પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. 2 m લંબાઈ અને 1 mm ત્રિજ્યાનો પિત્તળનો તાર \(27^{\circ} C\) તાપમાને બે જડિત આધાર સાથે ખેંચીને રાખવામાં આવેલો છે. પ્રારંભમાં \(-43^{\circ} C\) તાપમાને ઠંડો પાડતા તણાવ T ઉત્પન્ન કરે છે. તેમાં તણાવ 1.4T સુધી વધારવા માટે __________ \({ }^{\circ} C\) તાપમાન સુધી ઠંડો પાડવો પડશે. 2026 સરળ
- 2. એક એલ્યુમિનિયમ અને સ્ટીલના સળિયા, સમાન લંબાઈ અને આડછેદ ધરાવતા, \(30^{\circ} C\) તાપમાને કુલ 120 cm લંબાઈ બનાવવા માટે જોડવામાં આવે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(24 \times 10^{-6} /{ }^{\circ} C\) અને \(1.2 \times 10^{-5} /{ }^{\circ} C\) છે. જ્યારે આ સંયુક્ત સળિયાનું તાપમાન \(100^{\circ} C\) સુધી વધારવામાં આવે છે, ત્યારે તેની લંબાઈ _________ cm હશે. 2026 મધ્યમ
- 3. રેખીય પ્રસરણાંક \(\alpha\) ધરાવતી ધાતુની પટ્ટીનું તાપમાન \(T_1\) થી \(T_2\) સુધી વધારવામાં આવે છે, જેના પરિણામે તેની લંબાઈમાં \(\Delta L_1\) જેટલો વધારો થાય છે. તાપમાનને વધુ \(T_2\) થી \(T_3\) સુધી વધારવામાં આવે છે, જેથી તેની લંબાઈમાં \(\Delta L_2\) જેટલો વધારો થાય. જો \(T_3+T_1=2T_2\) અને \(T_2-T_1=\Delta T\) હોય, તો \(\Delta L_2\) નું મૂલ્ય ______ છે. 2026 મધ્યમ
- 4. લંબાઈ \(\ell=9 \mathrm{~cm}\) અને પહોળાઈ \(\mathrm{d}=4 \mathrm{~cm}\) ધરાવતી એક લંબચોરસ ઘન પદાર્થની શીટનો વિચાર કરો. ઓરડાના તાપમાને અને એક વાતાવરણ દબાણે રેખીય પ્રસરણાંક \(\alpha=3.1 \times 10^{-5} \mathrm{~K}^{-1}\) છે. શીટનું દળ \(\mathrm{m}=0.1 \mathrm{~kg}\) અને વિશિષ્ટ ઉષ્માધારિતા \(\mathrm{C}_{\mathrm{v}}=900 \mathrm{~J} \mathrm{~kg}^{-1} \mathrm{~K}^{-1}\) છે. જો પદાર્થને પૂરી પાડવામાં આવેલી ઉષ્માનો જથ્થો \(8.1 \times 10^2 \mathrm{~J}\) હોય, તો લંબચોરસ શીટના ક્ષેત્રફળમાં થતો ફેરફાર છે :- 2025 સરળ
- 5. \(1\,m\) લંબાઈ અને \(3 \times 10^{-6}\,m ^2\) આડછેદ ક્ષેત્રફળ ધરાવતો એક પાતળો સળિયો એક છેડેથી શિરોલંબ દિશામાં લટકાવવામાં આવેલ છે. સળિયાને \(210^{\circ}\,C\) થી \(160^{\circ}\,C\) સુધી ઠંડો પાડવામાં આવે છે. ઠંડો પાડયા બાદ તેના નીચેના છે. \(M\) દળને એવી રીતે લટકાવવામાં આવે છે કે જેથી સળિયાની લંબાઈ ફરીથી \(1\,m\) થાય છે. સળિયાનો યંગ મોડ્યુલસ અને રેખીય પ્રસરણાંક અનુક્રમે \(2 \times 10^{11}\,Nm ^{-2}\) અને \(2 \times 10^{-5}\,K ^{-1}\) છે. \(M\) નું મૂલ્ય \(........kg\) છે.(\(\left.g=10\,m s ^{-2}\right.\) લો) 2023 મધ્યમ
- 6. એક આદર્શ વાયુ માટે દબાણ \((P)\) અને તાપમાન \((T)\) વચ્ચે \(PT ^2=\) અચળ, સૂત્ર પ્રમાણે સંબંધ છે. વાયુ માટે કદ પ્રસરણાંક \(............\) જેટલો થશે. 2023 અઘરું
- 7. \(24\, m ^{2}\) જેટલો કુલ સપાટી ક્ષેત્રફળ ધરાવતા ધન ધાત્વીય ધનને નિયમિત રીતે ગરમ કરવામાં આવે છે. જો તેનું તાપમાન \(10^{\circ} C\), જેટલું વધારવામાં આવે તો ધનના કદમાં થતો વધારો ગણો. \(\left(\alpha=5.0 \times 10^{-4}{ }^{\circ} C ^{-1}\right)\). 2022 મધ્યમ
- 8. \(6.230 \,cm\) વ્યાસ ધરાવતી એક સોનાની રીંગને કેટલા તાપમાને (\( ^{\circ} C\) માં) ગરમ કરવી જોઈએ કે જેથી તે \(6.241 \,cm\) વ્યાસ ધરાવતી લાકડાની બંગડી ઉપર ચઢી (ફિટ) જાય. બંને વ્યાસો ઓરડાના \(\left(27^{\circ} C \right)\) તાપમાને માપેલ છે. સોનાનો રેખીય પ્રસરણાંક \(\alpha_{ L }=1.4 \times 10^{-5} \,K ^{-1}\) આપેલ છે. 2022 મધ્યમ
