પ્રશ્નો
નવા પહેલા53 માંથી 1–50 પ્રશ્નો
- 1. \(4 \mathrm{~m} \times 4 \mathrm{~m} \times 3 \mathrm{~m}\) કદના ઓરડામાં 1 વાતાવરણીય દબાણે હવાની આંતરિક ઊર્જા _______ \(\times 10^6 \mathrm{~J}\) હશે. (હવાને દ્વિપરમાણ્વિક અણુ તરીકે ગણો) 2025 સરળ
- 2. 50 g \(\mathrm{CO}_2\) વાયુમાં \(17^{\circ} \mathrm{C}\) તાપમાને અણુઓની સ્થાનાંતર ગતિઊર્જા કેટલી છે? 2025 સરળ
- 3. હિલિયમ અને આર્ગોનને સમાન ઓરડાના તાપમાને ( 300 K) ફ્લાસ્કમાં મૂકવામાં આવે છે. હિલિયમ અને આર્ગોનની સરેરાશ ગતિઊર્જા (પ્રતિ અણુ) નો ગુણોત્તર છે:
(આપેલ છે: હિલિયમનો મોલર દળ \(=4 \mathrm{~g} / \mathrm{mol}\), આર્ગોનનો મોલર દળ \(=40 \mathrm{~g} / \mathrm{mol}\)) 2025 સરળ - 4. \(10\) બિન-દ્રઢ દ્વિપરમાણ્વીય અણુઓની તાપમાન \(\mathrm{T}\) પર ઊર્જા _______ છે. 2024 અઘરું
- 5. \(27^{\circ} \mathrm{C}\) તાપમાને રહેલા \(1\) મોલ ઓક્સિજન વાયુની કુલ ગતિ ઊર્જા______છે. [સાર્વત્રિક વાયુ અચળાંક \((R)=8.31 J/mole K\) નો ઉપયોગ કરો.] 2024 અઘરું
- 6. આપેલ તાપમાને તમામ વાયુઓના પરમાણુઓ માટે સમાન રહે છે તે પરિમાણ _______ છે. 2024 અઘરું
- 7. એક પરમાણ્વિક અણુની________ તાપમાને સરેરાશ ગતિ ઊર્જા \(0.414 \mathrm{eV}\) છે. \(\left(\mathrm{K}_{\mathrm{B}}=1.38 \times 10^{-23} \mathrm{~J} / \mathrm{mol}-\mathrm{K}\right.\) લો ) 2024 અઘરું
- 8. એક વાયુનું તાપમાન \(-78^{\circ} \mathrm{C}\) છે અને તેના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(\mathrm{K}\) છે. તે તાપમાન કે જેના પર તે જ વાયુના અણુઓની સરેરાશ સ્થાનાંતરિત ગતિઊર્જા \(2 \mathrm{~K}\) બને છે, તે _______ છે. 2024 અઘરું
- 9. એક વસ્તુને \(3\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે. \(6 \times 10^8 \mathrm{~W} / \mathrm{m}^2\) તીવ્રતા ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ વસ્તુ ઉપર લંબરુપે આપાત થાય છે અને સંપૂર્પણે શોષણ પામે છે. વસ્તુ ઉપર વિકિરણ દબાણ ......... થશે. (મુક્તાવકાશ (શુંન્યાવકાશ) માં પ્રકાશની ઝડ૫ \(=3 \times 10^8 \mathrm{~m} / \mathrm{s}\) ) : 2024 અઘરું
- 10. સમાન કદના બે પાત્ર \(A\) અને \(B\) સમાન તાપમાને રાખેલા છે. પાત્ર \(A\) માં \(1 \mathrm{~g}\) હાઇડ્રોજન અને પાત્ર \(B\) \(l_g\) ઓકિસજન ધરાવે છે. \(\mathrm{P}_{\mathrm{A}}\) અને \(\mathrm{P}_{\mathrm{B}}\) અનુક્રમે વાયુના પાત્ર \(A\) અને \(B\) ના દબાણ છે, તો \(\frac{P_A}{P_B}=\) ________. 2024 અઘરું
- 11. એક ફલાસ્ક (વાયુપાત્ર) માં દળના \(2:1\) ગુણોત્તરમાં હાઈડ્રોજન અને આર્ગોન વાયુઓ રહેલા છે. મિશ્રણનું, તાપમાન \(30^{\circ}\,C\) છે. તેમની સરેરાશ ગતિ ઊર્જાઓનો ગુણોત્તર ........છે. \((Ar\)નું પરમાણુ દળ \(=39.9\) આપેલ છે.) 2023 મધ્યમ
