ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો

વિધુત ક્ષેત્ર રેખાઓ PYQ: JEE Mains Physics પ્રશ્નો

વિધુત ક્ષેત્ર રેખાઓ પર STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના 39 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

39પ્રશ્નો
159STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 13% મધ્યમ 41% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

39 માંથી 1–39 પ્રશ્નો

  1. 1. એક પાતળી અર્ધ રિંગ જેની ત્રિજ્યા \(35\) cm છે, તે \(Q\) કુલંબના કુલ વિદ્યુતભાર વડે સમાન રીતે વિદ્યુતભારિત છે. જો અર્ધ રિંગના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય \(100\) V/m હોય, તો \(Q\) નું મૂલ્ય _______ nC છે. (\(\epsilon_o = 8.85 \times 10^{-12}\) C\(^2\)/Nm\(^2\) અને \(\pi = 3.14\)) 2026 મધ્યમ
  2. 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, બે બિંદુવત વિદ્યુતભારો \(2 q\) અને \(q\) ને સમઘનના શિરોબિંદુ \(A\) પર અને તેની સપાટી CDEF ના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. સમઘનમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ______ છે:
    image
    2026 સરળ
  3. 3. \(a=1 \mathrm{~m}\) બાજુવાળો એક ચોરસ ગાળો \(\mathrm{q}=1 \mathrm{C}\) બિંદુવત્ત વિદ્યુતભારની સામે લંબ રૂપે રાખેલ છે. છાયાંકિત પ્રદેશમાંથી વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ \(\frac{5}{\mathrm{p}} \times \frac{1}{\varepsilon_0} \frac{\mathrm{Nm}^2}{\mathrm{C}}\) છે, જ્યાં p નું મૂલ્ય _____ છે.

    2025 સરળ
  4. 4. \(\frac{\text { ' } a \text { ' }}{2}\) લંબાઈનો એક રેખીય વિદ્યુતભાર, ' \(a\) ' ધારની લંબાઈ ધરાવતા સમઘન \(A B C D E F G H\) ની ધાર \(B C\) ના કેન્દ્ર પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલ છે. જો રેખીય વિદ્યુતભારની ઘનતા પ્રતિ એકમ લંબાઈ દીઠ \(\lambda\) C હોય, તો સમઘનની તમામ સપાટીઓમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ _______ હશે. (અહીં \(\epsilon_0\) ને શૂન્યાવકાશની પરમિટિવિટી લો)


