિદ્યુતચુંબકીય તરંગ \(x\)-દિશામાં ગતિ કરે છે, જેને ક્ષેત્ર સમીકરણ \(E_y = 300\sin\omega\left(t - \dfrac{x}{c}\right)\) દ્વારા વર્ણવવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન માત્ર \(y\)-દિશામાં \(1.5 \times 10^6\) m/s ની ઝડપથી ગતિ કરવા માટે પ્રતિબંધિત હોય, તો ઇલેક્ટ્રોન પર લાગતા મહત્તમ વિદ્યુત અને ચુંબકીય બળોનો ગુણોત્તર _______ છે. 2026 મધ્યમ
- 5. એક લેસર પુંજ \(4.0 \times 10^{14} W / m ^2\) તીવ્રતા ધરાવે છે. પુંજ સાથે સંકળાયેલ ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર ________ T છે.
( \(\epsilon_{ o }=8.85 \times 10^{-12} C ^2 / Nm ^2\) અને \(c =3 \times 10^8 m / s\) લો.) 2026 સરળ - 6. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર નીચે મુજબ આપેલ છે :
\(E _y=69 \sin \left[0.6 \times 10^3 x -1.8 \times 10^{11} t \right] V / m\).
આ વિદ્યુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલા ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર _________ T છે. 2026 અઘરું - 7. એક સમતલ વિધુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(c=3 \times 10^8 m / s\) વેગથી ગતિ કરે છે અને તેનું વિદ્યુતક્ષેત્ર \(\vec{E}=54 \sin (k z-\omega t) \hat{j} V / m\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં \(\hat{j}\) એ \(y\)-અક્ષ પરનો એકમ સદિશ છે. તરંગના ચુંબકીયક્ષેત્રનો સદિશ \(\vec{B}=\) _________ છે. 2026 અઘરું
- 8. શૂન્યાવકાશમાંથી પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગ માટે, \(\vec{k}\), \(\vec{E}\) અને \(\omega\) અનુક્રમે પ્રસરણ સદિશ, વિદ્યુત ક્ષેત્ર અને કોણીય આવૃત્તિ રજૂ કરે છે. આ તરંગ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર શેના દ્વારા રજૂ થાય છે? 2026 મધ્યમ
- 9. નીચે બે વિધાનો આપેલાં છે: એકને પ્રતિજ્ઞા (A) તરીકે અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલ છે.
પ્રતિજ્ઞા (A): જ્યારે વિદ્યુતચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય છે, ત્યારે તેઓ તે સપાટી પર દબાણ ઉત્પન્ન કરે છે.
કારણ (R): વિદ્યુતચુંબકીય તરંગો સાથે કોઈ દળ સંકળાયેલું નથી.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2026 મધ્યમ - 10. માધ્યમમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર \(\overline{E}(x,t) = 25\ sin(2.0 \times 10^{15}t - 10^{7}x)\hat{n}\) વડે અપાયેલ હોય, તો માધ્યમનો વક્રીભવનાંક ___________ છે.
(બધા માપ SI એકમોમાં છે) 2026 અઘરું - 11. મુક્ત અવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તંરગના વિદ્યુતક્ષેત્રનું સમીકરણ
\(E=\sqrt{377} \sin \left(6.27 \times 10^3 t-2.09 \times 10^{-5} x\right) N / C\) વડે દર્શાવવામાં આવે છે.
