ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

પ્રકાશ તરંગોનું વ્યતિકરણ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પ્રકાશ તરંગોનું વ્યતિકરણ પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 23 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

23પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 52% અઘરું 30%

પ્રશ્નો

નવા પહેલા

23 માંથી 1–23 પ્રશ્નો

  1. 1. યંગના બે સ્લિટના પ્રયોગમાં, પડદા પર રચાતી વ્યતિકરણ ભાતની ફ્રિન્જ પહોળાઈ \(2.4\) \(\mu\)m છે. જો પ્રયોગ અન્ય માધ્યમમાં કરવામાં આવે જેનો વક્રીભવનાંક \(1.2\) હોય, તો ફ્રિન્જ પહોળાઈ _____ \(\mu\)m થશે. 2026 સરળ
  2. 2. બે એકરંગી પ્રકાશ કિરણોની તીવ્રતાઓનો ગુણોત્તર 1:9 છે. આ કિરણો વડે વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે? 2025 સરળ
  3. 3. બે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ તરંગો એક ચોક્કસ બિંદુએ સંયોજિત થાય છે, જેના વિદ્યુત ક્ષેત્રના ઘટકો છે :
    \(\begin{aligned} & \mathrm{E}_1=\mathrm{E}_0 \sin \omega \mathrm{t} \\ & \mathrm{E}_2=\mathrm{E}_0 \sin \left(\omega \mathrm{t}+\frac{\pi}{3}\right)\end{aligned}\)
    પરિણામી તરંગનો કંપવિસ્તાર શોધો.
    2025 સરળ
  4. 4. બે સુસંગત એકરંગી પ્રકાશના કિરણપૂંજ જેની તીવ્રતાઓ 4I અને 9I છે, તેમનું સંપાતિકરણ કરવામાં આવે છે. પરિણામી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાઓ વચ્ચેનો તફાવત xI છે. \(x\) નું મૂલ્ય ______ છે. 2025 મધ્યમ
  5. 5. યંગના બે-સ્લિટના વ્યતિકરણ પ્રયોગમાં, બે સ્લિટ પૈકી એકની પહોળાઈ બીજી સ્લિટની અડધી છે. વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે? 2025 સરળ
  6. 6. બે સુસંગત એકરંગી પ્રકાશ કિરણો, જેમની તીવ્રતાઓ \(I\) અને \(4I\) છે, તેમને સંપાત કરવામાં આવે છે. પરિણામી કિરણપુંજમાં મહત્તમ અને ન્યૂનતમ શક્ય તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x\)I છે. \(x\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  7. 7. તીવ્રતા ગુણોત્તર \(1: 9\) ધરાવતા બે તરંગો એક બિંદુએ એકબીજાને છેદે છે. તે બિંદુએ પરિણામી તીવ્રતાઓ, જ્યારે (a) તરંગો અસુસંગત હોય ત્યારે \(I_1\) છે (b) તરંગો સુસંગત હોય અને કલા તફાવત \(60^{\circ}\) હોય ત્યારે \(I_2\) છે. જો \(\frac{I_1}{I_2}=\frac{10}{x}\) હોય, તો \(x=\) _______. 2024 મધ્યમ
  8. 8. \(4I\) અને \(9I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ, પડદા ઉપર વ્યતિકરણ અનુભવે છે. પડદા ઉપર \(A\) બિંદુ આગળ કળા તફાવત શૂન્ય. અને બિંદુ \(B\) આગળ \(\pi\) છે. બિંદુ \(A\) અને \(B\) આગળ પરિણામી તીવ્રતાઓનો તફાવત \(........\,I\) થશે. 2022 મધ્યમ
  9. 9. \(9 : 4\) તીવ્રતાઆનો ગુણોત્તર ધરાવતા પ્રકાશ કિરણ પૂંજનું વ્યતિકરણ કરાવવામાં આવે છે. મહત્તમો અને ન્યુનતમોની તીવ્રતાઓનો ગુણોત્તર .....થશે. 2022 મધ્યમ
  10. 10. બે સુસમ્બધ્ધ પ્રકાશ ઉદગમો વ્યતિકરણ અનુભવે છે. બન્ને ઉદગમો તિવ્રતાનો ગુણોત્તર \(1: 4\) છે. આ વ્યતિકરણ ભાત માટે \(\frac{I_{\max }+I_{\min }}{I_{\max }-I_{\min }}\) એ \(\frac{2 \alpha+1}{\beta+3}\) મળે છે,તો \(\frac{\alpha}{\beta}\) \(....\) થશે. 2022 અઘરું
  11. 11. \(I\) અને \(4I\) તીવ્રતા ધરાવતા બે પ્રકાશ કિરણપુંજો પડદા ઉપર શલાકાઓ ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચેનો કળા તફાવત \(A\) બિંદુએ \(\pi / 2\) અને બિંદુ \(B\) આગળ \(\pi / 3\) છે. પરિણામી તીવ્રતાઓ વચ્ચેનો તફાવત \(x I\) છે. \(x\) નું મૂલ્ય .......... છે. 2022 મધ્યમ
  12. 12. \(I\) અને \(9I\) જેટલી તીવ્રતાઓ ધરાવતા બે પ્રકાશ કિરણપૂંજેે વ્યતિકરણ અનુભવી પડદા ઉપર શલાકા ભાત ઉત્પન્ન કરે છે. બે કિરણપૂંજો વચ્ચે \(P\) બિંદુ આગળ કળા તફાવત \(\pi / 2\) અને \(Q\) બિંદુ આગળ કળા તફાવત \(\pi\) છે. \(P\) અને \(Q\) આગળ પરિણામી તીવ્રતાઓ વચ્વચેનો તફાવત..........\(I\) થશે. 2022 મધ્યમ
