ટોપિક
5 ટોપિક- 10પ્રશ્નો ઢળતું સપાટી પર ગતિ
- 2પ્રશ્નો ઘર્ષણમાં 2 બ્લોક પદ્ધતિ
- 11પ્રશ્નો ઘર્ષણ સાથે અને વગર વર્તુળાકાર ગતિ સૌથી વધુ પૂછાયેલ
- 9પ્રશ્નો ગતિ ઘર્ષણ
- 8પ્રશ્નો સ્થિત અને સીમાંત ઘર્ષણ
STD 11 - ઘર્ષણ ના બધા પ્રશ્નો
નવા પહેલા40 માંથી 1–40 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, \(R\) ત્રિજ્યાવાળું એક મોટું ડ્રમ તેની અક્ષની ફરતે \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરી રહ્યું છે. ડ્રમની સપાટી અને M દળ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) હોય, તો M દળનો પદાર્થ ડ્રમની અંદરની દીવાલને ચોંટી રહે તે માટે \(\omega\) નું લઘુત્તમ મૂલ્ય હશે :
2026 અઘરું - 2. આપેલી આકૃતિમાં બ્લોક \(A, B\) અને C ના વજન અનુક્રમે \(4 kg, 6 kg\) અને 8 kg છે. કોઈપણ બે સપાટીઓ વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક 0.5 છે. બ્લોક C ને અચળ ઝડપથી સરકાવવા માટે જરૂરી બળ \(\overrightarrow{ F }\) _________ N છે. (જ્યાં \(g =10 m / s ^2\) લો)
2026 મધ્યમ - 3. દળ \(m\) ના બ્લોકને ખરબચડા ઢોળાવવાળા સમતલ પર સૌથી ઊંચા બિંદુથી સૌથી નીચા બિંદુ સુધી સરકવા માટે લાગતો સમય, એ જ બ્લોકને સમાન ઢોળાવવાળા લીસા સમતલ પર લાગતા સમય કરતાં \(50\%\) વધુ છે. બંને ઢોળાવવાળા સમતલ ક્ષૈતિજ સાથે \(45^\circ\) નો ખૂણો બનાવે છે. ખરબચડા ઢોળાવવાળા સમતલ અને બ્લોક વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _____ છે. 2026 અઘરું
- 4. દળ \(m\) ધરાવતો એક સમઘન બ્લોક \(60^{\circ}\) ના ખૂણે ઢાળવાળી સપાટી પર \(\frac{\mathrm{g}}{2}\) ના પ્રવેગ સાથે નીચે સરકી રહ્યો છે, તો ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય શું છે? 2025 સરળ
- 5. ' \(m\) ' દળવાળી એક કાર ' \(r\) ' ત્રિજ્યા અને \(\theta\) ઢોળાવ કોણ ધરાવતા ઢળાવવાળા માર્ગ પર ગતિ કરે છે. ઢળાવવાળા માર્ગ પરથી લપસી ન જાય તે માટે, કારની મહત્તમ અનુમતિપાત્ર ઝડપ \(v_0\) છે. કારના પૈડાં અને ઢળાવવાળા માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક \(\mu\) ________ છે. 2025 મધ્યમ
- 6. \(2 \mathrm{~kg}\) ની એક ઈંટ સપાટી ઉપર સરકે છે કે જે સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને \(45^{\circ}\) ના કોણે ઢળેલી છે. તેઑની સપાટીઓ વચ્ચે સ્થિત ધર્ષણાંક _______ હશે. 2024 અઘરું
- 7. \(5 \mathrm{~kg}\) દળના એક બ્લોકને આકૃતિમાં દર્શાવેલ ખરબચડા સમતલ પર મુકેલ છે. જો આ બ્લોકને ઉપર તરફ ખસેડવા લઘુતમ બળ \(\vec{F}_1\) અને નીચે તરફ સરક્તો અટકાવવા જરૂરી બળ \(\vec{F}_2\) હોય, તો \(\left|\vec{F}_1\right|-\left|\vec{F}_2\right|\) નું મૂલ્ય _______ છે. [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.]
