ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો

કુલંબનો નિયમ અને ગોસનો નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

કુલંબનો નિયમ અને ગોસનો નિયમ પર STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના 20 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

20પ્રશ્નો
159STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 40% અઘરું 60%

પ્રશ્નો

નવા પહેલા

20 માંથી 1–20 પ્રશ્નો

  1. 1. સાચાં વિધાનોને ઓળખો :
    A. સ્થિર વિદ્યુતક્ષેત્રની રેખાઓ બંધ ગાળાઓ રચે છે.
    B. જ્યારે વીજભાર શૂન્ય કરતા વધુ હોય ત્યારે વિધુતક્ષેત્રની રેખાઓ ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે.
    C. ગોસનો નિયમ ફક્ત વ્યસ્ત વર્ગના બળ માટે લાગુ પડે છે.
    D. સ્થિર વિદ્યુતક્ષેત્રમાં બંધ પથને ફરતે ભારિત કણને ગતિ કરાવવા માટે કરવું પડતું કાર્ય શૂન્ય છે.
    E. કુલંબ બળની અસર હેઠળ કણની ગતિ સમતલમાં જ થતી હોવી જોઈએ.
    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
    2026 મધ્યમ
  2. 2. બે અનંત એકસમાન વિદ્યુતભારિત શીટ્સ અને ' \(\rho\) ' વિદ્યુતભાર ઘનતાવાળો એક વિદ્યુતભારિત ગોળાકાર પિંડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તો \(\mathrm{A}, \mathrm{B}, \mathrm{C}\) અને D બિંદુઓ પરના વિદ્યુતક્ષેત્રો વચ્ચેનો સાચો સંબંધ છે :
    2025 મધ્યમ
  3. 3. દ્રવ્યમાન 100 mg અને વિદ્યુતભાર \(+10 \mu \mathrm{C}\) ધરાવતો એક નાનો લોલક ગોળો 1 m લંબાઈની અવાહક દોરી સાથે જોડેલો છે. તેને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ' \(\sigma\) ' વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના અવાહક પાટિયાની નજીક લાવવામાં આવે છે. જો સંતુલનમાં દોરી પાટિયા સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે તો પાટિયાની વિદ્યુતભાર ઘનતા ________ હશે.
    (આપેલ છે, \(\varepsilon_0=8.85 \times 10^{-12} \frac{\mathrm{~F}}{\mathrm{~m}}\) અને ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ, \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\))
    2025 મધ્યમ
  4. 4. નીચે દર્શાવ્યા મુજબ અનંત વિસ્તૃત સમાંતર સમતલ સુવાહક પ્લેટો ધ્યાનમાં લો. પ્લેટોને \(+\sigma\) અને \(-2 \sigma\) પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાથી સમાન રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો બે પ્લેટોની વચ્ચેના મધ્યબિંદુએ +q બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ ____ થશે.
    2025 અઘરું
  5. 5. યાદી - I ને યાદી - II સાથે જોડો.
    સૂચિ - Iસૂચિ - II
    (A) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની અંદર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર.(I) \(\sigma / \epsilon_0\)
    (B) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\)ધરાવતી અનંત વિદ્યુતભારિત સમતલ શીટથી \(r >0\) અંતરે વિદ્યુતક્ષેત્ર.(II) \(\sigma / 2 \epsilon_0\)
    (C) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) અને ત્રિજ્યા R ધરાવતી વિદ્યુતભારિત ગોળીય કવચની બહાર (કેન્દ્રથી અંતર \(r>0\)) વિદ્યુતક્ષેત્ર.(III) \(0\)
    (D) સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) ધરાવતી બે વિરુદ્ધ રીતે વિદ્યુતભારિત અનંત સમાંતર સમતલ શીટ્સ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર.(IV) \(\frac{\sigma R^2}{\epsilon_0 r^2}\)
    આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2025 મધ્યમ
  6. 6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ અનંત લંબાઈની વિદ્યુતભારિત પાતળી શીટ્સ મૂકવામાં આવેલી છે. બિંદુ \(P\) આગળ વિદ્યુતક્ષેત્રનું માન \(\frac{x \sigma}{\epsilon_0}\) છે. \(x\) નું મૂલ્ય _______ છે. (બધી ભૌતિક રાશિઓ \(SI\) એકમોમાં માપવામાં આવે છે).
    2024 અઘરું
  7. 7. \(\sigma\) એ \(R\) ત્રિજ્યાવાળી પાતળી ગોળાકાર કવચની સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. ગોળાકાર કવચની સપાટી પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર _______ છે. 2024 અઘરું
  8. 8. \(+\sigma_{\mathrm{s}} \mathrm{C} / \mathrm{m}^2\) જેટલી નિયમિત પૃષ્ઠ વિદ્યુતભાર ધનતા ધરાવતી એક અનંત સમતલ તક્તિને \(x-y\) સમતલમાં મૂકવામાં આવે છે. બીજા એક \(+\lambda_{\mathrm{e}} \mathrm{C} / \mathrm{m}\) જેટલી નિયમિત રેખીય વિધુતભાર ધનતા ધરાવતા અનંત લંબાઈના લાંબા તાર ને \(z=4 \mathrm{~m}\) સમતલ અને \(y\)-અક્ષને સમાંતર રાખવામાં આવે છે. જો મૂલ્યોમાં \(\left|\sigma_s\right|=2\left|\lambda_{\mathrm{e}}\right|\) હોય તો \((0,0,2)\) સ્થાન આગળ તક્તિ (પૃષ્ઠ) વિદ્યુતભાર અને રેખીય વિધુત ભાર ને કારણે મળતા વિધુતક્ષેત્રનાં મૂલ્યોનો ગુણોતર _______ છે. 2024 અઘરું
  9. 9. આકૃતિમાં બતાવેલ બે અનંત પાતળા સમતલની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા \(\sigma\) છે. તો ત્રણ જુદા જુદા પ્રદેશ \(E_{ I }, E_{ II }\) અને \(E_{III}\) માં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
    2023 મધ્યમ
  10. 10. અનુક્રમે, \(+ \sigma\) અને \(+ \lambda\) વિદ્યુતભાર ધનતા ધરાવતા એક અનંત પૃષ્ઠ વિદ્યુતભાર અને અનંત રેખીય વિદ્યુતભારને, એકબીજાને સમાંતર \(5\,m\) અંતરે રાખવામાં આવે છે. બિંદુ \(P\) અને \(Q\) એ રેખીય વિદ્યુતભારથી લંબઅંતરે પૃષ્ઠ તરફ અનુક્રમે \(\frac{3}{\pi}\, m\) અને \(\frac{4}{\pi}\,m\) અંતરે રહેલા બિંદુ છે. બિંદ્દુ \(P\) અને \(Q\) આગળ પરિણામી વિદ્યુતક્ષેત્ર ના મૂલ્યો અનુક્રમે \(E_P\) અને \(E _Q\) છે. જો \(2|\sigma|=|\lambda|\) હોય, તો \(\frac{E_P}{E_Q}=\frac{4}{a}\) મળે છે. \(a\) નું મૂલ્ય ....... થશે. 2023 અઘરું
  11. 11. \(6\,m\) ત્રિજ્યા ધરાવતા ગોળાની કદ વિદ્યુતભાર ઘનતા \(2\,\mu\,C / cm ^3\) છે. ગોળાની સપાટીમાંથી બહાર આવતી પ્રતિ એકમ પૃષ્ઠ ક્ષેત્રફળ દીઠ બળ રેખાઓની સંખ્યા \(..........\times 10^{10} NC ^{-1}\) હશે.  [Given : Permittivity of vacuum  \(\left.\epsilon_{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1}- m ^{-2}\right]\) 2022 મધ્યમ
  12. 12. આકૃતિમાં એક ખૂબ મોટું ધન વિદ્યુતભારિત સમતલ પૃષ્ઠ દર્શાવેલ છે. \(P _{1}\) અને \(P _{2}\) એ વિદ્યુતભાર વિતરણથી \(l\) અને \(2 l\) જેટલા લઘુત્તમ અંતરે બે બિંદુુઓ છે. જે પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) હોય, તો \(P_{1}\) અને \(P_{2}\) આગળ વિદ્યુતક્ષેત્ર \(E_{1}\) અને \(E_{2}\) માટે સાચો વિકલ્પ પસંદ કરો
    2022 મધ્યમ
