પ્રશ્નો
નવા પહેલા30 માંથી 1–30 પ્રશ્નો
- 1. એક સાદું લોલક m દળ અને q વિદ્યુતભાર ધરાવતો ગોળો ધરાવે છે. લોલકની દોરીનું દળ અવગણ્ય છે. જ્યારે નિયમિત અને સમક્ષિતિજ વિદ્યુતક્ષેત્ર \( \vec{E} \) લાગુ પાડવામાં આવે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ બદલાય છે. જ્યારે લોલક સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે, ત્યારે દોરીમાં અંતિમ તણાવ __________ છે.
(g: ગુરુત્વાકર્ષણ પ્રવેગ) 2026 અઘરું - 2. R ત્રિજ્યાવાળા વર્તુળના પરિઘ પર એકબીજાથી \( 60^{\circ} \) ના ખૂણે છ બિંદુવત વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા મુજબ રાખેલા છે. વર્તુળના કેન્દ્ર પરનું કુલ વિદ્યુતક્ષેત્ર __________ છે.
(\( \epsilon \) એ મુક્ત અવકાશની પરમિટિવિટી છે)
2026 અઘરું - 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ધાતુની વલય સમાન રીતે વિદ્યુતભારિત છે. AC અને BD પરસ્પર લંબ વ્યાસ છે. ચાપ \(\operatorname{arc} \mathrm{AB}\) ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય 'E' છે. ચાપ ABC ને કારણે 'O' પર વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
2025 અઘરું - 4. એક બિંદુવત વિદ્યુતભાર +q ને ઉદ્ગમબિંદુ પર મૂકવામાં આવે છે. બીજો બિંદુવત વિદ્યુતભાર +9 q ને કાર્તેઝીયન યામ પદ્ધતિમાં \((\mathrm{d}, 0,0)\) પર મૂકવામાં આવે છે. તેમની વચ્ચેનું બિંદુ જ્યાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય છે, તે _______ છે. 2025 સરળ
- 5. એક સમાન રીતે વિદ્યુતભારિત વર્તુળાકાર ગૂંચળાનો વિચાર કરો, જેની ત્રિજ્યા \(\mathrm{a} \sqrt{2}\) છે. કાર્તેઝીયન યામ પદ્ધતિમાં ધન z-અક્ષ પરનું એવું સ્થાન શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ હોય, જો વલયને xy-સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલું ધારી લેવામાં આવે : 2025 સરળ
- 6. ધારો કે, એક સમાન વિદ્યુતભારિત દીવાલ લંબરૂપે \(2 \times 10^4 \mathrm{~N} / \mathrm{C}\) જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર પૂરું પાડે છે. \(2 \mathrm{~g}\) દળનો એક વિદ્યુતભારિત કણ \(20 \mathrm{~cm}\) લંબાઈના રેશમના દોરા વડે લટકાવવામાં આવે છે અને દીવાલથી \(10 \mathrm{~cm}\) અંતરે સ્થિર રહે છે. તો કણ પરનો વિદ્યુતભાર \(\frac{1}{\sqrt{\mathrm{x}}} \ \mu \mathrm{C}\) હશે, જ્યાં \(\mathrm{x}=\) _______ [\(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો] 2024 અઘરું
- 7. જો બિંદુ \(\mathrm{P}\) પર \(\mathrm{Y}\) અક્ષ પર ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય, તો \(\left|\frac{q_2}{q_3}\right|\) નો ગુણોત્તર \(\frac{8}{5 \sqrt{x}}\), જ્યાં \(\mathrm{x}=\) _______ છે.
2024 અઘરું - 8. \(q\) અને \(3q\) વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં ' \(r \) ' અંતરે ગોઠવેલા છે. \(q\) વિદ્યુતભારથી \(x\) અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો \(x \) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 9. \(10\,\mu C\) નો બિંદુવત વીજભાર \(X-\) અક્ષના ઉગમબિંદુ પર રાખેલ છે. અક્ષ પરના સ્થાને \(40\,\mu C\) નો બિંદુવત વીજભાર મૂકવાથી પરિણામી વિદ્યુતક્ષેત્ર \(x =2\,cm\) આગળ શૂન્ય બનશે ? 2023 મધ્યમ
- 10. \('a'\) બાજુ ધરાવતા ચોરસના ખૂણા (શિરોબિંદુ) \(A, B\) અને \(C\) ઉપર ત્રણ વિદ્યુતભારો \(q/2, q\) અને \(q/2\) મૂકેલા છે. (આકૃતિ જુઓ) બાકી રહેલા શિરોબિંદુ \(D\) ઉપર વિદ્યુતક્ષેત્ર તીવ્રતાનું મૂલ્ય ........ હશે.