- 12. એક ફલાસ્કમાં \(2:1\) ના દળ ગુણોત્તરમાં \(27^{\circ}\,C\) તાપમાને હાઈડ્રોજન અને ઓકિસજન વાયુ રહેલા છે. હાઈડ્રોજન અને ઓક્સિજનની પ્રતિ અણુ સરેરાશ ગતિઉર્જાનો ગુણોત્તર \(..........\) છે. 2023 સરળ
- 13. નીચે મુજબ કથન આપેલ છે. કથન \(I:\) વાયુનું તાપમાન \(-73^{\circ}\,C\) છે. જ્યારે વાયુન \(527^{\circ}\,C\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે અણુઓની સરેરાશ વર્ગિતવેગનું વર્ગમૂળ બમણુ થાય છે. કથન \(II:\) આદર્શવાયુના દબાણ અને કદનો ગુણાકાર અણુઓની રૅખીય ગતિઉર્જાના બરાબર હોય છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 14. તાપમાને ઓકિસજનના અણુઓની ગતિ ઊર્જા તેના \(27^{\circ} C\) તાપમાનના મૂલ્ય કરતા બમણી થશે............. \(^{\circ}\,C\) 2023 સરળ
- 15. વાયુના પરમાણુની સરેરાશ ગતિઊર્જા ...... 2023 સરળ
- 16. \(0.056\, kg\) દળ ધરાવતા નાઈટ્રોજનને પાત્રમાં \(127^{\circ} C\) તાપમાને બંધ રાખવામાં આવેલ છે. તેના પરમાણુઓની ઝડપ બમણી કરવા માટે જરૂરી ઉષ્મા .....\(k cal\) હશે. ( \(R =2 cal mole { }^{-1} K ^{-1}\) લો.) 2022 મધ્યમ
- 17. \((1)\) જ્યારે તાપમાન ઘટાડતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((2)\) દબાણ વધારતા વાયુ આણુની સરેરાશ ગતિઊર્જા વધે છે. \((3)\) કદ વધારતા વાયુ અણુની સરેરાશ ગતિઊર્જા ઘટે છે. \((4)\) તાપમાન વધારતા વાયુનું દબાણ વધે છે. \((5)\) તાપમાન વધારતા વાયુનું કદ ઘટે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2022 મધ્યમ
- 18. \(44.8\) લીટર જેટલું અચળ ક્દ ધરાવતાં નળાકારમાં પ્રમાણિત તાપમાને અને દબાણે વાયુ ભરવામાં આવેલ છે. નળાકારમાં વાયુનું તાપમાન \(20.0^{\circ} C\) જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માઊર્જા .............. \(J\) થશે.( વાયુ નિયતાંક \(R =8.3 \,JK ^{-1}- mol ^{-1}\) લો.) 2022 મધ્યમ
- 19. એક ચોક્સ એક પરમાણ્વીય \(7\) મોલ આદર્શ વાયુ, અચળ દબાણે \(40\,K\) તાપમાનનો વધારો અનુભવે છે. તે ઉપરોક્ત પ્રક્રિયા માટે વાયુ વિસ્તરણ અનુભવે તો વાયુની આંતરિક ઊર્જામાં \(.......J\) વધારે થશે. (આપેલ \(R =8.3 JK ^{-1} mol ^{-1}\) ) 2022 મધ્યમ
- 20. એક પાત્રમાં \(14\,g\) નાઈટ્રોજન \(27^{\circ}\,C\) તાપમાને ભરેલ છે. તેના અણુઓની \(r.m.s.\) ઝડપ બમણી કરવા માટે વાયુને આપવી પડતી ઉષ્મા \(........\,J\) હશે. \(R =8.32\,J \,mol ^{-1} k ^{-1}\) લો. 2022 મધ્યમ
- 21. એક ફ્લાસ્ક (પાત્ર)માં આર્ગોન અને આકિસજનને દળના \(3: 2\) ગુણોત્તરમાં \(27^{\circ} C\) તાપમાને રાખવામાં આવેલ છે. પ્રતિ અણુ સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર ........... થશે. 2022 મધ્યમ
- 22. એક ઉષ્મીય રીતે અલગ કરેલા પાત્રમાં \(M\) જેટલું મોલર દળ અને \(1.4\) જેટલો ઉષ્મા ધારિતાઓનો ગુણોત્તર ધરાવતો એક આદર્શ વાયુ ભરેલો છે. તે \(v\) જેટલી ઝડપથી ગતિ કરે છે અને તેને એકદમ જ વિરામસ્થિતિમાં લાવવામાં આવે છે. જો આસપાસના વાતાવરણ (પર્યાવરણમાં) ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારતાં, તેના તાપમાનમાં થતો વધારો .......... થશે. ( \(R\) = universal gas constant) 2022 મધ્યમ
