પ્રશ્નો
નવા પહેલા69 માંથી 1–50 પ્રશ્નો
- 1. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(\dfrac{3h}{\pi}\) છે, તો ઇલેક્ટ્રોનની ઊર્જા _______ eV છે. 2026 સરળ
- 2. બોહર પરમાણુમાં, ઇલેક્ટ્રોનનાં અવસ્થા A માંથી અવસ્થા C માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ \(2000 Å\) છે અને જ્યારે ઇલેક્ટ્રોન અવસ્થા B માંથી અવસ્થા C માં કૂદકો મારે છે ત્યારે તે \(6000 Å\) થાય છે. તો ઇલેક્ટ્રોનનાં અવસ્થા A માંથી અવસ્થા B માં સંક્રમણ દરમિયાન ઉત્સર્જિત વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે? 2025 મધ્યમ
- 3. એક હાઇડ્રોજન જેવા આયનમાં, દ્વિતીય ઉત્તેજિત ઊર્જા અવસ્થા અને ધરા અવસ્થા વચ્ચેનો ઊર્જા તફાવત 108.8 eV છે. આ આયનનો પરમાણુ ક્રમાંક _______ છે. 2025 મધ્યમ
- 4. હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રારંભમાં ચોથી ઉત્તેજિત અવસ્થામાં હોય છે અને 2.86 eV ઊર્જાનો ફોટોન ઉત્સર્જિત કરીને \(\mathrm{n}\) મી ઊર્જા અવસ્થામાં સંક્રાંતિ કરે છે. \(n\) નું પૂર્ણાંક મૂલ્ય ____ હશે. 2025 સરળ
- 5. બોહરના સિદ્ધાંત મુજબ, હાઇડ્રોજન પરમાણુમાં \(4^{\text {th }}\) (ચોથી) કક્ષામાં ભ્રમણ કરતાં ઇલેકટ્રોન માટે વેગમાનની ચાકમાત્રા _______ હશે. 2024 અઘરું
- 6. એક હાઈડ્રોજન જેવો આયન તેમાં જયારે \(\mathrm{n}=2\) થી \(\mathrm{n}=1\) માં સંકાંતિ થાય ત્યારે \(3 \times 10^{15} \mathrm{~Hz}\) આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરે છે. \(\mathrm{n}=3\) થી \(\mathrm{n}=1\) માં થતી સંક્રાંતિ માટે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(\frac{x}{9} \times 10^{15} \mathrm{~Hz}\) મળે છે, જ્યાં \(x=\) ______ છે. 2024 અઘરું
- 7. હાઇડ્રોજન પરમાણુ માટે બામર શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈ અને લાઇમેન શ્રેણીની સૌથી ટૂંકી તરંગલંબાઈનો ગુણોત્તર _______ છે. 2024 અઘરું
- 8. હાઇડ્રોજન પરમાણુને \(\mathrm{V}\) જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરેલા ઈલેકટ્રોન વડે પ્રતાર્ડિત કરવામાં આવે છે, કે જે હાઇડ્રોજન પરમાણુઓમાં ઉત્તેજના ઉત્પન્ન કરે છે. જો આ પ્રયોગ \(\mathrm{T}=0 \mathrm{~K}\) તાપમાને કરવામાં આવે તો કોઇપણ્ બામર શ્રેણીની ઉત્સર્જન વર્ણ પટ રેખાઓનું અવલોકન (જોવા) માટે લધુત્તમ સ્થિતિમાનનો તફાવત \(\frac{\alpha}{10} \mathrm{~V}\) મળે છે. તો \(\alpha=\) _______. 2024 અઘરું
- 9. હાઈડ્રોજન પરમાણુમાં \(5\) માં ઉત્તેજીત અવસ્થામાં રહેલા ઈલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિઊર્જાના મૂલ્યોનો ગુણેત્તર _______ થશે. 2024 અઘરું
- 10. હાઈડ્રોજન પરમાણુને ધરા અવસ્થામાં બામર શ્રેણીનું વિકિરણ ઉત્સર્જીત કરવા માટે જરૂરી લધુત્તમ ઊર્જા આશરે _______ છે. 2024 અઘરું