2022 મધ્યમ - 11. \(4.9 \times 10^{5} \;N / C\) મૂલ્ય ધરાવતું શિરોલંબ વિદ્યુતક્ષેત્ર, \(0.1 \,g\) દળ ધરાવતા પાણીના બુંદને નીચે પડતું આટકાવવા પૂરતું છે. બુંદ પરનો વિધુતભાર........\( \times 10^{-9} \;C\) હશે [\(g =9.8 \,m / s ^{2}\) આપેલા ] 2022 મધ્યમ
- 12. \(+8 \times 10^{-6} \,C\) અને \(-8 \times 10^{-6} \,C\) ધરાવતા બે બિંદુવત વીજભારો \(A\) અને \(B\) ને \(d\) અંતરે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોની વચ્ચે મધ્યબિંદુ \(O\) આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા \(6.4 \times 10^{4}\,NC ^{-1}\) છે. બિંદુવત વિદ્યુતભારો \(A\) અને \(B\) વચ્ચેનું અંતર \('d'\)..........\(m\) હશે. 2022 મધ્યમ
- 13. \(2\, mm\) ત્રિજ્યા અને \(3\, g\) \(cm ^{-3}\) ઓઇલનું ટીપું \(3.55 \times 10^{5}\, V\, m ^{-1}\) વિદ્યુતક્ષેત્રમાં સ્થિર રાખવામાં આવે છે તો ટીપાં પર ઇલેક્ટ્રોનની સંખ્યા (ધ્યાનમાં લો \(\left. g =9.81\, m / s ^{2}\right)\) 2021 અઘરું
- 14. \(20\, \mu {C}\) અને \(-5\, \mu {C}\) બે વિદ્યુતભાર ધરાવતા બે કણો \({A}\) અને \({B}\) વચ્ચેનું અંતર \(5\, {cm}\) છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?
2021 મધ્યમ - 15. \(‘a’\) બાજું ધરાવતાં સમઘનનાં દરેક શિરોબિંદુઓ આગળ બિંદુવત વિદ્યુતભારો \(+ Q\) રાખવામાં આવ્યા છે. પરંતુ ઊગમબિંદુ આગળ \(-Q\) વિદ્યુતભાર છે. સમઘનનાં કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........... છે
2021 અઘરું - 16. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(Q\) વિજભાર ધરાવતાં \(L\) લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ \(P\) પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ \(P\) નું સળિયાનાં કેન્દ્ર થી અંતર \(a=\frac{\sqrt{3}}{2} L\) છે.
2021 અઘરું - 17. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સળિયા \({AB}\) ને \(120^{\circ}\) ના ખૂણે વાળીને \(R\) ત્રિજયાની છાપ બનાવવામાં આવે છે. \((-Q)\) વિદ્યુતભારને સળિયા \(AB\) પર સમાન રીતે વિતરિત કરેલ છે. તેના કેન્દ્ર \(O\) પર વિદ્યુતક્ષેત્ર \(\overrightarrow{{E}}\) કેટલું હશે?
2021 અઘરું - 18. આકૃતિમાં રહેલ તંત્ર માટે બિંદુ \(O\) પર વિદ્યુતક્ષેત્ર કેટલું હશે? આકૃતિમાં રહેલ દરેક બાજુની લંબાઈ \(l\) અને તે એકબીજાને લંબ છે.