વીજચુંબકીય તંરગનો સરેરાશ પાવર \(\left(\frac{1}{\alpha}\right) W / m ^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _____________ છે. (SI એકમમાં \(\sqrt{\frac{\mu_0}{\varepsilon_o}}=377\) લો) 2026 મધ્યમ - 12. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2026 અઘરુંસૂચિ-I સૂચિ-II A રેડિયો તરંગ I મેગ્નેટ્રોન વાલ્વ વડે ઉત્પન્ન થાય છે. B માઈક્રોતરંગ II પરમાણુઓના કંપન મોડના ફેરફારને લીધે C પારરક્ત તરંગ III આંતરકોષીય ઇલેક્ટ્રોનની ઉચ્ચ ઊર્જાસ્તરમાંથી નીચા ઊર્જાસ્તરમાંની ગતિને લીધે D ક્ષ-કિરણ IV ઇલેક્ટ્રોનના ઝડપી પ્રવેગને લીધે - 13. \(\dfrac{1}{2}\epsilon_0 E^2\) (\(\epsilon_0\) = શૂન્યાવકાશની વિદ્યુતશીલતા અને \(E\) = વિદ્યુતક્ષેત્ર) નો પારિમાણિક સૂત્ર \(M^a L^b T^c\) છે. \(2a - b + c\) નું મૂલ્ય _______ છે. 2026 મધ્યમ
- 14. વીજચુંબકીય તરંગોની શૂન્યાવકાશ અને ડાયઈલેક્ટ્રીક અચળાંક k = 3 પારગમ્યતા \(\mu=2 \mu_0\) ધરાવતા માધ્યમમાં ઝડપનો ગુણોત્તર _____________ છે.
(શૂન્યાવકાશની પારગમ્યતા = \(\mu_0\)) 2026 સરળ - 15. આવૃત્તિ 20 MHz ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં ગતિ કરે છે. અવકાશમાં કોઈ નિશ્ચિત બિંદુએ અને સમયે તરંગનો વિદ્યુતક્ષેત્ર સદિશ \(\mathrm{E}_y=9.3 \mathrm{Vm}^{-1}\) છે. તો, તે બિંદુએ તરંગનો ચુંબકીય ક્ષેત્ર સદિશ કેટલો થશે? 2025 મધ્યમ
- 16. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(+x\) દિશામાં પ્રસરણ પામે છે. તરંગ સાથે સંકળાયેલા વિદ્યુતક્ષેત્ર \(\vec{E}\) અને ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) સદિશોના કાર્તેઝિયન યામ પદ્ધતિમાં ઘટકો ______ છે. 2025 સરળ
- 17. એક વિદ્યુતચુંબકીય તરંગની હાજરીને કારણે કે જેનો વિદ્યુત ઘટક \(\mathrm{E}=100 \sin (\omega \mathrm{t}-\mathrm{kx}) \mathrm{NC}^{-1}\) દ્વારા અપાય છે, 200 cm લંબાઈનો એક નળાકાર તેની અંદર અમુક પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવે છે. જો સમાન લંબાઈનો પરંતુ અગાઉના કરતાં અડધા વ્યાસનો બીજો નળાકાર સમાન પ્રમાણમાં વિદ્યુતચુંબકીય ઊર્જા ધરાવતો હોય, તો અનુરૂપ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્રનું માન બદલાઈને કેટલું થશે? 2025 મધ્યમ
- 18. જો કોઈ પ્રકાશીય માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(\frac{10}{\pi}\) અને સાપેક્ષ પરમિટિવિટી \(\frac{1}{0.0885}\) હોય, તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આ માધ્યમમાં તેના વેગ કરતાં ________ ગણો વધારે હશે.
\(\left(\mu_0=4 \pi \times 10^{-7} \mathrm{H} / \mathrm{m}, \epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{~F} / \mathrm{m}\right.\)
\(\left.\mathrm{c}=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\right)\) 2025 સરળ - 19. મુક્ત અવકાશમાં એક વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=57 \cos \left[7.5 \times 10^6 \mathrm{t}-5 \times 10^{-3}(3 x+4 y)\right](4 \hat{i}-3 \hat{j}) N / C\) છે. તેની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર ટેસ્લામાં _______ હશે. 2025 મધ્યમ
- 20. વિદ્યુતચુંબકીય તરંગનું ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{\mathrm{B}}=\left(\frac{\sqrt{3}}{2} \hat{i}+\frac{1}{2} \hat{j}\right) 30 \sin \left[\omega\left(\mathrm{t}-\frac{z}{\mathrm{c}}\right)\right]\) (S.I. એકમોમાં) વડે અપાય છે.
