ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ

કોણીય વેગમાન PYQ: JEE Mains Physics પ્રશ્નો

કોણીય વેગમાન પર STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના 30 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

30પ્રશ્નો
365STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 37% અઘરું 53%

પ્રશ્નો

નવા પહેલા

30 માંથી 1–30 પ્રશ્નો

  1. 1. બે કાર A અને B પ્રત્યેકનું દળ \(10^3 kg\) છે. તેઓ 10 m ના અંતરે આવેલા સમાંતર પાટા પર એક જ દિશામાં \(72 km / h\) અને \(36 km / h\) ની ઝડપથી ગતિ કરી રહી છે. કાર \(B\) ની સાપેક્ષે કાર \(A\) ના કોણીય વેગમાનનું મૂલ્ય _________ J.s. છે. 2026 અઘરું
  2. 2. જ્યારે સ્થાન સદિશ \(\vec{r}=x \hat{i}+y \hat{j}+z \hat{k}\) એ- \(\vec{r}\) અનુસાર ચિન્હ્ બદલે તો નીચેનામાંનો કયો સદિશ ચિન્હ્ બદલાવાથી ઉલટાશે નહીં? 2026 સરળ
  3. 3. m અને 2m દળના બે નાના દડાઓને d લંબાઈ અને અવગણ્ય દળના દૃઢ સળિયાના બે છેડે લગાડેલા છે. જો તંત્રનું તેના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અને સળિયાને લંબ એવી અક્ષ (A) ને અનુલક્ષીને કોણીય વેગમાન L હોય તો તંત્રનો A ને અનુલક્ષીને કોણીય વેગ _______ છે. 2026 અઘરું
  4. 4. બે 1 kg કણ (A) અને (B) ના સ્થાન સદિશો આપેલા છે:
    \(\overrightarrow{\mathrm{r}}_{\mathrm{A}}=\left(\alpha_1 \mathrm{t}^2 \hat{i}+\alpha_2 \mathrm{t} \hat{j}+\alpha_3 \mathrm{t} \hat{k}\right) \mathrm{m}\) અને \(\overrightarrow{\mathrm{r}}_{\mathrm{B}}=(\beta_1 \mathrm{t} \hat{i}+\beta_2 \mathrm{t}^2 \hat{j}\) \(+\beta_3 \mathrm{t} \hat{k}) \mathrm{m}\), અનુક્રમે; \((\alpha_1=1 \mathrm{~m} / \mathrm{s}^2, \alpha_2=3 \mathrm{n} \mathrm{m} / \mathrm{s},\) \(\alpha_3=2 \mathrm{~m} / \mathrm{s}, \beta_1=2 \mathrm{~m} / \mathrm{s},\) \(\beta_2=-1 \mathrm{~m} / \mathrm{s}^2, \beta_3=4 \mathrm{pm} / \mathrm{s})\), જ્યાં t સમય છે, n અને p અચળાંકો છે. \(t=1 \mathrm{~s}\) સમયે, \(\left|\overrightarrow{V_A}\right|=\left|\vec{V}_B\right|\) અને કણોના વેગ સદિશો \(\vec{V}_A\) અને \(\vec{V}_B\) એકબીજાને લંબ છે. \(t=1 \mathrm{~s}\) સમયે, કણ (B) ના સ્થાનની સાપેક્ષે કણ (A) ના કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{\mathrm{L}} \mathrm{kgm}^2 \mathrm{~s}^{-1}\) છે. L નું મૂલ્ય _______ છે.
    2025 અઘરું
  5. 5. જો ' m ' દળ ધરાવતા કણનો સ્થાન સદિશ \(\overrightarrow{\mathrm{r}}=\mathrm{a}(\hat{\mathrm{i}} \cos \omega \mathrm{t}+\hat{\mathrm{j}} \sin \omega \mathrm{t})\) હોય અને \(\overrightarrow{\mathrm{L}}\) અને \(\overrightarrow{\mathrm{P}}\) અનુક્રમે તેનું કોણીય વેગમાન અને રેખીય વેગમાન દર્શાવે, તો બળની દિશા છે: 2025 સરળ
  6. 6. 'm' દળના એક પદાર્થને ઊર્ધ્વ \(xy\) સમતલમાં x-અક્ષ સાથે \(45^{\circ}\) ના ખૂણે પ્રારંભિક વેગ \(\mathrm{v}_0\) થી ઉગમબિંદુમાંથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે મહત્તમ ઊંચાઈએ પહોંચે છે ત્યારે ઉગમબિંદુ સાપેક્ષે તેના કોણીય વેગમાનનું મૂલ્ય અને દિશા શું હશે? [g એ ગુરુત્વીય પ્રવેગ છે] 2025 સરળ
  7. 7.