    2025 અઘરું
  5. 5. અનંત લંબાઈનો તાર \(\lambda=2 \mathrm{nC} / \mathrm{m}\) સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવે છે. \(\sqrt{3} \mathrm{~cm}\) બાજુની લંબાઈવાળા ગાઉસિયન સમઘનમાંથી પસાર થતું કુલ ફ્લક્સ, જો તાર સમઘનના કોઈપણ બે શિરોબિંદુઓમાંથી પસાર થતો હોય જે એકબીજાથી મહત્તમ વિસ્થાપિત હોય, તો તે \(\mathrm{xNm}^2 \mathrm{C}^{-1}\) હશે, જ્યાં x છે:
    [કોઈપણ ધાર અસરોને અવગણો અને \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\) SI એકમોનો ઉપયોગ કરો]
    2025 સરળ
  6. 6. એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{\mathrm{E}}=(2 \hat{\mathrm{i}}+4 \hat{\mathrm{j}}+6 \hat{\mathrm{k}}) \times 10^3 \mathrm{~N} / \mathrm{C}\) આપેલું છે. \(x-z\) સમતલને સમાંતર લંબચોરસ સપાટીમાંથી પસાર થતું ક્ષેત્રનું ફ્લક્સ \(6.0 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) છે. સપાટીનું ક્ષેત્રફળ ________ \(\mathrm{cm}^2\) છે. 2025 સરળ
  7. 7. વિદ્યુતભાર પર કેન્દ્રિત 8.0 cm ત્રિજ્યાવાળી ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી, એક બિંદુવત વિદ્યુતભારને કારણે \(-2 \times 10^4 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) વિદ્યુત ફ્લક્સ પસાર થાય છે. બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય છે :
    (આપેલ છે \(\epsilon_0=8.85 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\) )
    2025 સરળ
  8. 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(C_1\) અને \(C_2\) એ અનુક્રમે \(2 Q\) અને \(3 Q\) વિદ્યુતભારોને ઘેરાયેલા બે પોલા સમકેન્દ્રીય સમઘન છે. \(C_1\) અને \(C_2\) માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર _______ છે.
    image
    2024 મધ્યમ
  9. 9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પાંચ વિદ્યુતભારો \(+q,+5 q,-2 q,+3 q\) અને \(-4 q\) સ્થિત છે. આ રચનાને કારણે સપાટી \(S\) માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ _______ છે.
    2024 અઘરું
  10. 10. અવકાશમાં \(\vec{E}=(2 x \hat{i}) N C^{-1}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્ત છે. નીચે દર્શાવેલ આકૃતિ મુજબ \(2 \mathrm{~m}\) બાજુ ધરાવતો સમધન આ વિસ્તારમાં મૂકવામાં આવે છે. સમધનમાંથી પસાર થતું ફ્લકસ _______ \(\mathrm{Nm}^2 / \mathrm{C}\) છે.
    2024 અઘરું
  11. 11. બે વીજભારો \(5 Q\) અને \(-2 Q\) અનુક્રમે બિંદુ \((3 a, 0)\) અને \((-5 a, 0)\) પર રહેલા છે. ઉગમબિંદુ પર કેન્દ્ર અને \(4 a\) ત્રિજ્યાવાળા ગોળામાંથી પસાર થતું ફલકસ_______છે. 2024 અઘરું
  12. 12. એક સમધનની કોઈ એક બાજુનાં મધ્યસ્થાન આગળ \(q\) વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. સમધન સાથે સંકળાયેલ પ્રવાહ _______ હશે. 2024 અઘરું
  13. 13. એક વિદ્યુત ક્ષેત્ર, \(\overrightarrow{\mathrm{E}}=\frac{2 \hat{\mathrm{i}}+6 \hat{\mathrm{j}}+8 \hat{\mathrm{k}}}{\sqrt{6}}\) એ \(4 \mathrm{~m}^2\) ક્ષેત્રફળની સપાટીમાંથી પસાર થાય છે, જે એકમ સદિશ \(\hat{\mathrm{n}}=\left(\frac{2 \hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}+\hat{\mathrm{k}}}{\sqrt{6}}\right)\) ધરાવે છે. તે સપાટી માટે વિદ્યુત પ્રવાહ _______ \(\mathrm{Vm}\) છે. 2024 અઘરું
  14. 14. વિદ્યુતક્ષેત્ર ને \((6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}\) વડે આપવામાં આવે છે. \(YZ\) સમતલમાં રહેલા \(30 \hat{i} \mathrm{~m}^2\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ \(SI\) એકમમાં ________ થશે. 2024 અઘરું
  15. 15. \(2 L \times 2 L \times L\) પરિણામાણ ધરાવતા લંબધનમાં \(4 L ^2\) ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ \(s\) ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર \(q\) મૂકવામાં આવે તો \(s\) ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસ 2023 મધ્યમ
  16. 16. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક લંબધન \(E=2 x^2 \hat{i}-4 y \hat{j}+6 \hat{k}\,N / C\) ના વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં રહેલો હોય ત્યારે લંબધનમાં રહેલા વીજભારનું મૂલ્ય \(n \varepsilon_0 C\) છે. તો \(n\) નું મૂલ્ય \(.............\) છે. (જો ધનનું પરિમાણ \(1 \times 2 \times 3 \;m ^3\) છે.)
