પ્રશ્નો
નવા પહેલા13 માંથી 1–13 પ્રશ્નો
- 1. જ્યારે સુરેખ કેશનળીનો ભાગ પ્રવાહીમાં શિરોલંબ રાખવામાં આવે ત્યારે પ્રવાહી અમુક ઉંચાઈ h સુધી ઉપર ચડે છે. જો કેશનળીની અંદરની ત્રિજ્યા, પ્રવાહીની ઘનતા અને પ્રવાહીનું પૃષ્ઠતાણ પ્રત્યેકમાં 1% ઘટાડો થાય તો નળીમાંના પ્રવાહીની ઉંચાઈમાં ________ % ફેરફાર થશે. 2026 સરળ
- 2. સમાન ઘનતા ધરાવતા બે પ્રવાહીના પૃષ્ઠતાણ \(T_1\) અને \(T_2\) ને કેશનળી આરોહણ પદ્ધતિનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જેમાં \(r_1\) અને \(r_2\) આંતરિક ત્રિજ્યાવાળી બે નળીઓનો ઉપયોગ થાય છે જ્યાં \(r_1>r_2\). આ નળીઓમાં પ્રવાહીની માપવામાં આવેલી ઊંચાઈઓ અનુક્રમે \(h_1\) અને \(h_2\) છે. [મેનિસ્કસના સૌથી નીચા બિંદુથી પ્રવાહીના વજનને અવગણો]. ઊંચાઈઓ \(h _1\) અને \(h _2\) અને પૃષ્ઠતાણ \(T _1\) અને \(T _2\)નીચેના સંબંધને સંતોષે છે: 2026 સરળ
- 3. 0.1 mm ત્રિજ્યાવાળી એક કેશનળીને પાણીમાં આંશિક રીતે ડૂબાડવામાં આવે છે (પૃષ્ઠતાણ \(70 \mathrm{dyn} / \mathrm{cm}\) અને કાચ-પાણી સંપર્ક કોણ \(\simeq 0^{\circ}\)) જે ઊર્ધ્વ સાથે \(30^{\circ}\) ના ખૂણે નમેલી છે. કેશનળીમાં ચઢેલા પાણીની લંબાઈ ________ cm છે.
\(\left(\right.\) \(\mathrm{g}=9.8 \mathrm{~m} / \mathrm{s}^2\) લો \(\left.\right)\) 2025 મધ્યમ - 4. નીચે બે કથનો આપેલા છે: કથન \(I\): જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ગરમ પાણીમાં ડૂબાડવામાં આવે તો ગરમ પાણીમાં કેશનળી ઉંચાઈ વધારો ઓછો હોય. કથન \(II\) : જો કેશનળીને પ્રથમ ઠંડા પાણીમાં અને ત્યાર બાદ ઠંડા પાણીમાં ડૂબાડવામાં આવે તો ઠંડા પાણીમાં કેશનળીનો ઊંયાઈ વધારો ઓછી હોય. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
- 5. નીચે બે વિધાનો આપેલા છે: વિધાન \(I\) : ઘન અને પ્રવાહી વચ્યેનો સંપર્કકોણ એ ઘન અને પ્રવાહી બંનેનો ગુણધર્મ છે. વિધાન \(II\) : કેશનળીમાં પ્રવાહીનું ઉપર ચઢવું તે નળીના અંદરની ત્રિજ્યા ઉપર આધારિત નથી. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યીગ્ય ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
- 6. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \(I\): જ્યારે કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે ત્યારે પ્રવાહી કેશનળીમાં ઉપર ચઢતું નથી કે નીચે પણ ઉતરતું નથી. સંપર્કકોણ \(0^{\circ}\) હોય શકે છે. વિધાન \(II\) : ઘન અને પ્રવાહી વચ્ચેનો સંપર્કકોણ ધન દ્રવ્યના અને પ્રવાહી દ્રવ્યના ગુણધર્મ પર પણ આધારીત છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભરમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 7. ચોક્કસ ત્રિજ્યા ધરાવતી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે.ત્યારે તેમાં પ્રવાહી \(5\,cm\) જેટલું ઉપર ચઢે છે.આ કેશનળીને આ જ રીતે અગાઉના પ્રવાહી કરતા બમણી ઘનતા અને બમણું પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે પ્રવાહીની સ્તંભની ઊંચાઈ \(..........\,m\) હશે. 2023 મધ્યમ
