પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. \(m\) દળની સુનમ્ય સાંકળ (ચેઈન) સમાન સ્તરે બે જડિત બિંદુઓ વચ્ચે લટકાવેલી છે. સાંકળનું સમક્ષિતિજ સાથેનું આધારબિંદુએ નમન \(30^{\circ}\) છે. સાંકળના પ્રત્યેક અડધિયાનું સંતુલન ધ્યાનમાં લેતા ન્યૂનતમ બિંદુએ સાંકળમાં તણાવ __________ છે. 2026 અઘરું
- 2.

1 kg દળનો એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણા બનાવતી બે દોરીઓની મદદથી લટકાવેલ છે. તાણ (ટેન્શન) \(T_1\) અને \(T_2\) ના મૂલ્યો, અનુક્રમે (N માં), કેટલા છે ? 2025 સરળ - 3. \(m\) દળ ધરાવતો એક પદાર્થ બે દોરીઓ વડે લટકાવવામાં આવે છે, જે ક્ષૈતિજ છત સાથે અનુક્રમે \(\theta_1\) અને \(\theta_2\) ખૂણા બનાવે છે અને તેમાં તણાવ બળો અનુક્રમે \(T_1\) અને \(T_2\) છે. જો \(T_1\) અને \(T_2\) વચ્ચેનો સંબંધ \(T_1=\sqrt{3} T_2\) હોય, તો ખૂણા \(\theta_1\) અને \(\theta_2\) _________ છે. 2025 મધ્યમ
- 4. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ ચોસલાઓ \(A, B\) અને \(C\) ને સમક્ષિતિજ લીસી સપાટી પર \(80\)\(N\) ના બળ વડે ખેંચવામાં આવે છે.તો \(T_1\) અને \(T_2\) અનુક્રમે _______ અને _______ થાય.
2024 અઘરું - 5. એક \(1 \mathrm{~kg}\) દળનો પદાર્થ \(4 \mathrm{~m}\) લંબાઈના દોરડા વડે છત પરથી લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ પર એક સમક્ષિતિજ બળ ' \(F\) ' લગાડવામાં આવે છે જેથી દોરડું ઊર્ધ્વ અક્ષ સાથે \(45^{\circ}\) નો ખૂણો બનાવે છે, જે આકૃતિમાં દર્શાવેલ છે. \(F\) નું માન _______ છે.
2024 અઘરું - 6. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, એક \(70\,kg\) દળ ધરાવતા, બગીચામાં વપરાતા, રોલરને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \(\vec{F}=200\; N\) ના બળ વડે ધક્કો મારવામાં આવે છે. રોલર ઉપર લંબ પ્રતિબળ \(...........\,N\) થશે. ( \(g=10\,m s ^{-2}\) લો.)
2023 મધ્યમ - 7. દોરીના એક છેડે \(\sqrt{3}\) દળ લગાડેલ છે. જ્યારે બીજો છેડો દિવાલ સાથે દોરીના એક છેડા સાથે દળ લગાડેલ છે જ્યારે બીજા છેડાને દીવાલ સાથે બાંધવામાં આવે છે. તેના પર અજ્ઞાત બળ \(F\) એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી દોરીતે દીવાલ સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે. તણાવ \(T\) નું મૂલ્ય \(........\) થાય. (\(g\) નું મૂલ્ય \(=10\,ms ^{-2}\))
2023 મધ્યમ - 8. \(10 \,kg\) દળને \(5 \,m\) લાંબા દોરડાની મદદથી છત પરથી શિરોલંબ રીતે લટકાવવામાં આવેલ છે. દોરડાંના મધ્યબિંદુ આગળ \(30 \,N\) જેટલું બળ સમક્ષિતિજ દિશામાં લગાવવામાં આવે છે. દોરડાનો શિરોલંબ સાથેનો કોણ \(\theta=\tan ^{-1}\left(x \times 10^{-1}\right)\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે. \(\left(g=10 m / s ^{2}\right)\) 2022 મધ્યમ
- 9. \(5\, kg\) દળ ધરાવતી વસ્તુને શિરોલંબ ઊધર્વદિશામાં ફેંકવામાં આવે છે. સમગ્ર ગતિ દરમિયાન હવાનો અવરોધ \(10 \,N\) નું સતત અપ્રવેગીત બળ ઉત્પન્ન કરે છે. ઉપર ચઢવાની અને નીચે તરફની ગતિ દરમિયાન સમયનો ગુણોત્તર.........થશે. 2022 અઘરું
- 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(free\,body\,diagram\) \((FBD)\) માટે, ઘણા બધા બળો ' \(x\) ' અને ' \(y\) ' દિશામાં લગાવવામાં આવે છે. વધારાનો કેટલો અને \(x-\)અક્ષને કેટલા કોણે બળ લગાડવો પડશે કે જેથી પદાર્થમાં પરિણામી (સમાસ) પ્રવેગ શૂન્ય થાય?