    2023 મધ્યમ
  17. 17. એક ઈલેકટ્રોન \(2 \times 10^{-8}\,C\,m ^{-1}\) જેટલી સમાન રેખીય વીજભાર ધનતા ધરાવતા અનંત નળાકારની આસપાસ વર્તુળાકાર પથ પર આકર્ષિત વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ પરિભ્રમણ કરે છે. ઈલેકટ્રોનના પરિભ્રમણનો વેગ ...... \(\times 10^6\,m s ^{-1}\) છે. (ઈલેકટ્રોનનું દળ \(=9 \times 10^{-31}\,kg\) આપેલ છે.)
    2023 મધ્યમ
  18. 18. એક સમઘન કદ \(x=0, x= a , y=0, y= a\) અને \(z=0, z= a\) સપાટીઓ દ્વારા ઘેરાયેલ છે. આ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }={E_{ox}} \hat{i},\) જ્યાં \(E _0=4 \times 10^4\,NC ^{-1}\,m ^{-1}\), વડે આપવામાં આવે છે. જો \(a=2\,cm\) હોય તો સમઘન કદમાં સંકળાયેલ વિદ્યુતભાર \(Q \times 10^{-14}\,C\) છે. \(Q\) નું મૂલ્ય \(........\) થશે.( \(\varepsilon_0= 9 \times 10^{-12}\,C ^2 / Nm ^2\) લો.) 2023 મધ્યમ
  19. 19. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) તરીકે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\): \(30 \times 10^{-5}\,Cm\) દ્વિધ્રુવીની ચાકમાત્રા ધરાવતા વિદ્યુત દ્વિધ્રુવીને બંંધ સપાટીમાં આવરતા તેમાંથી બહાર આવતું ચોખ્ખુ ફલકસ શૂન્ય હોય. કરણ \(R\): વિદ્યુત દ્રીધ્રુવી બે સમાન અને વિરુદ્ધ વીજભાર ધરાવે છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  20. 20. વિદ્યુતક્ષેત્રને \(\vec{E}=4000 x^2 \hat{i} \frac{ V }{ M }\) સમીકરણ વડે રજૂ કરેલ છે. \(20\,cm\) ની બાજુ (આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર) ધરાવતા સમધનમાંથી પસાર થતું ફ્લક્સ \(................V\,cm\) થશે.
    2023 મધ્યમ
  21. 21. એક લાંબા નળાકારીય કદ ધનતા \(\rho\) ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા \(R\) છે. એક \(q\) વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે. 2022 અઘરું
  22. 22. એક લાંબા નળાકારમાં \(\rho \;Cm ^{-3}\) ધનતા ધરાવતો વિદ્યુતભાર નિયમિત રીતે વહેંચાયેલો છે. \(Vm ^{-1}\) હશે.નળાકારની અંદર તેની અક્ષથી \( x=\frac{2 \varepsilon_{0}}{\rho} \,m\) અંતરે વિદ્યુતક્ષેત્ર ગણો. વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ \(Vm ^{-1}\) હશે.
    2022 અઘરું
  23. 23. જો વિંદ્યુતભાર \(q\) ને અવાહક સપાટી ધરાવતા બંધ અર્ધગોળાકારનાં કેન્દ્ર આગળ મૂકવામાં આવે તો સપાટ સપાટીમાંથી પસાર થતું ફુલ ફ્લક્સ ............ થશે.
    2022 મધ્યમ
  24. 24. આકૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે \(12\, cm\) ની બાજુ ધરાવતાં એક ચોરસની શિરોલંબ ઉપર \(6\, cm\) અંતરે \(+\,12 \,\mu C\) નાં એક બિંદુવર વીજભાર રહેલ છે. ચોરસમાંથી પસાર થતાં વિદ્યુતફ્લકસનું મૂલ્ય ....... \(\times 10^{3} \,Nm ^{2} / C\) થશે.
    2021 મધ્યમ
  25. 25. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('q'\) વિજભાર ને સમઘનનાં એક ખૂણા પર ગોઠવવામાં આવ્યો છે. આચ્છાદિત ક્ષેત્રફળમાંથી પસાર થતાં સ્થિત વીજ ક્ષેત્ર \(\overrightarrow{ E }\) નું ફ્લક્સ ...... હશે.
    2021 અઘરું
  26. 26. આપેલ વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\left(\frac{3}{5} E _{0} \hat{i}+\frac{4}{5} E _{0} \hat{j}\right) \frac{ N }{ C }\) વડે આપવામાં આવે છે. \((y-z\) સમતલને સમાંતર) \(0.2 \,m^ 2\) ક્ષેત્રફળ ધરાવતી અને \((x-y\) સમતલને સમાંતર) \(0.3 \,m^2\) ક્ષેત્રફળ ધરાવતી લંબચોરસ સપાટીમાંથી બતાવેલ ક્ષેત્ર પસાર થતાં મળતા ફ્લક્સનો ગુણોત્તર \(a:b\) છે, જ્યાં \(a=...........\) છે. [ અત્રે \(\hat{i}, \hat{j}\) અને \(\hat{k}\) એ અનુક્રમે \(x, y\) અને \(z-\) અક્ષોની દિશામાં એકમ સદિશ છે.] 2021 અઘરું
  27. 27. એક સમઘનને \(\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}\) જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ \(0.5 \,{m}\) અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર \((\times 10^{-11} {C}\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  28. 28. ખોટું વિધાન પસંદ કરો  \((a)\) ગાઉસિયન પૃષ્ઠમાં અંદર દાખલ થતી પૃષ્ઠ રેખા ઋણ ફ્લક્સ દર્શાવે છે.  \((b)\) \(q\) વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. બધા પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ સમાન હશે.  \((c)\) સમાન વિદ્યુતક્ષેત્રમાં રહેલ શૂન્ય પરિણામી વિદ્યુતભાર ધરાવતા બંધ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ શૂન્ય હોય. \((d)\) જ્યારે વિદ્યુતક્ષેત્ર ગાઉસિયન પૃષ્ઠને સમાંતર હોય ત્યારે ફ્લક્સ અશૂન્ય હોય.  આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2021 મધ્યમ
