ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - એકમ, પરિમાણ અને માપન

માપનમાં ત્રુટિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

માપનમાં ત્રુટિ પર STD 11 - એકમ, પરિમાણ અને માપન ના 53 પ્રશ્નો, 2015–2026 માં પૂછાયેલા.

53પ્રશ્નો
236STD 11 - એકમ, પરિમાણ અને માપન માં
2015–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 15% મધ્યમ 51% અઘરું 34%

પ્રશ્નો

નવા પહેલા

53 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્ક્રુગેજ વડે માપવામાં આવેલ તારનો વ્યાસ \(0.08\) cm છે. \(0.1\) cm અલ્પતમાર્ક ધરાવતા સ્કેલ વડે માપેલી લંબાઈ \(150\) cm છે. જ્યારે તાર પર \(100\) N વજન લગાડવામાં આવે છે, ત્યારે લંબાઈમાં થતો વધારો \(0.5\) cm છે, જે \(0.001\) cm અલ્પતમાર્ક ધરાવતા માઇક્રોમીટર વડે માપવામાં આવે છે. માપેલ યંગ મોડ્યુલસમાં ત્રુટિ \(\alpha \times 10^9\) N/m\(^2\) છે. \(\alpha\) નું મૂલ્ય _______ છે.
    (યંગ મોડ્યુલસની ત્રુટિ ગણતરીમાં ભારના યોગદાનને અવગણો)
    2026 અઘરું
  2. 2. ચાર વ્યક્તિ સળિયાની લંબાઈને 20.00 cm, 19.75 cm, 17.01 cm અને 18.25 cm માપે છે. સળિયાની સરેરાશ લંબાઈના માપનમાં સાપેક્ષ ત્રુટિ ________ છે. 2026 મધ્યમ
  3. 3. એક પ્રયોગમાં બે સ્પ્રિંગ અચળાંકના મૂલ્યો \(k _1=(10 \pm 0.2) N / m\)
    અને \(k _2=(20 \pm 0.3) N / m\) માપવામાં આવ્યા હતા. જો આ સ્પ્રિંગ્સને સમાંતર જોડવામાં આવે, તો સમતુલ્ય સ્પ્રિંગ અચળાંકમાં પ્રતિશત ત્રુટિ છે :
    2026 સરળ
  4. 4. એક સમાન નળાકારની ઘનતા \(\rho\) તેના દળ \(m\), લંબાઈ \(l\) અને વ્યાસ \(d\) માપીને નક્કી કરવામાં આવે છે. \(m\), \(l\) અને \(d\) ના માપેલ મૂલ્યો અનુક્રમે \(97.42 \pm 0.02\) g, \(8.35 \pm 0.05\) mm અને \(20.20 \pm 0.02\) mm છે. \(\rho\) માં ગણતરી કરેલ ટકાવારી સાપેક્ષ ત્રુટિ _______ છે. 2026 મધ્યમ
  5. 5. એક સરળ આવર્ત દોલકનો આવર્તકાળ \(T=2 \pi \sqrt{\frac{k}{m}}\) છે. પદાર્થના દળ (m) નું 10 mg ચોકસાઈ સાથેનું માપન કરેલું મૂલ્ય 10 g અને સ્પ્રિંગના 50 દોલનો માટેનો 2s ના વિભેદન સાથેનો સમય 60s છે. સ્પ્રિંગ અચળાંક (k) ની ગણતરીમાં ઉદ્દભવતી પ્રતિશત ત્રુટિ _________ % છે. 2026 મધ્યમ
