ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત

Potentiometer PYQ: JEE Mains Physics પ્રશ્નો

Potentiometer પર STD 12 - પ્રવાહ વિદ્યુત ના 25 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

25પ્રશ્નો
310STD 12 - પ્રવાહ વિદ્યુત માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 76% અઘરું 24%

પ્રશ્નો

નવા પહેલા

25 માંથી 1–25 પ્રશ્નો

  1. 1. પોટેન્શિયોમીટર વડે બે કોષના EMF ની સરખામણી કરવા માટે મેળવેલી સંતુલન લંબાઈઓ 200 cm અને 150 cm છે. સ્કેલનું લઘુત્તમ માપ 1 cm છે. EMFના ગુણોત્તરમાં પ્રતિશત ત્રુટિ _________ છે. 2026 મધ્યમ
  2. 2. પોટેન્શિયોમીટરમાં, જ્યારે ગૌણ પરિપથમાંના કોષને 4 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે તારના 120 cm લંબાઈએ સમતોલનબિંદુ મળે છે. હવે જ્યારે તે જ કોષને 12 \(\Omega\) અવરોધ વડે શન્ટ કરવામાં આવે છે, ત્યારે સમતોલનબિંદુ 180 cm લંબાઈએ ખસે છે. કોષનો આંતરિક અવરોધ __________ \(\Omega\) છે. 2026 મધ્યમ
  3. 3. બેટરી (કોષ) નો આંતરિક અવરોધ માપવા માટે પોટેન્શીયોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. \(R=10 \Omega\) માટે તટસ્થ (સંતુલન) બિંદુ \(l=500 \mathrm{~cm}\) અંતરે અને \(R=1 \Omega\) માટે તટસ્થ બિંદુ \(l=400 \mathrm{~cm}\) આગળ મળે છે. બેટરીનાં આંતરિક અવરોધનું આશરે મૂલ્ય _______ થશે. 2024 અઘરું
  4. 4. જયારે ગૌણ પરિપથમાં કોષને \(5\,\Omega\) ના અવરોધના સાથે શંટ કરવામાં આવે છે ત્યારે પોટેન્શીયોમીટરમાં તટસ્થ બિંદુ \(200\,cm\) આગળ મળે છે. શંટના અવરોધને બદલીને \(15\,\Omega\) નો શંટ લગાડતાં, તટસ્થ બિંદુ \(300\,cm\) સુધી ખસે છે. કોષનો આંતરિક અવરોધ \(.......\Omega\) હશે. 2023 મધ્યમ
  5. 5. પોટેન્શિયોમીટરની મદદથી આપણે આપેલ કોષના \(emf\) નું મૂલ્ય માપી શકીએ છીએ. પોટેન્શિયોમીટરની સંવેદનશીલતા \(.............\) હશે. \((A)\) પોટેન્શિયોમીટરના તારની લંબાઈના સમપ્રમાણમાં \((B)\) તારના સ્થિતિમાન પ્રચલનના સમપ્રમાણમાં \((C)\) તારના સ્થિતિમાન પ્રચલનના વ્યસ્તપ્રમાણમાં \((D)\) પોટેન્શીયોમીટરના તારની લંબાઈના વ્યસ્તપ્રમાણમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાયી ઉત્તર પસંદ કરો 2023 મધ્યમ
  6. 6. પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને કોષના \(emf\) શોધવાના પ્રયોગમાં, \(emf \;1.5\,V\) ના કોષ માટે તટસ્થ બિંદુની લંબાઈ \(60\,cm\) હોવાનું જાણવા મળે છે. જો આ કોષને બીજા \(E\;emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે તો તટસ્થ બિંદુની લંબાઈ \(40\,cm\) વધે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10}\; V\) છે. \(x\) ની કિંમત કેટલી હશે? 2023 મધ્યમ