2024 અઘરું - 8. \(50 \mathrm{~kg}\) દળનું એક ભારે બોક્સ આડી સપાટી પર ગતિ કરી રહ્યું છે. જો બોક્સ અને આડી સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.3\) હોય, તો ગતિજ ઘર્ષણ બળ _______ છે. 2024 અઘરું
- 9. \(800 \mathrm{~kg}\) દળવાળી એક કાર \(300 \mathrm{~m}\) ત્રિજ્યાવાળા અને \(30^{\circ}\) ઢાળ કોણવાળા ઢોળાવવાળા રસ્તા પર વળાંક લઈ રહી છે. જો સ્થિત ઘર્ષણાંક \(0.2\) હોય, તો કાર કેટલી મહત્તમ ઝડપથી વળાંક સુરક્ષિત રીતે પાર કરી શકે? \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2, \sqrt{3}=1.73\right)\) 2024 અઘરું
- 10. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચે ગતિજ ઘર્ષણાંક \(0.04\) હોય, તો સિસ્ટમનો પ્રવેગ \(\mathrm{ms}^{-2}\) માં ______ છે. (ધારો કે દોરી દળરહિત અને ખેંચી ન શકાય તેવી છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે)
2024 અઘરું - 11. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઢોળાવવાળા સમતલો ધરાવતા એક બ્લોકની ઢોળાવ વાળી સપાટી પર \(M\) અને \(m\) દળ ધરાવતા બે બ્લોકને ગોઠવી તેમને આદર્શ ગરગડી પરથી પસાર થતી હલકી દોરી વડે બાંધેલ છે. ઢોળાવના સમતલ અને બ્લોક વચ્ચે ઘર્ષણ \(0.25\) છે. જો \(M=10 \mathrm{~kg}\) દળનો બ્લોક નીચે તરફ \(2 \mathrm{~m} / \mathrm{s}^2\) ના પ્રવેગથી સરક્તો હોય તો \(m\) નું મૂલ્ય _______ છે. \(\left(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\right.\) અને \(\left.\tan 37^{\circ}=3 / 4\right)\)
2024 અઘરું - 12. એક આપેલ વસ્તુને \(45^{\circ}\) ખરબચડા નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતો સમય, તે સમાન સંપૂર્ણપણે લીસા \(45^{\circ}\) નમન સમતલ પરથી નીચે સરકવા માટે લાગતા સમય કરતાં \(n\) ગણો છે. વસ્તુ અને નમન સમતલની સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક _______ છે. 2024 અઘરું
- 13. એક બીજાથી \(1.5 \mathrm{~m}\) દૂર રહેલા બે પાટાઓ પર એક ટ્રેન \(12 \mathrm{~m} / \mathrm{s}\) ની ઝડપે ગતિ કરે છે. \(400 \mathrm{~m}\) ત્રિજયાનો વક્ર સલામત બને તે માટે બહારના પાટાની અંદરના પાટાની સાપેક્ષ ઉંચાઈ_____ \(\mathrm{cm}\) વધારવી પડે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) આપેલ છે.) : 2024 અઘરું
- 14. એક સિક્કાને તક્તી પર ગોઠવેલો છે. આ સિક્કા અને તક્તી વચચે ઘર્ષાણાંક \(\mu\) છે. જ્યારે આ સિક્કાનું તક્તીના કેન્દ્રથી અંતર \(r\) હોય ત્યારે સિકકો તક્તી પર સરકે નહી તે માટે તક્તીને આપી શકાતો મહત્તમ કોણીય વેગ _______ છે. 2024 અઘરું
- 15. જો સમાન દળના બે કણની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર \(3:4\) હોય, તો તેમના કેન્દ્રગામી પ્રવેગ અચળ રહે તે માટે તેમના વેગનો ગુણોત્તર._________હોય. 2024 અઘરું
- 16. \(m\) દળ ધરાવતા બ્લોક (ચોસલા)ને \(y=x^2 / 4\) વડે દર્શાવેલ ઊર્ધ્વ આડછેદ ધરાવતી સપાટી પર મૂકવામાં આવે છે. જો ઘર્ષણાંકનું મૂલ્ચ \(0.5\) હોય તો સપાટી (ધરા)થી કે જ્યાં ચોસલું સરકે નહી તે રીતે મૂકી શકાય તે મહત્તમ ઊંચાઈ _______ હશે. 2024 અઘરું