  6. 6. જ્યારે બે સ્ટડ એકબીજાના સંપર્કમાં હોય છે, ત્યારે સ્ક્રુગેજમાં મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખાનું શૂન્ય વર્તુળાકાર માપપટ્ટીના પાંચમા કાપા સાથે સંપાત થાય છે. વર્તુળાકાર માપપટ્ટી પર \(100\) વિભાગો છે અને સ્ક્રુગેજનું પિચ \(0.1\) mm છે. જ્યારે એક ગોળાનો વ્યાસ માપવામાં આવે છે, ત્યારે મુખ્ય માપપટ્ટીનું અવલોકન \(5\) mm છે અને વર્તુળાકાર માપપટ્ટીનો \(50^{\text{મો}}\) કાપો મુખ્ય માપપટ્ટીની સંદર્ભ રેખા સાથે સંપાત થાય છે. ગોળાનો વ્યાસ _______ mm છે. 2026 મધ્યમ
  7. 7. ઓહ્મના નિયમનો ઉપયોગ કરીને આપેલા તારનો અવરોધ નક્કી કરવાના એક પ્રયોગમાં, વોલ્ટમીટર અને એમીટરના અવલોકનો અનુક્રમે \(10\text{ V}\) અને \(5\text{ A}\) નોંધાયા છે. વોલ્ટમીટર અને એમીટરના લઘુત્તમ માપ અનુક્રમે \(500\text{ mV}\) અને \(200\text{ mA}\) છે. અવરોધના માપનમાં અંદાજિત ત્રુટિ _______ \(\Omega\) છે. 2026 મધ્યમ
  8. 8. વર્નિયર કેલિપર્સમાં, જ્યારે તેના બંને જડબાં એકબીજાને સ્પર્શે છે, ત્યારે વર્નિયર સ્કેલનો શૂન્ય મુખ્ય સ્કેલના શૂન્યની જમણી બાજુ ખસેલો હોય છે અને \(7\)મો વર્નિયર કાપો મુખ્ય સ્કેલના કોઈ અવલોકન સાથે સંપાત થાય છે. જો \(1\) મુખ્ય સ્કેલના કાપાનું મૂલ્ય \(1\) mm હોય અને \(10\) વર્નિયર સ્કેલના કાપા હોય, તો વર્નિયર કેલિપર્સ ધરાવે છે 2026 મધ્યમ
  9. 9. એક ભૌતિક રાશિ C અન્ય ચાર ભૌતિક રાશિઓ \(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s સાથે નીચે મુજબ સંબંધિત છે \(\mathrm{C}=\frac{\mathrm{pq}^2}{\mathrm{r}^3 \sqrt{\mathrm{~s}}}\)
    \(\mathrm{p}, \mathrm{q}, \mathrm{r}\) અને s ના માપનમાં ટકાવારી ત્રુટિઓ અનુક્રમે \(1 \%, 2 \% 3 \%\) અને \(2 \%\) છે. C ના માપનમાં ટકાવારી ત્રુટિ _____\(\%\) હશે.
    2025 સરળ
  10. 10. એક ભૌતિક રાશિ \(Q\) એ ચાર અવલોકિત રાશિઓ \(a, b, c, d\) સાથે નીચે મુજબ સંબંધિત છે :
    \(\mathrm{Q}=\frac{\mathrm{ab}{ }^4}{\mathrm{~cd}}\)

    જ્યાં, \(\mathrm{a}=(60 \pm 3) \mathrm{Pa} ; \mathrm{b}=(20 \pm 0.1) \mathrm{m} ; \mathrm{c}=(40 \pm 0.2) \mathrm{Nsm}^{-2}\) અને \(\mathrm{d}=(50 \pm 0.1) \mathrm{m}\), તો Q માં પ્રતિશત ત્રુટિ \(\frac{x}{1000}\) છે, જ્યાં \(x=\) ________ .
