ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

યંગ મોડ્યુલસ PYQ: JEE Mains Physics પ્રશ્નો

યંગ મોડ્યુલસ પર STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના 52 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

52પ્રશ્નો
101STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 19% મધ્યમ 37% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

52 માંથી 1–50 પ્રશ્નો

  1. 1. \(0.314\) m લંબાઈ અને \(2 \times 10^{10}\) N/m\(^2\) યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક ધરાવતો એક તાર \(A\) બીજા તાર \(B\) સાથે જોડેલ છે, જેની લંબાઈ અને યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક બંને તાર \(A\) કરતાં બમણા છે. તારના આ શ્રેણી જોડાણને પછી એક દ્રઢ આધાર પરથી લટકાવવામાં આવે છે અને તેના મુક્ત છેડાને \(0.8\) kg દળના ભાર સાથે જોડવામાં આવે છે. આ જોડાણની લંબાઈમાં ચોખ્ખો ફેરફાર _____ mm છે. (બંને તારની ત્રિજ્યા \(0.2\) mm અને ગુરુત્વાકર્ષી પ્રવેગ \(= 10\) m/s\(^2\) છે) (ભારના દળની સરખામણીમાં બંને તારના દળને અવગણવા) 2026 અઘરું
  2. 2. એક ધાતુનો તાર \(A\) એક દ્રઢ આધાર પરથી લટકાવેલો છે અને તેનો મુક્ત છેડો \(M\) દળના એક બ્લોક સાથે જોડેલો છે. બીજો \(2M\) દળનો બ્લોક, પહેલા બ્લોકની નીચે તાર \(B\) નો ઉપયોગ કરીને લટકાવેલો છે. તાર \(A\) અને \(B\) ના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. તાર \(A\) અને \(B\) ની લંબાઈનો ગુણોત્તર \(2\) છે અને તેમના યંગના મોડ્યુલસનો ગુણોત્તર \((Y_A/Y_B)\) \(0.5\) છે. તાર \(A\) અને \(B\) માં થતા લંબાઈના વધારાનો ગુણોત્તર ______ છે. 2026 મધ્યમ
  3. 3. ભિન્ન દ્રવ્યોમાંથી બનેલા, અનુક્રમે 6.0 cm અને 5.4 cm લંબાઈ, તેમજ અનુક્રમે \(3.0 \times 10^{-5} m^2\) અને \(4.5 \times 10^{-5} m^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે તાર A અને B, આપેલ બોજ હેઠળ સમાન મૂલ્યનું તણાવ અનુભવે છે. A અને B ના યંગ ગુણાંકોનો ગુણોત્તર x : 3 છે. x નું મૂલ્ય __________ છે. 2026 સરળ
  4. 4. ધાતુની પટ્ટીમાં સંગત તરંગની ઝડપ 400 m/s છે. જો પટ્ટીના દ્રવ્યની ઘનતા અને યંગ ગુણાંક અનુક્રમે 0.5% અને 1% વધારવામાં આવે તો તરંગની ઝડપ બદલાઈને અંદાજિત _________ m/s જેટલી થશે. 2026 સરળ
  5. 5. આકૃતિ \(1\) મીટર લંબાઈના તારનું વિસ્તરણ (\(\Delta l\)) દર્શાવે છે, જેનો એક છેડો રૂમની છત પરથી લટકાવેલો છે અને બીજા છેડે \(W\) ભાર જોડેલો છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ \(10^{-5}\) m\(^2\) હોય, તો તારનો યંગનો સ્થિતિસ્થાપકતા ગુણાંક __________ N/m\(^2\) છે.