- 17. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\((I)\): સ્થિત ઘર્ષણાંક માટેનું સિમાંત (મહત્તમ) બળ, સંપર્કમાં રહેલ ક્ષેત્રફળ ઉપર આધારિત અને દ્રવ્યથી સ્વતંત્ર છે. વિધાન\((II)\): સિમાંત (મહત્તમ) ગતિકીય ઘર્ષણાંક માટેનું સીમાંત બળ સંપર્કમાં રહેલ ક્ષેત્રક્ળ થી સ્વતંત્ર અને દ્રવ્ય ઉપર આધારિત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદ્રંમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌંથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 18. \(10\,kg\) દળનો પદાર્થ \(20\,m/s\) ના પ્રારંભિક વેગથી ગતિ કરે છે. પદાર્થ અને જમીન વચ્ચેના ઘર્ષણને કારણે પદાર્થ \(5\,s\) પછી સ્થિર થાય છે. તો ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ \(g =10 \;ms ^{-2}\) લો) 2023 મધ્યમ
- 19. \(200\,kg\) નું વજન ધરાવતું એક વાહન વક્રાકાર સમતલ ધરાવતા રસ્તા પર કે જેની ત્રિજ્યા \(70\,m\) છે તેના પર \(0.2\,rad / s\) ના કોણીય વેગ સાથે ગતિ કરે છે. વાહન પર લાગતું કેન્દ્રગામી બળ .......... \(N\) છે. 2023 મધ્યમ
- 20. \(400\,ms ^{-1}\) ની સમક્ષિતિજ ઝડપથી ગતિ કરતી \(0.1\,kg\) દળની એક બુલેટ (ગોળી) ખરબચડી સમક્ષિતિજ સપાટી પર રાખેલ \(3.9\,kg\) દળના બ્લોક સાથે અથડાય છે. બુલેટ આ બ્લોકમાં સ્થિર થઈ અને સંયુક્ત તંત્ર સ્થિર થાય તે પહેલા \(20\,m\) અંતર કાપે છે.બ્લોક અને સપાટી વચ્ચેનો ધર્ષણાંક \(......\) છે. (આપેલ \(g =10\,m / s ^2\) ) 2023 અઘરું
- 21. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ \(10\,kg\) ના દળને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(F\) બળથી ખેંચવામાં આવે છે.\(\mu_{ s }=0.25\) માટે,બળ \(F\) ના \(........\,N\) મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[\(g=10\,ms^{-2}\) આપેલ છે.]
2023 મધ્યમ - 22. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઢળતા સમતલ પર (\(45^{\circ}\) પર ઢળતા) બ્લોકને ધ્યાનમાં લો. જો ઢાળ પર ઉપરની તરફ ધકેલવા માટેનું બળ તેને સરકતો અટકાવવા માટેના બળ કરતાં બમણું હોય તો બ્લોક અને ઢાળના સમતલ વચ્યેનો ધર્ષણાંક \((\mu)\) બરાબર \(.......\) હોય.
2023 અઘરું - 23. એક કાર \(40\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર સમક્ષિતિજ રસ્તા ઉપર \(20\,m / s\) ની અચળ ઝડપે ગતિ કરે છે. એક દોલકને કારની છત ઉપરથી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. શિરોલંબ સાથે દોરીએ બનાવેલો કોણ \(............\) થશે. ( \(g =10\,m / s ^2\) લો.) 2023 મધ્યમ
- 24. એક કાર \(50\,m\) ત્રિજ્યાવાળા વક્ર અને સમક્ષિતજ રસ્તા પર ગતિ કરે છે. જો ટાયર અને રસ્તા વચ્યેનું ધર્ષણ \(0.34\) હોય, તો કારની મહત્તમ ઝડપ \(..........\,ms^{-1}\) હશે. \(\left[ g =10 ms ^{-2}\right]\) 2023 મધ્યમ
- 25. એક વસ્તુ \(45^{\circ}\) ના કોણે રહેલા ખરબચડા ઢોળાવ પર સરકવા માટે, તેને \(45^{\circ}\) ના કોણે રહેલા સંપૂર્ણ લીસા ઢોળાવથી સરકવા લાગતા સમય કરતાં \(n\) ગણો સમય લે છે. વસ્તુ અને ઢોળાવ વચ્યે ગતિકીય ધર્ષણાંક \(.................\) થશે. 2023 અઘરું
- 26. જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે. 2023 મધ્યમ