2022 મધ્યમ - 11. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળરહિત સળિયા \(AB\) અને \(AC\) દ્વારા એક ફ્રેમ બનાવેલ છે. \(A\) બિંદુ પર \(\overrightarrow{ P }\) બળ લાગે છે જેનું મૂલ્ય \(100\; N\) છે. તો બળ \(\overrightarrow{ P }\) નો \(AC\) ની દિશામાંનો ઘટક \(x\;N\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [\(\sin \left(35^{\circ}\right)=0.573, \cos \left(35^{\circ}\right)=0.819\) \(\left.\sin \left(110^{\circ}\right)=0.939, \cos \left(110^{\circ}\right)=-0.342\right]\)
2021 અઘરું - 12. \(10\ kg\) ના દ્રવ્યમાનને છત પરથી દોરડા વડે ઉર્ધ્વદિશામાં લટકાવવામાં આવેલ છે. આ દોરડાના કોઈ એક બિંદુ પર જ્યારે સમક્ષિતિજ બળ લગાડવામાં આવે છે ત્યારે છત પરના બિંદુથી આ દોરડું \(45^o\) વિચલન પામે છે. જો લટકાવેલ દ્રવ્યમાન સંતુલનમાં હોય તો આપાત બળનું મૂલ્ય ......... \(N\) થશે. 2019 મધ્યમ
- 13. \(m\) દળ અને \(r\) ત્રિજ્યા ના સમાન મણકાને મોટી સંખ્યા \((n)\) માં એક પાતળા લીસ્સા સમક્ષિતિજ \(L\, (L >> r)\) લંબાઈ ના સળિયા માં પરોવેલા છે અને તેઓ યાદચ્છિક રીતે સ્થિર સ્થિતિમાં છે.સળિયાને બે જડ આધાર પર મૂકેલો છે (આકૃતિ જુઓ). તેમાથી એક મણકા ને \(v\) જેટલી ઝડપ આપવામાં આવે છે, તો લાંબા સમય પછી દરેક આધાર દ્વારા અનુભવાતું સરેરાશ બળ કેટલું થશે? (ધારો કે દરેક અથડામણ સ્થિતિ સ્થાપક છે.)
2015 અઘરું - 14. વજન \(W\) અને ત્રિજ્યા \(5\, cm\) ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?
2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક
- 33પ્રશ્નો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
- 15પ્રશ્નો સુરેખ વેગમાન નું સંરક્ષણ
- 9પ્રશ્નો Apparent weight and Pseudo Force
- 7પ્રશ્નો સ્પ્રિંગ બળ
- 7પ્રશ્નો ગરગડી બ્લોક પદ્ધતિ
- 7પ્રશ્નો Motion of Connected Bodies
- 6પ્રશ્નો વર્તુળાકાર ગતિ
- 10પ્રશ્નો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
- 1પ્રશ્નો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ
- 5પ્રશ્નો પ્રાચલ દળ પદ્ધતિ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં બળો અને બળોનું સંતુલન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
બળો અને બળોનું સંતુલન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 43% મધ્યમ અને 50% અઘરા.