ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ

ફોટોન અને ફોટો ઈલેક્ટ્રિક અસર PYQ: JEE Mains Physics પ્રશ્નો

ફોટોન અને ફોટો ઈલેક્ટ્રિક અસર પર STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ના 17 પ્રશ્નો, 2023–2026 માં પૂછાયેલા.

17પ્રશ્નો
85STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ માં
2023–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 35% અઘરું 59%

પ્રશ્નો

નવા પહેલા

17 માંથી 1–17 પ્રશ્નો

  1. 1. \(15\) kW પર કાર્યરત પ્રકાશનો એકવર્ણીય સ્ત્રોત \(2.5\times 10^{22}\) ફોટોન/s ઉત્સર્જિત કરે છે. ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા વિસ્તારમાં સંબંધિત છે તે શોધો ________. (લો: \(h=6.6\times 10^{-34}\) J·s અને \(c=3\times 10^8\) m/s). 2026 મધ્યમ
  2. 2. 663 nm પર કાર્યરત 6 mW લેસર ઉદ્ગમ વડે પ્રતિ સેકંડે એકસમાન ઉર્જા ધરાવતા ફોટોનની સંખ્યા _________ છે.
    ( \(h =6.63 \times 10^{-34} J . s\) અને \(c =3 \times 10^8 m / s\) આપેલ છે)
    2026 અઘરું
  3. 3. જ્યારે આપેલી તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટેનું સ્ટોપિગ પોટેન્શિયલ (સ્થિતિમાન) 3.2 V છે જો પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ કરતા બમણી તરંગલંબાઈ ધરાવતો બીજો પ્રકાશ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટીને 0.7 V થાય છે. પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ __________ m છે.
    \(\left( h =6.63 \times 10^{-34} J . s , e =1.6 \times 10^{-19} C , c =3 \times 10^8 m / s \right)\)
    2026 મધ્યમ
  4. 4. નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન (A) : વિદ્યુતચુંબકીય તરંગો ઊર્જા વહન કરે છે પરંતુ વેગમાન નહીં.
    કારણ (\(\mathbf{R}\)): ફોટોનનું દળ શૂન્ય હોય છે.
    ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
    2025 સરળ
  5. 5. પ્રકાશ સ્ત્રોત \(S_1\) અને પ્રકાશ સ્ત્રોત \(S_2\) ની શક્તિનો ગુણોત્તર \(2\) છે. \(S_1\) 600 nm પર \(2 \times 10^{15}\) ફોટોન પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત કરે છે. જો સ્ત્રોત \(S_2\) ની તરંગલંબાઈ 300 nm હોય, તો \(S_2\) દ્વારા ઉત્સર્જિત પ્રતિ સેકન્ડ ફોટોનની સંખ્યા _______ \(\times 10^{14}\) છે. 2025 મધ્યમ
  6. 6. \(200 \mathrm{~W}\) ના પાવર સાથે પ્રકાશના બે સ્ત્રોતો, \(300\  \mathrm{nm}\) અને \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈ ધરાવતા દરેક સ્ત્રોત દ્વારા ઉત્સર્જિત દૃશ્યમાન પ્રકાશના ફોટોનની સંખ્યાનો ગુણોત્તર _______ હશે. 2024 અઘરું
  7. 7. \(40 \mathrm{~cm}\) કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ \(I\)ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ \(20 \mathrm{~cm}\) કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે. 2024 અઘરું
  8. 8. અપરાવર્તક સપાટી પર લંબ રૂપે આપાત થતી સરેરાશ બળ \(2.4 \times 10^{-4} \mathrm{~N}\) છે. જો \(360 \mathrm{~W} / \mathrm{cm}^2\) પ્રકાશ ઊર્જા ફ્લક્સ \(1\) કલાક \(30\) મિનિટના ગાળા દરમિયાન હોય તો સપાટીનું ક્ષેત્રફળ _______ છે. 2024 અઘરું
  9. 9. એક બિંદુવત્ત ઉદગમ ઉગમબિંદુ આગળ \(16 \times 10^{-8} \mathrm{Wm}^{-2}\) ની તીવ્રતાથી ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે. ઉગમબિંદુથી અનુક્રમે \(2 m\) અને \(4 m\) અંતરે રહેલા બિંદુંઓ આગળ તીવ્રતાનો તફાવત (ફક્ત માનાંક) _______ \(\times 10^{-8} \mathrm{Wm}^{-2}\) છે. 2024 અઘરું
