ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - ગુરુત્વાકર્ષણ

ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ પર STD 11 - ગુરુત્વાકર્ષણ ના 48 પ્રશ્નો, 2017–2026 માં પૂછાયેલા.

48પ્રશ્નો
178STD 11 - ગુરુત્વાકર્ષણ માં
2017–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 63% અઘરું 27%

પ્રશ્નો

નવા પહેલા

48 માંથી 1–48 પ્રશ્નો

  1. 1. પૃથ્વીની ત્રિજ્યા \((R)\) ના પદમાં, તે ઊંચાઈ કે જ્યાં ગુરુત્વપ્રવેગ \(\dfrac{g}{9}\) થાય છે, જ્યાં \(g\) એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ છે, તે _______ છે. 2026 મધ્યમ
  2. 2. જ્યારે કોઈ પૃથ્વીની સપાટીથી \(16\) km ઊંડાઈએ આવેલા બિંદુથી પૃથ્વીની સપાટીથી \(16\) km ઊંચાઈએ આવેલા બિંદુ સુધી ગતિ કરે છે. ત્યારે \(g\) માં થતો ફેરફાર આશરે \(\alpha\) % છે. \(\alpha\) નું મૂલ્ય _____ છે.
    (પૃથ્વીની ત્રિજ્યા \(= 6400\) km લો.)
    2026 મધ્યમ
  3. 3. નીચે બે વિધાનો આપેલા છે. એક વિધાનને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન (A) : એક સાદું લોલક પૃથ્વી કરતાં 4 ગણા દળ અને 2 ગણી ત્રિજ્યાવાળા ગ્રહ પર લઈ જવામાં આવે છે. લોલકનો આવર્તકાળ પૃથ્વી અને તે ગ્રહ પર સમાન રહે છે.
    કારણ (R): લોલકનું દળ પૃથ્વી અને અન્ય ગ્રહ પર અપરિવર્તિત રહે છે.
    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :
    2025 સરળ
  4. 4. નીચે બે વિધાનો આપેલા છે : એકને અભિકથન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરવામાં આવેલું છે.
    અભિકથન (A) : સાદા લોલકનો આવર્તકાળ પર્વતના તળિયા કરતાં પર્વતની ટોચ પર લાંબો હોય છે.
    કારણ (R): ગુરુત્વીય પ્રવેગના મૂલ્યમાં વધારા સાથે સાદા લોલકનો આવર્તકાળ ઘટે છે અને તેનાથી વિપરીત.
    ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
    2025 સરળ
  5. 5. પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ ' \(g\) ' છે. જો પૃથ્વીનો વ્યાસ તેના મૂળ મૂલ્યના એક તૃતીયાંશ જેટલો ઘટાડવામાં આવે અને દળ યથાવત રહે, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ \(\ldots\ldots\) g થશે. 2025 સરળ
  6. 6. એક \(90 \mathrm{~kg}\) ની વસ્તુને પૃથ્વીની સપાટીથી \(2R\) અંતરે મૂકવામાં આવે છે કે જે _______ જેટલું ગુરુત્વાકર્ષી બળ અનુભવશે. (\(R\)= પૃથ્વીની ત્રિજ્યા \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right)\) 2024 અઘરું
  7. 7. એક સાદું લોલક પૃથ્વીની સપાટીથી ઉપર \(\mathrm{R}\) ઉંચાઈએ નાના દોલનો કરે છે જેનો આવર્તકાળ \(T_1=4 \mathrm{~s}\) છે. જો તેને પૃથ્વીની સપાટીથી \(2R\) ઊંચાઈ રહેલ બિંદુ એ લઈ જતાં તેનો આવર્તકાળ \(T_2\) કેટલો થશે ? સાચો સંબંધ પસંદ કરો. [\(R\) = પૃથ્વીની ત્રિજ્યાં] 2024 અઘરું
  8. 8. પૃથ્વીને સમાન દળ ઘનતાનો ગોળો ધારીએ, એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(300 \mathrm{~N}\) છે. પૃથ્વીની સપાટી નીચે \(R / 4\) ઊંડાઈએ તેનું વજન કેટલું હશે? 2024 અઘરું