S.I. એકમોમાં અનુરૂપ વિદ્યુતક્ષેત્ર શોધો: 2025 સરળ - 21. આપેલ વિદ્યુતચુંબકીય તરંગ \(E_y=600 \sin (\omega t-k x) \mathrm{Vm}^{-1}\) માં, સંકળાયેલ પ્રકાશ કિરણની તીવ્રતા કેટલી છે? ( \(\mathrm{W} / \mathrm{m}^2\) માં); (આપેલ છે કે \(\epsilon_0=\) \(\left.9 \times 10^{-12} \mathrm{C}^{-2} \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right)\) 2024 અઘરું
- 22. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(\mathrm{x}\) દિશામાં પ્રસરણ પામે છે. તેની તરંગલંબાઈ \(4 \mathrm{~mm}\) છે. જો વિદ્યુત ક્ષેત્ર \(\mathrm{y}\) દિશામાં \(60 \mathrm{Vm}^{-1}\) ના મહત્તમ માન સાથે હોય, તો ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ _______ છે. 2024 અઘરું
- 23. એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર \(\mathrm{B}_y=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 \mathrm{x}+0.5\right.\) \(\left.\times 10^{11} \mathrm{t}\right) \mathrm{T}\) છે. અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર _______ હશે. 2024 અઘરું
- 24. એક સમતલીય વિદ્યુતચુંબકીય તરંગમાં વિઘુત ક્ષેત્ર ના દોલનની આવૃત્તિ \(\mathrm{f}=5 \times 10^{10} \mathrm{~Hz}\) અને કંપવિસ્તાર \(50\) \(\mathrm{Vm}^{-1}\) છે. તો આ તરંગની કુલ વિદ્યુતચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા _______ છે. \(\left[\varepsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 / \mathrm{Nm}^2\right.\) લો] 2024 અઘરું
- 25. જો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ \(60 \mathrm{MHz}\) હોય અને તે હવામાં \(z\) દિશામાં ગતિ કરતું હોય તો આનુષાંગિક વિદ્યુત અને ચું:બકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે અને તેની તરંગલંબાઈ (મીટરમાં) _______ હશે. 2024 અઘરું
- 26. મુક્ત અવકાશમાં \(35 \mathrm{MHz}\) આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ \(X\)-દિશામાં ગતિ કરે છે. કોઇ એક ચોકકસ બિંદુ (અવકાશ અને સમય) આગળ \(\vec{E}=9.6 \hat{j} \mathrm{~V} / \mathrm{m}\)છે. આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર _______ છે. 2024 અઘરું
- 27. મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})\) વડે રજૂ કરી શકાય છે. તેને અનુરૂપ ચુંબકીય ક્ષેત્ર સદિશ _______ વડે આપી શકાય. 2024 અઘરું
- 28. નીચે બે વિધાનો આપેલા છે
વિધાન \(I\):- અવકાશમાં ગતિ કરતા વિદ્યુત ચુંબકીય તરંગો પોતાની સાથે ઊર્જાનું વહન કરે છે. જેમાં વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સમાન ઉર્જા આવેલી હોય છે.
વિધાન \(II\):- જયારે વિદ્યુત ચુંબકીય તરંગો કોઈ સપાટી પર આપાત થાય ત્યારે તે સપાટી પર દબાણ લગાડે છે.
ઉપરોક્ત વાક્યોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો: 2024 અઘરું - 29. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=\hat{\mathrm{i}} 40 \cos \omega\left(\mathrm{t}-\frac{\mathrm{z}}{\mathrm{c}}\right) N \mathrm{NC}^{-1}\) થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર _______ થશે. 2024 અઘરું
- 30. વિદ્યુતચુંબકીય તરંગો એક માધ્યમમાં \(1.5 \times 10^8 \mathrm{~ms}^{-1}\) ની ઝડપથી ગતિ કરે છે. માધ્યમની સાપેક્ષ પારગમ્યતા \(2.0\) છે. સાપેક્ષ વિદ્યુતશીલતા _______ હશે. 2024 અઘરું
