પ્રશ્નો
નવા પહેલા25 માંથી 1–25 પ્રશ્નો
- 1. \(AC\) વૈકલ્પિક emf \(\mathrm{E}=110 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ \(2 \mu \mathrm{F}\) ના કેપેસિટરને લાગુ પાડવામાં આવે છે, તો પરિપથમાં પ્રવાહનું rms મૂલ્ય _______ \(\mathrm{mA}\) છે. 2024 અઘરું
- 2. અવગણી શકાય તેવા અવરોધનું એક ગૂંચળું 90 Ω અવરોધક સાથે 120 V, 60 Hz સપ્લાય સાથે શ્રેણી માં જોડેલ છે. અવરોધક પર એક વોલ્ટમીટર 36 V વાંચે છે. ગૂંચળાનું ઇન્ડક્ટન્સ _______ છે. 2024 અઘરું
- 3. એક બલ્બ અને એક કેપેસિટર AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલા છે. ત્યારે એક ડાઇલેક્ટ્રિક કેપેસિટરની પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે છે. બલ્બનો પ્રકાશ: 2024 અઘરું
- 4. એક એસી સર્કિટમાં, તાત્કાલિક વિદ્યુતપ્રવાહ શૂન્ય છે, જ્યારે તાત્કાલિક વિદ્યુત દબાણ સૌથી વધુ હોય છે. આ કેસમાં, સ્ત્રોત કોની સાથે જોડાયેલો હોઈ શકે છે? \(A\). શુદ્ધ ઇન્ડક્ટર. \(B\). શુદ્ધ કેપેસિટર. \(C\). શુદ્ધ રેસિસ્ટર. \(D\). ઇન્ડક્ટર અને કેપેસિટરનું સંયોજન. નીચેનાં વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2024 અઘરું
- 5. જ્યારે એક કોઈલને \(20 \mathrm{~V}\) DC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(5 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. જ્યારે તેને \(20 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) AC સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે તે \(4 \mathrm{~A}\) પ્રવાહ ખેંચે છે. કોઈલનું આત્મ-પ્રેરકત્વ _______ \(\mathrm{mH}\) છે. (\(\pi=3\) લો) 2024 અઘરું
- 6. \(150.0\,\mu F\) કેપેસીટન્સ ધરાવતા કેપેસિટરને \(E =36\) \(\sin (120 \pi t ) \;V\) જેટલો \(emf\) ધરાવતા પ્રત્યાવર્તી સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપાથમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય લગભગ \(......\,A\) જેટલું હશે 2023 મધ્યમ
- 7. \(220 \,V \,\,emf\) અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે એક ઈન્ડકટર જોડવામાં આવે છે. જ્યારે પ્રવાહનું મહત્તમ (પીક) મૂલ્ય \(\frac{\sqrt{ a }}{\pi} A\) હોય છે ત્યારે ઉદગમનો તત્ક્ષણિક વોલ્ટેજ \(0 \,V\) મળે છે. તો \(A\) ..........છે.
2022 મધ્યમ - 8. \(500\,\mu F\) સંધારકતા ધરાવતું એક સંધારક \(100\,V\) ના ઉદગમ વડે સંપૂર્ણ રીતે વિદ્યુતભારીત કરેલું છે. હવે તેને \(50\,mH\) ના ઈન્ડકટર સાથે જોડી \(LC\) પરિપથ બનાવવામાં આવે છે.\(LC\) પરિપથમાં મહત્તમ પ્રવાહ \(......A\) થશે. 2022 મધ્યમ
- 9. \(E =440 \sin 100 \pi t \;\;emf\) ધરાવતું ઉલટસૂલટ ઉદગમ \(\frac{\sqrt{2}}{\pi} H\) ના ઈન્ડકટર ઘરાવતા પરિપથને લગાવવામાં આવેલ છે. જો પરિપથમાં \(a.c\). એમીટર લગાવવામાં આવે તો, તેનું અવલોકન \(........\,A\) થશે. 2022 અઘરું
- 10. એક \(LCR\) શ્રેણી પરિપથમાં, ઈન્ડકટર, સંધારક અને અવરોધ અનુક્રમે \(L=100\, mH , C =100\, \mu F\) અને \(R=10\; \Omega\) છે. તેઓ \(220 \,V\) વોલ્ટેજ અને \(50\, Hz\) આવૃત્તિ ધરાવતા \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં વહેતા પ્રવાહનું સંનિકટ મૂલ્ય............\(A\) હશે.