- 23. \(T =300 \,K\) તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. \(J\) થશે. ( \(R =8.31 \,J / mol.K\) આપેલ છે.) 2022 સરળ
- 24. \(300 \,{K}\) તાપમાને અને બે વાતાવરણ દબાણે રહેલા એક લિટર આદર્શ વાયુ માટે \(2 \times 10^{-9}\, {J}\) પ્રતિ અણું જેટલી સરેરાશ ગતિઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા \(....\, \times 10^{11}\) હશે. 2021 મધ્યમ
- 25. \(4.0\, u\) દળ ધરાવતો એક પરમાણ્વિક વાયુને એક અવાહક પાત્રમાં રાખવામાં આવે છે. માત્ર \(30\, m/s\) નાં વેગ થી ગતિ કરે છે. જે પાત્રને અચાનક અટકાવવામાં આવે તો વાયુનાં તાપમાનમાં ફેરફાર \(\frac{x}{3 R}\) \((R=\) વાયુ નિયતાંક) છે, \(x\) નું મૂલ્ય ............ છે. 2021 અઘરું
- 26. આદર્શ વાયુના દબાણમાં થતો તત્કાલીન્ન ફેરફારનો કદ \(v\) સાથેનો સંબંધ \(\frac{{dp}}{{dv}}=-{ap}\) સમીકરણ મુજબ આપવામાં આવે છે. જો \({v}=0\) માટે \({p}={p}_{0}\) શરત હોય તો એક મોલ વાયુ મહત્તમ કેટલું તાપમાન પ્રાપ્ત કરી શકે? (\({R}\) વાયુ અચળાંક છે) 2021 અઘરું
- 27. એક પાત્રને બે ચેમ્બરમાં વિભાજીત કરવામાં આવે છે જ્યાં પ્રથમ ચેમ્બરનું કદ \(4.5\) લીટર અને બીજા ચેમ્બરનું કદ \(5.5\) લીટર છે. પ્રથમ ચેમ્બર \(2.0\, atm\) દબાણે \(3.0\) મોલ વાયુ ધરાવે છે તેમજ \(3.0\, atm\) દબાણે બીજે ચેમ્બર \(4.0\) મોલ વાયું ધરાવે છે. જ્યારે બે ચેમ્બર વચ્ચે થી વિભાજન (પાર્ટીશન) ને દૂર કરવામાં આવે ત્યારે મિશ્રણ સંતુલન પ્રાપ્ત કરે છે. આ મિશ્રણમાં ઉદભવતા દબાણનું મૂલ્ય \(x \times 10^{-1} \,atm\) છે. 1 નું મૂલ્ય ........ છે. 2021 અઘરું
- 28. \({N}_{2}\) વાયુના અણુંની કયા તાપમાને ગતિઊર્જા \(0.1\;volt\) થી પ્રવેગિત કરેલા સ્થિર ઇલેક્ટ્રોનની ગતિઊર્જા જેટલી થાય? (નજીકના પૂર્ણાંકમાં) \(\left(\right.\left.{k}_{{B}}=1.38 \times 10^{-23} \, {J} / {K}\right)\) 2021 મધ્યમ
- 29. \(T _{1}\) અને \(T _{2}\) તાપમાને રહેલ બે આદર્શ બહુ પરમાણ્વીય વાયુને મિશ્ર કરતાં ઉર્જાનો વ્ય્ય થતો નથી. જો \(F _{1}\) અને \(F _{2}, m _{1}\) અને \(m _{2}, n _{1}\) અને \(n _{2}\) અનુક્રમે મુક્તતાના અંશો, દળ અને અણુની સંખ્યા હોય તો તેમના મિશ્રણનું તાપમાન કેટલું થાય? 2021 અઘરું
- 30. \(T\) તાપમાને વાયુનાં અણુ પાસે એક મુક્તતાનાં અંશ દીઠ કેટલી ઊર્જા હોય ? \(\left( k _{ B }\right.\) બોલ્ટ્ઝમેન અચળાંક ) 2021 મધ્યમ
- 31. \(V\) કદ ધરાવતા પાત્રમાં \(16\, g\) ઓક્સિજન , \(28\, g\) નાઇટ્રોજન અને \(44\, g\) કાર્બન ડાઇઓક્સાઇડ \(T\) તાપમાને ભરેલ છે. \(R\) વાયુનો સાર્વત્રિક અચળાંક હોય તો આ મિશ્રણનું દબાણ કેટલું થાય? 2021 મધ્યમ
