ટોપિક
7 ટોપિક- 10પ્રશ્નો નિયમિત પ્રવેગી ગતિ
- 25પ્રશ્નો ગુરુત્વની અસર હેઠળ ગતિ સૌથી વધુ પૂછાયેલ
- 5પ્રશ્નો સ્થાન, પથલંબાઈ, સ્થાનાંતર
- 9પ્રશ્નો સરેરાશ વેગ, સરેરાશ ઝડપ
- 24પ્રશ્નો તાત્કાલિક વેગ અને ઝડપ
- 19પ્રશ્નો પ્રવેગ
- 10પ્રશ્નો સાપેક્ષ ગતિ
STD 11 - સુરેખપથ પર ગતિ ના બધા પ્રશ્નો
નવા પહેલા102 માંથી 1–50 પ્રશ્નો
- 1. એક ગેસનો ફુગ્ગો \(10\) m/s ના અચળ વેગથી ઉપર જઈ રહ્યો છે. જ્યારે આ ફુગ્ગો \(75\) m ની ઊંચાઈએ પહોંચે છે, ત્યારે તેમાંથી એક પથ્થર છોડવામાં આવે છે અને ફુગ્ગો તે જ વેગથી ઉપરની તરફ ગતિ કરતો રહે છે. જ્યારે પથ્થર જમીન પર પડે છે ત્યારે ફુગ્ગાની ઊંચાઈ ________ m હશે. (\(g=10\) m/s\(^2\) લો) 2026 મધ્યમ
- 2. એક કણ \(t=0\) સમયે ગતિની શરૂઆત કરે છે અને તેના યામ \(x(t)=4 t^3-3 t\) વડે દર્શાવવામાં આવે છે.
A. કણ તેના મૂળ સ્થાન (ઉગમબિંદુ) પર 0.866 એકમ બાદ પાછો ફરે છે.
B. કણ તેના વળાંક બિંદુએ ઉગમબિંદુથી 1 એકમ દૂર છે.
C. કણનો પ્રવેગ અનુણ છે.
D. કણ તેના વળાંક બિંદુએ ઉગમબિંદુથી 0.5 એકમ દૂર છે.
E. કણ તેનો પ્રવેગ અનુણ હોવાથી કદી પાછો ફરશે નહીં.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2026 અઘરું - 3. એક પેરાટ્રુપર એરોપ્લેનમાંથી કૂદે છે અને મુક્તપતનની 2 s બાદ પેરાશૂટને ખોલે છે અને 3 m/s2 ના પ્રતિ પ્રવેગ થી પડવાનું શરૂ કરે છે. જ્યારે પેરાશૂટ દ્વારા નીચે આવે ત્યારે જમીનથી 10 m ઉંચાઈ પર પેરાટુપરની ઝડપ 5 m/s થાય છે. એરોપ્લેનની પ્રારંભિક ઉંચાઈ _________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\) 2026 અઘરું - 4. જમીનથી \(18\) m ઊંચાઈએથી એક દડો સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. જમીનથી ઉપરની તે ઊંચાઈ, કે જ્યાં વેગનું મૂલ્ય (એકમનો સમાન ગણ ધરાવતા) ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતા પ્રવેગના મૂલ્ય જેટલું થાય છે, તે _____ m છે.
( \(g = 10\) m/s\(^2\) લો અને હવાનો અવરોધ અવગણો) 2026 મધ્યમ - 5. નળમાંથી 5 m નીચે રહેલા ભોંયતળિયા પર પાણીના ટીપાંઓ નિયમિત સમાયંતરે પડે છે. જ્યારે છઠ્ઠા ક્રમનું ટીપું પડવાનું શરૂ કરે ત્યારે પ્રથમ ટીપું જમીન પર અથડાય છે. જ્યારે પ્રથમ ટીપું જમીન પર પડે તે ક્ષણે ચોથા ક્રમનું ટીપું જમીનથી જે ઉંચાઈએ હોય તે __________ m છે.
\(\left( g =10 m / s ^2\right)\) 2026 સરળ - 6. એક કણનો વેગ \(\vec{v} = -x\hat{i} + 2y\hat{j} - z\hat{k}\) m/s તરીકે આપેલો છે. બિંદુ \((1, 2, 4)\) પર પ્રવેગનું મૂલ્ય _______ m/s\(^2\) છે. 2026 અઘરું
- 7. આકૃતિમાં એક કણનો વેગ (\(v\)) વિરુદ્ધ સમય (\(t\)) નો આલેખ \(40\text{ s}\) ના સમયગાળા માટે દર્શાવેલ છે. કણ દ્વારા કાપેલું કુલ અંતર અને આ સમયગાળા દરમિયાન સરેરાશ વેગ, અનુક્રમે _______ છે.