  13. 13. \(\rho(r)=\left\{\begin{array}{ll}\rho_{0}\left(\frac{3}{4}-\frac{r}{R}\right) & \text { for } r \leq R \\ \text { Zero } & \text { for } r>R\end{array}\right.\)  અનુસાર બદલાતી ગોલીય સંમિત વિદ્યુતભાર વહેંચણી વિચારો,જ્યાં \(r ( r < R )\) એ કેન્દ્રથી અંતર છે (આકૃતિ જુઓ) \(P\) બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર \(......\) હશે.
    2022 અઘરું
  14. 14. બે \(+\sigma\) પૃષ્ઠ વિજભાર ઘનતા ધરાવતા અનંત સમતલને એક બીજા સાથે \(30^{\circ} \) ના ખૂણે મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચેના ક્ષેત્રમાં વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?
    2020 મધ્યમ
  15. 15. \(\mathrm{R}\) ત્રિજ્યા ધરાવતા ગોળા પર વિજભારઘનતા \(\rho\) છે.જો તેમાથી \(\frac{\mathrm{R}}{2}\) ત્રિજ્યા ધરાવતો ભાગ કાપી નાખવામાં આવે તો \(\frac{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\right|}{\left|\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\right|}\) નો ગુણોત્તર કેટલો થાય? જ્યાં \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{A}}\) અને \(\overrightarrow{\mathrm{E}}_{\mathrm{B}}\) બિંદુ \(\mathrm{A}\) અને બિંદુ \(\mathrm{B}\) પાસે વિદ્યુતક્ષેત્ર છે.
    2020 અઘરું
  16. 16. \(R\) ત્રિજયાના ગોળા પર \(2Q\) જેટલો કુલ વિદ્યુતભાર છે જેની વિદ્યુતભાર ઘનતા \(\rho(r) = kr\) જ્યાં \(r\) એ કેન્દ્રથી અંતર છે. બે વિદ્યુતભાર \(A\)અને \(B\) જેનો વિદ્યુતભાર \(-Q\) છે તેને ગોળાના વ્યાસ પર કેન્દ્ર થી સમાન અંતર પર છે. જો \(A\) અને \(B\) પર કોઈ બળ લાગતું ના હોય તો..... 2019 અઘરું
  17. 17. \(R\) ત્રિજ્યા ધરાવતા ઘન ગોળની વિજભાર ઘનતા \(0 \leq r \leq R\) માટે \(\rho  = {\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\) મુજબ આપવામાં આવે છે. તો બોલની બહાર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? 2018 અઘરું
  18. 18. ત્રિજયા \(‘a’\) અને ત્રિજયાા \(‘b’\) ધરાવતા બે સમકેન્દ્રિય ગોળા ( જુઓ ચિત્ર ) ની વચ્ચેના ભાગમાં વિદ્યુત ઘનતા \(\rho = \frac{A}{r}\) છે.જયાં \(A\) અચળાંક છે અને કેન્દ્ર થી અંતર \(r\) છે. ગોળાઓના કેન્દ્ર પર બિંદુવત વિદ્યુતભાર \(Q\) છે.ગોળાઓનના વચ્ચેના ભાગમાં વિદ્યુતક્ષેત્ર અચળ રહે તે માટેના \(A\) નું મૂલ્ય છે.
    2016 અઘરું
  19. 19. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર \(+Q\) અને \(-Q\) ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો \(\sigma _1\) એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_1\) તેના પર રહેલો કુલ વિજભાર અને \(\sigma _2\) એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને \(Q_2\) તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...
    2015 અઘરું
  20. 20. એક ગોળા પર એકસમાન વિજભાર પથરાયેલ છે તેની વિજભાર ઘનતા નીચે મુજબ આપવામાં આવે છે. \(\rho (r)\, = \,{\rho _0}\left( {1 - \frac{r}{R}} \right)\),  \(r < R\) માટે \(\rho (r)\,=\,0\), \(r\, \ge \,R\) માટે જ્યાં \(r\) એ વિજભાર વિતરણના કેન્દ્રથી અંતર અને \(\rho _0\) અચળાંક છે. \((r < R)\) ના અંદરના બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું મળે? 2014 અઘરું

STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કુલંબનો નિયમ અને ગોસનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કુલંબનો નિયમ અને ગોસનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 40% મધ્યમ અને 60% અઘરા.