  7. 7. \(10\, m\) લંબાઈ અને \(20\, \Omega\) નો અવરોધ ધરાવતો એક પોટેન્શીયોમીટર તારને \(25 \,V\) ની બેટરી અને \(30\, \Omega\) ના બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. \(E\) જેટલું \(emf\) ધરાવતા કોષને ગૌણ પરિપથમાં જોડતાં પોટેન્શીયોમીટર તાર પર \(250\, cm\) લંબાઈ આગળ સંતુલન બિંદુ મળે છે. \(E\) નું મૂલ્ય \(\frac{x}{10} V\) છે. \(x\) નું મૂલ્ય ........થશે. 2022 મધ્યમ
  8. 8. \(300\,cm\) લંબાઈના પોટેન્શીયોમીટર તારને \(780\,\Omega\) અવરોધ અને \(4V\)ના પ્રમાણિત કોષ સાથે શ્રેણીમાં \(20\,mV\) નું \(emf\) ધરાવતા કોષને જોડતા તટસ્થ બિંદુ. \((null\,point)\) માટેની લંબાઈ \(60\,cm\) મળે છે. પોટેન્શીયોમીટર તારનો અવરોધ. \(.........\Omega\) થશે.
    2022 અઘરું
  9. 9. \(8 \,\Omega\) નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના \(3 \,m\) લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને \(4 \,\Omega\) નો શંટ  લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ \(2 \,m\) મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... \(\Omega\) હશે. 2022 મધ્યમ
  10. 10. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર \(20 \,\Omega\) અવરોધ અને \(300 \,cm\) લંબાઈ ધરાવતા પોટેન્શિયોમીટર તારને અવરોધ પેટી \((R.B.)\) અને \(4 \,V emf\) ધરાવતા પ્રમાણિત કોષ સાથે જોડવામાં આવેલ છે. પરિપથમાં અવરોધ પેટીમાં ' \(R\) ' જેટલો અવરોધ રાખતાં \(20 \,mV\) ના કોષ માટે \(60 \,cm\) આગળ તટસ્થબિંદ્રુ મળે છે. ' \(R\) ' નું મૂલ્ય ......... \(\Omega\) થશે.
    2022 મધ્યમ
  11. 11. પોટેન્શીયોમીટર રચનામાં, \(1.20\,V\,emf\) ધરાવતા કોષ માટે તાર પર \(36\,cm\) અંતરે સંતુલન બિંદુ મળે છે. આ કોષને \(1.80\,V\,emf\) ધરાવતો બીજો કોષથી બદલવામાં આવે છે. આ પરિસ્થિતિમાં પોટેન્શીયોમીટર તારના સંતુલન બિંદુઓની લંબાઈમાં તફાવત.\(....cm\) હશે. 2022 અઘરું
  12. 12. પોટેન્શિયોમીટર રચનામાં, ધરાવતો કોષ \(75\, cm\) લંબાઈના તાર આગળ સંતુલન બિંદુ આપે છે. આ કોષને બીજા અજ્ઞાત \(emf\) ધરાવતા કોષ વડે બદલવામાં આવે છે. જે બંને કોષોના \(emf\) નો ગુણોત્તર અનુક્રમે \(3: 2\) હોય તો ઉપરોક્ત બે કિસ્સાઓમાં પોટેન્શિયોમીટર તારની સંતુલન લંબાઈઓનો તફાવત .....\(cm\) હશે 2022 મધ્યમ
  13. 13. આપેલ આકૃતિમાં, પોટેન્શિયોમીટરના તાર ની લંબાઈ \(A B=10 \,{m}\) છે. પ્રતિ એકમ લંબાઈ દીઠ અવરોધ \(0.1 \,\Omega/cm\) છે. \({AB}\) ને \(E\;emf\) અને \(r\) આંતરિક અવરોધ \(r\) ની બેટરી સાથે જોડેલ છે. આ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવેલ \(emf\) નું મહત્તમ મૂલ્ય (\(V\) માં) કેટલું હશે?
    2021 મધ્યમ