2026 સરળ - 8. બે કાર \(A\) અને \(B\) એક સીધી રેખામાં એક જ દિશામાં અનુક્રમે \(100\) km/h અને \(80\) km/h ની ઝડપથી ગતિ કરી રહી છે, જેથી કાર \(A\) કાર \(B\) ની આગળ ગતિ કરી રહી છે. કાર \(B\) માં બેઠેલ એક વ્યક્તિ એક પથ્થરને \(v\) ઝડપથી ફેંકે છે જેથી તે કાર \(A\) ને \(5\) m/s ની ઝડપથી અથડાય છે. \(v\) નું મૂલ્ય ______ km/h છે. 2026 મધ્યમ
- 9. \(3.4\) kg અને \(2.5\) kg દળ ધરાવતા બે પદાર્થો અનુક્રમે \(5\) m/s અને \(12\) m/s ના પ્રારંભિક વેગથી પ્રવેગિત થાય છે. \(5\) મી સેકન્ડમાં આ દળો દ્વારા કાપેલ અંતર અનુક્રમે \(104\) m અને \(129\) m છે. \(10\) s પછી તેમના વેગમાનનો ગુણોત્તર \(\dfrac{x}{8}\) છે. \(x\) નું મૂલ્ય ________ છે. 2026 અઘરું
- 10. એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે અને તેનો સ્થાનાંતર \(x\) સમય \(t\) સાથે સમીકરણ \(\mathrm{x}=\mathrm{c}_0\left(\mathrm{t}^2-2\right)+\mathrm{c}(\mathrm{t}-2)^2\) અનુસાર બદલાય છે, જ્યાં \(c_0\) અને \(c\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. તો, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? 2025 મધ્યમ
- 11. એક રમતવીર \(r\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર દોડે છે જેથી તે \(A B A B\) પથ પસાર કરે છે. તો કાપેલું અંતર અને સ્થાનાંતર, અનુક્રમે, કયા છે?
2025 મધ્યમ - 12. એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે \(x\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_1\) સાથે ગતિ કરે છે અને પછીના \(\frac{3}{2} \mathrm{x}\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_2\) સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ \(\frac{50}{7} \mathrm{~m} / \mathrm{s}\) છે. જો \(\mathrm{v}_1\) \(5 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો \(\mathrm{v}_2=\) _________ \(\mathrm{m} / \mathrm{s}\) થશે. 2025 સરળ
- 13. નીચેનામાંથી કયા વક્રો કણની એક-પરિમાણીય ગતિ શક્યતઃ દર્શાવે છે?




નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 મધ્યમ - 14. સ્થાનાંતર x વિરુદ્ધ સમયનો આલેખ નીચે દર્શાવેલ છે.

(A) 0 થી 3 s દરમિયાન સરેરાશ વેગ \(10 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(B) 3 થી 5 s દરમિયાન સરેરાશ વેગ \(0 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(C) \(\mathrm{t}=2 \mathrm{~s}\) પર તાત્ક્ષણિક વેગ \(5 \mathrm{~m} / \mathrm{s}\) છે.
(D) 5 થી 7 s દરમિયાન સરેરાશ વેગ અને \(\mathrm{t}=6.5 \mathrm{~s}\) પરનો તાત્ક્ષણિક વેગ સમાન છે.
(E) \(t=0\) થી \(t=9 \mathrm{~s}\) સુધીનો સરેરાશ વેગ શૂન્ય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો: 2025 મધ્યમ - 15. સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો વેગ-સમય આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. \(t=0\) થી \(t=4 \mathrm{~s}\) સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર કેટલું છે?

2025 સરળ - 16. વિમાનની ગતિ નીચે દર્શાવેલ વેગ-સમયના આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. પ્રથમ 30.5 સેકન્ડમાં વિમાન દ્વારા કપાયેલું અંતર _______ km છે.
2025 સરળ - 17. \(2 \mathrm{~km}\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર રસ્તા ઉપર એક સાઈકલસવાર બિંદુુ \(P\) આગળથી શરૂ કરે છે અને તેના પરીધ પર ગતિ કરતાં \(S\) બિંદુ આગળ પહોચે છે. સાઈકલસવારનું સ્થાનાંતર _______ થશે.