    2025 મધ્યમ
  11. 11. એક ભૌતિક રાશિ Q ને \(\mathrm{X}^{-2} \mathrm{Y}^{+\frac{3}{2}} \mathrm{Z}^{-\frac{2}{5}}\) તરીકે રજૂ કરાય છે. X, Y અને Z સ્વતંત્ર પ્રાચલો છે જેમની માપણીમાં સાપેક્ષ ત્રુટિઓ અનુક્રમે \(0.1,0.2\) અને 0.5 છે. Q માં મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? 2025 મધ્યમ
  12. 12. એક નાની ધાતુની લંબચોરસ પટ્ટીની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5 mm અને 2.5 mm છે. 0.75 mm પિચ અને વર્તુળાકાર માપપટ્ટી પર 15 વિભાગો ધરાવતા ખાસ ડિઝાઇન કરેલા સ્ક્રુ ગેજનો ઉપયોગ કરીને, તમને પટ્ટીનું ક્ષેત્રફળ શોધવા માટે કહેવામાં આવે છે. આ માપનમાં, મહત્તમ સાપેક્ષ ત્રુટિ \(\frac{x}{100}\) હશે, જ્યાં \(x\) _________ છે. 2025 મધ્યમ
  13. 13. એક તંત્રની ઊર્જા \(\mathrm{E}(\mathrm{t})=\alpha^3 \mathrm{e}^{-\beta t}\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં t સમય છે અને \(\beta=0.3 \mathrm{~s}^{-1}\) છે. \(\alpha\) અને \(t\) ના માપનમાં રહેલી ત્રુટિઓ અનુક્રમે \(1.2 \%\) અને \(1.6 \%\) છે. \(t=5 \mathrm{~s}\) સમયે, ઊર્જામાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે ? 2025 મધ્યમ
  14. 14. તારની ઘનતાના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ કેટલી હશે? [આપેલ છે, તારનું દળ \(=(0.60 \pm 0.003) \mathrm{g}\)
    તારની ત્રિજ્યા \(=(0.50 \pm 0.01) \mathrm{cm}\)
    તારની લંબાઈ \(=(10.00 \pm 0.05) \mathrm{cm}]\)
    2025 મધ્યમ
  15. 15. અવરોધ \(R=\frac{V}{I}\), જ્યાં \(V=(200 \pm 5) V\) અને \(I=(20 \pm 0.2) A\) હોય તો \(R\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ _____ છે. 2024 અઘરું
  16. 16. એક ભૌતિકરાશિ \(Q\) એ \(a, b, c\) રાશિઓ સાથે \(Q=\frac{a^4 b^3}{c^2}\) સમીકરણ મુજબ સંબંધ ધરાવે છે. \(a, b\) અને \(c\) માં પ્રતિશત ત્રૂટિ અનુક્રમે \(3 \%, 4 \%\) અને \(5 \%\) છે. \(Q\) માં પ્રતિશત ત્રુટિ _______ છે. 2024 અઘરું
  17. 17. એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યા \((r)\), લંબાઈ \((l)\) અને અવરોધ \((R)\) મુજબ માપવામાં આવે છે. \(\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}\) \(\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}\) \(l=(15 \pm 0.2) \mathrm{cm}\) તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ _______ છે. 2024 અઘરું
  18. 18. એક સાદા લોલકની લંબાઈ \(20 \mathrm{~cm}\) છે. જેને \(2 \mathrm{~mm}\) ની ચોકસાઈથી માપેલ છે. \(1\) સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે \(50\) દોલનનો સમય માપતા \(40\) સેકન્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ \(\mathrm{N} \%\) હોય તો \(\mathrm{N}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  19. 19. જો તારની લંબાઈ અને વ્યાસ બંનેના માપનમાં પ્રતિશત ત્રુટી \(0.1 \%\) હોય તો આ તારના અવરોધના માપનમાં ત્રુટી _______ હશે. 2024 અઘરું