  10. 10. જો \(t\) સમયમાં સપાટીને રૂપાંતરિત થતી કુલ ઊર્જા \(6.48 \times 10^5 \mathrm{~J}\) હોય તો સંપૂર્ણ શોષણ દરમિયાન સપાટીને પૂરું પડાતું કુલ વેગમાન _______ હશે. 2024 અઘરું
  11. 11. લેસર દ્વારા \(6 \times 10^{14} \mathrm{~Hz}\) આવૃત્તિનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર \(2 \times 10^{-3} \mathrm{~W}\) છે. સરેરાશ દર સેકન્ડે ઉદ્ભવસ્થાન દ્વારા કેટલા ફોટોન ઉત્સર્જિત થાય છે? (આપેલ છે \(\mathrm{h}=6.63 \times 10^{-34} \mathrm{Js}\) ) 2024 અઘરું
  12. 12. પદાર્થનું કાર્ય વિધેય \(3.0 \mathrm{eV}\) છે. આ પદાર્થાંમાંથી ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરી શકે તે માટે પ્રકાશની સૌથી મોટી તરંગલંબાઈ લગભગ _______ હશે. 2024 અઘરું
  13. 13. ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આવૃત્તિ \(1.5\) ગણી થ્રેશોલ્ડ આવૃત્તિવાળો પ્રકાશ પ્રકાશસંવેદનશીલ પદાર્થની સપાટી પર આપાત કરવામાં આવે છે. હવે જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે, તો ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની સંખ્યા _______ હશે. 2024 અઘરું
  14. 14. દ્રવ્યમાંથી થતા ફોટો ઇલેકટ્રીક ઉત્સર્જન માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ \(5500 \mathring A\) છે. જ્યારે દ્રવ્ય પર \(A.\) \(75\,W\) નો પારરક્ત ગોળાનું \(B.\) \(10\,W\) ના પારરક્ત ગોળાનું \(C.\) \(75\,W\) ના પારજાંબલી ગોળાનું \(D.\) \(10\,W\) ના પારજાંબલી ગોળાનું એકરંગી વિકિરણ આપાત કરવામાં આવે છે ત્યારે ફોટો ઈલેકટ્રોન ઉત્સર્જિત થશે. નીયે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  15. 15. એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ \(24\,W\)નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા  \(10\,cm\) અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ \(.........\times 10^{-8}\,N\) છે. 2023 અઘરું
  16. 16. ફોટોઈલેકટ્રીક અસરમાં \(A\). ફોટો પ્રવાહ આપાત વિકિરણની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. \(B\). ફોટો ઈલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે છે. \(C\). ઉત્સર્જિત ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઊર્જા આપાત પ્રકાશની આવૃતિ પર આધાર રાખે છે. \(D\). ફોટોઈલેક્ટ્રોનના ઉત્સર્જન માટે આપાત વિકિરણની ન્યૂનતમ થ્રેશોલ્ડ તીવ્રતાની જરૂર છે. \(E\). ફોટો ઇલેકટ્રોનની મહત્તમ ગતિઉર્જા આપાત પ્રકાશની આવૃત્તિથી સ્વતંત્ર છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  17. 17. સ્થિર સ્થિતિમાં રહેલ એક વસ્તુ \(20\,mW\) પાવર (કાર્યત્વારા) ધરાવતા અને \(300\,ns\) સમયગાળો ધરાવતા પ્રકાશ સ્પંદનનું શોષણ કરે છે.પ્રકાશની ઝડપ \(3 \times 10^8\,m/s\) ધારતાં વસ્તુનું વેગમાન \(........\times 10^{-17} kg\,m / s\) ને બરાબર થશે. 2023 મધ્યમ

STD 12 - વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ફોટોન અને ફોટો ઈલેક્ટ્રિક અસર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2023–2026 ના 17 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ફોટોન અને ફોટો ઈલેક્ટ્રિક અસર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

6% સરળ, 35% મધ્યમ અને 59% અઘરા.