ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - દોલનો

સરળ આવર્તગતિમાં ઊર્જા PYQ: JEE Mains Physics પ્રશ્નો

સરળ આવર્તગતિમાં ઊર્જા પર STD 11 - દોલનો ના 29 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

29પ્રશ્નો
157STD 11 - દોલનો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 3% મધ્યમ 48% અઘરું 48%

પ્રશ્નો

નવા પહેલા

29 માંથી 1–29 પ્રશ્નો

  1. 1. એક સરળ આવર્ત દોલકની ગતિઊર્જા \(176 rad / s\) ની કોણીય આવૃત્તિથી દોલન કરે છે. આ સરળ આવર્ત દોલકની આવૃત્તિ _________ Hz છે. \(\left[\right.\) \(\left.\pi=\frac{22}{7}\right]\) લો. 2026 મધ્યમ
  2. 2. T આવર્તકાળ સાથેની સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર \(x(t)=A \sin \omega t\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A કંપવિસ્તાર છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય t = T / 2\( \beta\) આગળ મળે છે, તો \( \beta\) નું મૂલ્ય __________ છે. 2026 મધ્યમ
  3. 3. \(0.2 \mathrm{~kg}\) દળની એક વસ્તુ \(\mathrm{X}\)-અક્ષ પર \(\left(\frac{25}{\pi}\right) \mathrm{Hz}\) આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \(\mathrm{x}=0.04 \mathrm{~m}\) સ્થિતિએ વસ્તુ પાસે ગતિ ઉર્જા \(0.5 \mathrm{~J}\) અને સ્થિતિ ઉર્જા \(0.4 \mathrm{~J}\) છે. દોલનનો કંપ વિસ્તાર _______ cm છે. 2024 અઘરું
  4. 4. જ્યારે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર તેના કંપ વિસ્તારના ત્રીજા ભાગનું હોય ત્યારે કુલ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(\frac{x}{8}\) છે, જ્યાં \(x=\) _______. 2024 અઘરું
  5. 5. સરળ આવર્ગ ગતિમાં, આપેલ તંત્ર માટે કુલ યાંત્રિક ઊર્જા \(E\) વડે આપવામાં આવે છે. જો દોલન કરતાં કણનું દળ બમણું કરવામાં આવે તો સમાન કંપવિસ્તાર માટે નવી ઊર્જા _______ થશે.
    2024 અઘરું
  6. 6. આપેલ સમયે સાદા આવર્ત લોલકના સ્થાનાંતરનું મૂલ્ય \(y = A \cos \left(30^{\circ}\right)\) વડે આપવામાં આવે છે. જો કંપવિસ્તાર \(40\,cm\) હોય અને આ સમયે ગતિઊર્જા \(200\,J\) હોય, તો બળ અચળાંકનું મૂલ્ય \(1.0 \times 10^x Nm ^{-1}\) છે. \(x\) નું મૂલ્ય ....... થશે. 2023 અઘરું
  7. 7. એક કણ \(A\) કંપવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિ ઉત્પન્ન કરે છે. જ્યારે તેની ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા બરાબર થાય ત્યારે તેનું સંતુલન સ્થાનથી અંતર \(.........\) છે. 2023 મધ્યમ
  8. 8. એક કણ સરળ આવર્તગતિ \((SHM)\) કરે છે. જ્યારે તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતાં અડધું હોય ત્યારે કણની સ્થિતિઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર \(........\) થશે. 2023 મધ્યમ
  9. 9. એક સાદા આવર્ત દોલક માટે વ્યાપક સ્થાનાંતર \(x= A \sin \omega t\) છે. ધારો કે \(T\) તેનો આવર્તક છે. તેની સ્થિતિઊર્જા \((U)\) - સમય \((t)\) ના વક્રનો ઢાળ, જ્યારે \(t=\frac{T}{\beta}\) થાય ત્યારે, મહતમ થાય છે. \(\beta\)નું મૂલ્ય \(..............\) છે. 2023 અઘરું
  10. 10. સ.આ.ગ. કરતાં કણનો કંપવિસ્તાર \(3\,cm\) છે. સ્થાનાંતર (\(cm\) માં) કે જ્યાં તેની ગતિઊર્જા સ્થિતિઉર્જા કરતાં \(25 \%\) વધુ હશે? 2023 મધ્યમ
  11. 11. સરળ આવર્ત ગતિ કરતા એક બ્લોકની મહત્તમ સ્થિતિઊર્જા \(25\,J\) છે.\(A\) એ દોલનનો કંપવિસ્તાર છે, \(A/2\) આગળ, બ્લોકની ગતિઊર્જા \(..........\,J\) થશે. 2023 સરળ