  13. 13. જ્યારે પીળો પ્રકાશ સમાન જડાઈ ધરાવતા હવાના અને શૂન્યાવકાશના સ્તંભમાંથી પસાર થાય ત્યારે તરંગલંબાઈઓની સંખ્યાનો તફાવત એક મળે છે. તો હવાના સ્તંભની જડાઈ \(....\,{mm}\) હશે. [હવાનો વક્રીભવનાંક \(=1.0003\), શૂન્યાવકાશમાં પીળા પ્રકાશની તરંગલંબાઈ \(=6000 \,\mathring {{A}}\) ] 2021 અઘરું
  14. 14. સમાન તીવ્રતા ધરાવતા બે સુસબદ્ધ તરંગોની તીવ્રતા \({I}_{1}={I}_{2}={I}_{0}\) છે. વ્યતિકરણની ઘટનામાં ન્યૂનતમ તીવ્રતા શૂન્ય હોય ઑ મહત્તમ તીવ્રતા કેટલી થાય? 2021 મધ્યમ
  15. 15. બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં \(s_1\) અને \(S_2\) એ \(1\,m\) તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે \(S_{1}\) અને \(S_{2}\) ને \(1.5\,cm\) અંતરે રાખેલા છે. \(S_{2}\) ની સામે \(2\,m\) અંતરે રહેલા અવલોકનકાર \(L\) ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર \(S_1\) થી દૂર તરફ પરંતુ \(S_2\) થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે \(S_1\) થી \(d\) અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો \(d=......m\)
    2020 અઘરું
  16. 16. \(p\) અને \(Q\) ઉદગમ સમાન તીવ્રતા ધરાવતા \(20\,m\) તરંગલંબાઈ ધરાવતા તરંગો ઉત્પન્ન કરે છે. \(p\) અને \(Q\) વચ્ચેનું અંતર \(5\,m\) છે. \(P\) ની કળા \(Q\) કરતા \(90^{\circ}\) આગળ છે. \(PQ\) ના મધ્યબિંદુથી સમાન અંતરે \(A,B\) અને \(C\) છે. \(A,B,C\) આગળ તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
    2020 મધ્યમ
  17. 17. શૂન્યઅવકાશમાં સમાન તરંગલંબાઈ \(\lambda\) ધરાવતા બે તરંગો છે. એક તરંગ \(n_{1}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમ માં \(L _{1}\) અંતર અને બીજું તરંગ \(n_{2}\) વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં \(L _{2}\) અંતર કાપ્યા પછી બંને તરંગો વચ્ચે કળા તફાવત  2020 મધ્યમ
  18. 18. જુદી તીવ્રતાવાળા બે સુસંબંદ્ધ \((coherent)\) ઉદગમો તરંગો મોકલે છે કે જેઓ વ્યતીકરણ અનુભવે છે. મહત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર \(16\) છે. ઉદગમોની તીવ્રતા ગુણોત્તરમાં _____ હશે. 2019 મધ્યમ
  19. 19. \(16\) અને \(9\) એકમ તીવ્રતા ધરાવતા કિરણપુંજનું વ્યતિકરણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો પ્રકાશિત અને અપ્રકાશિત ભાગની તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે? 2014 અઘરું
  20. 20. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉદગમ \(S\) માંથી નિકળતા બે કિરણના સંપાતિકરણથી બિંદુ \(P\) આગળ વ્યતિકરણની ભાત જોવા મળે છે. તો બિંદુ \(P\) આગળ મળતી મહત્તમ તીવ્રતા \(I\) નું મૂલ્ય કેટલું હશે? (\(R\) એ સંપૂર્ણ પરાવર્તિક સપાટી છે)
    2014 અઘરું
  21. 21. લિસ્ટ \(- I\) (ઘટના) ને લિસ્ટ \(-II\) (ઘટના થવા માટે લાગતાં સમયનો ક્રમ) સાથે સાચી રીતે જોડો.
      લિસ્ટ \(- I\)   લિસ્ટ \(- II\)
    \((1)\) પૃથ્વીના ભ્રમણનો સમય  \((i)\) \(10^5\, s\)
    \((2)\) પૃથ્વીના પરિભ્રમણનો આવર્તકાળ \((ii)\) \(10^7\, s\)
    \((3)\) પ્રકાશના તરંગનો આવર્તકાળ  \((iii)\) \(10^{-15}\, s\)
    \((4)\) ધ્વનિના તરંગનો આવર્તકાળ  \((iv)\) \(10^{-3}\, s\)
    2014 મધ્યમ
  22. 22. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(I\) તીવ્રતા ધરાવતું પ્રકાશનું કિરણ \(A\) બિંદુ આગળ આપાત થાય છે. જેનું પાશ્વિક પરાવર્તન અને પાશ્વિક વક્રીભવન થાય છે. દરેક પરાવર્તન સમયે \(25\%\) આપાત પ્રકાશની તીવ્રતાનું પરાવર્તન થાય છે. કિરણ \(AB\) અને \(A'B'\) વ્યતિકરણ અનુભવે, તો \(I_{max}\) અને \(I_{min}\) નો ગુણોત્તર કેટલો મળે?
    2013 અઘરું
  23. 23. \(I_0\) તીવ્રતા ધરાવતા \(n\) સમાન તરંગો એકબીજા સાથે વ્યતિકરણ કરે છે. તો સુસંબધ્દ્ધ અને અસુસંબધ્દ્ધ ઉદગમો માટે મહતમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો મળે? 2013 મધ્યમ

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પ્રકાશ તરંગોનું વ્યતિકરણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 23 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પ્રકાશ તરંગોનું વ્યતિકરણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

17% સરળ, 52% મધ્યમ અને 30% અઘરા.