પ્રશ્નો
નવા પહેલા20 માંથી 1–20 પ્રશ્નો
- 1. 1 m લંબાઈની એક નળી 2 M દળના આદર્શ પ્રવાહીથી સંપૂર્ણપણે ભરેલી છે અને બંને છેડેથી બંધ છે. નળીને તેના એક છેડાને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં નિયમિતપણે ઘુમાવવામાં આવે છે. જો બીજા છેડે પ્રવાહી દ્વારા લાગતું બળ F હોય તો નળીનો કોણીય વેગ SI એકમમાં \(\sqrt{\frac{\mathrm{F}}{\alpha \mathrm{M}}}\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2025 અઘરું
- 2.

લંબાઈ \(L\) ની એક દોરી એક છેડેથી જકડેલી છે અને તેના બીજા છેડે \(M\) દળ લટકાવેલું છે. આ દળ દોરીના છેડામાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, દર્શાવ્યા મુજબ, પ્રતિ સેકન્ડ \(\left(\frac{3}{\pi}\right)\) પરિભ્રમણ કરે છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ \(\ldots\ldots\) ML છે. 2025 અઘરું - 3. \(0.5 \mathrm{~kg}\) દળના દડાને \(50 \mathrm{~cm}\) લંબાઈની દોરી સાથે બાંધવામાં આવે છે. દડાને શિરોલંબ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરાવવામાં આવે છે. દોરીની મહત્તમ તણાવ ક્ષમતા \(400 \mathrm{~N}\) છે. દડાના કોણીય વેગનું rad/s માં મહત્તમ શક્ય મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 4. \(900 \mathrm{~g}\) દળ ધરાવતા એક પથ્થર દોરી વડે બાંધી \(1 \mathrm{~m}\) ત્રિજ્યા ધરાવતા ઊર્ધ્વ (શિરાલંબ) વર્તુળ ઉપર \(10\) \(rpm\)થી ગતિ કરાવવામાં આવે છે. જ્યારે પથ્થર તેના સૌથી નીચેના (ન્યૂનત્તમ) સ્થાન આગળ હોય ત્યારે દોરીમાં તણાવ _______ થશે. (if \(\pi^2=9.8\) અને \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) છે.) 2024 અઘરું
- 5. એક ઘડિયાળમાં \(75 \mathrm{~cm}\) અને \(60 \mathrm{~cm}\) લાંબા સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો અનુક્રમે છે. \(30\) મિનિટના સમયગાળામાં સેકન્ડ કાંટાની અણી મિનિટ કાંટાની અણી કરતાં \(x\) જેટલું અંતર વધુ કાપશે. \(x\) નું મૂલ્ય મીટરમાં આશરે _______ છે. (\(\pi=3.14\) લો) 2024 અઘરું
- 6. એક કણ \(R\) ત્રિજ્યાના વર્તુળમાં સમાન ઝડપથી ગતિ કરે છે અને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે \(\mathrm{T}\) સમય લે છે. જો આ કણને તે જ ઝડપથી ક્ષિતિજ સાથે \(\theta\) ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(4 R\) જેટલી છે. તો પ્રક્ષેપણ કોણ \(\theta\) _________ દ્વારા અપાય છે. 2024 અઘરું
- 7. એક માણસ તેના ખભા પર વાંદરાને લઈને \(9 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર સરળતાથી સાયકલ ચલાવે છે અને \(3\) મિનિટમાં \(120\) પરિક્રમણ પૂર્ણ કરે છે. વાંદરાના કેન્દ્રગામી પ્રવેગનું મૂલ્ય _______ ( \(\mathrm{m} / \mathrm{s}^2\) માં) છે. 2024 અઘરું
- 8. \(180\,cm\) લંબાઈની દોરીના છેડે એક પથ્થર બાંધીને તેને પ્રતિ મિનિટે સમક્ષિતિજ વર્તુળમાં \(28\) ભ્રમણ કરાવવામાં આવે છે. પથ્થરના પ્રવેગનું મૂલ્ય \(\frac{1936}{x}\,ms^{-2}\) છે. તો \(x\) નું મૂલ્ચ \(.........\) છે. 2023 સરળ
- 9. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, એક કણ અચળ ઝડપ \(\pi\,m/s\) સાથે ગતિ કરી રહ્યો છે. \(A\) થી \(B\) સુધીની તેની ગતિને ધ્યાનમાં લેતા, સરેરાશ વેગનું મૂલ્ય કેટલું થાય?
2023 અઘરું - 10. અચળ ઝડપે એક કણ વર્તુળાકાર માર્ગ ફરે છે. જયારે કણ \(90^{\circ}\) નો ખૂણો બનાવે છે, ત્યારે તેનો તત્કાલીન વેગ અને સરેરાશ વેગનો ગુણોતર \(\pi: x \sqrt{2}\) છે. \(x\) ની કિમત ....... હશે. 2023 અઘરું
- 11. એક વસ્તુ સમક્ષિતિજ સમતલમાં તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ અયળ ઝડપથી વર્તુળાકાર પથમાં ગતિ કરે છે. જ્યારે વસ્તુ \(x=+2\,m\) એ હોય છે, ત્યારે તેનો વેગ \(-4 \hat{ j ~ m} / s\) છે. વસ્તુનો \(x=-2\,m\) આગળ વેગ \((v)\) અને પ્રવેગ \((a)\) અનુક્રમે \(..................\) હશે. 2023 મધ્યમ
- 12. નીચેની આકૃતિમાં \(O\) કેન્દ્રને ફરતે \(r\) ત્રિજ્યાના પથ અને કોણીય આવૃત્તિ \(\omega\) સાથે પરિભ્રમણ કરતો કણ \(P\) દર્શાવેલ છે. તો \(OP\) નું \(x\)-અક્ષ પર \(t\) સમયે પ્રક્ષેપન \(.......\) છે.