    2026 મધ્યમ
  6. 6. પદાર્થો A, B, C અને D માટેનો પ્રતિતાણ-પ્રતિબળ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. કયા પદાર્થનો યંગનો ગુણાંક સૌથી મોટો છે?
    image
    2026 મધ્યમ
  7. 7. સમાન આડછેદ ધરાવતા પરંતુ જુદા જુદા દ્રવ્યોના બનેલા બે તાર \(A\) અને \(B\) ને એકસાથે જોડવામાં આવે છે. તાર \(A\) અને તાર \(B\) ના યંગના ગુણાંકનો ગુણોત્તર \(20/11\) છે. જ્યારે જોડેલા તારને ચોક્કસ તણાવ હેઠળ રાખવામાં આવે છે, ત્યારે તાર \(A\) અને તાર \(B\) માં થતો લંબાઈનો વધારો સમાન હોય છે. જો તાર \(A\) ની લંબાઈ \(2.2\) m હોય, તો તાર \(B\) ની લંબાઈ _______ m હશે. 2026 મધ્યમ
  8. 8. ત્રિજ્યા \(r\) અને લંબાઈ \(L\) ધરાવતા સ્ટીલના તારનો યંગનો મોડ્યુલસ \(Y\) છે. જો તારની ત્રિજ્યા \(r\) અને લંબાઈ \(L\) બમણી કરવામાં આવે તો \(Y\) નું મૂલ્ય 2026 સરળ
  9. 9. બે તાર A અને B સમાન દ્રવ્યના બનેલા છે, જેમની લંબાઈનો ગુણોત્તર \(\frac{L_A}{L_B}=\frac{1}{3}\) છે અને તેમના વ્યાસનો ગુણોત્તર \(\frac{d_A}{d_B}=2\) છે. જો બંને તારને સમાન બળ લગાડીને ખેંચવામાં આવે, તો તેમના અનુક્રમે થતા લંબાઈના ફેરફારનો ગુણોત્તર કેટલો હશે? 2025 સરળ
  10. 10. એક હળવી દોરીની લંબાઈ 1.4 m છે જ્યારે તેના પરનું તણાવ 5 N હોય છે. જો તણાવ વધીને 7 N થાય, તો દોરીની લંબાઈ 1.56 m થાય છે. દોરીની મૂળ લંબાઈ _____ m છે. 2025 સરળ
  11. 11. યંગનો મોડ્યુલસ નક્કી કરવાના એક પ્રયોગમાં, 3 m લાંબા અને 3 mm ત્રિજ્યાવાળા તારને 50 kg દળથી ઊભી રીતે ભારિત કરવામાં આવે ત્યારે તે 0.1 mm નું વિસ્તરણ દર્શાવે છે. આ પ્રયોગ મુજબ તારના યંગના મોડ્યુલસનું મૂલ્ય \(\mathrm{P} \times 10^{11} \mathrm{Nm}^{-2}\) છે, તો P નું મૂલ્ય શું છે? (લો \(\left.\mathrm{g}=3 \pi \mathrm{~m} / \mathrm{s}^2\right)\) 2025 મધ્યમ
  12. 12. \(A\) આડછેદનું ક્ષેત્રફળ, સ્થિતિસ્થાપકતા ગુણાંક \(2 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) અને લંબાઈ \(2 \mathrm{~m}\) ધરાવતો એક તાર બે ઊભા દ્રઢ આધાર વચ્ચે ખેંચાયેલો છે. જ્યારે \(2 \mathrm{~kg}\) દળ મધ્યમાં લટકાવવામાં આવે છે, ત્યારે તે તેની મૂળ સ્થિતિમાંથી નીચે નમે છે, આધાર બિંદુઓ પર \(\theta=\frac{1}{100}\) રેડિયનનો ખૂણો બનાવે છે. \(A\) નું મૂલ્ય _______ \(\times 10^{-4} \mathrm{~m}^2\) છે. (ધ્યાનમાં લો: \(\mathrm{x}<\mathrm{L}\)). (આપેલ છે: \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) )
    2024 અઘરું
  13. 13. આકૃતિમાં દર્શાવેલ દરેક ચોસલાઓ \(P, Q\) અને \(R\) ને \(3 \mathrm{~kg}\) નું દળ છે. દરેક તાર \(A\) અને \(B\) નો આડછેદનું ક્ષેત્રફળ \(0.005 \mathrm{~cm}^2\) અને \(2 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) નો યંગ મોડયુલસ છે. ઘર્ષણને અવગણતાં, તાર \(B\) પર સંગત વિકૃતિ _______ \(\times 10^{-4}\)થશે. ( \(\mathrm{g}=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો)
