પ્રશ્નો
નવા પહેલા15 માંથી 1–15 પ્રશ્નો
- 1. ડબલ સ્લિટના પ્રયોગમાં સ્લિટ્સ વચ્ચેનું અંતર 0.1 cm છે અને પડદાને સ્લિટ્સના સમતલથી 50 cm દૂર મૂકવામાં આવે છે. જ્યારે એક સ્લિટને \(t\) જાડાઈ અને \(n (=1.5)\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક શીટથી ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ પ્રકાશિત શલાકા 0.2 cm જેટલી ખસે છે. \(t\) નું મૂલ્ય _________ cm છે. 2026 સરળ
- 2. યંગના બે-સ્લિટ પ્રયોગના સેટઅપમાં, બે સ્લિટ્સને 0.4 mm અંતરે રાખવામાં આવે છે અને સ્લિટ્સથી 1 m અંતરે પડદો રાખવામાં આવે છે. જો 20 \(\mu m\) જાડાઈની પાતળી પારદર્શક પ્લેટ બેમાંથી એક સ્લિટની સામે મૂકવામાં આવે, તો મધ્યસ્થ પ્રકાશિત ફ્રિન્જ પડદા પર 20 mm જેટલી સ્થાનાંતરિત થાય છે. પારદર્શક પ્લેટનો વક્રીભવનાંક \(\frac{\alpha}{10}\) દ્વારા અપાય છે, જ્યાં \(\alpha\) એ __________ છે. 2026 અઘરું
- 3. યંગના દ્વિ-સ્લિટ વ્યતિકરણ ઉપકરણને 1.44 વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. તેમાં સ્લિટો વચ્ચેનું અંતર 1.5 mm છે. સ્લિટોને પ્રકાશના સમાંતર કિરણપુંજ વડે પ્રકાશિત કરવામાં આવે છે, જેની હવામાં તરંગલંબાઈ 690 nm છે. સ્લિટોના સમતલથી 0.72 m અંતરે રાખેલા પડદા પર મળતી ફ્રિન્જ-પહોળાઈ કેટલી હશે? 2025 મધ્યમ
- 4. યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં \(500 \mathrm{~nm}\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગ થાય છે. પડદા પર વ્યતિકરણ ભાત પ્રાપ્ત થાય છે. જ્યારે એક સ્લિટને ખૂબ પાતળી કાચની પ્લેટ (વક્રીભવનાંક \(=1.5\)) વડે ઢાંકવામાં આવે છે, ત્યારે મધ્યસ્થ મહત્તમ અગાઉ \(4^{\text {th }}\) તેજસ્વી ફ્રિન્જ દ્વારા કબજે કરાયેલા સ્થાન પર સ્થાનાંતરિત થાય છે. કાચની પ્લેટની જાડાઈ _______\(\mu \mathrm{m}\) છે. 2024 અઘરું
- 5. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, યંગના બે સ્લિટના પ્રયોગોમાં, સમાન \(t=10\,\mu m\) ની જાડાઈ અને \(\mu _{1}=1.2\) વક્રીભવનાંક ધરાવતી એક પાતળી તક્તિને સ્લિટ \(S_1\) ની આગળ દાખલ કરવામાં આવે છે. પ્રયોગ હવામાં \((\mu = 1)\) માં કરવામાં આવે છે અને \(\lambda = 500\,nm\) તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરોક્ત તક્તિઓને દાખલ કરવાથી મધ્યસ્થ અધિકતમ \(x\beta_0\) જેટલા અંતરે ખાશે છે. જ્યાં \(\beta_0\) એ તક્તિઓ દાખલ કર્યા પહેલાની શલાકાની પહોળાઈ છે. \(x\) નું મૂલ્ય \(............\) થશે.
2023 મધ્યમ - 6. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં, બે સ્લિટો \(S_1\) અને \(S_2\) વચ્ચે \(d\) જેટલું અંતર અને સ્લિટોથી પડદા સુધીનું અંતર \(D\) છે.(આકૃતિ જુઓ.) હવે \(0.1\,mm\) જેટલી સમાન જાડાઈના પરંતુ જુદા-જુદા વાક્રીભવાનાંક \(1.51\) અને \(1.55\) ધરાવતા પારદર્શક ચોસલાને અનુક્રમે \(S_1\) અને \(S_2\) તરફ આવતા કિરણપૂંજ \(\lambda = 4000 \mathring A\) ના પથમાં દાખલ કરવામાં આવે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા \(.........\) સંખ્યાની શલાકાઓ જેટલી ખસશે.