- 32. વાયુનાં ગતિવાદ મુજબ, વાયુ દબાણ લગાડે છે કારણ કે તેના અણુઓ : 2021 મધ્યમ
- 33. એક આદર્શ વાયુ પર અચળ તાપમાને \(\Delta P\) જેટલું નાનું દબાણ લગાવતા તેના કદમાં થતાં ફેરફારનું મૂલ્ય જ્યારે અચળ દબાણે \(\Delta T\) જેટલો તાપમાનનો ઘટાડો કરવાથી કદમાં થતાં ફેરફારના મૂલ્ય જેટલું છે. વાયુનું શરૂઆતનું તાપમાન અને દબાણ \(300\, K\) અને \(2\;atm\) છે. જો \(|\Delta T|=C|\Delta P|\) હોય તો \(C\) નું મૂલ્ય \((K / a t m)\) માં કેટલું હશે? 2020 અઘરું
- 34. એક આદર્શ વાયુના અણું પાસે ત્રણ રેખીયગતિના મુક્તતાના અંશો અને બે ચાકગતિના મુક્તતાના અંશો છે. વાયુને \(T\) તાપમાને રાખેલ છે.આ વાયુની કુલ આંતરિક ઉર્જા \(U\) અને \(\gamma\left(=\frac{ C _{ P }}{ C _{ v }}\right)\) ના મૂલ્યો કેટલા થશે? 2020 મધ્યમ
- 35. એક દ્વિપરમાણ્વિક વાયુના અણુઓનું શરૂઆતનું કદ \(P_{1}\) દબાણે અને \(250\, K\) તાપમાને \(V _{1}\) છે. તેમાંથી \(25 \%\) વાયુના અણુંઓ જુદા પડી જાય છે જેથી તેમના મોલમાં ફેરફાર થાય છે. પરિણામી વાયુનું કદ \(2 V _{1}\) અને તાપમાન \(2000\, K \) હોય ત્યારે તેનું દબાણ \(P _{2}\) થતું હોય તો ગુણોતર \(\frac{P _{2}}{ P _{1}}\) કેટલું થશે? 2020 મધ્યમ
- 36. એક ત્રિપરમાણ્વિક વાયુ છે. તેના અણુંનો આકાર ત્રિકોણાકાર અને તેમના પરમાણુ ત્રિકોણના શિરોબિંદુ પર દળરહિત સળીયાથી જોડાયેલા છે. તો \(T\) તાપમાને વાયુના એક મોલની આંતરિક ઊર્જા \(........RT\) થશે.
2020 મધ્યમ - 37. એક વાયુ મિશ્રણમાં \(3\) મોલ ઓક્સિજન અને \(5\) મોલ આર્ગોન વાયુ \(T\) તાપમાને છે. વાયુને આદર્શ વાયુ અને ઓક્સિજનના બંધને દઢ ધારીએ તો આ મિશ્રણની કુલ આંતરિક ઉર્જા ........\(RT\) હશે? 2020 મધ્યમ
- 38. \(T\) તાપમાને અને \(2\, cm\) પારાના દબાણે \(4\, cm ^{3}\) જેટલા કદમાં રહેલ સંપૂર્ણ એક પરમાણ્વિક વાયુના અણુઓ કેટલા હશે? (\(T\) તાપમાને અણુઓની સરેરાશ ગતિઉર્જા \(=4 \times 10^{-14}\; erg\), \(g=980\, cm / s ^{2}\), પારાની ઘનતા \(=13.6\, g / cm ^{3}\)) 2020 મધ્યમ
- 39. \(1\, m^2\) ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર \(10^{-26}\, kg\) દળ ધરાવતા \(10^{22}\) વાયુના અણુંઓ દર સેકંડે \(10^4\,m/s\) ઝડપથી અથડાતાં હોય તો તેના દ્વારા સપાટી પર કેટલું દબાણ ઉત્પન્ન થશે? 2019 મધ્યમ
- 40. \(2\, kg\) એક પરમાણ્વીય વાયુ એ \(4\times10^4\, N/m^2\) દબાણ પર છે. આ વાયુની ઘનતા \(8\, kg/m^3\) છે. ઉષ્મીય ગતિને લીધે આ વાયુની ઊર્જાનો ક્રમ શું હશે? 2019 મધ્યમ
- 41. \(27^oC\) તાપમાને એક પાત્રમાં \(15\ g\) દ્રવ્યમાનના નાઇટ્રોજન વાયુને ભરેલ છે. આ અણુઓની \(rms\) ઝડપ બમણી થાય તે માટે આ વાયુમાં તબદિલ ઊષ્માનો જથ્થો લગભગ ______ \(kJ\) છે. \((R=8.3\,J/K\, mole\) લો.\()\) 2019 મધ્યમ
