પ્રશ્નો
નવા પહેલા41 માંથી 1–41 પ્રશ્નો
- 1. 10 મોલ આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાંથી પસાર થાય છે. \(P _1\) થી \(P _2\) પ્રક્રિયામાં સમાયેલી ઉષ્મા \(\alpha\) જૂલ છે \(\left( P _1=21.7 Pa\right.\) અને \(\left.P _2=30 Pa, C _{ v }=21 J / K . mol , R=8.3 J / mol . K \right)\). \(\alpha\) નું મૂલ્ય _________ છે.
2026 અઘરું - 2. \(4^{\circ} C\) અને \(20^{\circ} C\) પર પાણીની ઘનતા અનુક્રમે \(1000 kg / m ^3\) અને \(998 kg / m ^3\) છે. જ્યારે 4 kg પાણી \(4^{\circ} C\) થી \(20^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે, ત્યારે પાણીની આંતરિક ઊર્જામાં થતો વધારો __________ J છે.
(પાણીની વિશિષ્ટ ઉષ્માક્ષમતા = 4.2 KJ/kg અને 1 વાતાવરણ દબાણ \(\left.=10^5 Pa\right)\) 2026 અઘરું - 3. એક ઉષ્માગતિશાસ્ત્રીય તંત્ર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા ABC માંથી પસાર થાય છે (P-V આલેખ : A(2, 100), B(5, 300), C(5, 100)). ચક્ર ABC દરમિયાન તંત્ર વડે થયેલું કુલ કાર્ય ___________ J છે.
2026 મધ્યમ - 4. નીચે બે વિધાનો આપેલાં છે: એક વિધાનને વિધાન A (Assertion A) અને બીજાને કારણ R (Reason R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન I: \(n\) મોલ આદર્શ વાયુ ધરાવતી પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(\Delta U = n C_v (T_f - T_i) = \dfrac{nR}{\gamma - 1}(T_f - T_i)\) તરીકે લખી શકાય, જ્યાં \(\gamma = \dfrac{C_p}{C_v}\), \(T_i =\) પ્રારંભિક તાપમાન, \(T_f =\) અંતિમ તાપમાન.
વિધાન II: સ્વાતંત્ર્ય માત્રા \(f\) અને \(\gamma (= C_p/C_v)\) વચ્ચેનો સંબંધ \(\left(\gamma = 1 + \dfrac{2}{f}\right)\) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2026 મધ્યમ - 5. નીચેના \(p-V\) આકૃતિમાં, વક્ર પથ સાથે અવસ્થાનું સમીકરણ \((V-2)^2=4\) ap વડે દર્શાવેલ છે, જ્યાં \(a\) એક અચળાંક છે. બંધ પથમાં થતું કુલ કાર્ય છે
2026 મધ્યમ - 6. ઑક્સિજનના 10 મોલને અચળ કદે \(30^{\circ} C\) થી \(40^{\circ} C\) સુધી ગરમ કરવામાં આવે છે. વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર _________ cal છે. (અચળ દબાણે ઑક્સિજનની મોલર વિશિષ્ટ ઉષ્મા, \(C _{ p }=7 cal . / mol ^{\circ} C\) અને \(\left.R =2 cal . / mol ^{\circ} C .\right)\)) 2026 મધ્યમ
- 7. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક આદર્શ વાયુ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સમગ્ર ચક્રમાં વાયુ દ્વારા થયેલું કાર્ય ______ \(\times 10^{-1} \mathrm{~J}\) છે.
( \(\pi=3.14\) લો )
2025 મધ્યમ - 8. આપેલ ચક્રીય પ્રક્રિયા ABCA (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) માટે તંત્ર દ્વારા વિનિમય કરાયેલ ઉષ્માનું મૂલ્ય (SI એકમમાં) છે:

2025 અઘરું - 9.