2024 અઘરું - 18. A body falling under gravity covers two points \(\mathrm{A}\) and \(\mathrm{B}\) separated by \(80 \mathrm{~m}\) in \(2 \mathrm{~s}\). The distance of upper point A from the starting point is \(\mathrm{m}\) (use \(\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\) ). 2024 અઘરું
- 19. બે ગાડીઓ એકબીજા તરફ \(20 \mathrm{~m} \mathrm{~s}^{-1}\) ની ઝડપે ગતિ કરી રહી છે. જ્યારે ગાડીઓ \(300 \mathrm{~m}\) દૂર હોય છે, ત્યારે બંને ડ્રાઇવરો બ્રેક લગાવે છે અને ગાડીઓ \(2 \mathrm{~m} \mathrm{~s}^{-2}\) ના દરે પ્રતિપ્રવેગિત થાય છે. જ્યારે તેઓ સ્થિર થાય છે ત્યારે બે બિંદુઓ વચ્ચેનું અંતર _______ છે. 2024 અઘરું
- 20. એક કણ ચલ બળની અસર હેઠળ એક પરિમાણમાં (x-અક્ષ પર) ગતિ કરી રહ્યો છે. તેનું સ્થાન \( x \) (મીટરમાં) સમય \( t \) (સેકન્ડમાં) સાથે સમીકરણ \( x = -3t^3 + 18t^2 + 16t + 16 \) અનુસાર બદલાય છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે તેનો વેગ _________ \( \text{m/s} \) હશે.
2024 અઘરું - 21. એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે. 2024 અઘરું
- 22. એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે જેથી તેનો સ્થાનાંતર \(x\) કોઈપણ સમયે \(t\) એ \(x^2=1+t^2\) દ્વારા આપેલું છે. તેનો પ્રવેગ કોઈપણ સમયે \(t\) એ \(x^{-n}\) છે જ્યાં \(n=\) _______. 2024 અઘરું
- 23. એક કણ \(\mathrm{t}=0\) સમયે ઉંગમબિંદુથી \(5 \hat{i} \mathrm{~m} / \mathrm{s}\) વેગથી ગતિની શરુઆત કરે છે અને બળની અસર હેઠળ \(x-y\) સમતલમાં ગતિ કરે છે જે \((3 \hat{i}+2 \hat{j}) \mathrm{m} / \mathrm{s}^2\) અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. જો તે ક્ષણે કણનો \(x\)-યામ \(84 \mathrm{~m}\) હોય તો કણની તે ક્ષણે ઝડપ \(\sqrt{\alpha} \mathrm{m} / \mathrm{s}\) છે. \(\alpha\) નું મૂલ્ય_______છે. 2024 અઘરું
- 24. એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ \((p-1)\) સેકંડમાં \(S_1\) અને પ્રથમ \(p\) સેકંડમાં \(S_2\) સ્થાનાંતર કરે છે. તો \(S_1+S_2\) સ્થાનાંતર સમયમાં________કરશે. 2024 અઘરું
- 25. એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે? 2024 અઘરું
- 26. એક પદાર્થ વિરામસ્થિતિમાંથી એક ઘર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો \(t=n-1\) અને \(t=n\) સયમગાળામાં કપાયેલ અંતર \(S_n\) અને \(t=n-2\) અને \(t=n-1\) ગાળામાં કપાયેલ અંતર \(S_{n-1}\) હોય તો \(n=10\) માટે ગુણોત્તર \(\frac{S_{n-1}}{S_n}\left(1-\frac{2}{x}\right)\) જેટલો મળે છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 27. એક પદાર્થને ટાવરની ટોચ પરથી અમુક ઝડપથી ઊર્ધ્વ દિશામાં ઉપર ફેંકવામાં આવે છે, જે જમીન પર \(t_1\) સમયમાં પહોંચે છે. જો તેને તે જ બિંદુએથી તે જ ઝડપથી ઊર્ધ્વ દિશામાં નીચે ફેંકવામાં આવે, તો તે જમીન પર \(t_2\) સમયમાં પહોંચે છે. જો તેને ટાવરની ટોચ પરથી છોડવામાં આવે, તો જમીન પર પહોંચવા માટે જરૂરી સમય _______ છે. 2024 અઘરું
- 28. એક ટ્રેન પ્રારંભિક બિંદુથી શરૂ કરીને પ્રથમ \(t\) સમય માટે \(80 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપ સુધી સમાન રીતે પ્રવેગિત થાય છે, પછી તે 3t સમય માટે અચળ ઝડપે ગતિ કરે છે. આ યાત્રાના સમયગાળા માટે ટ્રેનની સરેરાશ ઝડપ ( \(\mathrm{km} / \mathrm{h}\) માં) _______ હશે. 2024 અઘરું
