ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - થર્મોડાયનેમિક્સ

થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ પર STD 11 - થર્મોડાયનેમિક્સ ના 14 પ્રશ્નો, 2021–2026 માં પૂછાયેલા.

14પ્રશ્નો
166STD 11 - થર્મોડાયનેમિક્સ માં
2021–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 21% મધ્યમ 64% અઘરું 14%

પ્રશ્નો

નવા પહેલા

14 માંથી 1–14 પ્રશ્નો

  1. 1. નીચેના વિધાનોને ધ્યાનમાં લો:
    A. ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યમો નિયમ તાપમાનનો ખ્યાલ આપે છે
    B. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આંતરિક ઊર્જાનો ખ્યાલ આપે છે
    C. આદર્શ વાયુના સમતાપી પ્રસરણમાં, \(\Delta Q \neq \Delta W\)
    D. વિશિષ્ટ અને વ્યાપક ચલોનો ગુણાકાર વ્યાપક હોય છે
    E. કોઈપણ વ્યાપક ચલ અને દળનો ગુણોત્તર વ્યાપક ચલ હશે
    નીચે આપેલા વિકલ્પોમાંથી વિધાનોનો સાચો સમૂહ પસંદ કરો:
    2026 મધ્યમ
  2. 2. એક પરમાણ્વિક વાયુની આંતરિક ઊર્જા 3 nRT છે. હિલીયમના એક મોલને 17 cm2 આડછેદવાળા નળાકારમાં રાખેલો છે. નળાકારને હલકા ઘર્ષણરહિત પિસ્ટન વડે બધ કરવામાં આવેલો છે. આ વાયુને 126 J ઉષ્મા પૂરી પાડીને હળવેકથી ગરમ કરવામાં આવે છે. જો તાપમાન 4°C જેટલું વધે તો પિસ્ટન _________ cm જેટલો ખસશે.
    (વાતાવરણનું દબાણ = 105 Pa)
    2026 મધ્યમ
  3. 3. દ્વિપરમાણ્વિક વાયુને અચળ દબાણે ઉષ્મા પૂરી પાડવામાં આવે છે. તો \(\Delta Q : \Delta U : \Delta W\) નો ગુણોત્તર _______ છે. 2026 મધ્યમ
  4. 4. પિસ્ટન પ્રણાલીવાળા સિલિન્ડરમાં ફક્ત ચાકગતિના પ્રકારો ધરાવતો દ્વિપરમાણ્વિક વાયુનો એક મોલ રાખેલ છે. સિલિન્ડરના આડછેદનું ક્ષેત્રફળ \(4\) cm\(^2\) છે. વાયુને ધીમે ધીમે ગરમ કરવામાં આવે છે જેથી તેનું તાપમાન \(1.2\,^\circ\)C જેટલું વધે છે, આ દરમિયાન પિસ્ટન \(25\) mm ખસે છે. વાયુને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો ________ J છે. (વાતાવરણનું દબાણ \(=100\) kPa, \(R=8.3\) J/mol·K) (પિસ્ટનનું દળ અવગણો) 2026 અઘરું
  5. 5. અમુક ઉષ્માગતિશાસ્ત્રીય ચલો માટે નીચેના વિધાનો આપેલા છે,
    (A) આંતરિક ઊર્જા, કદ (V) અને દળ (M) એ વિસ્તૃત ગુણધર્મો છે.
    (B) દબાણ (P), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
    (C) કદ (V), તાપમાન (T) અને ઘનતા ( \(\rho\) ) એ વિશિષ્ટ ગુણધર્મો છે.
    (D) દળ (M), તાપમાન (T) અને આંતરિક ઊર્જા એ વિસ્તૃત ગુણધર્મો છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:
    2025 સરળ
  6. 6. વાતાવરણના દબાણે 273 K તાપમાને બરફના એક સ્લેબના ગલન દરમિયાન : 2025 સરળ
  7. 7. એક સિલિન્ડરમાં રાખેલ એક મોલ હિલિયમને કુલ \(48 \mathrm{~J}\) ઉષ્મા આપવામાં આવે છે. હિલિયમનું તાપમાન \(2^{\circ} \mathrm{C}\) વધે છે. વાયુ દ્વારા થયેલું કાર્ય _______ છે. (આપેલ છે, \(\mathrm{R}=8.3 \mathrm{~J} \mathrm{~K}^{-1} \mathrm{~mol}^{-1}\).) 2024 અઘરું
  8. 8. \(1\,g\) પ્રવાહીનું \(3 \times10^5\) દબાણે વરાળમાં રૂપાંતર કરવામાં આવે છે. જો રૂપાંતરણ દરમિયાન \(1600\,cm ^3\) કદ વધારવા માટે લગાડેલ ઉષ્માનો \(10\%\) ભાગ વપરાતો હોય, તો પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો વધારો \(............\,J\) 2023 મધ્યમ
  9. 9. એક તંત્રને \(1000\) વોટના દરથી સ્રોત દ્વારા ઊર્જા પૂરી પાડવામાં આવે છે. જો તંત્ર \(200\) વોટના દરથી કાર્ય કરે છે. તંત્રની આંતરિક ઊર્જામાં થતો વધારો \(........\,W\) છે. 2023 સરળ
  10. 10. એક વાયુનું સમોષ્મી સંકોચન થાય છે, તો નીચેનામાંથી કયું કથન સાચું નથી? 2023 મધ્યમ
  11. 11. નીચે બે વિધાનો આપેલ છે. એકને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે. અને બીજાનો કારણ \(R\) તરીકે નિર્દેશ કરવામાં આવે છે. કથન \(A\) : જો \(dQ\) અને \(dW\) અનુક્રમે તંત્રને આપવામાં આવતી ઉષ્મા અને તંત્ર પર થતું કાર્ય હોય તો થર્મોડાયનામિકના પ્રથમ નિયમ અનુસાર \(dQ=dU-dW\) કથન \(B\) : થર્મોડાયનામિકનો પ્રથમ નિયમ ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાયો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  12. 12. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : જ્યારે તંત્રમાં ઉષ્મા ઉમેરવામાં આવે, ત્યારે તેનું તાપમાન અચૂક વધે છે. વિધાન \(II\) : જો તંત્ર દ્વારા ઉષ્માગતિ શાસ્ત્રીય પ્રક્રિયા દરમ્યાન ધન કાર્ય કરવામાં આવે, તો તેનું ધનફળ વધે છે. ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2023 મધ્યમ
  13. 13. \(4\) મોલ દઢ દ્વિપરમાણીય વાયુનું તાપમાન \(0^{\circ} {C}\) થી \(50^{\circ} {C}\) કરવા માટે કેટલી ઉષ્માની (\(\times {R}\))જરૂર પડે જ્યારે કાર્ય થતું ના હોય. (\(R\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે.) 2021 મધ્યમ
  14. 14. એક વિદ્યુત ઉપકરણ તંત્રને \(6000\, {J} / {min}\) જેટલી ઉષ્મા આપે છે. જો તંત્ર \(90\, {W}\) નો પાવર આપતું હોય તો તેની આંતરિક ઉર્જામાં \(2.5 \times 10^{3}\, {J}\) જેટલો વધારો કરવા માટે કેટલો સમય (\(sec\) માં) લાગશે? 2021 મધ્યમ

STD 11 - થર્મોડાયનેમિક્સ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2021–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

21% સરળ, 64% મધ્યમ અને 14% અઘરા.