આપેલ \(\mathrm{P}-\mathrm{V}\) આલેખનો ઉપયોગ કરીને, પથ ABCD પર આદર્શ વાયુ દ્વારા થયેલું કાર્ય છે : 2025 સરળ - 10. એક આદર્શ વાયુ \(P_0\) દબાણ અને \(\mathrm{V}_0\) કદ ધરાવતી અવસ્થામાં છે. તેને તેના પ્રારંભિક કદ \(\left(\mathrm{V}_0\right)\) કરતાં 4 ગણા કદ સુધી સમતાપીય રીતે વિસ્તૃત કરવામાં આવે છે, ત્યારબાદ તેને સમદાબીય રીતે તેના મૂળ કદ સુધી સંકોચિત કરવામાં આવે છે. છેવટે, તંત્રને તેની પ્રારંભિક અવસ્થામાં પાછું લાવવા માટે સમકદિક રીતે ગરમ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વિનિમય પામેલી કુલ ઉષ્માનો જથ્થો કેટલો છે? 2025 મધ્યમ
- 11.

એક બહુપરમાણ્વીય અણુ (\(C_V=3 R, C_P=4 R\), જ્યાં \(R\) વાયુ અચળાંક છે) કલા અવકાશ બિંદુ \(\mathrm{A}\left(\mathrm{P}_{\mathrm{A}}=10^5 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{A}}=4 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{B}\left(\mathrm{P}_{\mathrm{B}}=5 \times 10^4 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{B}}=6 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{C}\left(\mathrm{P}_{\mathrm{C}}=10^4\right.\) \(\left.\mathrm{Pa}, \mathrm{V}_{\mathrm{C}}=8 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) સુધી જાય છે. \(A\) થી \(B\) એક સમોષ્મી પ્રક્રિયા છે અને \(B\) થી \(C\) સમતાપી પ્રક્રિયા છે. તંત્ર દ્વારા પ્રતિ મોલ શોષાયેલી ચોખ્ખી ઉષ્મા છે : 2025 અઘરું - 12. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ \(A\) માંથી મધ્યવર્તી સ્થિતિ \(B\) માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ \(B\) થી \(C\) જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા \(A\) થી \(B\) અને \(B\) થી \(C\) સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
2024 અઘરું - 13. આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયાઓ \(A\) અને \(B\) માટે સાચું વિધાન પસંદ કરો.
2024 અઘરું - 14. આપેલ ચક્રિય પ્રક્રિયામાંથી પસાર થતાં આપેલ તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા _______ છે.
2024 અઘરું - 15. એક દ્વિ-પરમાણુક વાયુ \((\gamma=1.4)\) ને જયારે સમદળીય રીતે વિસ્તારવામાં આવે છે ત્યારે \(200 \mathrm{~J}\) કાર્ય કરે છે. આ પ્રક્રિયામાં વાયુને આપવામાં આવેલ ઉષ્મા _______ હશે. 2024 અઘરું
- 16. એક વાયુનું મિશ્રણ \(T\) તાપમાને \(8\) મોલ આર્ગન અને \(6\) મોલ ઓક્સિજન ધરાવે છે. જો બધા જ દોલનના અંશને અવગણવામાં આવે તો આપેલ તંત્રની કુલ આંતરિક ઊર્જા _______ છે. 2024 અઘરું
- 17. આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર વાયુનું દબાણ કદ સાથે રેખીય રીતે \(A\) થી \(B\) સુધી બદલાય છે. જો કોઈપણ પ્રકારની ઉષ્મા આપવામાં આવતી ના હોય કે વાયુમાંથી શોષાતી ના હોય, તો વાયુની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર \(............\,J\) થશે.
2023 મધ્યમ - 18. એક થર્મોડાયનેમિક તંત્ર ચક્રિય પ્રક્રિયા કરે છે. પ્રક્રિયામાં થતું કુલ કાર્ય \(...............\,J\) છે.