2022 મધ્યમ - 11. \(LR\) શ્રેણી પરિપથમાં \(X_L=R\) અને પરિપથનો પાવર ફેક્ટર \(P_1\) છે. જ્યારે \(C\) જેટલી સંઘારકતા અને \(X_L=X_C\) થાય તેવો સંઘારક શ્રેણીમાં મૂકવામાં આવે છે ત્યારે, પાવર ફેકટર \(P_2\) થાય છે. \(\frac{P_1}{P_2}..............\) ગુણોત્તર થશે. 2022 મધ્યમ
- 12. ફક્ત ઈન્ડકટર ધરાવતા પરિપથમાં પ્રવાહનું સમીકરણ \(5 \sin \left(49 \pi t -30^{\circ}\right)\) છે. જે પ્રેરકત્વ \(30 \,mH\) હોય, તો ઈન્ડકટરને સમાંતર વોલ્ટેજનું સમીકરણ .............. થશે. \(\left\{\pi=\frac{22}{7}\right\}\) . 2022 મધ્યમ
- 13. શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક \(X\)ને \(100\,V\) મહત્તમ વોલ્ટેજ ધરાવતા \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે \(5A\) નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક \(Y\)ને આ જ \(a.c.\) ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં \(\frac{\pi}{2}\) પાછળ છે. જો \(X\) અને \(Y\) ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું \(rms\) મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ? 2022 મધ્યમ
- 14. સમાંતર પ્લેટ સંઘારકમાં વાહક પ્રવાહનું \(rms\) મૂલ્ય \(6.9\,\mu\,A\) છે. જે સંઘારકકન \(600\,rad / s\), ની કોણીય આવૃત્તિ ધરાવતા \(230\,V\) ના \(ac\) ઉદગમ સાથે જોડવામાં આવે તો સંઘારકની સંઘારકતા \(....\,pF\) હશે. 2022 મધ્યમ
- 15. આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ \(R =2.0\, \Omega\) મૂલ્યોનાં ચાર સમાન અવરોધો, \(L =2.0 \,mH\) પ્રેરકત્વ ધરાવતાં બે સમાન પ્રેરકો અને \(e m f\, E =9 \,V \) ધરાવતી આદર્શ બેટરીનો પરિપથ છે. કળ \('S'\) બંધ કર્યા બાદ તુરંત જ એમીટરમાં દર્શાવેલ પ્રવાહ \('i'\) ..........\(A\) હશે.
2021 અઘરું - 16. આપેલ આકૃતિ \((a)\) અને \((b)\) માં બે પરિપથ દર્શાવેલ છે. \(....\,rad/s\) આવૃતિ માટે એક ચક્ર દરમિયાન બંને પરિપથમાંથી વ્યય થતો સરેરાશ પાવર સમાન મળે?
2021 અઘરું - 17. માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ...... 2021 મધ્યમ
- 18. કોઈલનો ઈમ્પિડન્સ \(100\, \Omega\) છે. \(1000\, Hz\) ની આવૃતિ કોઈલ પર લગાવતા વૉલ્ટેજ પ્રવાહ કરતા \(45^{\circ}\) આગળ છે. તો કોઇલનો ઇન્ડકટન્સ 2020 અઘરું
- 19. \(LC\) પરિપથમાં ઇન્ડક્ટર \(L=40\;mH\) અને કેપેસીટર \(C=100\;\mu F\) છે.જો પરિપથમાં \(V(t)=10sin(314t)\) વૉલ્ટેજ આપવામાં આવે તો પરિપથમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? 2020 અઘરું
- 20. આકૃતિમાં દર્શાવ્યા \(20\, Henry\) ઇન્ડકટરને \(10\, ohm\) અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે.અવરોધમાથી વ્ય્ય થતી ઉષ્માનો દર (જૂલ ઉષ્મા) અને ઇન્ડકટરમાં જમા થતી ઉષ્માનો દર સમાન કેટલા સમયે થશે?
2019 અઘરું - 21. આકૃતિમાં એક \(LR\) પરિપથ દર્શાવેલ છે.\(t=0\) સમયે કળ બંધ છે.\(t = 0\) અને \(t = \frac{L}{R}\) સમય વચ્ચે બેટરીમાથી કેટલો વિદ્યુતભાર પસાર થશે?
2019 અઘરું - 22. \(e = e_0\, sin\, (1000t)\) \(emf\) ધરાવતા \(ac\) પ્રવાહ સાથે પરિપથને જોડતા \( emf \) \(e\) અને પ્રવાહ \(i\) વચ્ચેનો કળા તફાવત \(\frac{\pi }{4}\) મળે છે.નીચેનામાથી કયો પરિપથ આ દર્શાવે છે? 2019 અઘરું
- 23. એક આર્ક બલ્બને પ્રકાશીત થવા \(10\) \(A\) \(DC\) અને \(80\) \(V\) ની આવશ્યકતા છે.જો આ બલ્બને \(220\) \(V\) \((rms)\),\(50\) \(Hz\) \(AC\) સપ્લાય સાથે જોડવામાં આવે તો, તેને પ્રકાશીત કરવા જરૂરી શ્રેણી ઇન્ડકટરનું મૂલ્ય લગભગ થશે. 2016 મધ્યમ
- 24. એક \(L = 0.02\,H\) ઇન્ડકટરને \(V(t) = 100\,sin\,(500t)\) જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે તો આ ઇન્ડકટરના ગુંચળામાંથી કેટલો પ્રવાહ વહેતો હશે? 2014 મધ્યમ
- 25. આપેલ પરિપથમાં \(L\) અને \(C\) વચ્ચેનો વૉલ્ટેજ \(300\, V\) અને \(400\, V\) છે, તો \(AC\) પરિપથના સ્ત્રોતનો વૉલ્ટેજ કેટલા \(Volt\) હશે?
2013 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Different Type of AC Circuits ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2024 ના 25 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Different Type of AC Circuits ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
4% સરળ, 44% મધ્યમ અને 52% અઘરા.