પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ હવા-ડાયઇલેક્ટ્રિક માધ્યમની સમતલ આંતર-સપાટી પર અધ્રુવીકૃત પ્રકાશ આપાત થાય છે. જો આપાતકોણ બ્રુસ્ટર કોણ જેટલો હોય, તો પરાવર્તિત તરંગને રજૂ કરતું પદ ઓળખો.
2026 અઘરું - 2. એક અધ્રુવીભૂત પ્રકાશ અનુક્રમે 2 (આપાત માધ્યમ) અને \(2 \sqrt{3}\) (માધ્યમ) વક્રીભવનાંક ધરાવતા બે ડાયઈલેક્ટ્રીક માધ્યમના આંતરપૃષ્ઠ પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો પરસ્પર લંબ થવા માટેની શરત સંતોષાય તે માટેનો આપાત કોણ __________ છે. 2026 સરળ
- 3. જ્યારે હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ કોઈ વિશેષ ખૂણે હવામાં રહેલ કાચની પ્લેટ પર આપાત થાય, ત્યારે એવું અવલોકન થાય છે કે પરાવર્તિત પુંજ રેખીય ધ્રુવીભૂત છે. વક્રીભૂત પુંજનો લંબને અનુલક્ષીને કોણ _____________ છે.
\(\left(\tan ^{-1}(1.52)=57.7^{\circ}\right.\), હવા અને કાચના વક્રીભવનાંકો અનુક્રમે 1.00 અને 1.52 છે.) 2026 મધ્યમ - 4. એક પારદર્શક માધ્યમ પર હવા માંથી અધ્રુવીભૂત પ્રકાશ \(60^{\circ}\) ના ખૂણે આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત મળે છે. તો આપેલ માધ્યમમાં વક્રીભવન કોણ _______ છે. 2024 અઘરું
- 5. નીચે બે કથનનો આપેલ છે. કથન \(I\) : જો હવામાંથી કાચમાં પ્રસરણ પામતા પ્રકાશ માટે બ્રુસ્ટર કોણ \(\theta_{ B }\) હોય, તો કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\frac{\pi}{2}-\theta_B\) છે. કથન \(II\) : કાચમાંથી હવામાં પ્રસરણ પામતા પ્રકાશનો બ્રુસ્ટર કોણ \(\tan ^{-1}\left(\mu_{ g }\right)\) છે, જ્યાં \(\mu_{ g }\) એ કાચનો વક્રીભવનાંક છે. ઉપર્યુક્ત બંને કથનના સંદર્ભમાં, નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 6. એક અધ્રુવીભૂત પ્રકાશને સારી ગુણવત્તા ધરાવતા પોલેરોઈડ (ધ્રુવક)માંથી પસાર કરતાં આપાત સમતલને લંબ તેવા બધા જ વિદ્યુત ક્ષેત્ર સદિશોને સંપૂર્ણ રીતે દૂર કરે છે. આ ધ્રુવકમાંથી પસાર કર્યા બાદ, પ્રકાશને બ્રુસ્ટર કોણો પ્રિઝમની સપાટી ઉપર આપાત કરવામાં આવે છે. પ્રિઝમ સાથે સંકળાયેલ ધટના માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. 2022 અઘરું
- 7. \(1.5\) વક્રીભવનાંક વાળા કાચમાંથી બનાવેલી ટાંકી લો કે જેનો નીચેનો ભાગ જાડો હોય. જેને \(\mu\) વક્રીભવનાંક વાળા પ્રવાહીથી ભરી દો. વિદ્યાર્થિએ એવું નોંધ્યું કે કોઇપણ આપાતકોણ \(i\) થી આપાત થતું પ્રકાશનું કિરણ જ્યારે પ્રવાહીમાં પ્રવેશે છે ત્યારે પ્રવાહી-કાચના આંતરપૃષ્ઠ પરથી પરાવર્તન પામતુ પ્રકાશનું કિરણ કદાપી સંપૂર્ણ ધ્રુવીભુત હશે નહીં (આકૃતિ જુઓ). આ થવા માટે \(\mu\) નું લઘુત્તમ મૂલ્ય____ હોવું જોઈએ.
2019 અઘરું - 8. \(I_0\) તીવ્રતા ધરાવતો અધ્રુવીભૂત પ્રકાશ એક કાચની સપાટી પર બ્રુસ્ટર ખૂણે આપત થાય છે. આ કિસ્સા માટે નીચે પૈકી કયું વિધાન સાચું પડે? 2015 મધ્યમ
- 9. એક પ્રકાશનું કિરણ ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં ગતિ કરે છે. પૂર્ણ આંતરિક પરાવર્તન માટે ક્રાંતિકકોણ \({\theta _{iC}}\) અને બ્રુસટરનો આપાતકોણ \({\theta _{iB}}\) એવી રીતે છે જેથી \(\sin \,{\theta _{iC}}/\sin \,{\theta _{iB}} = \eta = 1.28\) થાય.તો બે માધ્યમનો સાપેક્ષ વક્રીભવનાંક કેટલો મળે? 2014 મધ્યમ
- 10. \(50\,cm\) પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ \(40\,m\) છે \(10\,m\) ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી \(x\) અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા \(y\) ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો \(x\) અને \(y\) ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક \( \simeq \frac{4}{3})\)) છે.
2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક
- 25પ્રશ્નો પ્રકાશનું એક સ્લિટ વિવર્તન
- 14પ્રશ્નો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ
- 56પ્રશ્નો યંગનો પ્રયોગ
- 4પ્રશ્નો વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન,
- 15પ્રશ્નો Variations in YDSE
- 23પ્રશ્નો પ્રકાશ તરંગોનું વ્યતિકરણ
- 20પ્રશ્નો Polarisation of Light and Malus' Law
- 2પ્રશ્નો Thin film Interference
- 2પ્રશ્નો હાઈગેન્સનો સિદ્ધાંત
- 1પ્રશ્નો Mix Examples-Wave Optics
- 4પ્રશ્નો Doppler's Effect of Light
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Brewster's Law and Other methods of polarisation ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Brewster's Law and Other methods of polarisation ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 40% મધ્યમ અને 50% અઘરા.