પ્રશ્નો
નવા પહેલા33 માંથી 1–33 પ્રશ્નો
- 1. દળ m ધરાવતો એક નાનો દડો A, P બિંદુએ આધારિત 1m લંબાઈના દળરહિત દ્રઢ સળિયા સાથે જોડેલો છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શિરોલંબ સાથે \( 60^{\circ} \) ના ખૂણે રાખેલો છે. P બિંદુથી 1m નીચેના અંતરે, એક સમાન દડો B એક લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર રાખેલો છે, જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ સુધી વિસ્તરેલી છે. જો દડો B, A દ્વારા સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી, R ત્રિજ્યાના વર્તુળાકાર પથને Q બિંદુ સુધી પૂર્ણ કરી શકે, તો ત્રિજ્યા R ___________m છે.
2026 અઘરું - 2. નીચે દર્શાવ્યા મુજબ, લોલકના ગોળા \(A\) જેની દળવિહીન દોરીની લંબાઈ ' \(R\) ' છે તેને શિરોલંબ સાથે \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે અડધા દળના બીજા ગોળા \(B\) સાથે અથડાય છે જે કેન્દ્રમાં ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર છે. સ્થિતિસ્થાપક અથડામણ ધારીને, અથડામણ પછી ગોળા \(A\) ના વેગનું મૂલ્ય _______ હશે. (g ને ગુરુત્વાકર્ષણના કારણે ઉદ્ભવતો પ્રવેગ લો.)
2025 અઘરું - 3. એક રબર બોલ \(h\) ઉંચાઈથી પડે છે અને \(h / 2\) ઉંચાઈ સુધી રીબાઉન્સ (પાછો ઉછળે) થાય છે. પ્રારંભિક તંત્રની કુલ ઊર્જામાં થતો પ્રતિશત ધટાડો, ઉપરાંત બોલ જમીન ને અથડાય તે પહેલાંનો વેગ અનુક્રમે _______ થશે. 2024 અઘરું
- 4. \(H\) ઊંચાઈ પરથી મુકત પતન કરતો એક પદાર્થ, \(h\) ઊંચાઈ પર આવેલા એક ઢોળાવ વાળા સમતલ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડામણ બાદ પદાર્થનો વેગ સમક્ષિતિજ થાય છે. જો આ પદાર્થ જમીન પર પહોંચવા માટે મહત્તમ સમય લેતો હોય તો \(\frac{\mathrm{H}}{\mathrm{h}}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 5. \(1\,kg\) દળ ધરાવતો એક પદાર્થ \(3\,kg\) દળના સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સન્મુખ સંઘાત ઉત્પન્ન કરે છે. સંધાત બાદ નાનો પદાર્થની ગતિની દિશા ઉલટાઈ જાય છે અને તે \(2\,m / s\) ની ઝડપથી ગતિ કરે છે. તો સંધાત પહેલાની નાના દળવાળા પદાર્થની ઝડપ \(.........ms ^{-1}\) હશે. 2023 મધ્યમ
- 6. \(200\,g\) નો એક બોલ \(20\,m\) ઊંચા થાંભલા ઉપર સ્થિર સ્થિતિમાં છે.\(10\,g\) ની અને \(u\,m/s\) ના વેગથી સમક્ષિતિજ દિશામાં ગતિ કરતી એક ગોળી (બુલેટ) બોલના કેન્દ્રને અથડાય છે સંઘાત બાદ બંને એકબીજાથી સ્વતંત્ર રીતે ગતિ કરે છે.બોલ જમીન ઉપર થાંભલાના તળિયે થી \(30\,m\) અંતરે અને બુલેટ \(120\,m\) અંતરે પડે છે. બુલેટનો વેગ \(..............m/s\) હશે.(\(\left.g =10 m / s ^2\right.\) છે.) 2023 અઘરું
- 7. આપેલ આકૃતિ મુજબ, એક નાનો બોલ \(P\) વર્તુળના ચોથાભાગ પર સરકીને તેના જેટલું જ સાલ ધરાવતા બીજા બોલ \(Q\)ને અથડાય છે, કે જે પ્રારંભમાં વિરામ સ્થિતિમાં છે. ઘર્ષણની અસર અવગણતા અને સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારતા, \(Q\) બોલનો સંઘાતબાદ વેગ \(..........\) હશે. \(\left( g =10\,m / s ^2\right)\)