  9. 9. પૃથ્વીની સપાટી પર ગુરૂત્વપ્રવેગ \(g\) છે. જો પૃથ્વીનો વ્યાસ ઘટીને તેના મૂળ મૂલ્ય કરતા અડધો થાય અને દળ અચળ રહે તો પૃથ્વીની સપારી પરનો ગુરૂત્વપ્રવેગ_______થશે. 2024 અઘરું
  10. 10. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ પદાર્થનું વજન સપાટીથી તેટલી જ ઊંડાઈ પરના વજન બરાબર થાય? (જ્યાં \(R\) પૃથ્વીની ત્રિજ્યા છે) 2024 અઘરું
  11. 11. પૃથ્વીની સપાટીથી ઉપર કોઈ બિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન \(-5.12 \times 10^7 \mathrm{~J} / \mathrm{kg}\) છે અને આ બિંદુ આગળ ગુરૂત્વાકર્ષણ પ્રવેગ \(6.4 \mathrm{~m} / \mathrm{s}^2\) છે. પૃથ્વી ની સરેરાશ ત્રિજ્યા \(6400 \mathrm{~km}\) છે તેમ ધારો. પૃથ્વીની સપાટીથી ઉપર આ બિંદુની ઉંચાઈ _______ થશે. 2024 અઘરું
  12. 12. બે ગ્રહો \(A\) અને \(B\) ની અનુક્રમે ત્રિજ્યાઓ \(R\) અને \(1.5\,R\) તથા ધનતાઓ \(\rho\) અને \(\rho / 2\) છે. \(B\) અને \(A\) ની સપાટી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર ........ છે. 2023 સરળ
  13. 13. બે ગ્રહો \(A\) અને \(B\) ની ત્રિજ્યાઓ અનુક્રમે \(R\) તથા \(4 R\) અને તેમની ધનતા અનુક્રમે \(\rho\) અને \(\rho / 3\) છે. તેઓની સપાટી ઉપર ગુરૂત્વાકર્ષીનું મૂલ્ય \(\left(g_A: g_B\right)\) ............. થશે.  2023 મધ્યમ
  14. 14. જો પૃથ્વીનું દળ \(P\) ગ્રહ કરતાં નવ ગણું અને ત્રિજ્યા બમણી છે. તો ગ્રહ \(P\) ના ગુરુત્વાકર્ષણ બળમાંથી બહાર કાઢવા માટે રોકેટ દ્વારા જરૂરી લઘુત્તમ વેગ \(\frac{v_e}{3} \sqrt{x}\; ms ^{-1}\) છે. જ્યાં \(v_e\) નિષ્ક્રમણ વેગ છે. \(x\) ની કિંમત કેટલી હશે? 2023 મધ્યમ
  15. 15. કોઈ એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન \(18\,N\) છે. તેનું પૃથ્વીની સપાટીથી \(3200\,km\) ઉંચાઈએ વજન \(...........\,N\) છે. (પૃથ્વીની ત્રિજયા \(R _e=6400\,km\) આપેલ છે.) 2023 સરળ
  16. 16. નીચે બે કથન આપેલ છે. કથન \(I :\) પૃથ્વીની સપાટીથી ઉપર અથવા નીચે જતા પૃથ્વીનો ગુરુત્વપ્રવેગ ઘટે છે. કથન \(II\) : પૃથ્વીની સપાટીથી ઉંયાઈ \(h\) અને ઉંડાઈ \(d\) પર \(h = d\) હોય, તો પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ સમાન હોય છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીયે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  17. 17. નીચે  બે કથન આપેલા છે. કથન \(I:\) પૃથ્વીનું ભ્રમણ ગુરુત્વીય પ્રવેગના મૂલ્ય \((g)\) પર અસર દર્શાવે છે. કથન \(II:\) પૃથ્વીના ભ્રમણની \(g\) ના મૂલ્ય પર થતી અસર વિષુવવૃત આગળ ન્યૂનતમ અને ધ્રુવ આગળ મહત્તમ છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  18. 18. નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કારણ \(A :\) એવરેસ્ટ પર્વત પર લોલક ધડીયાળ ઝડપી બને છે. કારણ \(R :\) ગુરુત્વ પ્રવેગ \(g\) નું મૂલ્ય પૃથ્વીની સપાટી કરતા એવરેસ્ટ પર્વત પર ઓછું છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  19. 19. નીચે બે વિધાનો આપેલા છે.  વિધાન \(-I:\) પૃથ્વીની સપાટી પર અલગ અલગ સ્થાને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અલગ અલગ હોય. વિધાન \(-II:\) પૃથ્વીની સપાટીની અંદર જતાં ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય વધે છે. ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો 2023 મધ્યમ