  12. 12. \(0.9 \,kg\) દળ સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડતા તે \(A\) કંંપવિસ્તાર સાથે સ.આ.ગ. કરે છે. જ્યારે આ દળ તેના મધ્યમાન (સરેરાશ) સ્થાન આગળથી પસાર થાય છે ત્યારે બીજું નાનું \(124 \,g\) નું દળ તેના ઉપર મૂકવામાં આવે છે અને બંને હવે \(A _{2}\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જો ગુણોત્તર \(\frac{A_{1}}{A_{2}}\) એ \(\frac{\alpha}{\alpha-1}\) હોય તો, \(a\) નું મૂલ્ય ........... થશે. 2022 અઘરું
  13. 13. \(4\,kg\) દળ ધરાવતા કણની \(x\)-અક્ષની દિશામાં થતી ગતિ દરમિયાન સ્થિતિઊર્જા નીયે મુજબ આપી શકાય છે. \(U=4(1-\cos 4 x)\,J\). નાના દોલની \((\sin \theta \approx \theta)\) માટે કણનો આવર્તકાળ \(\left(\frac{\pi}{ K }\right) s\) છે. \(K\) નું મુલ્ય \(..........\) હશે. 2022 અઘરું
  14. 14. એક વસ્તુ આગળ- પાછળ \(10 \,cm\) જેટલા કંપવિસ્તાર સાથે ગતિ કરે છે. જ્યારે વસ્તુ તેની સરેરાશ (મધ્ય) સ્થાનથી \(5 \,cm\) એ હોય ત્યારે હવાના જેટ (ફુવારા) ની મદદથી તેનો વેગ ત્રણ ઘણો કરવામાં આવે છે. કંપનનો, નવો કંપવિસ્તાર \(\sqrt{x} \,cm\) થાય છે. \(x\) નું મૂલ્ય ......... થશે. 2022 અઘરું
  15. 15. \(0.5\, {kg}\) દળ ધરાવતો પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે. જેનો કંપવિસ્તાર \(5\, {cm}\) અને આવર્તકાળ \((T)\) \(0.2\, {s}\) છે. સમતોલન સ્થાનેથી શરૂ કરીને \(t=\frac{T}{4}\;sec\) સમયે પદાર્થની સ્થિતિઉર્જા (\(J\) માં) કેટલી હશે? દોલનની શરૂઆતની કળા શૂન્ય છે તેમ ધારો.  2021 મધ્યમ
  16. 16. \(100\, {Nm}^{-1}\) બળ આચાળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(1\, {kg}\) દળનો પદાર્થ લટકાવેલ છે. દળને થોડોક નીચે ખેંચીને મુક્ત કરતાં તે \(T\) આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. જ્યારે તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય તે સમય \(\frac{{T}}{{x}}\) હોય,તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
  17. 17. જ્યારે કણ સમતોલન સ્થાન અને અંતિમ બિંદુ વચ્ચે હોય ત્યારે કુલ યાંત્રિક ઉર્જાની કેટલામાં ભાગની ઉર્જા ગતિઉર્જા સ્વરૂપે હશે? 2021 મધ્યમ
  18. 18. સરળ આવર્ત ગતિ કરતાં એક કણનો કંપવિસ્તાર \(a\) અને કુલ ઉર્જા \(E\) છે. કોઈ એક સમયે તેની ગતિઉર્જા \(\frac{3 {E}}{4}\) હોય તો તેનું સ્થાનાંતર કેટલું હશે? 2021 મધ્યમ
  19. 19. સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થનો કંપવિસ્તાર \(a\) છે,સમતોલન સ્થાનથી કેટલા અંતરે ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય? 2021 મધ્યમ
  20. 20. સરળ આવર્તગતિ કરતાં પદાર્થ  \((a)\) સ્થિતિઊર્જા હમેશા તેની ગતિઊર્જા જેટલી હોય. \((b)\) ગમે તે સમય અંતરાલમાં સ્થિતિઊર્જા અને ગતિઊર્જાનું સરેરાશ મૂલ્ય સમાન થાય.  \((c)\) કોઈ પણ સમયે ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો સરવાળો અચળ હોય. \((d)\) ગતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશ સ્થિતિઊર્જાની એક આવર્તકાળપરની સરેરાશજેટલી હોય. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો 2021 મધ્યમ
  21. 21. સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલ છે. તો તેના માટે નીચે પૈકી કેટલા વિધાનો સત્ય થશે? \((A)\) \(t=\frac{3 T}{4}\) સમયે બળ શૂન્ય થાય.  \((B)\) \(t=T\) સમયે પ્રવેગ મહત્તમ થાય. \((C)\) \(t =\frac{ T }{4}\) સમયે વેગ મહત્તમ થાય.  \((D)\)  \(t=\frac{T}{2}\) સમયે ગતિઉર્જા અને સ્થિતિઉર્જા સમાન થાય.