2023 મધ્યમ - 8. પદાર્થને \(h_1\) ઉંચાઈથી જમીન પર છોડવામાં આવે છે અને જમીન પર અથડાયા પછી, તે \(h _2\) ઉંચાઈ સુધી ઉછળે છે. જો જમીન પર અથડાતા પહેલા અને પછી પદાર્થના વેગનો ગુણોત્તર \(4\) હોય, તો પદાર્થની ગતિ ઊર્જામાં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{4}\) છે. \(x\) નું મૂલ્ય ...... છે 2023 અઘરું
- 9. જ્યારે \(5\) ગણું દળ ધરાવતા સ્થિર કણ સાથે ગતિ કરતો કણ અથડાય ત્યારે ગતિ કરતા કણની કેટલા પ્રતિશત ગતિઊર્જા સ્થિર કણમાં રૂપાંતરીત થશે? (ધારો કે સંધાત સ્થિતિ સ્થાપક છે.) 2022 અઘરું
- 10. \(10\, {g}\) ની ગોળી \(v\) વેગથી ગતિ કરીને સ્થિર લોલક સાથે હેડ ઓન અથડાય છે અને \(100 \, {m} / {s}\) ના વેગથી પાછળ ફરે છે. લોલકની લંબાઈ \(0.5\, {m}\) અને લોલકનું દળ \(1\, {kg}\) છે.લોલક એક સંપૂર્ણ વર્તુળ ફરે તેના માટે લઘુતમ વેગ \(v\) (\({m} / {s}\) માં) કેટલો હોવો જોઈએ? (ધારો કે દોરીની વધતી નથી અને \({g}=10\, {m} / {s}^{2}\))
2021 અઘરું - 11. \(10\, kg\) દળ ધરાવતો દડો \(10 \sqrt{3}\, ms ^{-1}\) ના વેગથી \(X-\) અક્ષ પર ગતિ કરે છે. તે બીજા સ્થિર રહેલા \(20\, kg\) દળાના દડાને અથડાય છે. અથડામણ પછી પ્રથમ દડો સ્થિર થાય છે અને બીજો દડાના બે સમાન ટુકડા થાય છે. એક ટુકડો \(10\, m / s\) ના વેગથી \(Y-\) અક્ષ પર ગતિ કરે છે અને બીજો ટુકડો \(X-\)અક્ષ સાથે \(\theta\) ના ખૂણે \(20\, m / s\) ના વેગથી ગતિ કરે છે. તો \(\theta\) નું મૂલ્ય કેટલું હશે?
2021 અઘરું - 12. \(2\, {kg}\) દળનો પદાર્થ \(4\, {m} / {s}\) ના વેગથી ગતિ કરે છે. તે બીજા સ્થિર પડેલા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરે છે અને પોતાની મૂળ દિશામાં શરૂઆત કરતાં ચોથા ભાગની ઝડપે ગતિ શરૂ રાખે છે. બંને પદાર્થના દ્રવ્યમાનકેન્દ્રનો વેગ \(\frac{x}{10} \,{m} / {s}\)હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 13. \(5\;m\) ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે \(\frac{81}{100}\) જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ (\(ms ^{-1}\) માં) કેટલો થાય?(\(g =10 ms ^{-2}\) ) 2021 અઘરું
- 14. ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી ઉપર ત્રણ પદાર્થ \(A, B\) અને \(C\) ને એક સીધી રેખામાં રાખેલ છે. \({A}, {B}\) અને \({C}\) ના દળો અનુક્રમે \({m}, 2{m}\) અને \(2{m}\) છે. \(A\) એ \({B}\) ની તરફ \(9\;{m} / {s}\) થી ગતિ કરે છે અને તેની સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. ત્યાર બાદ \(B\) એ \(C\) સાથે સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક અથડામણ કરે છે. બધીજ ગતિને સમાન સીધી રેખામાં ગતિઓ કરે છે તો \(C\) ની અંતિમ ગતિ \(....\,{m} / {s}\) હશે.