  20. 20. પૃથ્વીને સમાન દળ ધનતાનો ગોળો ધારતા, જો પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન \(200\,N\) હોય તો તેનું પૃથ્વીની સપાટીથી \(d=\frac{R}{2}\) ઉંડાઇએ વજન \(...........\,N\) હશે.(\(R=\) પૃથ્વીની ત્રિજ્યા આપેલી છે.) 2023 મધ્યમ
  21. 21. પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન \(100\,N\) છે. પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના એક ચતુર્થાંશ ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં આવે, ત્યારે તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ \(..........\,N\) થાય. 2023 મધ્યમ
  22. 22. પૃથ્વીની સપાટી ઉપર \(h\) ઉંચાઈએ, \(h \ll R\) (પૃથ્વીની ત્રિજ્યા) માટે ગુરુત્વ પ્રવેગ \(............\) વડે રજૂ કરવામાં આવે છે. 2023 મધ્યમ
  23. 23. પૃથ્વીની સપાટી ઉપર સાદા લોલકનો આવર્તકાળ \(T\) છે. તેને પૃથ્વીની સપાટીથી \(R\) (પૃથ્વીની ત્રિજ્યા) જેટલી ઊંચાઇએ લઈ જતાં તેનો આવર્તકાળ \(x T\) થાય છ. તો \(x\) નું મૂલ્ય \(..........\) થશે. 2023 મધ્યમ
  24. 24. પૃથ્વીની સપાટીથી નીચે કોઈ ચોકકસ ઊંડાઈ \(d\) આગળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગનું મૂલ્ય પૃથ્વીની સપાટીની ઉપર \(3R\) ઊંચાઈએ મળતા ગુરુત્વપ્રવેગનાં મૂલ્ય કરતાં ચાર ગણું થાય છે જયાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. \((R=6400\,km\) લો). ઊંડાઈ \(d\) ને બરાબર \(..........\,km\) હશે. 2023 મધ્યમ
  25. 25. બિંદુવત દળને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંંચાઈએ અને પૃથ્વીની સપાટીથી \(\alpha h \left( h \ll <  R _{ e }\right)\) જેટલી ઊંંડાઈએ ગુરુત્વાકર્ષણને કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.કારણે ઉત્પન્ન પ્રવેગ સમાન અનુભવાય છે. \(\alpha\) નું મૂલ્ય થશે.\(\text { ( } R _{ e }=6400\,km)\) 2022 મધ્યમ
  26. 26. ધારો કે બે એક સમાન સાદા લોલક વાળી ધડીયાળો છે. ધડીયાળ \(-1\) ને પૃથ્વી ઉપર અને ધડીયાળ\(-2\) ને પૃથ્વીની સપાટીથી \(h\) ઊંચાઈએ અવકાશમાં રહેલા સ્પેશ સ્ટેશન પર મૂકવામાં આવે છે. ધડીયાળ \(1\) અને \(2\) અનુક્રમે \(4\) સે અને \(6\) સે એ કાર્યરત છે. \(h\) નુ મૂલ્ય \(.......km\) હશે. (પૃથ્વીની ત્રિજ્યા \(R _{ E }=6400\,km\) અને પૃથ્વી માટ \(g= 10\,m / s ^2\) લો.) 2022 અઘરું
  27. 27. એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી \(\frac{5}{4}R\) જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં \(R = 6400\,km\) એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો \(......\%\) થશે. 2022 મધ્યમ