- 29. એકપણ સીધી રેખા ઉપર ગતિ કરે છે. સમય 't' ના વિધેય તરીકે સ્થાનાંતર ' \(x\) ' માં થતો ફેરફાર \(x=\left(t^3-6 t^2+20 t+15\right) m\) વડે આપવામાં આવે છે. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ _______ હશે. 2024 અઘરું
- 30. પ્રારંભમાં વિરામ સ્થાને થી \(x\)-અક્ષ સાથે \(x=0\) આગળના સંદર્ભ બિંદુ થી \(v\) વેગ થી કે જે \(v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}\) મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ _______ \(\mathrm{ms}^{-2}\) છે. 2024 અઘરું
- 31. સીધા રસ્તા (હાઇવે) પર \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને \(4 s\) માં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમિયાન બસ દ્વારા કપાતું અંતર _______ હશે. (એવું ધારો કે પ્રતિપ્રવેગ નિયમિત છે) 2024 અઘરું
- 32. સમય ' \(t\) ' અને અંતર ' \(x\) ' વરચે સંબંધ \(\mathrm{t}=\alpha \mathrm{x}^2+\beta \mathrm{x}\) છે. જ્યાં, \(\alpha\) અને \(\beta\) અચળાંકો છે. તો વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) વરચે સંબંધ _______ છે. 2024 અઘરું
- 33. \(t\) થી \((t+1) \mathrm{s}\) સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે \(125 \mathrm{~m}\) અને \(50 \mathrm{~m} / \mathrm{s}\) છે. કણ દ્વારા \((t+2)\) માં સેકન્ડમાં કપાતું અંતર _________ \(\mathrm{m}\) છે. 2024 અઘરું
- 34. ટ્રેન A બે સમાંતર રેલવે ટ્રેક પર ઉત્તર દિશામાં \(72 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે અને ટ્રેન B દક્ષિણ દિશામાં \(108 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપે ગતિ કરી રહી છે. ટ્રેન \(A\) ની સાપેક્ષમાં ટ્રેન \(B\) નો વેગ અને ટ્રેન \(B\) ની સાપેક્ષમાં જમીનનો વેગ _______ ( \(\mathrm{ms}^{-1}\) માં) છે. 2024 અઘરું
- 35. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં ગતિ કરતી એક કીડીનું સ્થાન ( \(\mathrm{S}\) મીટરમાં ) \(\mathrm{S}=2 \mathrm{t}^2 \hat{j}+5 \hat{k}\) (જ્યાં \(\mathrm{t}\) સેકંડમાં છે) વડે દર્શાવવામાં આવે છે. \(t=1 \mathrm{~s}\) વખતે કીડીના વેગના મૂલ્ય અને દિશા _______થશે. 2024 અઘરું
- 36. \(20\,ms^{-1}\) ની અચળ ઝડપે ગતિ કરતાં ટ્રેનના એન્જિનમાં ચાલકે રેલ્વે સ્ટેશન કરતા \(500\,m\) અંતરેથી બ્રેક લગાવવાથી પડશે કે જેથી સ્ટેશન ઉપર વિરામ સ્થિતિમાં આવે. જો આના કરતા અડધા અંતરે બ્રેક લગાવવામાં આવે, તો ટ્રેન સ્ટેશનને \(\sqrt{x}\,ms ^{-1}\) ની ઝડપથી પસાર કરી જશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે.(એવું ધારો કે બ્રેક દ્વારા સમાન પ્રતિવેગ ઉત્પન્ન થાય છે.) 2023 મધ્યમ
- 37. \(90\,km / h\) પર ટ્રેન \(A\) માં બેઠેલો યાત્રિ ગતિ કરતા તેની વિરુદ્ધુ દિશામાં પસાર થતી ટ્રેન\(-B\) ને \(8\,s\) માટે જોવે છે. જો ટ્રેન\(-B\) નો વેગ \(54\,km / h\) હોય તો ટ્રેન\(-B\) ની લંબાઈ \(.....\,m\) છે. 2023 મધ્યમ
- 38. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
2023 મધ્યમ - 39. અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\) 2023 મધ્યમ
- 40. બે વિદ્યાર્થીઓ \(A\) અને \(B\) નિશાળથી તેમના ઘરે પાછા ફરે છે તે વખતનો સ્થાન-સમય આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. નીચે આપેલા વિધાનોમાથી ક્યાં સાચા છે? \((A)\) \(A\) નિશાળથી નજીક રહે છે. \((B)\) \(B\) નિશાળથી નજીક રહે છે. \((C)\) \(A\) ધરે પહોંચવા માટે ઓછો સમય લે છે. \((D)\) \(A\) એ \(B\) થી વધુ ઝડપે જાય છે. \((E)\) \(B\) એ \(A\) થી વધુ ઝડપે જાય છે.