- 27. ખરબચડી સપાટીના ટેબલ પર \(5\,kg\) દળનો બ્લોક સ્થિર પડેલો છે. હવે, જો ટેબલની સપાટીની સમાંતર દિશામાં \(30\,N\) નું બળ લગાડવામાં આવે, તો બ્લોક \(10\,s\) સમયના અંતરાલમાં \(50\,m\) જેટલું અંતર કાપે છે. ગતિક ઘર્ષણાંકનું મૂલ્ય કેટલું હશે? (આપેલ \(g =10\,ms ^{-2}\)) 2023 મધ્યમ
- 28. \(m\) દળવાળો યોરસ બ્લોક \(30^{\circ}\) ને ખૂણે રહેલ સમતલ પરથી \(g / 4\) જેટલા પ્રવેગથી સરકે છે. તો ગતિક ધર્ષણાંકનું મૂલ્ય 2023 મધ્યમ
- 29. \(10 \,kg\) દળ ધરાવતું એક ચોસલું સપાટી ઉપર \(9.8 \,ms ^{-1}\) ના પ્રારંભિક વેગથી સરકવાનું શરૂ કરે છે. સપાટી અને ચોસલા નો ઘર્ષણક \(0.5\) છે. વિરામસ્થિતિમાં આવતા પહેલા ચોસલાએ કાપેલું અંતર .........\(m\) હશે. [ \(g =9.8\, ms ^{-2}\) લો ] 2022 મધ્યમ
- 30. એક મુસાફર-બેગેને \(2 \,m / s\) ની ઝડપથી ગતિ કરતા કન્વેયર-બેલ્ટ પર હળવેકથી છોડવામાં આવે છે. કન્વેયર-બેલ્ટ અને બેગ વચ્ચે ધર્ષણાંક \(0.4\) છે. પ્રારંભમાં આ બેગ કન્વેયર બેલ્ટ ઉપર સરકે છે, પરંતુ ત્યારબાદ ઘર્ષણને કારણો સ્થિર થઈ જાય છે. મુસાફર-બેગની બેલ્ટ ઉપર તેની સરકવાની સ્થિતિમાં કપાયેલ અંતર ........... \(m\) હશે. [g \(=10 \,m / s ^{-2}\) લો.] 2022 મધ્યમ
- 31. એક નિયમિત \(6\, m\) લાંબી ચેઈનને ટેબલ ઉપર એવી રીતે મૂકેલ છે કે જેથી તેની લંબાઈનો અમુક ભાગ ટેબલની ધાર આગળ લબડતો રહે. આ તંત્ર વિરામ સ્થિતિમાં છે. જે ચેઈન અને ટબલની સપાટી વચ્ચે સ્થિત ઘર્ષણક \(0.5\) જેટલો હોય તો ચેઈનનો .........\(m\) જેટલો મહ્ત્તમ ભાગ ટેબલ પરથી લટકતો રહી શકે. 2022 મધ્યમ
- 32. એક સમક્ષિતિજ સપાટી પર એક \(2 \,kg\) દળ અને \(4 \,ms ^{-1}\) ઝડ૫ ધરાવતું એક ચોસલું ગતિ કરતા \(x=0.5 \,m\) થી \(x=1.5 \,m\) જેટલી લંબાઈ ધરાવતી ખરબચડી સપાટીમાં દાખલ થાય છે. ખરબચડી સપાટી પર કાપેલ અંતર માટે પ્રવર્તનું પ્રતિપ્રેવેગી બળ \(F =- k x\), જ્યાં \(k =12 \,Nm ^{-1}\) છે. ચોસલું ખરબચડી સપાટીને પસાર કરે તે જ સમયે ઝડપ ............. \(ms ^{-1}\) હશે. 2022 અઘરું
- 33. એક સમતલ રસ્તા ઉપર \(75 \,m\) ની ત્રિજ્યા ધરાવતો વળાંક છે. સરક્યા સિવાય વળાંક લઈ શકે તેવી કારની મહત્તમ ઝડપ \(30\; m / s\) છે. હવે જો વળાંકની ત્રિજ્યા \(48 \;m\) કરવામાં આવે અને પૈડા અને રસ્તા વચ્યે ધર્ષણાંક બદલાતો ના હોય તો મહત્તમ શક્ય ઝડપ............ \(m / s\) થશે. 2022 મધ્યમ
- 34. એક તક્તિ તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરે છે. તક્તિના કેન્દ્રથી \(R\) અંતરે એક નાના સપાટ તળિયું ધરાવતું બીકર મૂકવામાં આવે છે બીકરના તળિયા અને તક્તિની સપાટી વચ્ચે સ્થિતિ ધષણાંક \(\mu\) છે. બીકર ભ્રમણ કરશે જો........... હશે. 2022 મધ્યમ
- 35. જ્યારે \(4 \,kg\) દળને એક દળ રહિત અને ખેંચાય નહી તેવી દોરી કે જે ધર્ષણ રહિત પુલી ઉપરથી પસાર થાય છે, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર લટકાવવામાં આવે છે. ત્યારે \(40 \,kg\) દળ ધરાવતું યોસલું સપાટી ઉપર સરક છે. સપાટી અને ચોસલા વચ્યે ગતિકીય ધર્ષણાંક \(0.02\) છે. ચોસલામાં ............ \(ms ^{-2}\) જેટલો પ્રવેગ હશે. ( \(g =10 \,ms ^{-2}\) આપેલ છે.)