2021 અઘરું - 19. \(\sigma\) પૃષ્ઠ ઘનતા ધરાવતી એકસમાન રીતે વિદ્યુતભારિત કરેલ \(R\) ત્રિજ્યાની તકતીને \({xy}\) સમતલમાં ટકતીનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકેલી છે. તો \(z-\) અક્ષ પર ઉગમબિંદુથી \(Z\) અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? 2021 અઘરું
- 20. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(d\) ત્રિજ્યા ધરાવતા વર્તુળના પરિઘ પર ત્રણ કણ \(A, B\) અને \(C\) જેમના વિજભાર \(-4 q, 2 q\) અને \(-2 q\) છે વિજભારિત કણ \(A, C\) અને વર્તુળનું કેન્દ્ર \(O\) સમબાજુ ત્રિકોણ બનાવે છે.તો કેન્દ્ર \(O\) પર \(x-\)દિશામાં વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
2020 મધ્યમ - 21. કાટકોણ ત્રિકોણ \(OAB\) ના શિરોબિંદુ \(A\) અને \(B\) પર \(Q _{1}\) અને \(Q _{2}\) વિધુતભાર મૂકેલા છે. તો \(O\) બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો \(Q _{1} / Q _{2}\) એ કોના સપ્રમાણમાં હોય
2020 અઘરું - 22. \(2\,g\) દળ ધરાવતા લોલક પર \(5.0\,\mu C\) વિજભાર છે.જેને એકસમાન \(2000\,\frac{V}{m}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં મુકેલ છે સંતુલને લોલકે શિરોલંબ સાથે બનાવેલો ખૂણો કેટલો હશે?(\(g = 10\,\frac{m}{{{s^2}}}\)) 2019 અઘરું
- 23. બે બિંદુવત વિજભારો \(q_1\,(\sqrt {10}\,\,\mu C)\) અને \(q_2\,(-25\,\,\mu C)\) ને \(x -\) અક્ષ પર અનુક્રમે \(x=1 \,m\) અને \(x=4\ m\) પર મુકેલ છે. \(y- \)અક્ષ પરના \(y=3\,m\) પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય (\(V/m\) માં) ______ હશે. 2019 અઘરું
- 24. ચાર બિંદુવત વિદ્યુતભારો \(-q, +q, +q\) અને \(-q\) \(y\) અક્ષ પર \(y = -2d\), \(y = -d, y = +d\) અને \(y = +2d\) પર છે.\(x\) અક્ષ પર \(x = D\,\,(D > > d)\) પાસે વિદ્યુતક્ષેત્ર કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
- 25. \(R\) ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી \(h\) અંતર આગળ છે. \(h\) નું મૂલ્ય હશે. 2019 અઘરું
- 26. \(M\) દળ અને \(q\) વિજભાર \(k\) દળ ધરાવતી સ્પ્રિંગ સાથે જોડાયેલ છે. \(x = 0\) ને સમતોલન સ્થાન રાખીને તે \(x-\)દિશામાં \(A\) કંપવિસ્તારથી દોલનો કરે છે,\(x-\)દિશામાં \(E\) જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું પડે? 2018 અઘરું
- 27. \(a\) ત્રિજ્યાનો હોલ ધરાવતી એક પાતળી તકતીની ત્રિજ્યા \(b = 2a\) છે.જેના પર એકસમાન ક્ષેત્રિય વિજભાર ઘનતા \(\sigma\) છે. જો તેના કેન્દ્રથી \(h(h < < a)\) ઊંચાઈ પર વિદ્યુતક્ષેત્ર \(Ch\) મુજબ આપવામાં આવે છે. તો \(C\) કેટલો હશે?
2015 અઘરું - 28. \(L=20\, cm\) લંબાઈ ધરાવતા તારમાંથી અર્ધવર્તુળાકાર ચાપ બનાવવામાં આવે છે.જો ચાપના સમાન બે અડધા ભાગમાં એકસમાન રીતે \(+Q\) અને \(-Q\) \(\left[ {\left| Q \right| = {{10}^3}{\varepsilon _0}} \right]\) કુલંબ વિજભાર પથરાયેલો છે.[જ્યાં \(\varepsilon _0\) એ શૂન્યાવકાશની પરમિટિવિટી (\(SI\)એકમમાં)] અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
2015 અઘરું - 29. \(25.5\, k\,Vm^{-1}\) જેટલા વિદ્યુતક્ષેત્રમાં \(6\) વધારાના ઇલેક્ટ્રોન ધરાવતા પ્રવાહીના ટીપાને સ્થિર રાખવામા આવે છે.પ્રવાહીની ઘનતા \(1.26\times10^3\, kg\, m^{-3}\) હોય તો ટીપાની ત્રિજ્યા કેટલી હશે? 2013 અઘરું
- 30. \(R\) ત્રિજ્યા ધરાવતી પાતળી તકતીની વિજભાર ઘનતા \(\sigma \) છે. તકતીના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર \(\frac{\sigma }{{2\,{ \in _0}}}\) છે.કેન્દ્ર આગળ રહેલ ક્ષેત્રની સાપેક્ષમાં કેન્દ્રથી \(R\) અંતરે રહેલ અક્ષ પર વિદ્યુતક્ષેત્ર .... 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિધુતક્ષેત્ર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 30 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિધુતક્ષેત્ર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 20% મધ્યમ અને 73% અઘરા.