2023 સરળ - 19. એક આદર્શ વાયુના નમૂના પર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર \(ABCA\) ચક્રિય પ્રક્રિયા કરાવવામાં આવે છે. તે \(AB\) ભાગ દરમ્યાન \(40 \,J\) ઉષ્માનું શોષણ કરે છે, \(BC\) ભાગ દરમ્યાન ઉષ્માનું શોષણ કરતી નથી, અને \(CA\) ભાગ દરમ્યાન \(60 \,J\) ઉષ્મા પાછી ફેંકે છે. જો \(BC\) ભાગ દરમ્યાન વાયુ પર \(50 \,J\) કાર્ય થાય છે. વાયુની \(A\) સ્થાન આગળ આતંરિક ઊર્જા \(1560 \,J\) છે. \(CA\) ભાગ દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય....... \(J\) થશે.
2022 મધ્યમ - 20. એક થર્મોડાયનેમિક તંત્રને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તેની પ્રારંભિક અવસ્થા \(D\) માંથી વચ્ચેની અવસ્થા \(E\) માં એક રૈખીય પ્રક્રિયાથી લઈ જવામાં આવે છે. ત્યારબાદ તેનું કદ મૂળ કદ જેટલું ધટાડવામાં આવે છે અને તે સમદાબીય પ્રક્રિયા દ્વારા \(E\) થી \(F\) જાય છે. વાયુ દ્વારા \(D\) થી \(E\) થી \(F\) જતાં થતું કુલ કાર્ય \(..........\,J\) હશે.
2022 મધ્યમ - 21. \(C_{p}=\frac{7}{2} R\) અને \(C _{ v }=\frac{5}{2} R ,\) ધરાવતા એક દ્વિ-પરમાણ્વીય વાયુને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે. ગુણોત્તર \(dU : dQ : dW\) .................... થશે. 2021 અઘરું
- 22. ચક્રીય પ્રક્રિયાનાં \(PV\) આલેખ આપેલ છે,દ્વિપરમાણ્વીય વાયુની સમોષ્મી પ્રક્રિયા \(CD\) દરમિયાન કાર્ય (\(J\) માં) શું થશે? (\(\gamma=1.4\))
2021 મધ્યમ - 23. એક મોલ આદર્શ વાયુને સમોષ્મિ પ્રક્રિયામાંથી પસાર કરતાં તેનું તાપમાન \(27^{\circ} {C}\) થી વધીને \(37^{\circ} {C}\) થાય છે. જો આદર્શ વાયુ બહુ પરમાણ્વિક હોય જેના કંપન ગતિના અંશો \(4\) હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું થાય? 2021 મધ્યમ
- 24. કોઈ ચોક્કસ થર્મોડાયનેમિક પ્રક્રિયામાં, વાયુનું દબાણ તેના પ્રારંભિક કદ પર \(kV^3\) જેટલો આધાર રાખે છે. જ્યારે તાપમાન \(100^{\circ} C\) થી \(300^{\circ} C\) બદલવામાં આવે છે ત્યારે થતું કાર્ય ............\(nR\) થશે, જ્યાં \(n\) એ વાયુ માટે મોલ સંખ્યા દર્શાવે છે. 2021 અઘરું
- 25. \(n\) મોલ ધરાવતાં એક આદર્શવાયું ચક્રિય પ્રક્રિયા \(ABCA\) માંથી પસાર થાય છે. (આકૃતિ જુઓ), કે જે નીચેની પ્રક્રિયાઓ ધરાવે છે. \(A \rightarrow B\) : \(T\) તાપમાને સમતાપીય વિસ્તરણકે જેમાં કદ \(V _{1}\) થી \(V _{2}=2 V _{1}\) બમણું થાય છે અને દબાણ બદલાઈને \(P _{1}\) થી \(P _{2}\) થાય છે. \(B \rightarrow C\) ; અચળ દબાણ \(P _{2}\) એ સમદાબીય સંકોચન દ્વારા પ્રારંભિક કદ \(V _{1}\) \(C \rightarrow A\) : અચળ કદે કે જે દબાણમાં \(P _{2}\) થી \(P _{1}\) ફેરફાર કરે છે. એક પૂર્ણ ચક્રિય પ્રક્રિયા ABCA દરમ્યાન થતું કુલ કાર્ય ,......... થશે.