  20. 20. \((0.4 \pm 0.01)\,g\) નું દ્રવ્યમાન ધરાવતા એક નળાકાર તારની લંબાઈ \((8 \pm 0.04)\,cm\) અને ત્રિજ્યા \((6 \pm 0.03)\,mm\) છે. તેની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(........\%\) હશે. 2023 મધ્યમ
  21. 21. \((5 \pm 0.5)\,kg\) દળ ધરાવતી એક વસ્તુ \((20 \pm 0.4)\,m / s\) ના વેગથી ગતિ કરે છે. તેની ગતિઊર્જા ....... થશે. 2023 મધ્યમ
  22. 22. ભૌતિક રાશિ \(P\) ને \(P=\frac{a^2 b^3}{c \sqrt{d}}\) મુજબ દર્શાવવામાં આવે છે.\(a, b, c\) અને \(d\) ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(1 \%, 2 \%, 3 \%\) અને \(4 \%\) છે. તો \(P\) ના માપનની પ્રતિશત ત્રુટિ \(.....\%\) હશે. 2023 સરળ
  23. 23. નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન\(-A\) છે અને બીજું વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા \((5 \pm 0.1)\,mm\) અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી \(4 \%\) છે. કારણ\(-R:\) ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે. ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  24. 24. \(R _1=(10 \pm 0.5) \Omega\) અને \(R _2=(15 \pm 0.5) \Omega\) મૂલ્યનો બે અવરોધો આપેલા છે. જયારે તેમને સમાંતર જોડવામાં આવે છે ત્યારે તેના પરિણામી અવરોધના માપનમાં થતી ટકાવારી ત્રુટી છે. 2023 અઘરું
  25. 25. બરાબર \(1\,m\) લંબાઈના તારનો યંગ મોડ્યુલસ માપવાના એક પ્રયોગમાં \(1\,kg\) ભાર લગાડતાં, તારની લંબાઈમાં થતો વધારો \(0.4\,mm\) જેટલો વધારો \(\pm 0.02\,mm\) ની અનિશ્ચિતતા સાથે નોંધવામાં આવે છે. તારનો વ્યાસ \(\pm 0.01\,mm\) ની અનિશ્ચિતતા સાથે \(0.4\,mm\) નોંધવામાં આવે છે. યંગ મોડયુલસના માપનમાં ત્રુટી \((\Delta Y ) \; x \times 10^{10}\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(g=10\,ms ^{-2}\) લો.) 2022 અઘરું
  26. 26. ચાંદીનાં તારનું દળ \((0.6 \pm 0.006) \,g\), ત્રિજ્યા \((0.5 \pm 0.005) \,mm\) અને લંબાઈ \((4 \pm 0.04) \,cm\) છે. તેની ધનતા માપવામાં મહત્તમ પ્રતિશત ત્રૂટિ \(......\,\%\) હશે. 2022 મધ્યમ
  27. 27. એક ટોર્કમીટરને દળ, લંબાઈ અને સમયને સાપેક્ષ \(5\%\) ની સચોટતા સાથે કેલીબ્રેટ (માપાંકન) કરવામાં આવેલ છે. આવા કેલીબ્રેશન પછી મપાયેલ ટોર્કના પરિણામમાં ચોક્સાઈ ............ \(\%\) હશે. 2022 મધ્યમ
  28. 28. એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં તારની જાડાઈ સ્ક્રૂગેજની મદદથી માપે છે. તેના આવલોકનો \(1.22 \,mm , 1.23 \,mm , 1.19 \,mm\) , \(1.20 \,mm\) છે. પ્રતિશત ત્રૂટિ \(\frac{x}{121} \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  29. 29. જો \(Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}\) હોય, તો \(Z\) માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.  2022 સરળ