2022 મધ્યમ - 36. \(m =2 \,kg\) અને \(M =8 \,kg\) દળ ધરાવતા બે ચોસલાનું બનેલું તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક લીસા ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. બે ચોસલાઓ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.5\) છે. બંને ચોસલાઓ જોડે ગતિ કરે તે માટે \(M\) દળ ધરાવતા ચોસલા ઉપર લગાવવું પડતું મહત્તમ બળ \(F\) .......... \(N\) હશે.
2022 મધ્યમ - 37. \(M\) દળ ધરાવતું ચોસલું એક ખરબચડા ઢોળાવ પર અચળ વેગ સાથે નીચે સરકે છે. ઢોળાવનો સમક્ષિતિજ સાથે આંતરેલ કોણ \(\theta\) છે. સંપર્ક બળનું મૂલ્ય \(...........\) થશે. 2022 મધ્યમ
- 38. \(0.5\, kg\) દળ ધરાવતાં લાકડાનાં ચોસલા અને ઊભી ખરબચડી દિવાલ વચ્ચે સ્થિત ઘર્ષણાંક \(0.2\) છે. બ્લોક દિવાલ સાથે ચિપકેલો (ચોટેલો) રહે તે માટે લગાવવું પડતું સમક્ષિતિજ બળ ગણો ............. \(N.\) \(\left[g=10\, ms ^{-2}\right]\) 2021 મધ્યમ
- 39. \(\frac{1}{3 \sqrt{3}}\) જેટલા ઘર્ષણાંક ધરાવતી સમક્ષિતીજ ખરબચડી સપાટી પર \(3\, kg\) દળ ધરાવતાં ચોસલાને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવ્યો છે. દર્શાવ્યા અનુસાર સમક્ષિતીજ સાથે \(60°\) કોણ રચતા ઉર્ધ્વ સપાટી પર જરૂરી બળનું ઓછામાં ઓછું મૂલ્ય \(3x\) છે કે જેથી તે ચોસલું ખસી ના શકે. \(3x\) નું મૂલ્ય ......... હશે. \(\left[g=10 m / s ^{2} ; \sin 60^{\circ}=\frac{\sqrt{3}}{2} ; \cos 60^{\circ}=\frac{1}{2}\right]\)
2021 અઘરું - 40. એક ઢોળાવવાળા સમતલને એવી રીતે વાળવામાં આવે છે કે જેથી ઉર્ધ્વ આડછેદ \(y=\frac{x^{2}}{4}\) થી આપી શકાય, જ્યાં , \(y\) એ ઉર્ધ્વ દિશા અને \(x\) સમક્ષિતિજ દિશા છે. જે આ વક્ર સમતલની ઉપરની સપાટી \(\mu=0.5\) જેટલા ઘર્ષણાંક સાથે ખરબચડી હોય તો એક સ્થિર બ્લોક (ચોસલું) નીચે સરકે નહીં તે મહત્તમ ઊંચાઈ ...........\(cm\) હશે 2021 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં STD 11 - ઘર્ષણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2021–2026 ના 40 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
STD 11 - ઘર્ષણ નો કયો ટોપિક સૌથી વધુ પૂછાય છે?
ઘર્ષણ સાથે અને વગર વર્તુળાકાર ગતિ, 11 પ્રશ્નો સાથે; ત્યાર બાદ ઢળતું સપાટી પર ગતિ, 10 પ્રશ્નો સાથે.
STD 11 - ઘર્ષણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
3% સરળ, 48% મધ્યમ અને 50% અઘરા.