પ્રશ્નો
નવા પહેલા29 માંથી 1–29 પ્રશ્નો
- 1. \(2\) cm ત્રિજ્યા અને \(125\) આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું \(1\) A વિદ્યુતપ્રવાહ વહન કરે છે. આ ગૂંચળાને \(0.4\) T મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ગૂંચળાની અક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે \(30°\) નો કોણ બનાવે છે. ગૂંચળા પર લાગતું ટૉર્ક \(\alpha \times 10^{-4}\) N.m હોય, તો \(\alpha\) નું મૂલ્ય ______ છે.
(\(\pi=3.14\)) 2026 મધ્યમ - 2. \(2\) cm ત્રિજ્યાવાળું અને એકમ લંબ સદિશ \(\hat{n} = \dfrac{\hat{k}+\hat{i}}{\sqrt{2}}\) ધરાવતું એક વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું, ચુંબકીય ક્ષેત્ર \(\vec{B} = B_0(3\hat{i}+2\hat{k})\) માં મૂકેલું છે. જો \(B_0 = 4\times 10^{-3}\) T અને પ્રવાહ \(I=100\sqrt{2}\) A હોય, તો ગૂંચળા વડે અનુભવાતું ટોર્ક ________ Wb·A છે. (\(\pi=3.14\)) 2026 અઘરું
- 3. \(q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ ઉગમબિંદુમાંથી પ્રારંભિક વેગ \(\vec{v} = \left(\dfrac{v_0}{\sqrt{2}}\hat{x} + \dfrac{v_0}{\sqrt{2}}\hat{y}\right)\) સાથે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. અહીં એક સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B} = B_0 \hat{z}\) અને અવકાશ-પરિવર્તનશીલ વિદ્યુતક્ષેત્ર \(\vec{E} = E_0 e^{-\lambda x}\hat{x}\) \(0 \leq x \leq L\) વિસ્તારમાં અસ્તિત્વ ધરાવે છે. એક એવું અંતર કાપ્યા પછી કે જેથી \(x\)-યામ \(x=0\) થી બદલાઈને \(x=L\) થાય છે, ગતિઊર્જામાં થતો ફેરફાર _______ છે. 2026 અઘરું
- 4. એક અવાહક તારને એવી રીતે વીંટાળવામાં આવે છે કે જેથી તે \(N = 200\) આંટાઓ ધરાવતું એક સપાટ ગૂંચળું બનાવે છે. સૌથી અંદરના આંટાની ત્રિજ્યા \(r_1 = 3\) cm અને સૌથી બહારના આંટાની ત્રિજ્યા \(r_2 = 6\) cm છે. જો તેમાંથી \(20\) mA પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય ચાકમાત્રા \(\alpha \times 10^{-2}\) A.m\(^2\) હશે. \(\alpha\) નું મૂલ્ય _____ છે. 2026 મધ્યમ
- 5. \(2 \times 10^{-3} \mathrm{~T}\) નું સમાન ચુંબકીયક્ષેત્ર ધન \(\mathrm{Y}\) અક્ષની દિશામાં અસ્તિત્વ ધરાવે છે. \(\mathrm{Y}-\mathrm{Z}\) સમતલમાં રહેલ \(20 \mathrm{~cm}\) અને \(10 \mathrm{~cm}\) લંબાઈની બાજુ ધરાવતી એક લંબચોરસ લુપ માંથી \(5\) \(A\) વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ ગુંચળામાં ઋણ \(\mathrm{X}\) અક્ષના સંદર્ભમાં વિષમઘડી દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય અને દિશા _______ છે. 2024 અઘરું