- 11. જો રેડબર્ગ અચળાંક \(\mathrm{R}\) હોય, પાશ્ચન શ્રેણી વિકિરણ માટેની સૌથી લાંબી તરંગલંબાઈ \(\frac{\alpha}{7 \mathrm{R}}\) મળે છે, જ્યાં \(\alpha=\)________છે. 2024 અઘરું
- 12. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂથરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે. વિધાન \(II\) : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
- 13. આપેલ આકૃતિ મુજબ \(A , B\) અને \(C\) અનુક્રમે હાઇડ્રોજન અણુના પ્રથમ, બીજા અને ત્રીજા ઉત્તેજિત ઊર્જા સ્તર છે. જો બે તરંગલંબાઇનો ગુણોત્તર \(\left(\right.\) એટલે કે \(\left.\frac{\lambda_1}{\lambda_2}\right)\) એ \(\frac{7}{4 n}\) છે, તો \(n\) નું મૂલ્ય ..............હશે
2023 અઘરું - 14. ધરા અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુ પર \(12.75 \;eV\) ઉર્જાનો પ્રકાશ આપત થાય છે. પરમાણુ વિકિરણનું શોષણ કરીને ઉત્તેજિત સ્થિતિમાં જાય છે. આ ઉત્તેજિત સ્થિતિનું કોણીય વેગમાન \(\frac{x}{\pi} \times 10^{-17} \;eVs\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? (\(h=4.14 \times 10^{-15} \;eVs , c=3 \times 10^8\;\left.ms ^{-1}\right)\) 2023 મધ્યમ
- 15. ધરા સ્થિતિમાં રહેલ હાઈડ્રોજન નમૂના પર એકરંગી પ્રકાશ આપાત કરવામાં આવે છે. હાઈડ્રોજનના પરમાણુઓ પ્રકાશના અમુક અંશનું શોષણ કરે છે અને પરિણામે છ જુદી જુદી તરંગ લંબાઈઓના વિકિરણનું ઉત્સર્જન કરે છે. આપાત વિકિરણની આવૃત્તિ \(x \times 10^{15}\,Hz\) છે.\(x\) નું મૂલ્ય ........ થશે. \(\left( h =4.25 \times 10^{-15}\,eVs \right.\) આપેલ છે.) 2023 મધ્યમ
- 16. એક અણુ \(500\,nm\) તરંગલંબાઈ ધરાવતા ફોટોન નું શોષણ કરીને \(600\,nm\) તરંગલંબાઈ ધરાવતા એક બીજા ફોટોનનું ઉત્સર્જન કરે છે.આ પ્રક્રિયા દરમ્યાન અણુ દ્વારા શોષાતી ચોખ્ખી ઉર્જા \(n \times 10^{-4}\,eV\) છે. જ્યા \(n\) ની કિંમત .......... છે. (અહી અણુ એ શોષણ અને ઉત્સર્જનની પ્રક્રિયા દરમ્યાન સ્થિર રહે છે એવું ધારો.) (\(h=6.6 \times 10^{-34}\,Js\) અને \(c =3 \times 10^8\,m / s\) લો). 2023 મધ્યમ
- 17. હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેકટ્રોન દ્વિતીય ઉત્તેજીત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજીત અવસ્થામાં સંક્રાંતિ કરે છે ત્યારે ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda_0\) હાઇડ્રોજન પરમાણુમાં ઇલેકટ્રોન જ્યારે તૃતિય ઉતેજીત અવસ્થામાંથી બીજી કક્ષામાં કૂદકો મારે ત્યારે ઉત્સર્જીત વિકિરણની તરંગલંબાઈ \(\frac{20}{x} \lambda_0\) હશે. \(x\) નું મૂલ્ય \(...........\) થશે. 2023 મધ્યમ
- 18. હાઇડ્રોજન પરમાણુમાં \(n = 4\) થી \(n=1\) સ્તરની સંક્રાંતિ દરમિયાન ફોટોન ઉત્સર્જિત થાય છે. આ સંકાતિને અનુરૂપ તરંગલંબાઈ \(...........\,nm\) હશે. ( \(h =4 \times 10^{-15}\,eVs\) આપેલુ છે.) 2023 મધ્યમ
- 19. હાઇડ્રોજન પરમાણુનાં ઊર્જા સ્તરો નીચે આપેલા છે. ટૂંકી તરંગ લંબાઈના ઉત્સર્જન દ્વારા થતું સંક્રમણ \(.......\) છે.