    ત્રણ સમાન દળ \(m\) ને મુક્ત અવકાશમાં બાજુ a ધરાવતા સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ (A, B, C) પર રાખેલ છે. \(t=0\) સમયે, તેમને પ્રારંભિક વેગ \(\vec{V}_A=V_0 \overrightarrow{A C}, \vec{V}_B=V_0 \overrightarrow{B A}\) અને \(\vec{V}_C=V_0 \overrightarrow{C B}\) આપવામાં આવે છે. અહીં, \(\overrightarrow{A C}, \overrightarrow{C B}\) અને \(\overrightarrow{B A}\) એ ત્રિકોણની બાજુઓ પરના એકમ સદિશો છે. જો ત્રણેય દળો ગુરુત્વાકર્ષણ બળથી આંતરક્રિયા કરતા હોય, તો સંઘાતના બિંદુએ તંત્રના ચોખ્ખા કોણીય વેગમાનનું મૂલ્ય ________ છે.
    2025 અઘરું
  8. 8. \(5 \mathrm{~kg}\) દળ ધરાવતો પદાર્થ \(3 \sqrt{2} \mathrm{~ms}^{-1}\) ની સમાન ઝડપ સાથે \(X-Y\) સમતલમાં \(y=x+4\) રેખાની દિશામાં ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન _______ \(\mathrm{kg} \mathrm{m}^2 \mathrm{~s}^{-1}\) થશે. 2024 અઘરું
  9. 9. એક સમાન લાકડી \(A B\) જેનું દળ \(2 \mathrm{~kg}\) અને લંબાઈ \(30 \mathrm{~cm}\) છે, તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર અવસ્થામાં છે. છેડા \(B\) પર \(0.2\  \mathrm{Ns}\) નો બળનો આઘાત લાગુ પાડવામાં આવે છે. લાકડીને કાટખૂણે ફરવા માટે લાગતો સમય \(\frac{\pi}{\mathrm{x}}\ \mathrm{s}\) હશે, જ્યાં  X = _______. 2024 અઘરું
  10. 10. \(m\) દળ ધરાવતા કણને સમક્ષિતિજ સાથે \(30^{\circ}\) ના કોણે \('u'\) જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે કણ તેની મહત્તમ ઉંચાઈ \(h\) એ હોય ત્યારે પ્રક્ષિમ બિંદુને અનુરૂપ (ફરતે) પ્રક્ષિપ્ત-કણના કોણીય વેગમાનનું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  11. 11. ' \(m\) ' દળના એક પદાર્થને જમીન સાથે \(45^{\circ}\) ના ખૂણે ' \(u\) ' વેગથી ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત બિંદુને અનુલક્ષીને મહત્તમ ઊંચાઈ પર પદાર્થનું કોણીય વેગમાન \(\frac{\sqrt{2} \mathrm{mu}^2}{\mathrm{Xg}}\) વડે આપેલ છે તો ' \(X\) ' નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  12. 12. \(500\,g\) દળ અને \(5\,cm\) ત્રિજ્યા ધરાવતા એક ધન ગોળો તેના એક વ્યાસને અનુલક્ષીને \(10\,rad\,s ^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. જો ગોળાને તેના સ્પર્શકને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા તેના વ્યાસને સાપેક્ષ તેના કોણીય વેગમાન કરતા \(x \times 10^{-2}\) ગણી છે. \(x\) નું મૂલ્ય ...... થશે. 2023 મધ્યમ
  13. 13. \(1 \,kg\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) \(\omega\) જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ \(O\) ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય \(\frac{a}{3} R^{2} \omega\) છે. \(a\) નું મૂલ્ય ............. હશે.
    2022 અઘરું
  14. 14. \(1\,kg\) દળની વસ્તુનો સ્થાન સદિશ \(\overrightarrow{ r }=(3 \hat{ i }-\hat{ j }) \,m\) અને તેનો વેગ \(\overrightarrow{ v }=(3 \hat{ j }+\hat{ k }) \,ms ^{-1}\) છે. કોણીય વેગમાનનું મૂલ્ય \(\sqrt{x} \,Nm\) મળે છે તો \(x\) નું મૂલ્ય ............ હશે. 2022 મધ્યમ
  15. 15. \(m\) દળના કણની સમય \(t\) સાથે નીચે મુજબ ગતિ કરે છે. \(\overrightarrow{{r}}=10 \alpha {t}^{2}\, \hat{{i}}+5 \beta({t}-5)\, \hat{{j}}\) જ્યાં \(\alpha\) અને \(\beta\) પરિમાણવાળા અચળાંક છે. કણનું કોણીય વેગમાન \({t}=0\) સમયે હોય તેટલું ફરીથી \(t=\) .....\(seconds\) સમયે થશે. 2021 અઘરું
  16. 16. વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ કરતાં એક કણનું કોણીય વેગમાન .... 2021 મધ્યમ