- 8. \(0.015\;cm\) ત્રિજ્યા ધરાવતી કાંચની લાંબી કેશનળીને પ્રવાહીમાં ડૂબાડતા તેમાં પ્રવાહી \(15\, cm\) જેટલું ઉપર ચડે છે જો પ્રવાહીની સપાટી અને પાત્ર વચ્ચેનો સંપર્કકોણ \(0^{\circ}\) હોય તો પ્રવાહીનું પૃષ્ઠતાણ \(milli\,Newton \;m ^{-1}\) એકમમાં કેટલું હશે? [પ્રવાહીની ઘનતા \(\left.\rho_{\text {(liquid) }}=900\; kg\,m ^{-3}, g =10\, ms ^{-2}\right]\) (નજીકના પૂર્ણાંકમાં જવાબ આપો) 2020 મધ્યમ
- 9. મરકયુરી અને પાણીના પૃષ્ઠતાણ અને ઘનતાનો ગુણોત્તર અનુક્રમે \(7.5\) અને \(13.6\) છે.તેમનો કાચ સાથેનો સંપર્ક ખૂણો અનુક્રમે \(135^o\) અને \(0^o\) છે.એવું જોવા મળ્યું છે કે \(r_1\) ત્રિજ્યાની કેપિલરીમાં મરકયુરી \(h\) ઊંડાઈ સુધી જાય છે જ્યારે પાણી \(r_2\) ત્રિજ્યાની કેપિલરીમાં \(h\) ઊંચાઈ પ્રાપ્ત કરે છે.તો તે ત્રિજ્યાનો ગુણોત્તર \((r_1/r_2)\) કેટલો થાય? 2019 મધ્યમ
- 10. \(r\) ત્રિજ્યાની કેપિલરીમાં \(M\) દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે તો \(2r\) ત્રિજ્યાની કેપિલરીમાં કેટલા દળનું પાણી ઊંચાઈ પ્રાપ્ત કરે? 2019 મધ્યમ
- 11. કેશનળી પાણીમાં શિરોલંબ ડૂબેલી છે જેમાં પાણી \(x\) ઊંચાઈ સુધી ચડેલ છે.જ્યારે આ તંત્રને \(d\) ઊંડાઈ ધરાવતી ખીણમાં લઈ જવામાં આવે તો કેશનળીમાં પાણીની ઊંચાઈ \(y\) થાય છે.જો \(R\) પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગુણોત્તર \(\frac{x}{y}\) કેટલો થાય? 2014 મધ્યમ
- 12. કેશનળીની અંદરની સપાટી પર મીણ લગાવીને તેને પાણીમાં દુબડેલ છે.મીણ લગાવ્યા પહેલા કેશનળી માટે સંપર્કકોણ \(\theta \) અને પાણીની ઊંચાઈ \(h\) હોય તો મીણ લગાવ્યા પછી તેમાં થતો ફેરફાર ... 2013 મધ્યમ
- 13. વિધાન \(-1\) : પ્રવાહીમાં કેશનળી મૂકાતા પ્રવહી \(h\) ઊંચાઈ સુધી ચડે છે.પ્રવાહીનું તાપમાન વધતાં ઊંચાઈ \(h\) વધે છે. (જો પ્રવાહીની ઘનતા અને સંપર્કકોણ સમાન રહે) વિધાન \(-2\) : પ્રવાહીનું તાપમાન વધતાં પૃષ્ઠતાણ ઘટે છે. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - પૃષ્ઠતાણ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં કશનળી ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 13 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
કશનળી ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
15% સરળ, 62% મધ્યમ અને 23% અઘરા.