    2020 અઘરું
  22. 22. દળરહિત સ્પ્રિંગ \((k = 800\, N/m)\) સાથે \(500\, g\) દળ લટકાવેલ છે જે સંપૂર્ણ રીતે \(1\, kg\) પાણીમાં ડૂબેલ છે.સ્પ્રિંગને \(2\, cm\) ખેંચીને મુક્ત કરતાં તે કફન ગતિ કરે છે.જ્યારે કંપન બંધ થાય ત્યારે પાણીના તાપમાનમાં કેટલા સુધીનો ફેરફાર થાય? (પાણીનું પાત્ર અને સ્પ્રિંગ કોઈ પણ પ્રકારની ઉષ્મા પ્રાપ્ત કરતું નથી તેમ ધારો અને દળની વિશિષ્ટ ઉષ્મા \(= 400\, J/kg\, K\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(= 4184\, J/kg\, K\)) 2019 અઘરું
  23. 23. એક કણ \(x-\)અક્ષ, \(x= 0\) કે સાપેક્ષ તરફ \(A\) કંપવિસ્તારની સરળ આવર્ત ગતિ (સ.આ.ગ.) કરે છે. જ્યારે તેની સ્થિતિ ઊર્જા \((PE)\) એ ગતિઊર્જા \((KE)\) ની બરાબર થાય ત્યારે આ કણની સ્થિતિ કઈ હશે? 2019 મધ્યમ
  24. 24. એક લોલક સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ગતિ ઊર્જા \(K_1\) છે. જો લોલકની લંબાઈ બમણી કરવામાં આવે તો તે પ્રથમ કિસ્સામાં જેટલો કંપવિસ્તાર હતો તેટલા જ કપંવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે. અને તેની મહત્તમ ગતિ ઊર્જા \(K_2\) છે. તો ...  2019 મધ્યમ
  25. 25. સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર \(x(t)\, = \,A\,\sin \,\frac{{\pi t}}{{90}}\) વડે આપવામાં આવે છે. \(t=210\,s\) પર આ કણ માટે ગતિઊર્જાથી સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
  26. 26. \(M\) દળ ધરાવતા કણનો સમતોલન સ્થાને સ્થિતિમાન \(V\, = \,\frac{1}{2}\,k{(x - X)^2}\) છે. \(m\) દળ ધરાવતો કણ જમણી બાજુથી \(u\) વેગથી \(M\) દળ ધરાવતા કણ સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવી ચોંટી જાય છે. જ્યારે કણ સમતોલન સ્થાન પર આવે ત્યારે આ પ્રક્રિયાનું પુનરાવર્તન થાય છે. \(13\) સંઘાત પછી દોલનોનો કંપવિસ્તાર કેટલો થાય? \((M = 10,\, m = 5,\, u = 1,\, k = 1 )\)  2018 અઘરું
  27. 27. \(0.1\, kg\) દળના બ્લોકને \(640\, Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે. જે \(10^{-2}\, kg\,s^{-1}\) ના અવમંદિત અચળાંક ધરાવતા માધ્યમમાં દોલનો કરે છે.તંત્ર સમાન રીતે ઉર્જા ગુમાવે છે.તંત્રની યાંત્રિક ઉર્જા શરૂઆત કરતાં અડધી થતાં કેટલો સમય(\(s\) માં) લાગશે? 2017 અઘરું
  28. 28. \(1\, s\) આવર્તકાળ ધરાવતું લોલક આવામંદનને કારણે ઉર્જા ગુમાવે છે.એક સમયે તેની ઉર્જા \(45\, J\) છે જો \(15 \) દોલનો પછી તેની ઉર્જા \(15\, J\) થતી હોય તો અવમંદનનો અચળાંક (damping constant\(=\frac bm\)) (\(s^{-1}\) માં) કેટલો થાય? 2015 મધ્યમ
  29. 29. બે \(A\) અને \(B\) જેમના બળ અચળાંક અનુક્રમે \(300\, N/m\) અને \(400\, N/m\) છે તેને શ્રેણીમાં જોડેલી છે. આ જોડાયેલી સ્પ્રિંગ ને \(8.75\, cm\) જેટલી દબાવવામાં આવે છે. તો તેમાં સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(\frac{{{E_A}}}{{{E_B}}}\) કેટલો થાય? 2013 અઘરું

STD 11 - દોલનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સરળ આવર્તગતિમાં ઊર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 29 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સરળ આવર્તગતિમાં ઊર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

3% સરળ, 48% મધ્યમ અને 48% અઘરા.