2021 અઘરું - 15. \(m _{1}\) દળ ગતિ કરીને સ્થિર રહેલા \(m _{2}\) દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના \(m _{2}: m _{1}\) દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે. 2021 મધ્યમ
- 16. \(M=5.99 \,kg\) દળ ધરાવતું એક મોટું ચોસલું બે દળરહિત દોરીઓ વડે લટકાવવામાં આવેલ છે. \(m=10\, g\) દળ ધરાવતી ગોળીને ચોસલાંમાં ફાયર (ફોડવામાં) કરવામાં આવે છે અને તે તેમાં ઘૂસી જાય છે. (ચોસલું\(+\)ગોળી) પછી ઉપર તરફ ગતિ કરે છે, આ દોલક (ચોસલું\(+\)ગોળી) તેમની માપના અંત્ય બિંદુ આગળ ક્ષણભાર સ્થિર થાય તે પહેલા તેમના દ્રવ્યમાન કેન્દ્ર શિરોલંબ દિશામાં \(h=9.8\, cm\) ઊંચાઈએ પહોંચે છે. સંધાત પહેલા તરત જ ગોળીની ઝડપ ..... હશો. (\(g =9.8\, ms ^{-2}\) લો.) (\(m/s\) માં)
2021 અઘરું - 17. \({M}\) દળ ધરાવતો પદાર્થ \({V}_{0}\) વેગથી સ્થિર રહેલા \(m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત પછી બંને પદાર્થ શરૂઆતની દિશા સાથે \(\theta_{1}\) અને \(\theta_{2}\) ખૂણે ગતિ કરે છે. \(\theta_{1}\) અને \(\theta_{2}\) સમાન કરવા માટે \({M} / {m}\) ના ગુણોત્તરનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 18. નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) અને બીજાને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : \(M\) દળ ધરાવતો તેમજ \('u'\) ઝડપથી ગતિ કરતો પદાર્થ \('P'\) પ્રારંભમાં વિરામ સ્થિતીમાં છે અને \(‘m'\) દળ ધરાવતાં \(‘Q\) પદાર્થ સાથે તે સીધો સ્થિતિસ્થાપક સંઘાત કરે છે. જો \(m<< M\) હોય તો પદાર્થ \(‘Q'\) ની સંઘાત પછી મહત્તમ ઝડપ \(‘2u’\) હોય છે. કારણ \(R\) : સ્થિતિસ્થાપક સંધાત દરમ્યાન વેગમાન અને ગતિઊર્જા બંનેનું સંરક્ષણ થાય છે. ઉપરોક્ત જણાવેલ કથન અને કારણને અનુલક્ષીને નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો 2021 અઘરું
- 19. \(m=0.1\; kg\) દળ ધરાવતા પદાર્થ \(A\) નો શરૂઆતનો વેગ \(3 \hat{\mathrm{i}}\; \mathrm{ms}^{-1}\) છે તે બીજા સમાન દળના અને \(5 \hat{\mathrm{j}} \;\mathrm{ms}^{-1}\) વેગ ધરાવતા પદાર્થ \(\mathrm{B}\) સાથે અથડાય છે. અથડામણ પછી પદાર્થ \(A\) \(\overline{\mathrm{v}}=4(\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}})\) ના વેગથી ગતિ કરે છે. અથડામણ પછી પદાર્થ \(B\)ની ઉર્જા \(\frac{\mathrm{x}}{10} \;\mathrm{J}\) મુજબ આપવામાં આવતી હોય તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
- 20. \(m , 2 m , 4 m\) અને \(8 m\) દળના બ્લોકને ઘર્ષણરહિત સપાટી પર મુકેલ છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીજો \(m\) દળનો બ્લોક તે જ રેખા પર \(v\) વેગથી ગતિ કરીને \(m\) દળના બ્લોક સાથે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. બિજા બધા પછીના સંઘાત સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત છે. જે સમયે \(8m\) દળનો બ્લોક ગતિ કરવાનું શરૂ કરે ત્યારે તેની શરૂઆતની કુલ ઉર્જા ની \(p \%\) ઉર્જાનો વ્યય થાય છે. તો \(p\) નું મૂલ્ય લગભગ કેટલું હશે?