  30. 30. સાદા લોલકથી ગુરુત્વાકર્ષી  પ્રવેગ \((g)\) માપવાના એક પ્રયોગમાં \(1\) સેકન્ડ વિભેદન (રીઝોલ્યુશન) ધરાવતી ધડીયાળ વડે \(100\) દોલનોનાં મપાયેલા સમયથી મળતો આવર્તકાળ \(0.5\) સેકન્ડ છે. જો \(1\,mm\) ચોક્કસાઈથી મપાયેલ લંબાઈ \(10\,cm\) છે. \(g\) ના માપનમાં મળતી ચોકકસાઈ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2022 મધ્યમ
  31. 31. વિદ્યુત પરિપથમાં વહેતા પ્રવાહ માટે અવરોધ, પ્રવાહ અને સમયના માપનમાં મહત્તમ ત્રૂટિ અનુક્રમે \(1\%\), \(2\%\) અને \(3 \%\) છે. વિખેરીત થતી ઉષ્માના માપનમાં મળતી મહત્તમ પ્રતિશત ત્રુટી \(.........\%\) થશે. 2022 સરળ
  32. 32. \(z=a^{2} x^{3} y^{\frac{1}{2}}\) માટે \(a\) અચળાંક છે. જો \(x\) અને \(y\) ના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(4\%\) અને \(12 \%\) હોય, તો \(z\) માટે પ્રતિશત ત્રુટિ .............હશે. 2022 સરળ
  33. 33. અવરોધ \(R =\frac{ V }{ I },\) જ્યાં \(V =(50 \pm 2) \;V\) અને \(I=(20 \pm 0.2)\;A\) છે. \(R\) માં પ્રતિશત ત્રુટિ \(x \%\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? 2021 મધ્યમ
  34. 34. બે અવરોધો \({R}_{1}=(4 \pm 0.8)\; \Omega\) અને \({R}_{2}=(4 \pm 0.4)\;\Omega\) ને સમાંતરમાં જોડેલ છે. સમાંતરનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 2021 અઘરું
  35. 35. ભૌતિક રાશિ \(y\) ને \(y=m^{2}\, r^{-4}\, g^{x}\,l^{-\frac{3}{2}}\) સૂત્ર મુજબ આપવામાં આવે છે. જો \(y, m, r, l\) અને \(g\) માં પ્રતિશત ત્રુટિ \(18,1,0.5,4\) અને \(p\) હોય, તો \(x\) અને \(p\) નું મૂલ્ય કેટલું હોય શકે? 2021 મધ્યમ
  36. 36. એક \(0.2\, cm\) \((0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ફૂટ પટ્ટી વડે માપતા) જેટલી ત્રિજ્યા, \(1\, m\, (1 \,mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટર પટ્ટી વડે માપતા) જેટલી લંબાઈ અને \(1 \;kg\) \((1\,g\) લઘુત્તમ માપશક્તિ સાથે) જેટલું દળ ધરાવતાં તારનો યંગ મોડયુલસ માપવા માટે તેને લટકાવતા તેમાં \(0.5\, cm \,(0.001\, cm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતા સ્કેલ) જેટલું ખેંચાણ મેળવામાં છે. આ પ્રયોગ દ્વારા અપાતા યંગ મોડ્યુલસમાં કેટલી આંશિક ત્રુટિ હશે? (\(\%\) માં) 2021 અઘરું
  37. 37. એક વિદ્યાર્થી તારનો યંગ મોડ્યુલસ શોધવા \(Y=\frac{M g L^{3}}{4 b d^{3} \delta}\) સૂત્રનો ઉપયોગ કરે છે. \(g\) નું મૂલ્ય કોઈ પણ સાર્થક ત્રુટિ વગર \(9.8 \,{m} / {s}^{2}\) છે. તેને લીધેલા અવલોકનો નીચે મુજબ છે. 
    ભૌતિક રાશિ માપન માટે લીધેલા સાધનની લઘુતમ માપશક્તિ અવલોકનનું મૂલ્ય
    દળ \(({M})\) \(1\; {g}\) \(2\; {kg}\)
    સળિયાની લંબાઈ \((L)\) \(1 \;{mm}\) \(1 \;{m}\)
    સળિયાની પહોળાય \((b)\) \(0.1\; {mm}\) \(4 \;{cm}\)
    સળિયાની જાડાઈ \((d)\) \(0.01\; {mm}\) \(0.4\; {cm}\)
    વંકન \((\delta)\) \(0.01\; {mm}\) \(5 \;{mm}\)
    તો \(Y\) ના માપનમાં આંશિક ત્રુટિ કેટલી હશે?