- 31. \(x\)-દિશામાં પ્રસરતા સમતલ વીજ ચુંબકીય તરંગને \(\mathrm{E}_y=\left(200 \mathrm{Vm}^{-1}\right) \sin \left[1.5 \times 10^7 \mathrm{t}-0.05 x\right]\) દ્વારા રજૂ કરવામાં આવે છે. તરંગની તીવ્રતા______ છે . \(\left(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.\) લો.) 2024 અઘરું
- 32. \(100\,W\) વાળું બિંદુવત ઉદગમ \(5\%\) કાર્યક્ષમતા સાથે પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ઉદગમથી \(5\) મીટર દૂરના અંતરે વિદ્યુત ક્ષેત્રના ધટક દ્રારા ઉત્પન થતી તીવ્રતા \(...........\) હોય. 2023 મધ્યમ
- 33. \(20\,MHz\) ની આવૃત્તિવાળું એક સમતલીય વીજચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં \(x\) અક્ષની દિશામાં પ્રસરણ કરે છે. એક નિશ્ચિત સ્થાન અને સમયે, \(\overrightarrow{ E }=6.6 \hat{j}\,V / m\).છે. તો આ બિંદુએ \(\vec{B}\) શું છે? 2023 મધ્યમ
- 34. એક સમતલીય વીજચુંબકીય તરંગ માટે \(E = E _0 \sin (\omega t - kx )\) અને \(B = B _0 \sin (\omega t-k x)\) આપેલા છે, સરેરાશ વીજ ઊર્જા ઘનતા અને સરેરાશ ચુંબકીય ઊર્જા ધનતાનો ગુણોતર \(........\) છે. 2023 મધ્યમ
- 35. એક વિદ્યુતચુંબકીય તરંગ ઋણ \(z\) દિશામાં ઊર્જાનું પ્રસરણ કરે છે. ચોક્કસ બિંદુએ અને ચોક્કસ સમયે તરંગનું વિદ્યુતક્ષેત્ર ધન \(y\) દિશામાં છે. તે બિંદુએ અને તે ક્ષણે તરંગનું, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે ? 2023 સરળ
- 36. એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ \(z-\)અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન \(x\)-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય. 2023 સરળ
- 37. જો \(15\,kW\) પાવર (કાર્યત્વરા) ધરાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉદગમ પ્રતિ સેકન્ડ \(10^{16}\) ફોટોન ઉત્પન કરે છે, તો વિકિરણ વર્ણપટનાં ભાગમાં આવેલ \(..............\) હશે.(પ્લાન્કનો અચળાંક \(h =6 \times 10^{-34}\,Js\) લો.) 2023 સરળ
- 38. જો \(\vec{E}\) અને \(\vec{K}\) એ \(EM\) તરંગોના શૂન્યા વકાશમાં વિદ્યુતક્ષેત્ર અને પ્રસરણના સદિશો રજૂ કરે, તો ચુંબકીય ક્ષેત્રનો સદિશ \(...........\) વડે રજુ કરવામાં આવે છે.(\(\omega -\)આવર્તન કોણીયવેગ) 2023 મધ્યમ
- 39. મુક્ત અવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગની વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }\) અને ચુંબકીય ક્ષેત્ર \(B\) સાથે સંકળાયેલ ઊર્જા ઘનતા શેના દ્વારા આપવામાં આવે છે (\(\epsilon_0-\) મુક્ત અવકાશની પરમિટિવિટી, \(\mu_0-\) મુક્ત અવકાશની પરમીએબિલિટી ) 2023 મધ્યમ
- 40. નીચે વિધાન \(-I\) અને વિધાન \(-II\) દર્શાવેલ છે. વિધાન \(I:\) વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રને કારણે કોણાવર્તિત (વિચલિત) થશે નહીં વિધાન \(II :\) વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર એકબીજા સાથે \(E _0=\sqrt{\frac{\mu_0}{\varepsilon_0}} B_0\) સંબંધથી સંકળાયેલ છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 2023 મધ્યમ
- 41. શૂન્યાવકાશમાંથી પ્રસરતા વીજચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ધટકો \(E _x= E _{ o } \sin ( kz -\omega t)\) અને \(B _y= B _{ o } \sin ( kz -\omega t )\) વડે દર્શાવવામાં આવે છે. તો \(E _{ o }\) અને \(B _0\) વચ્યેનો ખરો સંબંધ 2023 મધ્યમ