2023 મધ્યમ - 20. હાઈડ્રોજન પરમાણુ માટે, આકૃત્તિમાં દર્શાવ્યા અનુસાર સંક્રાંતિ \(1\) અને \(2\) ને આનુષાંગિક તરંગલંબાઈઓ \(\lambda_1\) અને \(\lambda_2\) છ. \(\lambda_1: \lambda_2\) ગુણોત્તર \(\frac{x}{32}\) છે. \(x\) નું મૂલ્ય \(...............\) થશે.
2023 મધ્યમ - 21. \(He ^{+}\)આયન માટેની પ્રથમ ઉત્તેજીત અવસ્થાની ઊર્જા \(......\,eV\) છે.(હાઈડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા \(-13.6\,eV\) છે.) 2023 સરળ
- 22. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. \(124.1\,nm\) તરંગ લંબાઇના ફોટોનના ઉત્સર્જનમાં આમાંથી કઈ સંક્રાતિ ઉદ્દભવશે ? \(\text { ( } h =6.62 \times 10^{-34}\,Js)\) આવેલું છે.
2023 મધ્યમ - 23. \(Z=4\) ધરાવતા પરમાણુમાં ઈલેક્ટ્રોન ચોથા ઊર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે છે.આ પ્રક્રિયામાં મુક્ત થતી ઊર્જા \(............\,eV\) હશે.(આપેલ \(Rch =13.6\,eV \) આપેલ છે) જ્યાં \(R=\) રીડબર્ગ અચળાંક \(c=\) શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ \(h=\) પ્લાન્કનો અચળાંક 2023 મધ્યમ
- 24. હાઇડ્રોજન પરમાણુમાં ધરા-સ્થિતિમાં રહેલો ઇલેકટ્રોન \(10.2\, eV \) ઊર્જાનું શોષણ કરે,તો કોણીય વેગમાનમાં કેટલો વધારો થાય? ( \( h = 6.6 \times {10^{ - 34}}J - \, sec\)) 2022 મધ્યમ
- 25. હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં \(10.2 \,eV\) ઊર્જાનું શોષણ કરે છે. ઈલેકટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય ............... \(\times 10^{-34} \; J{s}\) જેટલું વઘશે. (પ્લાન્ક અચળાંક \(=6.6 \times 10^{-34} \,Js\) આપેલ છે.) 2022 મધ્યમ
- 26. હાઈડ્રોજન પરમાણુ ઉત્તેજીત અવસ્થામાંથી \(\lambda\) તરંગલંબાઈ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. ઉત્તેજીત અવસ્થા માટે મુખ્ય કવોન્ટમ નંબર '\(n\)' નું મૂલ્ય \(.........\) થશે. (\(R :\) રીડબર્ગ અચળાંક) 2022 અઘરું
- 27. હાઈડ્રોજન પરમાણુમાં ઈલેક્ટ્રોન \((i)\) દ્વિતિય માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં, અને \((ii)\) ઉચ્ચતમ માન્ય \((allowed)\) ઊર્જા સ્તરમાંથી પ્રથમ સ્તરમાં સંક્રાંતિ કરે તે દરમ્યાન ઉત્પન્ન ફોટોનની ઊર્જાનો ગુણોત્તર થશે. 2022 મધ્યમ
- 28. હાઈડ્રોજન પરમાણુમાં ઈલેકટ્રોનની \((i)\) ત્રીજા ઉર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં અને \((ii)\) સૌથી ઉચ્ચ \(allowed\) (માન્ય) ઊર્જા સ્તરમાંથી દ્વિતિય સ્તરમાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જાતા ફોટોનની ઊર્જાનો ગુણોતર \(\frac{x}{x+4}\) મળે છે. \(x\)નું મૂલ્ચ \(........\) હશે. 2022 મધ્યમ
- 29. \(He ^{+}\)ની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડ૫ અને હાઈડ્રોજનની ત્રીજી કક્ષામાં ઈલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર...........હશે. 2022 મધ્યમ
- 30. \(Li ^{++}\)માં ઈલેક્ટોનને પ્રથમ કક્ષામાંથી ત્રીજી કક્ષામાં ઉત્તેજીત કરવા માટે એકરંગી પ્રકાશ કિરણનો ઉપયોગ કરવામાં આવે છે. એકરંગી પ્રકાશની તરંગલંબાઈ \(x \times 10^{-10} m\) જેટલી મળે છે. \(x\) નું મૂલ્ય .......... છે. [ \(hc =1242 \,eV nm\) આપેલ છે.] 2022 મધ્યમ