2023 અઘરું - 7. એક ડબલ સ્લિટના પ્રયોગમાં, કે જે \(\lambda\) જેટલી તરંગલંબાઈ ઘરાવતા એકરંગી પ્રકાશની મદદથી કરવામાં આવે છે, તેમાં વ્યતિકરણ અનુભવતા કિરણોમાંના એકના પથમાં \(x \,\lambda\) જેટલી જાડાઈ ઘરાવતી ગ્લાસની તક્તિ \(( \mu=1.5)\) દાખલ કરવામાં આવે છે. તો જયાં પહેલાં (અગાઉ) મધ્યસ્થ અધિકતમ મળતું હતું તે સ્થાને તીવ્રતા બદલાતી નથી. તો \(x\) નું મૂલ્ય..........હશે. 2022 મધ્યમ
- 8. યંગ ડબલ સ્લિટના પ્રયોગમાં \(450 \,nm\) તરંગલંબાઈ માટે, \(2 \,m\) દૂર રખેલા પડદા ઉપર શલાકાની પહોળાઈ \(0.35^{\circ}\) જેટલી મળે છે. આ આખીય રચનાને \(7 / 5\) જેટલો વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડૂબાડવામાં આવે તો શલાકાની કોણીય પહોળાઈ \(\frac{1}{\alpha}\) થાય છે. તો \(\alpha\) નું મૂલ્ય ............ હશે. 2022 મધ્યમ
- 9. યંગના ડબલ સ્લિટનાં પ્રયોગમાં, શલાકાની પહોળાઈ \(12\,mm\) છે.જો આખીય રચનાને \(\frac{4}{3}\) જેટલો વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડૂબાડવામાં આવે તો શલાકાની પહોળાઈ \((mm\) માં) \(..........\) થશે. 2022 મધ્યમ
- 10. ડબલ સ્લીટમાંથી પસાર થતાં સફેદ પ્રકાશનું વ્યતિકરણ \(1.5 \,{m}\) દૂર રહેલા પડદા પર નિહાળવામાં આવે છે. બંને સ્લીટ વચ્ચેનું અંતર \(0.3 \,{mm}\) છે. જો પ્રથમ જાંબલી અને લાલ શલાકા મધ્યસ્થ સફેદ શલાકાથી \(2.0 \,{mm}\) અને \(3.5\, {mm}\) અંતરે બને તો લાલ અને જાંબલી રંગની તરંગલંબાઈનો તફાવત કેટલા \({nm}\) જેટલો હશે? 2021 અઘરું
- 11. યંગના બે-સ્લીટના પ્રયોગમાં, પ્રકાશ ઉદગમ કેસરી (Orange) થી બદલીને વાદળી (Blue) કરવામાં આવે તો ................ 2021 મધ્યમ
- 12. \(0.1\, mm\) જેટલું સ્લિટો વચ્ચેનું અંતર ધરાવતા યંગ ડબલ સ્લિટનાં પ્રયોગમાં જ્યારે \(\lambda_1\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે \(\frac{1}{40}\, rad\) ના કોણે પ્રકાશિત શલાકા જોવા મળે છે. જ્યારે \(\lambda_2\) તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જ ગોઠવણી માટે પ્રકાશિત શલાકા આ જ કોણ આગળ મળે છે. જો તરંગલંબાઈ \(\lambda_1\) અને \(\lambda_2\) એ દૃશ્ય પ્રકાશ વિભાગ (\(380\,nm\) થી \(740\, nm \) સુધી) હોય તો તેમના મૂલ્ય કેટલા હશે. 2019 મધ્યમ
- 13. યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું \(n\) શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે?
2019 મધ્યમ - 14. યંગના પ્રયોગમાં \(t\) જાડાઈની અને \(\mu\) વક્રીભવનાંક ધરાવતી પારદર્શક તકતી એક સ્લીટના માર્ગમાં મૂકવાથી મધ્યમાન પ્રકાશિત શલાકાનું એક શલાકાની જાડાઈ જેટલું સ્થાનાંતર થાય છે.વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ \(\lambda\) હોય તો તકતીની જાડાઈ \(t\) કેટલી હશે? 2019 મધ્યમ
- 15. યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં \(\lambda \) તીવ્રતા ધરાવતા પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે જેની માટેના ત્રણ કિસ્સા નીચે આપેલા છે. પ્રયોગ પરથી \(y = \beta '\) મળે છે તો આપત થયેલા પ્રકાશની તરંગલંબાઈ _____ \(nm\) હશે.
2014 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક
- 25પ્રશ્નો પ્રકાશનું એક સ્લિટ વિવર્તન
- 14પ્રશ્નો માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ
- 10પ્રશ્નો Brewster's Law and Other methods of polarisation
- 56પ્રશ્નો યંગનો પ્રયોગ
- 4પ્રશ્નો વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન,
- 23પ્રશ્નો પ્રકાશ તરંગોનું વ્યતિકરણ
- 20પ્રશ્નો Polarisation of Light and Malus' Law
- 2પ્રશ્નો Thin film Interference
- 2પ્રશ્નો હાઈગેન્સનો સિદ્ધાંત
- 1પ્રશ્નો Mix Examples-Wave Optics
- 4પ્રશ્નો Doppler's Effect of Light
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Variations in YDSE ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 15 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Variations in YDSE ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
7% સરળ, 60% મધ્યમ અને 33% અઘરા.