ExamBro
ExamBro
પ્રકરણ JEE Mains · Physics

STD 11 - દોલનો PYQ: JEE Mains Physics પ્રશ્નો – પેજ 4

2013–2026 ના 157 પ્રશ્નો. સરળ આવર્તગતિમાં ઊર્જા સૌથી વધુ પૂછાય છે.

157પ્રશ્નો
10ટોપિક
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 6% મધ્યમ 50% અઘરું 44%

STD 11 - દોલનો ના બધા પ્રશ્નો

નવા પહેલા

157 માંથી 151–157 પ્રશ્નો

  1. 151. સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે? 2014 મધ્યમ
  2. 152. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
    2013 મધ્યમ
  3. 153. અવમંદિત દોલકનો કંપવિસ્તાર \(5\) \(s\) તેના મૂળ મૂલ્યથી ઘટીને \(0.9 \) ગણો થાય છે.બીજા \(10\) \(s\) ના અંતે તે તેના મૂળ મૂલ્યથી ઘટીને \(\alpha \) ગણો બને છે.જયાં \(\alpha \) = ______ 2013 મધ્યમ
  4. 154. બે \(A\) અને \(B\) જેમના બળ અચળાંક અનુક્રમે \(300\, N/m\) અને \(400\, N/m\) છે તેને શ્રેણીમાં જોડેલી છે. આ જોડાયેલી સ્પ્રિંગ ને \(8.75\, cm\) જેટલી દબાવવામાં આવે છે. તો તેમાં સંગ્રહાતી ઉર્જાનો ગુણોત્તર \(\frac{{{E_A}}}{{{E_B}}}\) કેટલો થાય? 2013 અઘરું
  5. 155. બે સાદા લોલક જેની લંબાઈ અનુક્રમે \(1\;m\) અને \(4\;m\) છે તેને કોઈ સમાન સમયે સમાન દિશામાં થોડુક દોલન  કરવવામાં આવે છે.કેટલા દોલનો પૂર્ણ કર્યા પછી તે સમાન સ્થિતિમાં પાછા આવશે? 2013 અઘરું
  6. 156. \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે? 2013 અઘરું
  7. 157. શિરોલંબ નળાકારીય પાત્રમાં ભરેલ આદર્શ વાયુ, \(M\) દળ અને મુકત ગતિ કરતા પિસ્ટનને ટેકવે છે.પિસ્ટન અને નળાકાર બંને સમાન \(A\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે.પિસ્ટનની સમતોલન સ્થિતિમાં વાયુનું કદ \(V_0\) અને તેનું દબાણ \(P_0\) છે.હવે,પિસ્ટનને તેની સમતોલન સ્થિતિમાંથી થોડુંક સ્થાનાંતરિતકરી મુકત કરવામાં આવે છે.ધારો કે આ તંત્ર પર્યાવરણથી અલગ કરેલ હોય ત્યારે પિસ્ટન _______ આવૃતિ સાથે સરળ આવર્તગતિ કરશે. 2013 અઘરું