- 31. \(n\) ની કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોનના વેગમાનનું મૂલ્ય શું હશે? (તમામ સંજ્ઞાઓ તેમના સામાન્ય અર્થ દર્શાવે છે) 2022 સરળ
- 32. નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I\) : હાઈડ્રોજન પરમાણુમાં જ્યારે ઈલેકટ્રોન નીચી ઊર્જા કક્ષા \(\left( E _{1}\right)\) માંથી ઉચ્ચ ઊર્જા કક્ષા \(\left(E_{2}\right)\) માં કૂદકો (સંક્રાંત) કરે છે ત્યારે ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ \(h f= E _{1}- E _{2}\) વડે આપી શકાય છે. વિધાન \(II\) : ઉચ્ય ઊર્જા કક્ષામાંથી નીચી ઊર્જ કક્ષામાં ઈલેકટ્રોનની સંક્રાંતિ, વિકિરણ આવૃત્તિ \(f=\left( E _{2}- E _{1}\right) / h\) સાથે સંકળાયેલ છે. આ શરતને બોહરની આવૃત્તિ શરત કહે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
- 33. \(2.6\, {eV}\) ઊર્જા ધરાવતો મુક્ત ઇલેક્ટ્રોન \({H}^{+}\) આયન સાથે અથડાય છે. તેના પરિણામે પ્રથમ ઉત્તેજિત અવસ્થાવાળો હાઇડ્રોજન પરમાણુ બને છે અને ફોટોન મુક્ત થાય છે. ઉત્સાર્જીત ફોટોનની આવૃતિ શોધો. \(\left({h}=6.6 \times 10^{-34}\, {J} {s}\right)\) 2021 અઘરું
- 34. બોહર પરમાણુ મોડેલ અનુસાર, નીચે આપેલી કઈ સંક્રાંતિ દરમ્યાન આવૃત્તિ મહત્તમ હશે ? 2021 અઘરું
- 35. બોહરના પરમાણુ મોડલમાં ઇલેક્ટ્રોન \(0.5 \times 10^{-10}\,m\) ત્રિજયાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તેવું ધારવામાં આવ્યું છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ \(2.2 \times 10^{6}\; {m} / {s}\)હોય, તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ પ્રવાહ \(....\,\times 10^{-2} \;{mA}\) હશે. \(\left.[\pi=\frac{22}{7}\right]\) 2021 અઘરું
- 36. એક આયનીય કાર્બનની કઈ કક્ષાની ઉર્જા હાઇડ્રોજનની ધરા અવસ્થાની ઉર્જા જેટલી હોય? 2021 મધ્યમ
- 37. \(H\) પરમાણુની બમર શ્રેણીની પ્રથમ ત્રણ રેખાની તરંગલંબાઈ \(\lambda_{1}, \lambda_{2}, \lambda_{3}\) છે. જો \(\left(\frac{\lambda_{1}}{\lambda_{3}}\right)\) નો ગુણોત્તર \(x\times 10^{-1}\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? 2021 અઘરું
- 38. હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે \({n}=3\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે \(2.92 \times 10^{15}\, {Hz}\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે \({n}=2\) થી \({n}=1\) માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ \(\times 10^{15}\;Hz\) જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે. 2021 મધ્યમ
- 39. હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની બદલે મ્યુઓન બદલી નાખવામાં આવે. મ્યુઓનનું દળ ઇલેક્ટ્રોન કરતાં \(207\) ગણું અને વિદ્યુતભાર સમાન છે. તો હાઈડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલા \(eV\) હશે . 2021 અઘરું
- 40. જ્યારે ઈલેક્ટ્રોન \(n=2\) થી \(n = 1\) કક્ષામાં સંક્રાંતિ કરે ત્યારે હાઈડ્રોજન પરમાણું દ્વારા ઉત્સર્જાયેલા ફોટોનની તરંગલંબાઈ ...... \(nm\) હશે. 2021 મધ્યમ