2021 અઘરું - 26. નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કેટલી ઉષ્માનું (\(\pi J\) માં) શોષણ થશે?
2021 મધ્યમ - 27. \(\left( P _{1}, V _{1}\right)\) એ રહેલ એક મોલ આદર્શ વાયુનું પ્રતિવર્તીય અને સમતાપીય વિસ્તરણ \((A\) થી \(B)\) કરાવવામાં આવે, ત્યારે તેનું દબાણ મૂળ દબાણ કરતાં અડધું થાય છે. (આકૃતિ જુઓ) ત્યારબાદ તેનું અચળ કદે ત્યાં સુધી ઠારણ કરવામાં આવે છે કે જેથી તેનું દબાણ મૂળ દબાણ કરતાં ચોથા ભાગનું થાય \(( B \rightarrow C )\) ત્યારબાદ પ્રતિવર્તી સમોષ્મી દબાણ દ્વારા \((C\) થી \(A)\)તેની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે છે. વાયુ દ્વારા થતું ચોખ્ખું કાર્ય ..... છે.
2021 અઘરું - 28. થર્મોડાયનેમિક્સમાં ઉષ્મા અને કાર્ય ........ 2021 મધ્યમ
- 29. એક બંધ પાત્રમાં \(200\, K\) તાપમાને \(0.1\) મોલ એક પરમાણ્વિક આદર્શ વાયુ ભરેલ છે. જો તેમાં \(0.05\) મોલ તે જ વાયુ જે \(400\, K\) તાપમાને છે તેને ઉમેરવામાં આવે તો પાત્રમાં રહેલ વાયુનું સંતુલન સમયે અંતિમ તાપમાન (\(K\) માં) લગભગ કેટલું હશે? 2020 મધ્યમ
- 30. એક પરમાણ્વિક આદર્શ વાયુ માટેની ત્રણ અલગ-અલગ પ્રક્રિયા માટે \(P\) વિરુધ્ધ \(V\) નો ગ્રાફ આપેલ છે. તેમના પથને \(A \rightarrow B, A \rightarrow C\) અને \(A \rightarrow D .\) વડે દર્શાવેલ છે. આ પ્રક્રિયા દરમિયાન થતો આંતરિક ઉર્જાનો ફેરફાર \(E _{ AB }, E _{ AC }\) અને \(E _{ AD }\) અને થતાં કાર્યને \(W _{ AB }\) \(W _{ AC }\) અને \(W _{ AD }\) વડે દર્શાવેલ છે. તો આપેલ પરિણામો વચ્ચે સાચો સંબંધ શું થશે?
2020 અઘરું - 31. \(A\) અને \(B\) બે ગૅસ માટે ગ્રાફ આપેલ છે.જ્યાં \(\Delta Q_A\) અને \(\Delta Q_B\) તંત્ર દ્વારા શોષાતી ઉષ્મા અને \(\Delta U_A\) અને \(\Delta U_B\) આંતરિક ઉષ્મામાં થતો ફેરફાર હોય તો નીચેનામાથી શું સાચું થાય?
2019 મધ્યમ - 32. આકૃતિમાં એક આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા \(abca\) દર્શાવેલ છે.\(ca\) પથ પર આંતરિક ઉર્જામાં થતો ફેરફાર \(-180\, J\) છે.વાયુ \(ab\) પથ પર \(250\, J\) ઉષ્માનું શોષણ અને \(bc\) પથ પર \(60\, J\) ઉષ્માનું શોષણ કરે તો \(abc\) પ્રક્રિયા દરમિયાન ..... \(J\) કાર્ય થશે.
