ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય

પૃથ્વીનું ચુંબકત્વ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પૃથ્વીનું ચુંબકત્વ પર STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના 12 પ્રશ્નો, 2013–2022 માં પૂછાયેલા.

12પ્રશ્નો
68STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય માં
2013–2022વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 17% મધ્યમ 58% અઘરું 25%

પ્રશ્નો

નવા પહેલા

12 માંથી 1–12 પ્રશ્નો

  1. 1. \(30^{\circ}\) નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન \(P\) આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં \(20\) વખત દોલન પામે છે. \(60^{\circ}\) નો ડીપ કોણ ઘરાવતા \(Q\) સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા \(10\) થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર \(\left( B _{ Q }: B _{ P }\right)..........\) થશે. 2022 અઘરું
  2. 2. બે ત્રિજ્યા ચુંબકો સમક્ષિતિજ સમતલમાં અનુક્રમે \(3 \,s\) અને \(4 \,s\) ના આવર્તકાળથી દોલન કરે છે. જો તેઓની જડત્વની ચાકમાત્રાઆનો ગુણોત્તર \(3:2\) હોય તો તેમની ચુંબકીય ચાકમાત્રાનો ગુણોત્તર ............. થશે. 2022 મધ્યમ
  3. 3. કોઈ એક સ્થાને ડીપ્-એન્ગલ (કોણ) \(30^{\circ}\) અને પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિળ ઘટક \(0.5\) ઓર્સેટડ છે. પૃથ્વીનું કુલ ચુંબકીય ક્ષેત્ર (ઓર્સેટડમાં) ...................... થશે. 2022 સરળ
  4. 4. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ધટક જ્યાં ડીપ-કોણ \(37^{\circ}\) નો હોય તે સ્થાને \(6 \times 10^{-5}\,T\) છે. તે સ્થાને પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર \(........\) હશે. \(\left(\tan 37^{\circ}=\frac{3}{4}\right.)\) લો. 2022 સરળ
  5. 5. યુંબકીય મિરીડીયન સાથે \(45^{\circ}\) નો કોણો લટકાવેલ એક યુંબક સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ની કોણ ધરાવે છે. ડીપ-કોણનું સાચું મૂલ્ય ......... હશે. 2022 મધ્યમ
  6. 6. \(14 \,cm\) લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકને ચુંબકીય મેરેડિયનમાં ઉતર ધ્રુવ ઉતર દિશામાં મુક્તા તેના કેન્દ્રથી \(18\, cm\) અંતરે ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે. જો \(B _{ H }=0.4 \,G ,\) હોય તો ચુંબકની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? \(\left(1\, G =10^{-4} T \right)\) 2021 અઘરું
  7. 7. ચુંબકીય મેરેડિયન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવતા સમતલમાં ડીપ એન્ગલ \(45^{\circ}\) નો છે. સાચો ડીપ એન્ગલ શોધો. 2021 મધ્યમ
  8. 8. સાચું વિધાન પસંદ કરો. 2021 મધ્યમ
  9. 9. એક ચુંબકીય હોકાયંત્ર (compass) ની સોયને \(45^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(30\) વખત અને \(30^o\) જેટલો ડીપ એન્ગલ ધરાવતા સ્થાને મુક્તા તે એક મિનિટમાં \(40\) ભ્રમણ કરે છે.જો \(B_1\) અને \(B_2\) એ બંને સ્થાને પૃથ્વીને લીધે ઉત્પન્ન થતું કુલ ચુંબકીય ક્ષેત્ર હોય તો તેમનો ગુણોત્તર \(B_1/B_2\) કેટલો થાય? 2019 મધ્યમ
  10. 10. એક ફાઇટર પ્લેનની લંબાઈ \(20\, m\), વિંગ સ્પેનની લંબાઈ(એક પાંખડાની ટોચથી બીજા પાંખડાની ટોચ સુધીનું અંતર) \(15\,m\) અને ઊંચાઈ \(5\,m\) છે જે દિલ્હીની ઉપર પૂર્વ દિશા તરફ \(240\, ms^{-1}\)ની ઝડપથી ગતિ કરે છે. દિલ્હી ઉપર પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર \(5 \times 10^{-5}\,T\) જેટલું અને તેના માટે ડેક્લિનેશન \( \sim {0^o}\) અને ડીપ એન્ગલ \(\theta\) એ \(\sin \,\theta  = \frac{2}{3}\) જેટલો છે. જો પ્લેનની નીચેની અને ઉપરની બાજુ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_B\) અને પાંખડાની ટોચ વચ્ચે ઉત્પન્ન થતું વિદ્યુતસ્થિતિમાન \(V_W\) હોય તો \(V_B\) અને  \(V_W\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2016 અઘરું
  11. 11. પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી \(30\, cm\) અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ \(Am^2\) માં લગભગ કેટલું હશે? (\(\frac{{{\mu _0}}}{{4\pi }}\, = 10^{- 7}\) \(SI\) એકમમાં અને \(B_H\, =\) ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક \(= 3.6\times10^{-5}\, tesla\)) 2015 મધ્યમ
  12. 12. પૃથ્વીની ચુંબકીયરેખાઑ પૃથ્વીના કેન્દ્ર પર રહેલા ડાઈપોલને મળતી આવે છે. જો ડાઈપોલની ચુંબકીય મોમેન્ટ \(8 \times 10^{22}\, Am^2\) જેટલી હોય તો, પૃથ્વીના વિષુવવૃતની પાસે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલા \(Gauss\) હશે? (પૃથ્વીની ત્રિજ્યા\(= 6.4 \times 10^6\, m\)) 2013 મધ્યમ

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પૃથ્વીનું ચુંબકત્વ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2022 ના 12 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પૃથ્વીનું ચુંબકત્વ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

17% સરળ, 58% મધ્યમ અને 25% અઘરા.