- 41. જો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(n\) મી કક્ષામાં ભ્રમણ કરતો હોય તો તેનો વેગ \(\left( v _{ n }\right)\) એ \(n\) પર કઈ રીતે આધાર રાખે? 2021 મધ્યમ
- 42. \(m\) દળના કણની વર્તુળાકાર કક્ષમાં સ્થિતિઉર્જા \(U ( r )= U _{0} r ^{4}\). છે જો તે બોહર મોડલને અનુસરે તો કક્ષાની ત્રિજ્યા \(r _{ n }\) \(n ^{1 / \alpha}\) ના સમપ્રમાણમાં હોય તો \(\alpha\) ....... . 2021 અઘરું
- 43. \(n=5\) થી \(n=1\) કક્ષામાં સંક્રમણ દરમ્યાન ફોટોનના ઉત્સર્જનને કારણે હાઈડ્રોજન પરમાણુની પ્રતિક્ષેપ ઝડપ (recoil speed) ......... \(m/s\) થશે. 2021 અઘરું
- 44. \(200 \,MeV / c ^{2}\) દળ ધરાવતા કણ સ્થિર હાઈડ્રોજન સાથે અથડાઇ છે.અથડામણ પછી કણ સ્થિર થઈ જાય છે અને હાઈડ્રોજન પરમાણુ પ્રથમ ઉતેજીત અવસ્થામાં જાય છે,કણની શરૂઆતની ગતિઉર્જા \(\frac{ N }{4}\) \(eV\) હોય તો \(N=........\) (હાઈડ્રોજન પરમાણુનું દળ \(\left.1\, GeV / c ^{2}\right)\) 2020 મધ્યમ
- 45. ધરા અવસ્થામાં રહેલ હાઇડ્રોજન જેવા પરમાણુનું આયનીકરણ કરવા \(9\) રીડબર્ગ જેટલી ઉર્જાની જરૂર પડે છે. તો જ્યારે ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામા સંક્રાંતિ કરે ત્યારે તે કેટલા .......\(nm\) તરંગલંબાઈનું ઉત્સર્જન કરશે? 2020 અઘરું
- 46. હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થામાં રહેલ ઇલેક્ટ્રોનનો આવર્તકાળ \(1.6 \times 10^{-16} \;\mathrm{s}\) છે.તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃતિ (\(s^{-1}\) માં) કેટલી થાય? 2020 અઘરું
- 47. હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન \(( n +1)^{\text {th }}\) કક્ષામાંથી \(n ^{\text {th }}\) કક્ષામાં સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત આવૃતિ કોના સમપ્રમાણમાં હોય ? \((n>>1)\) 2020 અઘરું
- 48. હાઇડ્રોજન જેવા પરમાણુમાં ઇલેક્ટ્રૉન \(M- \)શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય છે. ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ \(\lambda\) છે. ઇલેક્ટ્રૉન \(N-\) શેલ (કક્ષા) માંથી \(L-\) શેલ (કક્ષા) માં જાય તો ઉત્સર્જતા વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે 2019 મધ્યમ
- 49. હાઈડ્રોજન અણુમાં \(n = 2\) થી \(n = 1\) સંક્રાતિ દરમિયાન ઉત્પન્ન થતી ઉર્જા \(He^+\) આયનના \(n = 1\) અને \(n = 2\) અવસ્થા પર પડે છે.હીલિયમ આયન આ ઉર્જાનું શોષણ કરીને કઈ સંક્રાંતિ કરશે? 2019 અઘરું
- 50. હાઈડ્રોજન પરમાણુમાં એક ઈલેકટ્રોન બીજી ઉતેજીત અવસ્થામાં (ત્રિજ્યા \(4.65\, \mathop A\limits^o \)) ભ્રમણ કરે છે તો તે ઈલેકટ્રોનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા .......\(\mathop A\limits^o \) હશે? 2019 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પરમાણુઓ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ઇલેક્ટ્રોન ઉર્જા ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 69 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ઇલેક્ટ્રોન ઉર્જા ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
6% સરળ, 48% મધ્યમ અને 46% અઘરા.