2023 મધ્યમ - 41. દશાવેલ \(v -t\) આલેખ પરથી \(25\,sec\) માં થયેલ ગતિ દરમ્યાન અંતર અને સ્થાનાંતરનો ગુણોત્તર \(.......\) થશે.
2023 મધ્યમ - 42. એક દડાને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં \(150\,m/s\) ના પ્રારંભિક વેગથી ફેકવામાં આવે છે. તેના \(3\,s\) અને \(5\,s\) બાદના વેગનો ગુણોત્તર \(\frac{x+1}{x}\) છે.\(x\) નું મૂલ્ય \(........\) છે.\(\text { ( } g=10\,m / s ^2\) લો.) 2023 મધ્યમ
- 43. એક ઘોડેસવાર અડધું અંતર \(5\,m/s\) ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે \(10\,m/s\) ની ઝડપથી અને બાકીનું \(15\,m/s\) ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ \(\frac{x}{7}\,m / s\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
2023 અઘરું - 44. એક કાર સમાન દિશામાં \(v_1\) વેગથી \(x\) અંતર, અને ત્યારબાદ \(x\) અંતર \(v_2\) વેગથી કાપે છે. કારનો સરેરાશ વેગ .......... થશે. 2023 મધ્યમ
- 45. એક કણ \(10.0\,ms ^{-1}\) ના પ્રારંભિક વેગ સાથે \(x\)-દિશામાં ગતિ શરૂ કેરે છે અને \(2.0\,ms ^{-2}\) ના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને \(60.0\,ms ^{-1}\) ના વેગ સુધી પહોંચવામાં લાગેલો સમય \(.......\,s\) છે 2023 સરળ
- 46. એક કણે કાપેલું અંતર તેના સમય \(t\) સાથે \(x=4 t^2\) નો સંબધ ધરાવે છે. \(t=5\; s\) એ કણનો વેગ (\(ms^{-1}\) માં) કેટલો થશે? 2023 સરળ
- 47. એક કણનું સ્થાન \(x=\left(5 t^2-4 t+5\right) m\) મુજબ સમય સાથે સંબંધ ધરાવે છે. તો \(t=2\,s\) વખતે કણના વેગનું મૂલ્ય \(.........\,ms^{-1}\) થશે. 2023 સરળ
- 48. એક તક્તિ સપાટી ઉપર સરક્યા સિવાય ગબડે છે. તક્તિની ત્રિજ્યા \(R\) છે. \(t =0\) સમયે, તક્તિની સૌથી ઉપરનું બિંદુ (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(A\) છે. જ્યારે તક્તિ તેનું અર્ધ ભ્રમણ પૂર્ણ કરશે ત્યારે બિંદુ \(A\) નું તેની પ્રારંભિક સ્થિતિથી સ્થાનાંતર \(........\) થશે.
2023 મધ્યમ - 49. એક ટેનિસ બોલને \(9.8\,m\) ઉંયાઇએથી ભોંયતળિયા પર મુકત કરવામાં આવે છે. તે જમીન પરથી અથડાઈ પુનઃ \(5.0\,m\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે. જો બોલ તળિયા સાથે \(0.2\,s\) માટે સંપર્કમાં રહે છે. તેની સંપર્ક દરમિયાન સરેરાશ પ્રવેગ \(...........ms ^{-2}\) હશે. 2023 મધ્યમ
- 50. એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ. 2023 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 11 - સુરેખપથ પર ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 102 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 11 - સુરેખપથ પર ગતિ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
ગુરુત્વની અસર હેઠળ ગતિ, 25 પ્રશ્નો સાથે; ત્યાર બાદ તાત્કાલિક વેગ અને ઝડપ, 24 પ્રશ્નો સાથે.
STD 11 - સુરેખપથ પર ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
12% સરળ, 37% મધ્યમ અને 51% અઘરા.