  14. 14. આપેલ પોટેન્શીયોમીટર પરિપથમાં, \(AB (10\, m\) લંબાઈ) ને સમાંતર સ્થિતિમાન \(E\) એ \(E_1\) અને \(E_2\) કરતાં પણ વધારે છે. કળ \(K_1\) (બંધ), જોકી (કળ) ને એવી રીતે બિંદુ \(J_1\) આગળ ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરમાં આવર્તન ના મળે. હવે \(K_1\) ને ખુલ્લી કરીને પ્રથમ બેટરી \((E_1)\) ને બદલે બીજી બેટરી \((E_2)\) જોડવામાં આવે છે, જ્યારે \(K_2\) બંધ છે. હવે ગેલ્વેનોમીટર \(J_2\) સ્થાન માટે શૂન્ય કોણાવર્તન આપે છે \(\frac{ E _{1}}{ E _{2}}\) નું મૂલ્ય \(\frac{ a }{ b }\) થશે જ્યાં \(a=.............\) છે.
    2021 મધ્યમ
  15. 15. આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ \(10\, \Omega\) છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે \(2\, \Omega\) ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    2021 અઘરું
  16. 16. આપેલ પોટેન્ટિયોમીટર પરિપથની ગોઠવણીમાં, તટસ્થ બિંદુ માટે \({AC}\) ની લંબાઈ \(250\;cm\) માપવામાં આવે છે. જ્યારે ગેલ્વેનોમીટરનું જોડાણ આકૃતિમાં રહેલ બિંદુ \((1)\) થી બિંદુ \((2)\) પર કરવામાં આવે ત્યારે સંતુલન લંબાઈ \(400\, {cm}\) થાય છે. બે કોષોના \(e.m.f.\) નો ગુણોત્તર, \(\frac{\varepsilon_{1}}{\varepsilon_{2}}\) કેટલો હશે?
    2021 અઘરું
  17. 17. \(1\,m\) લંબાઇનો પોટેન્ટિયોમીટર તાર \(PQ\) ને \(E _{1}\) કોષ સાથે જોડવામાં આવે છે. બીજો કોષ \(E _{2}=1.2 V\) ને અવરોધ \(r\) અને કળ \(S\) સાથે આકૃતિ મુજબ જોડેલ છે જ્યારે કળ \(S\) ખુલ્લી હોય ત્યારે \(Q\) થી તટસ્થ બિંદુ \(49\,cm\) પર મળે છે. તો પોટેન્ટિયોમીટરના તાર પર વિધુતસ્થિતિમાન પ્રચલન .............\(V/cm\)
    2020 મધ્યમ
  18. 18. એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં કોષ માટે બેલેન્સિંગ લંબાઈ \(560 \;\mathrm{cm}\) છે  હવે જો \(10 \;\Omega\) ના અવરોધને કોષ સાથે સમાંતરમાં જોડતા બેલેન્સિંગ લંબાઈ \(60\; \mathrm{cm} \) મળે છે.જો કોષનો આંતરિક અવરોધ \(\frac{\mathrm{N}}{10} \;\Omega,\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
  19. 19. પોટેન્શિયોમીટરના તારની લંબાઈ \(1200\; \mathrm{cm}\) અને તે \(60 \;\mathrm{mA}\) પ્રવાહનું વહન કરે છે. \( 5\; \mathrm{V}\; emf\) અને \(20\; \Omega,\) આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે તટસ્થ બિંદુ \(1000\; \mathrm{cm}\) મળે તો સંપૂર્ણ તારનો અવરોધ કેટલા ............. \(\Omega\) હશે? 2020 મધ્યમ
  20. 20. \(1\, m\) લંબાઈ અને \(5\,\Omega\) અવરોધના એક પ્રાથમિક પોટેન્શિયોમીટર સાથે \(4 \,V\, emf\) ની એક બેટરી અને શ્રેણી અવરોધ \(R\) જોડેલ છે. આ પોટેન્શિયોમીટરના તાર પર \(10\,cm\) એ \(5\, mV\) વિજસ્થિતિમાનનો તફાવત આપે તેવું \(R\) નું મૂલ્ય ............... \(\Omega\) હશે. 2019 મધ્યમ