  17. 17. એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.
    2019 મધ્યમ
  18. 18. એક \(20\, g\) દળ ધરાવતા કણને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બિંદુ \(B\) થી \(h\) ઊંચાઈ એ આવેલા બિંદુ \(A\) આગળથી \(5\, m/s\) જેટલા પ્રારંભિક વેગ સાથે મુક્ત કરવામાં આવે છે. કણ ઘર્ષણ રહિત સપાટી પર સરકે છે. કણ જ્યારે બિંદુ \(B\) આગળ પહોંચે છે, ત્યારે તેનું \(O\) ની સાપેક્ષે કોણીય વેગમાન ....... \(kg - m^2/s\) થશે.
    2019 મધ્યમ
  19. 19. \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય? 2019 અઘરું
  20. 20. \(m = 2\) દળ ધરાવતો કણ સમયની સાપેક્ષે \(\vec r\,(t)\, = \,2t\,\hat i\, - 3{t^2}\hat j\) મુજબ ગતિ કરે છે.\(t = 2\) સમયે ઉગમબિંદુની સાપેક્ષે કોણીય વેગમાન કેટલુ થાય? 2019 અઘરું
  21. 21. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
    2016 અઘરું
  22. 22. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનનો એક કણ સમાન ઝડપ \(v\) થી \(a\) બાજુ ધરાવતા ચોરસની બાજુ પર \(x-y\) સમતલમાં ફરે છે. તો નીચે આપેલ વિધાનોમાંથી કયું વિધાન મૂળબિંદુની ફરતે કોણીય વેગમાન \(\vec L\) માટે ખોટું છે?
    2016 અઘરું
  23. 23. \(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય. 2015 મધ્યમ
  24. 24. \(2\, kg\) દળનો કોઈ કણ લીસ્સા સમક્ષિતિજ ટેબલ પર છે અને તે \(0.6\, m\) ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. જમીનથી ટેબલની ઊંચાઈ \(0.8\, m\) છે. જો કણની કોણીય ઝડપ \(12\, rad\, s^{-1}\) હોય તો વર્તુળના કેન્દ્રની એકદમ નીચે જમીન પર કોઈ બિંદુ ને અનુલક્ષીને તેના કોણીય વેગમાનની કિંમત ....... \(kg\, m^2\,s^{-1}\) થાય. 2015 મધ્યમ
  25. 25. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
    2014 અઘરું
  26. 26. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે કોઈ કણ \(a,\) ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર અચળ વેગ \(v\) થી ગતિ કરે છે. વર્તુળ નું કેન્દ્ર \('C'\) છે, તો ઉદગમ \(O\) પરથી કણનું કોણીય વેગમાન શું થાય?
    2014 અઘરું
  27. 27. \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે? 2013 મધ્યમ
  28. 28. \(10\, g\) દળ અને \(500\, m/s\) ની ઝડપે એક બુલેટને બારણાંમાં છોડવામાં આવે છે જેથી તે બારણાની વચ્ચે ખૂંચી જાય છે. બારણું \(1.0\, m\) પહોળું અને \(12\, kg\) વજનવાળું છે. તેનો એક ભાગ જોડેલો છે અને તે તેના શિરોલંબ અક્ષ ને અનુલક્ષીને ઘર્ષણરહિત ભ્રમણ કરે છે. બુલેટ તેમાં ખૂંચે પછી તરત તેની કોણીય ઝડપ કેટલી હશે? 2013 મધ્યમ
  29. 29. \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં)  \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\)  દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં)  શું હશે? 2013 મધ્યમ
  30. 30. \(2\, kg\) દળના એક કણ માટે, \(t\) સમયે તેનું સ્થાન (મીટરમાં)  \(\overrightarrow r \left( t \right) = 5\hat i - 2{t^2}\hat j\)  દ્વારા આપેલ છે. કણનું ઉદગમની સાપેક્ષે \(t\, = 2\, s\) સમયે તેનું સ્થાન (\(kg\, m^{-2}\, s^{-1}\) માં)  શું હશે? 2013 મધ્યમ

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કોણીય વેગમાન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 30 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કોણીય વેગમાન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 37% મધ્યમ અને 53% અઘરા.