2020 અઘરું - 21. \(\mathrm{m}\) દળ ધરાવતા બે કણનો શરૂઆતનો વેગ \(u\hat{i}\) અને \(u\left(\frac{\hat{\mathrm{i}}+ \hat{\mathrm{j}}}{2}\right)\) છે. તે બંને અસ્થિસ્થાપક રીતે અથડાય છે, તો આ પ્રક્રિયા દરમિયાન તે કેટલી ઉર્જા ગુમાવશે? 2020 અઘરું
- 22. \(u \hat i\) જેટલા શરૂઆતના વેગથી \(m\) દળનો કણ \(x\) દિશામાં ગતિ કરે છે. તે એક સ્થિર પડેલા \(10m\) દળના પદાર્થ સાથે સ્થિતિસ્થાપક સંઘાત કરીને પછી તેની શરૂઆતની ગતિઉર્જાથી અડધી ગતિ ઉર્જા સાથે ગતિ કરે છે.(આકૃતિ જુઓ).જો \(\sin \theta_{1}=\sqrt{n} \sin \theta_{2}\) હોય તો \(n\) નું મૂલ્ય કેટલું હશે?
2020 અઘરું - 23. \(u\hat i\) શરૂઆતનો વેગ ધરાવતો એક \(m\) દળનો પદાર્થ એક \(3m\) દળના સ્થિર પડેલા પદાર્થ સાથે સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. તે સંઘાત પછી \(v\hat j\) જેટલા વેગથી ગતિ કરે તો વેગ \(v\) કેટલો હશે? 2020 અઘરું
- 24. \(2\,kg\) દળ ધરાવતો પદાર્થ એક સ્થિર પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તે મૂળ દિશામાં પહેલા કરતાં ચોથા ભાગના વેગથી ગતિ શરુ રાખે તો બીજા પદાર્થનું દળ કેટલા ........... \(\mathrm{kg}\) હશે? 2019 મધ્યમ
- 25. \(l\) લંબાઈની દોરી ધરાવતાં અને \(m\) દ્રવ્યમાન ગોલક ધરાવતા એક સાદા લોલને કોઇ એક નાના કોણ \(\theta_0\) થી છોડવામાં આવે છે. ખરબચડી સમક્ષિતિજ સપાટી પર મુકેલ \(M\) દ્રવ્યમાનના ચોસલાને તે તેના નિમ્ન બિંદુ પર સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. તે પાછો ફેંકાય છે અને કોણ \(\theta_1\) સુધી પહોંચે છે, તો \(M\) દળ કેટલું હશે? 2019 અઘરું
- 26. \(M\) અને \(2M\) દળ અને \(10\, m/s\) અને \(5\, m/s\) વેગ ધરાવતા બે કણ ઉગમબિંદુ પાસે સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે.અથડામણ પછી બંને આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(v_1\) અને \(v_2\) વેગથી ગતિ કરે તો \(v_1\) અને \(v_2\) અનુક્રમે કેટલા મળે?
2019 અઘરું - 27. \(m\) દળ અને \(2\, v\) વેગ ધરાવતો પદાર્થ તે જ દિશામાં જતાં \(2\,m\) દળ અને \(v\) વેગથી ગતિ કરતા પદાર્થ સાથે અથડાય છે. અથડામણ પછી પ્રથમ પદાર્થ ઊભો રહી જાય છે છે જ્યાંરે બીજો પદાર્થ બે \(m\) દળના પદાર્થમાં વિભાજિત થાય છે.જે શરૂઆતની દિશા સાથે \(45^o\) ના ખૂણે ગતિ કરે તો ગતિ કરતાં દરેક પદાર્થનો વેગ કેટલો હશે? 2019 મધ્યમ
- 28. \(m\) દળવાળું એક આલ્ફા-કણ કોઇ અજ્ઞાત દ્રવ્યમાન ધરાવતા સ્થિર ન્યુક્લિયસ સાથે એક-પારિમાણીય સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે, અને તેની પ્રારંભિક ગતિઊર્જાનો \(64\%\) ગુમાવી ઠીક પાછળની દિશામાં પ્રક્રેરિત થાય છે. તો ન્યુક્લિયસનું દળ કેટલા ................ \(\mathrm{m}\) હશે? 2019 અઘરું