  28. 28. જ્યારે રોકેટને પૃથ્વીની સપાટીથી \(32\,km\) ઉંંચાઈએ લઈ જવામાં આવે છે ત્યારે તેના વનનમાં પ્રતિશત ઘટાડો \(........\%\) થશે. (પૃથ્વીની ત્રિજ્યા \(=6400\,km\) ) 2022 મધ્યમ
  29. 29. કોઈ બિંદુ \(P\) ની પૃથ્વીની સપાટીથી ઉંંચાઈ પૃથ્વીના વ્યાસ જેટલી છે. જો પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વપ્રેવગનું મૂલ્ય \(g\) હોય તો બિંદુ \(P\) આગળ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  30. 30. નીચે બે વિધાનો આપેલા છે : એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે દર્શાવેલ છે. કથન \(A\) : જ્યારે આપણે ધ્રુવથી વિષુવવૃત્ત તરફ ગતિ કરીએ છીએ, પૃથ્વીનો ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા સહેજ વિચલિત થયા વગર, હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ રહે છે. કારણ \(R\) : વચ્યેના કોઈ અક્ષાંસ (Latitude) આગળ, પૃથ્વીની ગુરુત્વાકર્ષી પ્રવેગની દિશા પૃથ્વીના કેન્દ્રથી વિચલિત થાય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2022 મધ્યમ
  31. 31. પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ \(\left(\frac{1}{3}\right)\) વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... \(km\) હશે  [પૃથ્વી ની ત્રિજયા \(R =6400\, km , \sqrt{3}=1.732\) ] 2022 મધ્યમ
  32. 32. પૃથ્વીની ત્રિજ્યા તેનું દળ અચળ જળવાય તે રીતે \(2\%\) જેટલી સંકોચાય, તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ આશરે ............. 2022 મધ્યમ
  33. 33. \(100\, {kg}\) દળ ધરાવતો વ્યક્તિ સ્પેસશીપમાં પૃથ્વીથી મંગળ સુધી મુસાફરી કરે છે. આકાશમાંના અન્ય તમામ પદાર્થોને અવગણો અને પૃથ્વી અને મંગળની સપાટી પર ગુરુત્વપ્રવેગ અનુક્રમે \(10\;{m} / {s}^{2}\) અને \(4 \,{m} / {s}^{2}\) છે. નીચે આપેલા ગ્રાફમાંથી ક્યો વક્ર મુસાફરના વજનનો સમયના વિધેય સાથેનો શ્રેષ્ઠ ફેરફાર દર્શાવે છે. 
    2021 મધ્યમ
  34. 34. જો પૃથ્વીનો કોણીય વેગ એવી રીતે વધારવામાં આવે કે જેથી પૃથ્વીના વિષુવવૃત પર પદાર્થ તરવા લાગે તે રીતે પૃથ્વી ભ્રમણ કરે છે તો પૃથ્વીના આવર્તકાળ (મિનિટમાં) શું હશે  2021 મધ્યમ
  35. 35. જો \({R}_{{E}}\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો પૃથ્વીની સપાટીથી \(r\) ઊંડાઈએ અને  પૃથ્વીની સપાટીથી \(r\) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય? (\(\left.{r}<{R}_{{E}}\right)\) 2021 મધ્યમ
  36. 36. કોઈ એક ગ્રહ પર ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં \(4\%\) જેટલી ચોકચાઈ છે. \(m\) દળ અને \(T\) દોલનનો આવર્તકાળ ધરાવતા સાદા લોલકની ઉર્જાની ગણતરી કરવામાં આવે છે. જો તેના આવર્તકાળમાં \(3 \%\) જેટલી ચોકચાઈ હોય તો, તેની ઉર્જા \({E}\) માં ચોકચાઈ કેટલા \(\%\) હશે? 2021 અઘરું
  37. 37. નીચે જણાવેલ પૃથ્વીની આકૃતિ માટે, \(A\) અને \(C\) બિંદુ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય એક સરખું છે પરંતુ બિંદુ \(B\) (પૃથ્વીની સપાટી) ના મૂલ્ય થી તે મૂલ્ય ઓછું છે. \(OA : AB\) નું મૂલ્ય \(x:y\) છે. \(x\) નું મૂલ્ય ...... હશે.