    2024 અઘરું
  14. 14. બે ધાત્વીય તાર \(P\) અને \(Q\) સમાન કદ ધરાવે છે અને તેઓ સમાન દ્રવ્યનાં બનેલા છે. જો તેમના આડછેદોનો ગુણોત્તર \(4: 1\) હોય અને \(P\) પર \(F_1\) બળ લાગવતાં \(\Delta l\) જેટલી લંબાઈમાં વધારો થાય છે તો \(Q\) માં સમાન વધારો ઉત્પન કરવામાં માટે જરૂરી બળ \(F_2 \) છે. \(\frac{\mathrm{F}_1}{\mathrm{~F}_2}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
  15. 15. બે વ્યક્તિઓ એક તારને પોતાની તરફ ખેંચે છે. દરેક વ્યક્તિ તાર પર \(200 \mathrm{~N}\) નું બળ લગાડે છે. તારના દ્રવ્યનો યંગનો મોડ્યુલસ \(1 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}\) છે. તારની મૂળ લંબાઈ \(2 \mathrm{~m}\) અને આડછેદનું ક્ષેત્રફળ \(2 \mathrm{~cm}^2\) છે. તારની લંબાઈમાં _______ \(\mu \mathrm{m}\) નો વધારો થશે. 2024 અઘરું
  16. 16. એક ધાતુના તારનો એક છેડો છત સાથે જડેલો છે અને તેના બીજા છેડે \(2 \mathrm{~kg}\) નો ભાર લટકાવેલો છે. આ ભારના નીચેના ભાગ સાથે તેવો જ બીજો તાર જોડેલો છે અને આ નીચેના તારથી \(1 \mathrm{~kg}\) નો બીજો ભાર લટકાવેલો છે. તો ઉપરના તાર અને નીચેના તારની આયામ વિકૃતિનો ગુણોત્તર _______ હશે. [તારના આડછેદનું ક્ષેત્રફળ \(=0.005 \mathrm{~cm}^2\), \(\mathrm{Y}=2 \times 10^{11}\  \mathrm{Nm}^{-2}\) અને \(\left.\mathrm{g}=10 \mathrm{~ms}^{-2}\right]\) 2024 અઘરું
  17. 17. \('L'\) લંબાઈ અને \(A\) જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(Y\) છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ _______ થશે. 2024 અઘરું
  18. 18. \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યા ધરાવતા એક તારને એક છેડાથી લટકાવવામાં આવે છે. જો તેના બીજા છેડાને \(F\) જેટલા બળથી ખેંચવામાં આવે તો તેની લંબાઇ જેટલી વધે છે. જો તારની ત્રિજ્યા અને લગાવેલ બળ બંને તેનાં મૂળ મૂલ્યોની સરખામણીમાં અડધા કરવામાં આવે તો, લંબાઈ થતો વધારો _______. 2024 અઘરું
  19. 19. તાપમાનના વધારા સાથે સ્થિતિસ્થાપકતતાનો યંગ મોડ્યુલસ _______. 2024 અઘરું
  20. 20. યંગનો મોડ્યુલસ \(\mathrm{Y}=49000 \frac{\mathrm{m}}{\ell} \frac{\text { dyne }}{\mathrm{cm}^2}\) સમીકરણ દ્વારા નક્કી કરવામાં આવે છે, જ્યાં \(\mathrm{M}\) દળ છે અને \(\ell\) પ્રયોગમાં વપરાયેલ તારનું વિસ્તરણ છે. હવે, યંગ મોડ્યુલસ \((\mathrm{Y})\) માં ત્રુટિ ગ્રાફ પેપરમાં \(M-\ell\) આલેખમાંથી ડેટા લઈને અંદાજવામાં આવે છે. સૌથી નાના સ્કેલ વિભાગો ભાર અક્ષ પર \(5 \mathrm{~g}\) અને વિસ્તરણ અક્ષ પર \(0.02\) \(\mathrm{cm}\) અનુક્રમે છે. જો \(\mathrm{M}\) અને \(\ell\) ના મૂલ્યો અનુક્રમે \(500 \mathrm{~g}\) અને \(2 \mathrm{~cm}\) હોય, તો \(\mathrm{Y}\) ની ટકાવારી ત્રુટિ _______ છે. 2024 અઘરું