    2021 અઘરું
  38. 38. ગોળાની ત્રિજ્યા \((7.50 \pm 0.85) \,cm \) માપવામાં આવે છે. ધારો કે તેના કદમાં પ્રતિશત ત્રુટિ \(x\) છે. \(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે? 2021 મધ્યમ
  39. 39. સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{ L }{ g }}\) છે. \(1\,mm\) જેટલા લઘુત્તમ કાપા ધરાવતી મીટર પટ્ટી વડે મપાયેલ \(L\) નું મૂલ્ય \(1.0\, m\) અને એક દોલન માટે \(0.01\) સેકન્ડ જેટલું વિભેદન ધરાવતી સ્ટોપવૉચ વડે મપાયેલ એક સંપૂર્ણ દોલનનો સમય \(1.95\) સેકન્ડ છે. \(g\) માં મપાયેલ પ્રતિશત ત્રુટિ ..... \(\%\) હશે. 2021 મધ્યમ
  40. 40. સાદા લોલકનો આવર્તકાળ \(T =2 \pi \sqrt{\frac{\ell}{ g }}\) છે. \(1\, mm\) ચોકસાઇથી લોલકની લંબાઈ માપતા \(10\, cm\) મળે છે. \(1\,s\) ની લઘુતમ માપશક્તિ વાળી ઘડિયાળથી માપતા \(200\) દોલનનો સમય \(100\) સેકન્ડ મળે છે. આ સાદા લોલક દ્વારા \(g\) ના મૂલ્યને ચોકસાઈ સાથે માપતા પ્રતિશત ત્રુટી \(x\) મળે છે.\(x\) નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું (\(\%\) માં) હશે? 2021 અઘરું
  41. 41. ત્રણ વિદ્યાર્થી \(S_{1}, S_{2}\) અને \(S_{3}\) એ સાદા લોલકની મદદથી ગુરુત્વપ્રવેગ \((g)\) માપવાનો પ્રયોગ કરે છે. તે જુદી જુદી લંબાઈના લોલક વડે જુદા જુદા દોલનોની સંખ્યા માટેનો સમય નોંધે છે. આ અવલોકનો નીચેના ટેબલમાં આપેલા છે. 
    વિદ્યાર્થીની સંખ્યા  લોલકની લંબાઈ \((cm)\) દોલનોની સંખ્યા \((n)\) દોલનો માટેનો કુલ સમય આવર્તકાળ \((s)\)
    \(1.\) \(64.0\) \(8\) \(128.0\) \(16.0\)
    \(2.\) \(64.0\) \(4\) \(64.0\) \(16.0\)
    \(3.\) \(20.0\) \(4\) \(36.0\) \(9.0\)
    (લંબાઇની લઘુતમ માપશક્તિ \(=0.1 \,{m}\), સમયની લઘુતમ માપશક્તિ\(=0.1\, {s}\) ) જો \(E_{1}, E_{2}\) અને \(E_{3}\) એ \(g\) માં અનુક્રમે \(1,2\) અને \(3\) વિદ્યાર્થીની પ્રતિશત ત્રુટિ હોય, તો લઘુત્તમ પ્રતિશત ત્રુટિ કયા વિદ્યાર્થી દ્વારા મેળવાય હશે?