    2021 અઘરું
  38. 38. સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન \(W\) હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે? 2021 મધ્યમ
  39. 39. ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન \(49\, N\) છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... \(N\) વજન નોંધાશે ? [\(g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}\) લો અને પૃથ્વીની ત્રિજ્યા \(R =6400\, km\)] 2021 મધ્યમ
  40. 40. પૃથ્વીની સપાટી પર ધ્રુવ પાસે ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g\) અને ધુવમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને કોણીય ઝડપ  \(\omega\) છે. એક પદાર્થનું વજન વિષુવવૃત પર અને ધુવથી \(h\) ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સ વડે માપવામાં આવે છે.જો બંને સ્થાને વજન સમાન મળતું હોય તો ઊંચાઈ \(h\) કેટલી હશે? \(( h << R ,\) જ્યાં \(R\) એ પૃથ્વીની ત્રિજ્યા છે) 2020 અઘરું
  41. 41. પૃથ્વીની સપાટીથી \(h =\frac{ R }{2}( R =\) પૃથ્વીની ત્રિજ્યા) ઊંચાઈ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય \(g _{1}\) છે. ગુરુત્વપ્રવેગનું મૂલ્ય ફરીથી પૃથ્વીની સપાટીથી \(d\) ઊંડાઈ પર \(g _{1}\) થાય છે. તો \(\left(\frac{ d }{ R }\right)\) નો ગુણોત્તર કેટલો થશે? 2020 અઘરું
  42. 42. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈ \(h\) માટે ગુરુત્વ પ્રવેગ પૃથ્વીની સપાટીથી \(h\) ઊંડાઈ જેટલો થાય. પૃથ્વીની ત્રિજ્યા \(r\) અને પૃથ્વીના ભ્રમણની અસર અવગણો. 2020 અઘરું
  43. 43. ઉત્તર ધ્રુવ પર એક બોક્સનું સ્પ્રિંગ બેલેન્સ પર વજન કરતાં તે \(196 \;\mathrm{N}\) મળે છે. હવે આ જ સ્પ્રિંગ બેલેન્સને વિષુવવૃત પર લાવતા તેના પર મપાતું વજન ........ \(N\) થશે. (\(\mathrm{g}=10\; \mathrm{ms}^{-2}\), ઉત્તર ધ્રુવ પાસે પૃથ્વીની ત્રિજ્યા \(=6400\; \mathrm{km}\) ) 2020 મધ્યમ
  44. 44. કોઇ એક ગ્રહનું દળ અને વ્યાસ એ પૃથ્વીની આનુષાંગિક રાશિઓ કરતા ત્રણ ગણા છે. પૃથ્વી પર સાદા લોલકનો આવર્તકાળ \(2s\) છે. આજ લોલકનો ગ્રહ ઊપર આવર્તકાળ કેટલો હશે. 2019 અઘરું
  45. 45. પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર \(9 : 4\) છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં \(\frac{1}{9}\) માં ભાગનું છે.જો \('R'\) એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?  (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો) 2019 મધ્યમ
  46. 46. પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય \(9.8\, m\,s^{-2}\) છે તો સપાટીથી કેટલી ઊંચાઈ પર જતાં તેનું મૂલ્ય ઘટીને \(4.9\, m\,s^{-2}\) થશે? (પૃથ્વીની ત્રિજ્યા \(= 6.4\times10^6\, m\)) 2019 મધ્યમ
  47. 47. જો પૃથ્વીની કોણીય ઝડપમાં વધારો કરવામાં આવે તો ... 2018 મધ્યમ
  48. 48. જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન \(W\) છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન \(\frac{3}{4}\,W\) જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા  \(6400\, km\) અને \(g = 10\, m/s^2\). 2017 મધ્યમ

STD 11 - ગુરુત્વાકર્ષણ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2017–2026 ના 48 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ગુરુત્વથી ઉદ્ભવતો પ્રવેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 63% મધ્યમ અને 27% અઘરા.