2023 સરળ - 13. એક છોકરો \(2 \,m\) લાંબી દોરીના છેડે \(100\, g\) નો એક પશ્થર બાંધી તેને સમક્ષિતિળ સમતલમાં ગોળ-ગોળ ફેરવે છે. \(80\, N\) જેટલું મહત્તમ તણાવ સહન કરી શકે છે. જે ગોળ-ગોળ ફરતા પથ્થરની મહત્તમ ઝડ૫ \(\frac{ K }{\pi}\) ભ્રમણ/મિનીટ હોય તો \(K\) શોધો (દોરી દળરહિત અને ખેંચાણ અનુભવતી નથી તેમ ધારો) 2022 મધ્યમ
- 14. એક પૈડું વિરામ સ્થિતિમાંથી નિયમિત રીતે પ્રવેગીત થાય છે અને પ્રથમ સેકન્ડમાં \(5 \;rad\) જેટલું ભ્રમણ કરે છે. બીજી સેકન્ડમાં કપાયેલ કોણ.....\(rad\) હશે. 2022 સરળ
- 15. \(4.4\;ly\) જેટલી મોટી વર્તુળાકાર ચાપ વર્તુળના કેન્દ્ર સાથે \(4 \;{s}\) જેટલો ખૂણો બનાવે છે. જો તેની ઝડપ \(8 \;AU\;per\, second \;\) હોય, તો પદાર્થને \(4\) પરિભ્રમણ પૂર્ણ કરવા અંતે કેટલો સમય લાગશે? આપેલ : \(1\, {ly}=9.46 \times 10^{15} \,{m},\) \(\, {AU}=1.5 \times 10^{11}\, {m}\) 2021 અઘરું
- 16. \({m}\) દળના કણને \(L\) લંબાઇની દોર વધે બાંધીને છત સાથે લટાવેલ છે. જો કણ \({r}=\frac{{L}}{\sqrt{2}}\) ત્રિજયાના સમક્ષિતિજ વર્તુળાકાર પથ પર ગતિ કરે તો કણની ઝડપ કેટલી હશે? 2021 અઘરું
- 17. \(R ^{3}\) નાં વ્યસ્ત પ્રમાણમાં ચલિત કેન્દ્રીય આભાસી બળ \(F\) ની અસર હેઠળ એક કણ અચળ ઝડપથી \(R\) ત્રિજ્યા ધરાવતાં વર્તુળનાં પરીઘ પર ગતિ કરે છે. તેનાં પરિભ્રમણનો આવર્તકાળ ......... દ્વારા દર્શાવવામાં આવે છે. 2021 અઘરું
- 18. એક \(2\pi r\) લંબાઈના તારને વાળીને એક વર્તુળ બનાવીને શિરોલંબ સમતલમાં મૂકવામાં આવે છે એક મણકો તાર પર સરળતાથી સરકી શકે છે જ્યારે વર્તુળને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(AB\)ની સાપેક્ષે \(\omega\) જેટલી કોણીય ઝડપથી ફેરવતા મણકો વર્તુળની સાપેક્ષે \(P\) બિંદુ પાસે સ્થિર થાય છે તો \(\omega^2\) નું મૂલ્ય કેટલું હશે?
2019 અઘરું - 19. \(1\,m\) લંબાઈવાળું એક શાંકવાકાર લોલક \(Z-\) અક્ષ સાથે \(\theta \, = 45^o\) ની ખૂણો બનાવીને \(XY\) સમતલમાં વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળની ત્રિજ્યા \(0.4\, m\) અને તેનું કેન્દ્ર \(O\) ના લંબની નીચે છે. લોલકની તેના વર્તુળાકાર પથ પર ની ઝડપ ........ \(m/s\) થશે. (\(g\, = 10\, ms^{-2}\))
2017 અઘરું - 20. એક કણને ઊભા લીસ્સા અર્ધવર્તુળાકાર માર્ગ પર બિંદુ \(X\) થી એવી રીતે મુક્ત કરવામાં આવે છે કે જેથી \(OX\) એ શિરોલંબ સાથે નો ખૂણો બનાવે (આકૃતિ જુઓ). માર્ગ પર ની સામાન્ય પ્રક્રિયા ને લીધે કણ બિંદુ \(Y\) પાસે નાબૂદ થાય છે જ્યાં \(OY\) એ સમક્ષિતિજ સાથે \(\phi \) નો ખૂણો બનાવે છે. તો .....
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં નિયમિત વર્તુળગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2025 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
નિયમિત વર્તુળગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
15% સરળ, 10% મધ્યમ અને 75% અઘરા.