- 6. એક ગજીયા ચુંબક માટે ચુંબકીય ચાકમાત્રા \(0.5 \mathrm{Am}^2\) છે. તેને \(8 \times 10^{-2} \mathrm{~T}\) ધરાવતા સમાન (નિયમિત) ચુંબકીયક્ષેત્રમાં લટકાવવામાં આવે છે. તેની સૌથી સ્થાય (સ્થિર) સ્થિતિમાંથી સૌથી અસ્થિર સ્થિતિમાં ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય _______ થશે. 2024 અઘરું
- 7. એક ગૂંચળું કે જેમાં \(100\) આંટાઓ છે, \(5 \times 10^{-3} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ છે, અને \(1 \mathrm{~mA}\) પ્રવાહ વહન કરે છે, તેને \(0.20 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવે છે કે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. ગૂંચળાને \(90^{\circ}\) ફેરવવામાં કરેલું કાર્ય _______ \(\mu \mathrm{J}\) છે. 2024 અઘરું
- 8. એક વર્તુળાકાર ગૂંચળું \(200\) આંટા, \(2.5 \times 10^{-4} \mathrm{~m}^2\) ક્ષેત્રફળ અને \(100 \mu \mathrm{A}\) પ્રવાહ વહન કરતું હોય, તેને \(1 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. શરૂઆતમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ \((\vec{M})\) એ \(\vec{B}\) ની દિશામાં હતું. ગૂંચળાને તેની પ્રારંભિક સ્થિતિમાંથી \(90^{\circ}\) દ્વારા ભ્રમણ કરાવવા માટે જરૂરી કાર્યનું પ્રમાણ જેથી \(\overrightarrow{\mathrm{M}}\) એ \(\vec{B}\) ને લંબ બને તે _______ \(\mu \mathrm{J}\) છે. 2024 અઘરું
- 9. \(1\,g\) દળ લટકાવેલ, \(10\,\Omega\) નો અવરોધ ધરાવતું એક દળ રહિત ચોરસ ગાળો (ગૂંચળું) તેની એક બાજુ \(10^{3}\) ગોસ જેટલા, તથા કણના સમતલમાંથી બહાર તરફ આવતા, લંબ રુપે રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં હોય તે રીતે શિરોલંબ સ્થિતિમાં લટકે છે. ગાળાને \(v\) જેટલો \(dc\) વોલ્ટેજ લગાવામાં આવે છે. \(v\)ના કેટલા મૂલ્ય માટે ઉર્ધ્વ ચુંબકીય બળ બરાબર નીચે તરફ ના ગુરુત્વાકર્ષી બળને સમતોલશે? (ગાળાની બાજુ \(=10\,cm ,\; g =10\,ms ^{-2}\))
2023 મધ્યમ - 10. \(314\,cm\) લંબાઈ અને \(14\,A\) નો પ્રવાહ ધરાવતા એક તારને વાળીને એક વર્તુળ બનાવવામાં આવે છે. ગૂંચળાની ચુંબકીય ચાકમાત્રા \(..........A - m ^2\) હશે. [Given \(\pi=3.14\) ]
2022 મધ્યમ - 11. આપેલ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(r _1=30\,cm\) અને \(r _2=50\,cm\) ત્રિજ્યા ધરાવતી બે વર્તુળાકાર સમકેન્દ્રીય ગોળાઓને \(X-Y\) સમતલમાં મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેમાંથી \(I=7\,A\) જેટલો વીજપ્રવાહ પસાર કરવામાં આવે છે. આ બે વર્તુળાકાર ગાળાઓથી બનતા તંત્રની સમાસ ચુંબકીય ચાકમાત્રા \(..............\) થશે.