- 9. જુદી-જુદી લંબાઈના બ્રાસ અને લોખંડના બનેલી એક દ્વિ-ધાત્વીય પટ્ટી \((bimetallic\,strip)\) વડે એક કૂટપટ્ટી (માપન પટ્ટી) બનાવવી છે કે જેની લંબાઈ તાપમાન સાથે બદલાય નહી અને \(20\,cm\) જેટલી અચળ રહે. આ બંને ઘટકો (ઘાતુ) ની લંબાઈ એવી રીતે બદલાય છે કે જેથી તેમની વચ્ચેનો લંબાઈઓનો તફાવત અચળ રહે. જે બ્રાસ ની લંબાઈ \(40\,cm\) હોય તો લોખંડની લંબાઈ \(..........cm\) હશે. \(\left(\alpha_{\text {iron }}=1.2 \times 10^{-5} K ^{-1}\right.\) અને \(\left.\alpha_{\text {brass }}=1.8 \times 10^{-5} K ^{-1}\right)\). 2022 અઘરું
- 10. \(4\, {m}\) લંબાઈ અને \(10\, {cm}^{2}\) આડછેદના સ્ટીલના તારનો \({y}=2.0 \times 10^{11} \,{Nm}^{-2}\) અને \(\alpha=10^{-5}{ }^{\circ} {C}^{-1}\) છે, તેનની લંબાઈમાં વધારો કરાવ્યા વગર \(0^{\circ} {C}\) થી \(400^{\circ} {C}\) ગરમ કરવામાં આવે છે. તારમાં ઉત્પન્ન થતું તણાવબળ \({x} \times 10^{5} \, {N}\) છે, જ્યાં \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 11. આદર્શ વાયુ \({PT}^{3}=\) અચળ મુજબ વિસ્તરે છે. વાયુનો કદ પ્રસરણાંક કેટલો થશે? 2021 અઘરું
- 12. ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ \(‘a'\) છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન \('T'\) એ રેખીય પ્રસરણાંક \(‘\alpha\)' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન \(\Delta T\) થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન \(T +\Delta T\) થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ............... 2021 મધ્યમ
- 13. એ દ્વિ-ધાત્વીય પટ્ટી \(A\) અને \(B\) એમ બે ધાતુઓની બનેલી છે. તેને દર્શાવ્યા મુજબ દઢતાથી જડેલ છે. ધાતુ \(A\) નો પ્રસરણાંક ધાતુ \(B\) નાં પ્રસરણાંક કરતા વધારે છે. જ્યારે દ્વિ-ધાત્વીય પટ્ટીને ઠંડા બાથ-ટબમાં મૂક્વામાં આવે છે, ત્યારે તે ...... .
2021 અઘરું - 14. જો લોલક ઘડિયાળમાં લોલકની લંબાઈમાં \(0.1\, \%\) નો વધારો કરવામાં આવે તો એક દિવસમાં કેટલા સેકન્ડની ત્રુટિ આવે? 2021 અઘરું
- 15. નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે દર્શાવ્યા છે. કથન \(A\) : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી. કારણ \(R\) : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો. 2021 મધ્યમ
- 16. \(30^{\circ} C\) તાપમાને રહેલ બેકેલાઇટના બીકરની ક્ષમતા \(500\, cc\) છે. જ્યારે તેને (\(30^{\circ}\) તાપમાને) \(V _{ m }\) જેટલા કદના પારા વડે આંશિક ભરેલ છે. એવું જોવા મળે છે કે તાપમાન બદલાતા બીકરના ખાલી રાખેલ ભાગનું કદ અચળ રહે છે. જો \(\gamma_{\text {(beaker) }}=6 \times 10^{-6}{ }^{\circ} C ^{-1}\) અને \(\gamma_{(\text {mercury })}=1.5 \times 10^{-4}{ }^{\circ} C ^{-1},\) જ્યાં \(\gamma\) કદ પ્રસરણાંક હોય તો કદ \(V _{ m }(\) \(cc\) માં) લગભગ કેટલું હશે? 2020 અઘરું
- 17. બે અલગ અલગ તાર જેમની લંબાઈ \(L _{1}\) અને \(L _{2}\) અને તેમના તાપમાન સાથેના રેખીય પ્રસરણાંક અનુક્રમે \(\alpha_{1}\) અને \(\alpha_{2},\) છે. તો તેમનો તાપમાન સાથેનો સમતુલ્ય રેખીય પ્રસરણાંક કેટલો થશે? 2020 અઘરું