  21. 21. આપેલ પોટેન્શિયોમીટર માં \(400\, cm\) લંબાઈના તારનો ઉપયોગ થયો છે.તારનો અવરોધ \(r = 0.01\, \Omega /cm\) છે.જ્યારે એક જૉકીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(A\) બિંદુથી \(50\, cm\) દૂર રહેલ \(J\) બિંદુ પર લઈ જવામાં આવે ત્યારે જૉકી સાથે જોડેલ વોલ્ટમીટર કેટલા ................ \(V\) આવર્તન દર્શાવશે?
    2019 મધ્યમ
  22. 22. \(L\) લંબાઇનો અને \(12\, r\) નો અવરોધ ધરાવતા એક પોટેન્શીયોમીટર તાર \(AB\) અને \(\varepsilon\) જેટલું \(emf\) અને \(r\) જેટલો આંતરિક અવરોધ ધરાવતા કોષ \(D\) સાથે જોડવામાં આવે છે. \(\varepsilon/2\) જેટલું \(emf\) અને \(3r\) જેટલો આતંરિક અવરોધ ધરાવતા કોષ \(C\) ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટરમાં દર્શાવતું શૂન્ય આવર્તન માટેની લંબાઈ \(AJ\) _______ હશે.
    2019 મધ્યમ
  23. 23. એક પોટેન્શિયોમીટરના પ્રયોગમાં, એવું જોવા મળે છે કે જયારે વિદ્યુતકોષના છેડાને પોટેન્શિયોમીટરના \(52\) \(cm\) તાર સાથે જોડતાં ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શૂન્ય બને છે.જો કોષને \(5\) \(\Omega\) અવરોધથી શંટ કરતાં,તારની \(40\) \(cm \) લંબાઇ માટે સમતોલન સ્થિતિ મળે છે.કોષનો આંતરિક ............. \(\Omega\) શોધો. 2018 મધ્યમ
  24. 24. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે અવરોધની સરખામણી કરવા માટે પોટેન્શિયોમીટર \(PQ\) વાપરવામાં આવે છે. જ્યારે કળ \(K_3\) ખુલ્લી હોય ત્યારે \(A\) એમીટર \(1.0\, A\) નો પ્રવાહ દર્શાવે છે. જ્યારે કળ \(K_3\) ને \(2\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_1\, cm\) અંતરે મળે છે, જ્યારે કળ \(K_3\) ને \(3\) અને \(1\) વચ્ચે જોડેલી હોય ત્યારે તટસ્થ બિંદુ \(P\) થી \(l_2\, cm\) અંતરે મળે છે. તો બંન્ને અવરોધનો ગુણોત્તર \(\frac{{{R_1}}}{{{R_2}}}\) કેટલો મળે?
    2017 મધ્યમ
  25. 25. વોલ્ટમીટરના માપાંકન(calibration) માં એક \( 1.1\,volt\,\, e.m.f\) ધરાવતા કોષને \(440\,cm\) લંબાઈના તાર વહે સંતુલિત કરેલ છે. અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત \(220\,cm\) લંબાઈના તાર દ્વારા સંતુલિત થયેલ છે. તેને અનુરૂપ વોલ્ટમીટરનું અવલોકન \(0.5\,volt\) મળે છે તો વોલ્ટમીટરના માપનમા કેટલા ................ \(volt\) ત્રુટિ આવે? 2014 અઘરું

STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Potentiometer ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Potentiometer ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 76% મધ્યમ અને 24% અઘરા.