  21. 21. \(100\,m\) લાંબા તારના આડછેદનું ક્ષેત્રફળ \(6.25 \times 10^{-4} \;m ^2\) અને તેનો યંત્ર ગુણાંક \(10^{10}\,Nm ^{-2}\) છે. જો તેને \(250\,N\) વજન લગાડવામાં આવે, તો તારની લંબાઈમાં થતો વધારો કેટલો હશે? 2023 સરળ
  22. 22. \(6\,m\)  લંબાઈ અને \(3\,mm^{2}\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\,N/m^2\) છે. તારને આપેલ ગ્રહ ઉપર એક આધારથી લટકાવવામાં આવેલ છે. તારના મુક્ત છેડા આગળ \(4\,kg\) દળ ધરાવતો બ્લોક લટકાવવામાં આવે છે. ગ્રહ ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પૃથ્વી કરતાં \(\frac{1}{4}\) ગણું છે. તારમાં  ખેંચાણ \(..........\) હશે.  2023 મધ્યમ
  23. 23. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, તારનો યંગ સ્થિતિસ્થાપકતા અંક (યંગ-મોડ્યુલસ) માપવાના પ્રયોગમાં ખેંચાણ વિરુદ્ધ ભારનો વક્ર દર્શાવેલ છે.આ વક્ર (આલેખ) ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને ભાર-અક્ષ સાથે \(45^{\circ}\) નો કોણ બનાવે છે. તારની લંબાઈ \(62.8\,cm\) અને તેની વ્યાસ \(4\,mm\) છે. સ્થિતિસ્થાપકતા માટે યંગની મોડ્યુલસ \(x \times 10^4\,Nm ^{-2}\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
    2023 સરળ
  24. 24. એક છડેથી જડિત કરેલા સ્ટીલના તાર \(A\) પર બળ લગાડવામાં આવે છે. પરિણામે તેની લંબાઈમાં \(0.2\,mm\) નો વધારો ઉદભવે છે. તાર \(A\) કરતા બમણી લંબાઈ અને \(2.4\) ગણો વ્યાસ ધરાવતા બીજા સ્ટીલ તાર \(B\) ને આટલું જ બળ લગાડવામાં આવે તો તાર \(B\) ની લંબાઇમાં થતો વધારો \(..........\times 10^{-2}\,mm\) થાય.(બંને તાર સમાન વર્તુળાકાર આડછેદ ધરાવે છે.) 2023 મધ્યમ
  25. 25. એક લોખંડના સળિયાની ત્રિજ્યા \(20\,mm\) અને લંબાઈ \(2.0\,m\) છે.\(62.8\,kN\) નું બળ તેમની લંબાઈને સાપેક્ષે ખેંચે છે. લોખંડનો યંગ અચળાંક \(2.0 \times 10^{11}\,N / m ^2\) છે. તારમાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ ........ \(\times 10^{-5}\) છે. 2023 સરળ
  26. 26. \(L\) લંબાઈ અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડેથી જડિત કરેલો છે. જ્યારે તારના બીજા છેડાને \(f\) બળથી ખેંચવામાં આવે ત્યારે તેની લંબાઈ \(l\) જેટલી વધે છે. સમાન દ્રવ્યનો \(2L\) લંબાઈ અને \(2r\) ત્રિજ્યાના બીજા તારને \(2 f\) બળથી ખેંચવામાં આવે છે. હવે તેની લંબાઈમાં થતો વધારો ........... હશે. 2023 મધ્યમ
  27. 27. પ્રત્યેકની ત્રિજ્યા \(0.2\,cm\) અને દળ અવગણ્ય હોય તેવા સ્ટીલ અને પિત્તળમાંથી બનાવેલા બે તારને આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ ભારિત કરેલા છે. સ્ટીલના તારનું ખેંચાણ \(......\times 10^{-6}\,m\) છે.(સ્ટીલનો યંગ ગુણાંક \(=2 \times 10^{11}\,Nm ^{-2}, g=10\,ms ^{-2}\))
    2023 અઘરું