    2021 અઘરું
  42. 42. એક ભૌતિક રાશિ \(z\) બીજા ચાર આવકલોકન \(a,b,c\) અને \(d\) પર \(z =\frac{ a ^{2} b ^{\frac{2}{3}}}{\sqrt{ c } d ^{3}}\) મુજબ આધાર રાખે છે. \(a, b, c\) અને \(d\) ના માપનમા પ્રતિશત ત્રુટિ અનુક્રમે \(2 \%, 1.5 \%, 4 \%\) અને \(2.5 \%\) છે. \(z\) ના માપનમા પ્રતિશત ત્રુટિ કેટલા \(\%\) હશે? 2020 મધ્યમ
  43. 43. ઘન ધાતુના ગોળાની ઘનતા તેનું દળ અને વ્યાસ માપીને કરવામાં આવે છે. ધાતુના ગોળાની ઘનતામાં મહત્તમ ત્રુટિ \(\left(\frac{x}{100}\right) \% \) છે. જો દળ અને વ્યાસના માપનમા સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(6.0 \%\) અને \(1.5 \%\) હોય તો \(x\) નું મૂલ્ય કેટલુ હશે? 2020 અઘરું
  44. 44. ગુરુત્વપ્રવેગ માપવા માટે એક સાદા લોલકનો ઉપયોગ કરવામાં આવે છે. લોલકની લંબાઈ \(25.0\; \mathrm{cm}\) અને \(1\; \mathrm{s}\) લઘુતમ માપશક્તિ ધરાવતી સ્ટોપવોચ દ્વારા \(40\) અવલોકન માટેનો સમય \(50\; s\) મળે છે. તો \(g\) ના મૂલ્યમાં કેટલી ચોકચાઈ ....... \(\%\) હશે. 2020 મધ્યમ
  45. 45. એક ઘનની ઘનતાના માપનમાં દળ અને લંબાઈ અનુક્રમે \((10.00 \pm 0.10)\,\,kg\,\) અને \((0.10 \pm 0.01)\,\,m\,\) છે. તો તેની ઘનતાના માપનમાં કેટલી ત્રુટિ હશે? 2019 અઘરું
  46. 46. સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ \(g\) ના માપન માટેના \(20\) અવલોકન \(1\, s\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય \(30\,s\) મળે છે. લોલકની લંબાઈ \(1\, mm\) લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા \(55.0\,cm\) મળે છે. \(g\) ના માપનમા  ........... \(\%\) ત્રુટિ હશે. 2019 અઘરું
  47. 47. ભૌતિક રાશિ \(A\, = \,\frac{{{P^3}{Q^2}}}{{\sqrt {R}\,S }}\) ના માપન માં રાશિઓ \(P, Q, R\)  અને \(S\) માં રહેલી ટકાવાર ત્રુટિઓ અનુક્રમે \(0.5\%,\,1\%,\,3\%\)  અને \(1 .5\%\) છે. \(A\) ના મૂલ્યમાં રહેલી મહત્તમ ટકાવાર ત્રુટિ  ........... \(\%\) થશે 2018 અઘરું
  48. 48. ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે \(1.5 \%\) અને \(1 \%\) હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ  ........ \(\%\) 2018 સરળ
  49. 49. ગોળાના પૃષ્ઠના ક્ષેત્રફળના માપનમાં મળેલી સાપેક્ષ ત્રુટિ \(\alpha \) છે. તો તેના કદના માપનમાં મળતી સાપેક્ષ ત્રુટિ કેટલી હશે? 2018 અઘરું
  50. 50. કોઈ ભૌતિક રાશિ \(p\) ને \(p\, = a^{1/2}\, b^2\, c^3\, d^{-4}\) થી દર્શાવેલ છે. જો \(a, b, c\) અને \(d\) ના માપનમાં રહેલી સાપેક્ષ ત્રુટિ અનુક્રમે \(2\% , 1\%, 3\%\) અને \(5\%\) હોય, તો \(P\) માં રહેલી સાપેક્ષ ત્રુટિ  ........... \(\%\) હશે. 2017 મધ્યમ

STD 11 - એકમ, પરિમાણ અને માપન ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં માપનમાં ત્રુટિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2015–2026 ના 53 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

માપનમાં ત્રુટિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

15% સરળ, 51% મધ્યમ અને 34% અઘરા.