2022 મધ્યમ - 12. ન્યુક્લિયસને ફરતે ભમણ કરતા અને \(L\) જેટલું કોણીય વેગમાન ધરાવતા ઇલેક્ટ્રોન \((e)\) ની ચુંબકીય ચાકમાત્રા \(...............\) વડે આપી શકાય છે. 2022 મધ્યમ
- 13. \(10\, {cm}\) બાજુવાળી સમબાજુ ત્રિકોણના બનેલા ગૂચાળાને શિરોલંબ સમતલમાં \(20\, {mT}\) ચુંબકીયક્ષેત્ર ધરાવતા બે કાયમી ચુંબકના ધ્રુવો વચ્ચે મૂકેલી છે. ગુચળામાંથી \(0.2\, {A}\) નો પ્રવાહ પસાર કરવામાં આવે અને તેનું સમતલ ચુંબકીયક્ષેત્રને સમાંતર થાય ત્યારે તેના પર લાગતું ટોર્ક \(\sqrt{{x}} \times 10^{-5} \,{Nm}\) છે. \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 14. \(24 {a}\) લંબાઈ અને \({R}\) અવરોધ ધરાવતા વાહક તારમાંથી \(a\) બાજુવાળો સમબાજુ ત્રિકોણ અને તાર બાદ \(a\) બાજુવાળું ચોરસ ગુચળું બનાવવામાં આવે છે. આ ગુચળાને \({V}_{0}\) વોલ્ટના ઉદગમ સાથે જોડવામાં આવે છે. સમબાજુ ત્રિકોણ અને ચોરસ ગૂચળાંની ચુંબકીય મોમેન્ટનો ગુણોત્તર \(1: \sqrt{y}\) થાય છે જ્યાં \(y\) કેટલો હશે? 2021 અઘરું
- 15. એક વિદ્યુતભાર \(Q\) એ ચુંબકીય ક્ષેત્ર \(\overrightarrow{ B }\) માં \(\overrightarrow{d l}\) જેટલું અંતર કાપે (ગતિ કરે) છે. \(\overrightarrow{ B }\) દ્વારા થતું કાર્ય શોધો : 2021 મધ્યમ
- 16. \(0.8 \,kg m ^{2}\) વ્યાસને અનુલક્ષીને ઝડપ ની ચાકમાત્રા અને \(20\, Am ^{2}\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી વતુળકાર કોઈલ છે. કોઈલ શરૂઆતમાં શિરોલંબ છે. અને તે સમક્ષિતિજ વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર \(4T\) \(3\) ચુંબકીયક્ષેત્ર શિરીલંબ છે. લગાવતા તે \(60^{\circ}\) ભ્રમણ કરે ત્યારે કોણીય વેગ 2020 અઘરું
- 17. \(2a\) બાજુવાળા અને \(I\) પ્રવાહધારીત વર્તુળાકાર ગુંચળાને તેનું કેન્દ્ર ઉગમબિંદુ પર રહે તેમ મૂકવામાં આવે છે. સમાન પ્રવાહ \(I\) વહન કરતા લાંબા તારને \(z-\)અક્ષની સમાંતર અને બિંદુ \((0, b , 0),( b > > a )\) માંથી પસાર થાય તેમ મુકેલ છે. \(z-\) અક્ષની દિશામાં ગુંચળા પર લાગતાં ટોર્કનું મૂલ્ય કેટલું હશે? 2020 અઘરું
- 18. \(500\) આટા અને \(3 \times 10^{-4}\, m ^{2}\) ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા \(0.5\, A\) પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક \(1.5\,Nm\) છે. તો ચુબકીયક્ષેત્ર. 2020 મધ્યમ
- 19. \(a\) ત્રિજ્યા ધરાવતું વર્તુળાકાર લૂપમાંથી \(I\) પ્રવાહ પસાર થાય છે.તેને \(\mathrm{B}\) જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લૂપના સમતલને લંબ એવીરીતે મૂકવામાં આવે છે જેથી તેના વ્યાસને અનુલક્ષીને નાનો ખૂણો બનાવીને મુક્ત કરવામાં આવે તો તે \(T\) આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે.જો લૂપની દળ \(m\) હોય તો તેનો આવર્તકાળ કેટલો થાય? 2020 મધ્યમ
- 20. \(I\) પ્રવાહધારિત તાર \(A\,B\,C\,D\,E\,F\,A\,\) આપેલ છે. \(A\,B\,C\,D\,A\) અને \(A\,D\,E\,F\,A\) બાજુ એકબીજાને લંબ છે. લંબચોરસની બાજુની લંબાઈ \(a\) અને પહોળાઈ \(b\) છે. તો \(A\,B\,C\,D\,E\,F\,A\,\) ની ચુબકીય મોમેન્ટ નું મૂલ્ય અને દિશા