  28. 28. તાર \(A\) અને \(B\) નાં દ્રવ્યના યંગ ગુણાંકોનો ગુણોત્તર \(1:4\) છે, જ્યારે તેમના આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર \(1:3\) છે. જો બંને તારને સમાન મૂલ્યના બોજ લગાડવામાં આવે, તો તાર \(A\) અને \(B\) માં ......... ગુણોત્તરમાં ખેંચાણ (લંબાઈ વધારો) ઉદભવશે. [તાર \(A\) અને \(B\) સમાન લંબાઈ ધારો.] 2023 મધ્યમ
  29. 29. તારને જ્યારે \(100\,N\) અને \(120\,N\) નું તણાવબળ લગાડવામાં આવે છે ત્યારે તેની લંબાઈ અનુક્રમે \(l_1\) અને \(l_2\) થાય છે. જો \(10 l_2=11 l_1\), હોય તો, તારની મૂળ લંબાઈ \(\frac{1}{x} l_1\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.......\) છે. 2023 મધ્યમ
  30. 30. \(1 \,cm ^{2}\) આડછેદ ઘરાવતા તારને તેની લંબાઈ બમણી કરવા માટે લગાવવું પડતું બળ ........\( \times 10^{7}\,N\) થશે. (તારુનું યંગ મોડ્યુલસ \(=2 \times 10^{11} \,N / m ^{2}\) આપેલ છે.) 2022 અઘરું
  31. 31. \(20\; kg\) દળ, \(0.4\; m ^2\) નું આડછેદ અને \(20\,m\) લંબાઈના એક નિયમિત ભારે સળિયાને જડિત આધાર પરથી લટકાવવામાં આવે છે. ક્ષેત્રીય \((lateral)\) સંકોચન અવગણતા, સળિયામાં વિસ્તરણ \(x \times 10^{-9}\; m\) મળે છે. \(x\) નું મૂલ્ય \(...........\) હશે. (\(Y =2 \times 10^{11} \;Nm ^{-2}\) and \(\left.g=10\, ms ^{-2}\right)\) 2022 અઘરું
  32. 32. \(3.2\,m\) લંબાઈના એક સ્ટીલ ના તાર \(\left( Y _{ s }=2.0 \times 10^{11}\,Nm ^{-2}\right)\) અને \(4.4\,m\) લંબાઈના એક કોપર તાર \(\left( Y _{ c }=1.1 \times 10^{11} Nm ^{-2}\right)\), બંને \(1.4\,mm\) ત્રિજ્યા ધરાવતા તારને છેડેથી છેડ જોડવામાં આવેલા છે. જ્યારે તેમને ભાર વડે ખેંચવામાં આવે છે, તો પરિણામી ખેંચાણ \(1.4\,mm\) માલૂમ પડે છે. આપેલ ભારનું ન્યૂટનમાં મૂલ્ય. \(............\) હશે.(\(\pi=\frac{22}{7}\) છે) 2022 અઘરું
  33. 33. \(4\,mm ^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક દોરી ને \(2\,kg\)નું દળ ધરાવતા દઢ પદાર્થ સાથે જોડવામાં આવેલ છે. આ પદાર્થ ને \(0.5\,m\) ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ધુમાવવામાં આવે છે. વર્તુળાકાર પથના તળિયા આગળ પદાર્થને \(5\,m / s\) ની ઝડપ હોય છે. જ્યારે પદાર્થ વર્તુળના તળિયા આગળ હોય ત્યારે દોરીમાં ઉત્પન્ન તણાવ(વિકૃતિ) નું  મુલ્ય \(.............\times 10^{-5}\) હશે.(યંગનો મોડ્યુલસ \(10^{11}\,N / m ^2\) અને \(g =10\,m / s ^2\) લો.) 2022 અઘરું
  34. 34. \(L\) લંબાઈના અને \(r\) ત્રિજ્યાના તારને એક છેડા આગળથી દઢ રીતે જડવામાં આવેલ છે. તારનો બીજો છેડો જ્યારે \(F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ \(5\,cm\) જેટલી વધે છે. \(4L\) લંબાઈ અને \(4 r\) ત્રિજ્યા ધરાવતો અને સમાન દ્રવ્યનો બનેલો બીજો તાર \(4 F\) બળ દ્વારા ખેંચવામાં આવે છે. તો તારની લંબાઈમાં થતો વધારો \(................\) થશે. 2022 અઘરું