- 18. જ્યારે ધાતુના તરણું તાપમાન \(0^{\circ} \,C\) થી વધારીને \(10^{\circ}\, C\) કરવામાં આવે ત્યારે તેની લંબાઈમાં \(0.02 \% \) નો વધારો થાય છે . તો તેની ઘનતામાં થતો પ્રતિશત ફેરફાર કેટલો હશે? 2020 અઘરું
- 19. \(40\,^oC\) તાપમાને રહેલ એક \(1\, mm\)નો બ્રાસનો તાર છત પર લટકાવેલ છે. એક \(M\) દળને તારના છેડે લટકાવેલ છે.જયારે તારનું તાપમાન \(40\,^oC\) થી \(20\,^oC\) થાય ત્યારે તે પોતાની મૂળ લંબાઈ \(0.2\, m\) પ્રાપ્ત કરે છે.તો દળ \(M\) નું મૂલ્ય લગભગ ...... \(kg\) હશે? ( રેખીય પ્રસરણનો પ્રસરણણાંક અને બ્રાસનો યંગ મોડ્યુલસ અનુક્રમે \(10^{-5}/^oC\) અને \(10^{11}\, N/m^2\),; \(g = 10\, ms^{-2}\)) 2019 અઘરું
- 20. એક સરખુ પરિમાણ ધરાવતા બે સળિયા \(A\) અને \(B\) ને \(30^oC\) તાપમાને રાખેલ છે. જ્યારે સળિયા \(A\) ને \(180^oC\) સુધી અને \(B\) ને \(T^oC\) સુધી ગરમ કરવામાં આવે ત્યારે બન્નેની નવી મળતી લંબાઈ સરખી હોય છે. \(A\) અને \(B\) નાં રેખીય પ્રસરણાંક નો ગુણોત્તર \(4:3\) તો \(T\) નું મૂલ્ય ........\(^oC\) હશે? 2019 મધ્યમ
- 21. \(r\) ત્રિજ્યા અને \(L\) લંબાઈ ધરાવતા નળાકારનો યંગ મોડ્યુલસ \(Y\) છે.જ્યારે આ નળાકારને \(T\) તાપમાન સુધી \(F\) દબનીય બળ લગાવતા ગરમ કરવામાં આવે છે.તેની લંબાઈ બદલાતી ન હોય તો તે નળાકારનો કદ પ્રસરણાંક કેટલો હશે? 2019 અઘરું
- 22. \(0^o \) \(C\) એ એક ઘન પર બાહ્ય દબાણ \(P\) આપવામાં આવે છે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે.ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક \(( Bulk\) \(modulus )\) \(K \) અને રેખીય પ્રસરણ ગુણાંક \(\alpha \) છે.ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય,તો તાપમાનમાં કરવો પડતો વધારો છે: 2017 અઘરું
- 23. રેલ્વેના સ્ટીલના સળિયાની લંબાઈ \(5\,m\) અને આડછેડનું ક્ષેત્રફળ \(40\,cm^2\) નું તાપમાન \(10\,^oC\) વધારવામાં આવે છે પરંતુ તેની લંબાઈમાં વધારો થવા દેવામાં આવતો નથી. જો તેનો રેખીય પ્રસરણાંક અને યંગ મોડ્યુલૂસ અનુક્રમે \(1.2\times10^{-5}\, K^{-1}\) અને \(2\times10^{11}\, Nm^{-2}\) હોય તો રેલ્વેના સ્ટીલના સળિયામાં કેટલુ તણાવ ઉત્પન્ન થશે? 2017 અઘરું
- 24. \(m\) દળ ધરાવતા લોલકને નહિવત દળ ધરાવતા તાર વડે બાંધીને \(T = 0\,^oC\) તાપમાને દોલનો કરાવતા આવર્તકાળ \(2\;s\) મળે છે.જો તારનું તાપમાન વધારવામાં આવે અને તેની સાથે બદલાતા આવર્તકાળ નો તાપમાન વિરુદ્ધ આલેખ સુરેખ મળે છે. જેનો ઢાળ \(S\) મળે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક \(\alpha \) હોય તો \(S\) કેટલો હશે? 2016 અઘરું
- 25. ગ્લાસના પાત્ર અને પાત્રમાં ભરેલા પ્રવાહી ના કદ પ્રસરણાંકનો ગુણોત્તર \(1 : 4\) છે.પાત્રમાં કદના કેટલા ભાગમાં પ્રવાહી ભરવું જોઈએ કે જેથી પાત્રમાં ખાલી રહેલા ભાગનું કદ બધા તાપમાને સમાન રહે? 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - 10.1, થર્મોનેટ્રી, થર્મલ વિસ્તરણ અને કેલરીમેટ્રી ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઉષ્મીય પ્રસરણ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઉષ્મીય પ્રસરણ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
8% સરળ, 40% મધ્યમ અને 52% અઘરા.