- 29. એક એકરેખીક અથડામણમાં \(v_0\) જેટલી પ્રારંભિક ઝડપ ધરાવતો કણ બીજા તેટલું જ દળ ધરાવતા સ્થિર કણ સાથે અથડાય છે.જો અંતિમ કુલ ગતિઊર્જા,પ્રારંભિક ગતિઊર્જા કરતાં \(50\%\) અધિક છે.તો અથડામણ બાદ, બે કણો વચ્ચે સાપેક્ષ વેગનું પરિમાણ હશે. 2018 મધ્યમ
- 30. એવું જોવા મળે છે,કે સ્થિર રહેલા ડયુટેરિયમ સાથે જયારે ન્યુટ્રોન સ્થિતિસ્થાપક એક રેખિક અથડામણ અનુભવે છે,ત્યારે તેની ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_d\) છે.પણ જયારે તે સરખી સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં રહેલ કાર્બન ન્યુકિલયસ જોડે અથડામણ અનુભવે છે,ત્યારે ઊર્જામાં થતો આંશિક વ્યય \(P_c \) છે.\(P_d\) અને \(P_c\) ની અનુક્રમે કિંમત _______. 2018 અઘરું
- 31. \(m\) દળનો એક પ્રોટોન બીજા અજ્ઞાત દળવાળા કોઈ સ્થિર કણ સાથે સ્થિતિત્સ્થાપક સંઘાત પામે છે. સંઘાત બાદ, પ્રોટોન અને અજ્ઞાત કણ એકબીજા ની સાપેક્ષે \(90^o\) ના ખૂણે ગતિ કરે છે. તો અજ્ઞાત કણનું દળ શું થશે? 2018 અઘરું
- 32. એક પદાર્થને જમીનથી \(h\) ઊંચાઈ એ થી મુક્ત કરવામાં આવે છે. જેટલી વાર તે જમીન પર અથડાય ત્યારે તે તેની ગતિઉર્જા ના \(50\%\) જેટલી ગતિઉર્જા ગુમાવે છે. તો \(t \to \infty \) દરમ્યાન તેણે કાપેલ અંતર કેટલું હશે? 2017 અઘરું
- 33. આ પ્રશન માં વિધાન \(-I\) અને વિધાન \(-II\) આપવામાં આવ્યા છે.આ વિધાન પછી આપવામાં આવેલા ચાર વિકલ્પોમાંથી કોઇ એક પસંદ કરો ,કે જે બંને વિધાનોની શ્રેષ્ઠ વ્યાખ્યા આપે છે. વિધાન \(I:\) \( v\) કણ જેટલી ઝડપથી ગતિ કરતો અને \(m\) દળ ધરાવતો એક બિંદુવ્ત કણ, \(M\) દળ ધરાવતા અને સ્થિર બીજા બિંદુવ્ત કણ સાથે અથડામણ અનુભવે છે,શકય મહત્તમ ઊર્જા વ્યય \(f\) \(\left( {\frac{1}{2}m{v^2}} \right)\) સૂત્ર વડે આપી શકાય.જો f \(=\left( {\frac{m}{{M + m}}} \right)\) વિધાન \(II\) : અથડામણને અંતે જો બંને કણો એકબીજા સાથે જોડાઇ જાય,તો મહત્તમ ઊર્જા વ્યય થશે. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્ય, ઊર્જા અને પાવર ના અન્ય ટોપિક
- 10પ્રશ્નો ઉર્ધ્વસમતલ વર્તુળાકાર ગતિ
- 9પ્રશ્નો અચલ બળ વડે થતું કાર્ય
- 3પ્રશ્નો સંરક્ષી અને અસંરક્ષી
- 14પ્રશ્નો બરોબર અસ્થિતિસ્થાપક અથડામણો
- 11પ્રશ્નો સ્પ્રિંગ બળ અને સ્પ્રિંગની સ્થિતિઊર્જા વડે થતું કાર્ય
- 11પ્રશ્નો સ્થિતિઊર્જા
- 36પ્રશ્નો કાર્યઊર્જા પ્રમેય
- 20પ્રશ્નો પાવર (કાર્યત્વરા)
- 14પ્રશ્નો ચલબળ વડે થતું કાર્ય
- 22પ્રશ્નો ગતિઊર્જા
- 7પ્રશ્નો વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 33 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક અથડામણો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 24% મધ્યમ અને 76% અઘરા.