- 42. સૂક્ષ્મ કદમાં રહેલી વીજ ચુંબકીયતરંગની ઊર્જા ...... થી દોલન કરશે. 2023 મધ્યમ
- 43. વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર \(\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}\) વડે આપવામાં આવે છે, જ્યાં \(\omega\) અને \(c\) એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. \(5 \times 10^{-4}\) \(m ^3\) ના કદમાં સમાયેલ ઊર્જા ........ \(\times 10^{-13}\,J\) થશે. (\(\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો. \()\) 2023 મધ્યમ
- 44. વિદ્યુતચુંબકીય તરંગમાં સરેરાશ વિદ્યુત ઊર્જા ઘનતા અને કુલ સરેરાશ ઊર્જા ઘનતાનો ગુણોત્તર \(...........\) થશે. 2023 સરળ
- 45. \(y-\)અક્ષ પર પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર \(6.0 \times 10^{-7}\,T\) છે. વિદ્યુત ચુંબકીય તરંગ વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય ....... છે. 2023 સરળ
- 46. \(1.61\) સાપેક્ષ પરમીએબિલિટી (પારગમ્યતા) અને \(6.44\) જેટલી સાપેક્ષ પરાવૈદ્યુતાંક (પરમીટીવીટી) ધરાવતા માધ્યમાંથી એક વિદ્યુતચુંબકીય તરંગ પસાર થાય છે. જો આપેલ બિંદુએ ચુંબકીયક્ષેત્રની તીવ્રતા \(4.5 \times 10^{-2} \;Am ^{-1}\) હોય તો તે બિંદુ આગળ વિધુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (Given : permeability of free space \(\mu_{0}=4 \pi \times 10^{-7}\;NA ^{-2}\), speed of light in vacuum \(c =3 \times 10^{8} \;ms ^{-1}\) ) 2022 મધ્યમ
- 47. \(110\,W\) પ્રકાશીય બલ્બની લગભગ \(10\%\) કાર્યત્વરા દ્રશ્ય વિકીરણમાં રૂપાંતરીત થાય છે.બલ્બથી \(1\,m\) થી \(5\,m\) અંતરે દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતામાં ફેરફાર \(a \times 10^{-2}\,W / m ^2\). '\(a\)'નું મૂલ્ય \(.....\) હશે. 2022 મધ્યમ
- 48. \(36\,cm ^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી ઉપર સૂર્યપ્રકાશ લંબરૂપે આપાત થાય છે અને \(20\) મીનીટના સમયગાળામાં \(7.2 \times 10^{-9}\,N\) જેટલું સરેરાશ બળ લગાડે છે. આપાત પ્રકાશનું સંપૂર્ણ શોષણ થાય છે તેમ ધારતાં, આપાત પ્રકાશનું ઊર્જા ફ્લક્સ \(............\) થશે. 2022 મધ્યમ
- 49. એક એન્ટીનાને \(6.25\) જેટલો ડાયઈલેકટ્રીક ધરાવતા ડાઈલેકટ્રીક માધ્યમમાં મૂકવામાં આવે છે. જો આ એન્ટીનાની મહત્તમ લંબાઈ \(5.0\, mm\) હોય તો તે......... જેટલી ન્યૂનતમ આવૃત્તિનું સિગ્નલ વિકેરીત કરી શકશે. (ડાયઈલેકટ્રીક માધ્યમ માટે \(\mu_{ r }=1\) આપેલ છે) 2022 મધ્યમ
- 50. એક રડાર \(2.25 \,V / m\) જેટલું વિદ્યુતક્ષેત્ર \(\left( E _{ o }\right)\) અને \(1.5 \times 10^{-8} \,T\) જેટલું ચુંબકીય ક્ષેત્ર \(\left( B _{0}\right)\) ધરાવતું વિદ્યુત યુંબકીય સિગ્નલ મોકલે છે કે જે માધ્યમમાં \(3 \,km\) દૂર રહેલા લક્ષને દૃષ્ટિ-રેખા (line of sight) પર અથડાય છે. ત્યારબાદ, આ સિગ્નલનો અંશ રડાર તરફ સમાન વેગ સાથે અને સમાન પથ પર પરાવર્તિત થાય છે (પડધો). જો સિગ્નલને \(t\) સમયે રડારમાંથી મોકલવામાં આવ્યો હોય તો કેટલા સમય (\(\times 10^{-5}\,s\) માં) પછી પડધો રડાર પર પાછો ફરશે ? 2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 123 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિદ્યુતચુંબકીય તરંગો ના ગુણધર્મો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
16% સરળ, 54% મધ્યમ અને 29% અઘરા.