2020 અઘરું - 21. ઉદગમ બિંદુએ કેન્દ્ર હોય તેવી \(2a\) બાજુવાળી \(I\) પ્રવાહધારિત ચોરસ લૂય \(XY\) સમતલ માં છે. \(Z-\) અક્ષને સમાંતર \(I\) પ્રવાહધારિત તાર \((0, b, 0),(b>>a)\) માંથી પસાર થાય છે. તો લૂપ પર લાગતુ ટોર્ક \(Z-\) અક્ષને અનુલક્ષીને 2020 અઘરું
- 22. વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. \(m\) દળ અને \(q\) વિધુતભારિત કણ \(V\) વેગથી \(B\) ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટ 2020 અઘરું
- 23. એક અવાહક પાતળા \(l\) લંબાઇના સળીયા પર \(\rho \left( x \right) = {\rho _0}\,\frac{x}{l}\) જેટલી રેખીય વિજભાર ઘનતા છે. ઉગમ બિંદુ \((x= 0)\) માંથી પસાર થતી અને સળીયાને લંબ અક્ષને અનુલક્ષીને સળિયાને પરિભ્રમણ કરાવવામાં આવે છે. જો સળીયો \(n\) પરિભ્રમણ પ્રતિ સેકન્ડ ફરતો હોય તો સળીયા માટે સમય સરેરાશ ચુંબકીય ચાક માત્રા કેટલી હશે? 2019 અઘરું
- 24. \(m\) ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં \(I\) જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે? 2019 મધ્યમ
- 25. \(r\) ત્રિજ્યા અને \(N\) આંટા ધરાવતા ગૂચાળામાથી પ્રવાહ પસાર થાય છે.જેને \(XZ\) સમતલમાં મુકેલ છે.ચુંબકીય ક્ષેત્ર \(B\hat i\) છે.ગૂચાળા પર ચુંબકીય ક્ષેત્રને લીધે ઉત્પન્ન થતું ટોર્ક કેટલું હશે? 2019 અઘરું
- 26. \(X-Z\) સમતલમાં ઉગમબિંદુ પર એક એક લંબચોરસ (\(5\,cm\times 2\,cm\)) \(100\,\) આંટાવાળા ગુચળામાથી \(3\,A\) પ્રવાહ સમઘડી દિશામાં વહે છે.\(X\) અક્ષની દિશામાં \(1\,T\) ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે.જો ગૂચળાંને \(Z\) અક્ષ સાથે \(45^o\)ના ખૂણે વાળવામાં આવે તો તેના પર કેટલા ......\(Nm\) ટોર્ક લાગે? 2019 મધ્યમ
- 27. \(I\) પ્રવાહ ધરાવતી એક વર્તુળાકાર લૂપની દ્વિદ્યુવી ચાકમાત્રા \(m\) છે.અને લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_1\) જેટલું છે.જયારે પ્રવાહ અચળ રાખીને દ્વિદ્યુવી ચાકમાત્રા બમણી કરવામાં આવે છે,ત્યારે લૂપના કેન્દ્ર આગળ ચુંબકીયક્ષેત્ર \(B_2\) થાય છે. \(\frac{{{B_1}}}{{{B_2}}}\) ગુણોત્તર ______. 2018 મધ્યમ
- 28. \(r\) ત્રિજયની અવાહક લૂપ પર \(q\) વિજભાર એકસમાન રીતે પથરાયેલ છે. જો તેને તેની લંબ અક્ષને અનુલક્ષીને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે તો લૂપની ચુંબકીય મોમેન્ટ કેટલી થાય? 2018 મધ્યમ
- 29. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક સુવાહક કે જે \(Z-\) અક્ષને સમાંતર \(-1.5\)\( \le Z < 1.5\,m\) વચ્ચે રહેલ છે,જેમાંથી \( - {\hat a_z}\) દિશામાં \(10.0\) \(A\) નો અચળ પ્રવાહ વહે છે.આપેલ સૂત્ર \(\vec B\) \(=\) \(3.0 \times 10^{-4}\) \(e^{-0.2x}\) \({\hat a_y}\,T\) માટે સુવાહકને અચળ ઝડપે \(5 \times 10^{-3} \) \( s\) સમય ગાળામાં \(x=2.0\) \(m\) \(,y=0\) \(m\) સ્થાને લઇ જવા જરૂરી કાર્ય-દર .......\(W\) માં શોધો.આ ગતિ \(X-\) અક્ષને સમાંતર છે,એવું ધારો.
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - ગતિમાન વિધુતભારો અને ચુંબકત્વ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ટોર્ક ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 29 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ટોર્ક ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 48% મધ્યમ અને 52% અઘરા.