  29. 29. કોઈ વિભાગનું વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{ E }=\frac{2}{5} E _{0} \hat{ i }+\frac{3}{5} E _{0} \hat{ j }\) છે, જ્યાં \(E _{0}=4.0 \times 10^{3}\, \frac{ N }{ C }\) છે. \(Y - Z\) સમતલમાં \(0.4 \,m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી સપાટીનું વિદ્યુતફ્લક્સ ....... \(Nm ^{2} C ^{-1}\) હશે.  2021 મધ્યમ
  30. 30. મુક્ત અવકાશમાં \(z-\)અક્ષ પર \(8\, nC / m\) ના સમાંગ રેખીય વિદ્યુતભાર ધરાવતાં વિસ્તરમાં \(x =3\, m\) બિંદુ આગળ વિદ્યુત ફલક્સ ઘનતા શોધો : 2021 અઘરું
  31. 31. નીચે બે વિધાન આપવામાં આવ્યા છે : વિધાન \(I :\) એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. વિધાન \(II :\) ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા \('R'\) અને તેના પર રહેલો કુલ વિજભાર \(Q\) છે.\(r ( < R)\) ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ \(‘r'\) ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2021 અઘરું
  32. 32. ઉગમબિંદુ પર રહેલા વિસ્તરતું કદ \(2 \times 10^{-9} \,{m}^{3}\) માં રહેલો વિદ્યુતભાર ...... \(nC\) હશે, જો તેના વિદ્યુતક્ષેત્રની વિદ્યુતફ્લક્સ ઘનતા \(D=e^{-x} \sin y \hat{i}-e^{-x} \cos y \hat{j}+2 z \hat{k}\, C / m^{2}\) હોય. 2021 અઘરું
  33. 33. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી \(\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}\) જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે \(A B C D\) અને \(BCGF\) સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ \(\phi_{I}\) અને \(\phi_{\mathrm{II}}\) હોય તો તેમનો તફાવત \(\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}\) (\(\mathrm{Nm}^{2} / \mathrm{C}\) માં) કેટલો મળે?
    2020 મધ્યમ
  34. 34. વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ \(|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}\) વાપરવામાં આવે છે.જ્યાં \(\varepsilon_{0}\) શૂન્યાવકાશની પરમિટિવિટી, \(A\) ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને \(q_{enc}\) એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે? 2020 મધ્યમ
  35. 35. \(a\) બાજુવાળા ચોરસના કેન્દ્રથી \(a/2\) અંતર ઉપરની દિશામાં \(Q\) વિજભાર મૂકેલો છે. ચોરસની સપાટીમાંથી પસાર થતું વિદ્યુતફ્લક્સ કેટલું મળે?
    2018 મધ્યમ
  36. 36. ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ \({\phi _1},{\phi _2},{\phi _3}\) અને \({\phi _4}\) હોય તો નીચેનામાંથી શું સાચું પડે?
    2017 અઘરું
  37. 37. અવકાશમાં વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow E  = {E_0}\hat i + 2{E_0}\hat j\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(E_0\, = 100\, N/C\) છે. \(Y-Z\) સમતલને સમાંતર રહેલી \(0.02\, m\) ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? 2014 અઘરું
  38. 38. \(h\) ઊંચાઈ અને \(R\) બેજની ત્રિજ્યા ધરાવતા શંકુને \(\vec E\) વિદ્યુતક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી વિદ્યુતક્ષેત્ર બેજને સમાંતર રહે.તો શંકુમાં દાખલ થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? 2014 મધ્યમ
  39. 39. પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ \(150\, N/C\) છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું (\(kC\) માં) વહન થતું હશે? [\({\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m\)] 2014 અઘરું

STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વિધુત ક્ષેત્ર રેખાઓ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 39 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વિધુત ક્ષેત્ર રેખાઓ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

13% સરળ, 41% મધ્યમ અને 46% અઘરા.