  35. 35. તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ \(..............\) થશે. 2022 સરળ
  36. 36. તારનો પૃથ્વીની સપાટી ઉપર લંબાઈમાં વધારો \(10^{-4} \,m\) છે. આ જ પરિમાણ ધરાવતા આ જ તારનો બીજા ગ્રહ પર લંબાઈનો વધારો \(6 \times 10^{-5} \,m\) થાય છે. તે ગ્રહ પર ગુરૂત્વીય પ્રવેગ ............ \(ms ^{-2}\) હશે, પૃથ્વીની સપાટી ઉપર ગુરૂત્વપ્રવેગનું મૂલ્ય \(10 \,ms ^{-2}\) છે. 2022 અઘરું
  37. 37. યંગનો મોડયુલસ નોંધવાના પ્રયોગમાં પાંચ જુદી-જુદી લંબાઈઓ \((1,2,3,4\) અને \(5\,m )\) ના પણ સમાન આડછેદ (\(2\,mm ^2\) ) ધરાવતા સ્ટીલના તારો લેવામાં આવે છે તથા તારોના ખેંચાણ/ ભાર વિરુદ્ધ તેમની લંબાઈનો મેળવવામાં આવે છે. વક્રોના ઢાળ (લંબાણ/ભાર) ને તારની લંબાઈ સાથે દોરવામાં આવે છે અને નીચે મુજબનો આલેખ મળે છે.જે આપેલ સ્ટીલના તારનું યંગમોડયુલસ \(x \times 10^{11}\,Nm ^{-2}\) હોય, તો \(x\) નું મૂલ્ય \(..............\) થશે.
    2022 અઘરું
  38. 38. \(50\; {cm}\) અને \(100 \;{cm}\) અનુક્રમે અંદરની અને બહારની ત્રિજ્યા ધરાવતા સ્ટીલના બનેલા ચાર સ્તંભ \(50 \times 10^{3} {kg}\) દળને સપોર્ટ કરે છે. બધા પર સમાન દળનું વિતરણ ધરવામાં આવે તો દરેક નળાકારની તણાવ વિકૃતિની ગણતરી કરો. [\(\left.{Y}=2.0 \times 10^{11} \;{Pa}, {g}=9.8\; {m} / {s}^{2}\right]\) 2021 મધ્યમ
  39. 39. એક સમાન ધાત્વીય તાર પર \(F\) જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ \(0.04 \,m\) જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ \(cm\) થશે. 2021 અઘરું
  40. 40. સમાન દ્રવ્યના બનેલા તાર \(A\) અને \(B\) પર સમાન બળ \(2\,N\) લગાવીને તેમની લંબાઈ \(2 \,mm\) અને \(4\, mm\) વધારવામાં આવે છે.\(B\)ની ત્રિજ્યા \(A\) કરતા ચાર ગણી છે,બંનેની લંબાઇનો ગુણોતર \(a / b\,=\,1 / x\) હોય તો \(x=\,.......\) 2021 અઘરું
  41. 41. સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે \(Y_{1}\) અને \(Y_{2}\) છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે? 2021 મધ્યમ
  42. 42. \(1\,m\) લંબાઈ અને \(1\,mm^2\) ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં \(0.2\,mm\) વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે \(120\times 10^9\,N/m^2\) અને \(60\times 10^9\,N/m^2\) છે] 2019 મધ્યમ
  43. 43. બાળકની ગલોલ નહિવત્ત દળ ધરાવતા રબર જેની લંબાઈ \(42\, cm\) અને \(6\, mm\) વ્યાસમાથી બનેલ છે. બાળક \(0.02\, kg\) વજન ધરાવતો પથ્થર તેના પર મૂકીને \(20\, cm\) ખેંચે છે. જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે પથ્થર \(20\, ms^{-1}\) ના વેગથી ગતિ કરે છે. ગલોલને ખેચતી વખતે તેના ક્ષેત્રફળમાં થતો ફેરફારને અવગણો.રબરનો યંગ મોડ્યુલસ લગભગ કેટલો હશે? 2019 મધ્યમ
