પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. એક નળાકાર પાત્રની \(40\) cm ત્રિજ્યા છે અને તે પાણીથી સંપૂર્ણપણે ભરેલું છે, તેની ક્ષમતા \(528\) dm\(^3\) (dm : ડેસીમીટર) છે. આ પાત્રને પાત્ર જેટલી જ ઊંચાઈ ધરાવતા એક નક્કર બ્લોક પર મૂકવામાં આવે છે. જો પાણીની સપાટીની ટોચથી \(70\) cm નીચે એક નાનું છિદ્ર બનાવવામાં આવે, તો શરૂઆતમાં જમીન પર પડતા પાણીની આડી રેન્જ __________ cm છે. 2026 અઘરું
- 2. 1.6 m ઊંચાઈ અને \(0.5 \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી સંપૂર્ણ ભરેલી નળાકાર પાણીની ટાંકીનો વિચાર કરો. તેના તળિયાથી 90 cm ઊંચાઈએ તેની બાજુમાં એક નાનું છિદ્ર છે. ધારો કે, છિદ્રનું આડછેદનું ક્ષેત્રફળ પાણીની ટાંકીના ક્ષેત્રફળની સરખામણીમાં નહિવત્ નાનું છે. જો ટાંકીમાં પાણીની ઉપરની સપાટી પર 50 kg દળનો ભાર લાગુ પાડવામાં આવે તો જ્યારે છિદ્ર ખોલવામાં આવે તે ક્ષણે બહાર આવતા પાણીનો વેગ શોધો : \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right)\) 2025 અઘરું
- 3. \(1\,m\) ત્રિજ્યા ધરાવતી નળાકારીય ટાંકી ધ્યાનમાં લો જેમાં પાણી ભરેલ છે. નળાકારમાં પાણીની ઉપરની સપાટી તળિયાથી \(15\,m\) ઊંચાઈએ છે. તળિયેથી \(5\,m\) ઊંચાઈએ નળાકારની દિવાલમાં એક છિદ્ર છે. પિસ્ટોનની મદદથી પાણીની ઉપરની સપાટી ઉપર \(5 \times 10^5\,N\) નું ધળ લગાડવામાં આવે છે. છિદ્રમાંથી નીકળતા પાણીના ફલકસની ઝડપ \(.........\,m / s\) હશે.(વાતાવરણનું દબાાણ \(P_A=1.01 \times 10^5\,Pa\), પાણીની ધનતા \(\rho_{ W }=1000\,kg / m ^3\) અને ગુરુત્વીય પ્રવેગ g \(=10\,m / s ^2\) છે.)
2022 અઘરું - 4. મોટી ટાંકીના આડછેદનું ક્ષેત્ર \(0.5 \,m ^{2}\) છે. તેને તળિયા આગળ \(1 \,cm ^{2}\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતું નાનું છિદ્ર છે. ટાંકીમાં પાણીની ઉપર \(25 \,kg\) નો ભાર લગાડવામાં આવે છે. ટાંકીમાં પાણીની ઝડપ અવગણી ટાંકીના તળિયાથી પાણીની ઉંચાઈ \(40 \,cm\) હોય ત્યારે છિદ્રમાંથી બહાર આવતાં પાણીનો વેગ ............. \(cms ^{-1}\) હશે. \(\left[ g =10 \,ms ^{-2}\right.\) લો.] 2022 મધ્યમ
- 5. ઊભી દીવાલો ધરાવતી ટાંકીમાં \(12\, {m}\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે. પાણીના સ્તરથી \('{h}'\) ઊંડાઈએ કોઈ એક દીવાલમાં એક હૉલ કરવામાં આવે છે. બહાર નીકળતી પાણીની ધાર જમીન ઉપર મહત્તમ અવધિ સુધી પહોચે તે માટે \(h\) નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 2021 મધ્યમ
- 6. \(a\) ત્રિજ્યાના એક હોસપાઇપમાંથી \(\rho\) ઘનતાનું પ્રવાહી \(v\) જેટલી સમક્ષિતિજ ઝડપથી બહાર આવે છે. અને તે એક જાળીને અથડાય છે. \(50\%\) પ્રવાહી આ જાળીમાંથી પસાર થાય છે, \(25\%\) વેગમાન ગુમાવે છે, અને \(25\%\) તેજ ઝડપથી પાછું આવે છે. આ જાળી પર પરિણામી દબાણ કેટલું લાગશે. 2019 અઘરું
- 7. એક ઊંચી પાણીની ટાંકીનો ઉપરનો ભાગ હવામાં ખુલ્લો છે અને તેનું પાણીનું સ્તર જળવાઈ રહે છે. તેની દિવાલમાં \(2\, cm\) ની ત્રિજ્યાના ગોળાકાર કાણામાંથી બહાર \(0.74 \,m^3\) પાણી પ્રતિ મિનટ આપે છે. ટાંકીના પાણીના સ્તરથી આ કાણાના કેન્દ્રની ઊંડાઈ _______ \(m\) ની નજીકની છે. 2019 મધ્યમ
- 8. પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં \(10^{-4}\,m/s\) ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં \(1\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ \(cm\) હશે. 2019 મધ્યમ
- 9. \(A\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર પાત્રમાં \(h\) ઊંચાઈ સુધી પાણી ભરેલ છે.તેના તળિયે \(a\) ત્રિજ્યાનું કાણું છે તો પાત્રને ખાલી થતાં કેટલો સમય લાગે? 2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
- 12પ્રશ્નો Buoyancy, Archimedes' Principle and Laws of Floatation
- 23પ્રશ્નો Viscosity and Stoke's Law and Terminal
- 10પ્રશ્નો દબાણ
- 22પ્રશ્નો બર્નુલીનો સિદ્ધાંત
- 7પ્રશ્નો સાતત્ય સમીકરણ, વહન દર
- 5પ્રશ્નો પાસ્કલનો નિયમ
- 10પ્રશ્નો પ્રવાહિ સ્તંભ અને દબાણમાપક દ્વારા દબાણ
- 10પ્રશ્નો Reynold's Number and Poiseuille's Equation
- 6પ્રશ્નો શ્યાનતા (સ્નિગ્ધતા)
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં બહાર આવતા તરલની ઝડપ : ટૉરિસેલીનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
બહાર આવતા તરલની ઝડપ : ટૉરિસેલીનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 44% મધ્યમ અને 56% અઘરા.