2019 મધ્યમ - 33. બે જુદા પથ (\(ACB\) અને \(ADB\)) પરથી એક વાયુને \(A\) થી \(B\) સુધી લઈ જઈ શકાય છે. જ્યારે પથ \(ACB\) અનુસરવામાં આવે ત્યારે પ્રણાલીમાં પ્રવેશતી ઉષ્મા \(60\,J\) છે અને પ્રણાલી દ્વારા થતું કાર્ય \(30\,J\) છે. જ્યારે પથ \(ADB\) અનુસરવામાં આવે છે ત્યારે પ્રણાલી દ્વારા થતું કાર્ય \(10\,J\) હોય તો આ પથ અનુસાર પ્રણાલીમાં પ્રવેશતી ઊષ્મા ........ \(J\) હશે.
2019 મધ્યમ - 34. દ્વિ પરમાણ્વિક વાયુને અચળ દબાણે વિસ્તરણ કરવા \(10\, J\) કાર્ય કરવું પડે, તો આ પ્રક્રિયામાં વાયુ દ્વારા ..... \(J\) ઉષ્માનું શોષણ થયું હશે. 2019 મધ્યમ
- 35. કોઈ એક વાયુ માટે બતાવ્યા પ્રમાણે આપેલ ચક્રિય પ્રક્રીયા \(CAB\) માટે થતું કાર્ય ..... \(J\)
2019 સરળ - 36. વાતાવરણ દબાણે \(1\,g\) પાણીનું પ્રવાહી અવસ્થામાં કદ \(1\,cm^3\) અને વરાળ અવસ્થામાં \(1671\, cm^3\) અને પાણીની વરાળ માટે ઉત્કલનગુપ્ત ઉષ્મા \(2256\,J/g\) છે. સમાન \(373\,K\) તાપમાને \(1\,g\) પાણીનું પ્રવાહીમાંથી વરાળમાં રૂપાંતર કરતાં આંતરિક ઊર્જામાં કેટલો ફેરફાર થશે? 2019 મધ્યમ
- 37. \(200\,g\) પાણી ને \(40\,^oC\) થી \(60\,^oC\) સુધી ગરમ કરવામાં આવે છે (પાણીનું વિસ્તરણ અવગણો) આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ...... \(kJ\) હશે. (પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=4184\,J/kgK\) ) 2016 મધ્યમ
- 38. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક મોલ દ્વિ પરમાણ્વિક આદર્શ વાયુ ચક્રીય-પ્રક્રિયા \(ABC\) માંથી પસાર થાય છે.પ્રક્રિયા \(BC\) એ સમોષ્મી છે. \(A,B\) અને \(C\) આગળ તાપમાન અનુક્રમે \(400 \) \(K\),\(800\) \(K\) અને \(600\) \(K\) છે.નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
2014 સરળ - 39. અચળ દબાણ \(100\, N/m^2\) એ વાયુનું કદ \(2\,m^3\) થી \(1\,m^3\) થાય છે.પછી તેને અચળ કદે ગરમ કરવા \(150\, J\) ઉષ્મા આપવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં કેટલો ફેરફાર થાય? 2014 મધ્યમ
- 40. આપેલ વાયુ નું વિસ્તરણ \(V_1\) થી \(V _2\) અલગ અલગ પ્રક્રિયા દ્વારા કરવામાં આવે તો કઈ પ્રક્રિયામાં સૌથી વધુ કાર્ય થાય?
2013 મધ્યમ - 41. ઉપરોકત \(P-V\) આલેખ એક પરમાણ્વિક આદર્શ વાયુ ધરાવતાં થરમોડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રીયા દર્શાવે છે.એક ચક્રીય પ્રક્રીયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા _______ થશે.
2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - થર્મોડાયનેમિક્સ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Work Done and Internal Energy ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 41 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Work Done and Internal Energy ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 56% મધ્યમ અને 34% અઘરા.