- 42. \(67.2\, lit\) નિશ્ચિત ક્ષમતા ધરાવતા પાત્રમાં \(STP\) એ હિલિયમ ગૅસ ભરવામાં આવે છે.ગેસના તાપમાનમા \(20\,^oC\) વધારો કરવા માટે ..... \(J\) ઉષ્માની જરૂર પડે. [ \(R = 8.31\, J\, mol^{-1}\, K^{-1}\)] 2019 મધ્યમ
- 43. દ્વિપરમાણ્વિક વાયુને અચળ કદે \(Q\) જેટલી ઉષ્મા આપતા તેનાં તાપમાનમાં \(\Delta T\) જેટલો વધારો થાય છે. તો અચળ દબાણે કેટલી ઉષ્મા આપવાથી તાપમાનમા તેટલો જ વધારો થાય? 2019 મધ્યમ
- 44. એક આદર્શ વાયુ \(3\times10^6\, Pa\) દબાણે \(2\, m^3\) કદ રોકે છે તો આ વાયુની ઊર્જા કેટલી હશે? 2019 મધ્યમ
- 45. એક મોલ આદર્શ વાયુ પ્રક્રિયા માટે \(P\, = {P_0}\,\left[ {1 - \frac{1}{2}{{\left( {\frac{{{V_0}}}{V}} \right)}^2}} \right]\) સમીકરણ પર આધાર રાખે છે.જ્યાં \(P_0\) અને \(V_0\) અચળાંક છે તો વાયુનું કદ \(V_0\) થી \(2V_0\) કરતા તાપમાનમા કેટલો ફેરફાર થાય? 2019 અઘરું
- 46. એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ \(m\) દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ \(l_1\) અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ \(l_2\) એવી રીતે છે કે જેથી \(l_1\) એ \(l_2\) કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન \(T\) એ \(n\) મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ \(m\) થી આપી શકાય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક અને \(g\) એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.) 2019 અઘરું
- 47. \(HCl\)નો અણુ પાસે ચાકગતિ ,રેખીય ગતિ અને કંપન ગતિ કરી શકે છે.\(HCl\) અણુની વાયુ અવસ્થામાં \(rms\) ઝડપ \(\bar v \) , દળ \(\,m\) અને બોલ્ટ્ઝમેન અચળાંક \(k_B\) હોય તો તેનું તાપમાન કેટલું થશે? 2019 મધ્યમ
- 48. \(T\) તાપમાને એક વાયુમિશ્રણ એ \(3\) મોલ ઑકિસજન અને \(5\) મોલ આર્ગન ધરાવે છે. સ્થાનાંતરીય અને ભ્રમણીય મોડને ધ્યાનમાં લેતા આ તંત્રની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે? 2019 મધ્યમ
- 49. એક નળાકારમાં રહેલ \(N \) મોલ દ્વિ પરમાણ્વિક વાયુનું તાપમાન \(T\) છે. તેને ઉષ્મા એ રીતે આપવામાં આવે છે કે જેથી તેનું તાપમાન બદલાતું નથી પરંતુ \(n\,mole\) દ્વિ પરમાણ્વિક વાયુનું એક પરમાણ્વિક વાયુમાં રૂપાંતર થાય છે. તો વાયુની કુલ ગતિઉર્જામાં કેટલો ફેરફાર થાય? 2017 મધ્યમ
- 50. ઉર્જાના સમવિભાજન માટે રૂમ તાપમાને રહેલ એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્મા (\(J\, kg^{-1}\, K^{-1}\) માં) લગભગ કેટલી થશે? (એલ્યુમિનિયમનો અણુભાર\(= 27\)) 2015 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિવાદ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં દબાણ અને ઉર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2025 ના 53 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
દબાણ અને ઉર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
13% સરળ, 57% મધ્યમ અને 30% અઘરા.