  44. 44. \(\alpha {/^o}C\) રેખીય પ્રસરણાંક ધરાવતી ધાતુમાંથી \(L\) લંબાઈ અને \(A\) આડછેદ ધરાવતા એક ધાતુના સળીયાને ઓરડાના તાપમાને બનાવવામાં આવે છે. એવું જોવા મળ્યું કે જ્યારે સળીયાના બન્ને છેડા પર બાહ્ય દબનીય બળ \(F\) લગાવી તેનું તાપમાન \(\Delta T\, K\) કેલ્વિન જેટલું વધારવામાં આવે તો પણ સળીયાની લંબાઇમાં કોઇ ફેરફાર થતો નથી.આ ધાતુ માટે યંગ મોડ્યુલસ \(Y\) કેટલો હશે? 2019 મધ્યમ
  45. 45. તાર \(A\) અને \(B\) ના યંગ મોડ્યુલસનો ગુણોત્તર \(7 : 4\) છે. તાર \(A\)ની લંબાઈ \(2\, m\) અને ત્રિજ્યા \(R\) અને તાર \(B\) ની લંબાઈ \(1.5\, m\) અને ત્રિજ્યા \(2\, mm\) છે.આપેલ વજન માટે બંને તારની લંબાઈમાં સરખો વધારો થતો હોય તો \(R\) નું મૂલ્ય  ......... \(mm\) હશે. 2019 મધ્યમ
  46. 46. લાંબા પાતળા સ્ટીલના તાર પર \(F\) જેટલું દબનીય બળ લગાવવામાં આવે છે. અને ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું તાપમાન \(\Delta T\) જેટલું વધે છે. તેની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી. \(l\) તારની લંબાઈ, \(A\) આડછેડનું ક્ષેત્રફળ, \(Y\) યંગ મોડ્યુલૂસ અને \(\alpha \) રેખીય પ્રસરણાંક હોય તો \(F\) નું મૂલ્ય કેટલું હશે? 2017 મધ્યમ
  47. 47. \(Y\) યંગ મોડ્યુલસ ધરાવતા દ્રવ્યમાંથી એક ઘટતી ત્રિજ્યા ધરાવતો શંકુ આકારનો તાર બનાવવામાં આવે છે જેની મૂળભૂત લંબાઈ \(L\) અને તારના ઉપરના અને નીચેના ભાગની ત્રિજ્યા અનુક્રમે \(R\) અને \(3R\) છે.તારણો ઉપરનો ભાગ દઢ આધાર સાથે અને નીચેના ભાગ સાથે \(M\) દળ લટકાવેલ છે તો તારની નવી વિસ્તૃત લંબાઈ કેટલી થશે? 2016 અઘરું
  48. 48. યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં \(5\, mm\) ત્રિજ્યા અને \(1 \,m\) લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર \(50\,\pi kN\) નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ \(0.01\, mm\) હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે? 2016 સરળ
  49. 49. બે \(m\) અને \(M\) દળ ધરાવતા બ્લોકને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા તાર સાથે જોડે ઘર્ષણરહિત ગરગડી પર આકૃતિમાં દર્શાવેલ મુજબ મૂકેલા છે.હવે તંત્રને મુક્ત કરવામાં આવે છે જો \(M = 2 m\) હોય તો તારમાં ઉત્પન્ન થતું પ્રતિબળ કેટલું હશે?
    2013 અઘરું
  50. 50. એક તાર (યંગ મોડ્યુલસ \(2 \times 10^{11}\, Nm^{-2}\)) પર \(5 \times 10^7\,Nm^{-2}\) જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં \(0.02\%,\) નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે? 2013 મધ્યમ

STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં યંગ મોડ્યુલસ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 52 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

યંગ મોડ્યુલસ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

19% સરળ, 37% મધ્યમ અને 44% અઘરા.