ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો

માઇક્રોસ્કોપ PYQ: JEE Mains Physics પ્રશ્નો

માઇક્રોસ્કોપ પર STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના 10 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

10પ્રશ્નો
246STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 30% અઘરું 60%

પ્રશ્નો

નવા પહેલા

10 માંથી 1–10 પ્રશ્નો

  1. 1. 10 cm નળીની લંબાઈ ધરાવતા માઈક્રોસ્કોપમાં 2 cm અને 5 cm કેન્દ્રલંબાઈના બે બહિર્ગોળ લેન્સની ગોઠવણી કરેલી છે. આ તંત્ર વડે સામાન્ય ગોઠવણી માટે મેળવેલ કુલ મોટવણી \((5)^k\) છે. k નું મૂલ્ય __________ છે. 2026 સરળ
  2. 2. માઇક્રોસ્કોપમાં ઑબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(f_0=2 cm\) અને આઇ-પીસની કેન્દ્રલંબાઈ \(f_{ e }=4 cm\) છે. ટ્યુબ લંબાઈ 32 cm છે. સામાન્ય ગોઠવણ માટે આ માઇક્રોસ્કોપ વડે મળતી મોટવણી _________ છે. 2026 અઘરું
  3. 3. ભૌતિકશાસ્ત્રની લેબોરેટરીમાં ટ્રાવેલીંગ માઈક્રોસ્કોપની મદદથી ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવાના પ્રયોગમાં, વિદ્યાર્થી ગ્લાસના ચોસલાની સાયી જાડાઈ \(5.25\,mm\) માપે છે અને જ્યારે ટ્રાવેલીગ માઈક્રોસ્કોપ મળતી (આભાસી) જાડાઈ \(5.00\,mm\) છે. ટ્રાવેલીગ માઈક્રોસ્કોપમાં મુખ્ય, સ્કેલ ઉપર \(1\,cm\) માં \(20\) કાપાઓ અને \(50\) વર્નિયર સ્કેલ પરના કાપાનું મૂલ્ય મુખ્ય સ્કેલ પરના \(49\) કાપા બરાબર છે. ગ્લાસના ચોસલાનો વક્રીભવનાંક માપવામાં, મળતી ત્રુટિ \(\frac{x}{10} \times 10^{-3}\) છે, તો \(x=............\) થશે. 2023 અઘરું
  4. 4. \(25\, {cm}\) ના નજીકતમ બિંદુથી એક વસ્તુને \(6\) મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને \(0.6\, {m}\) ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? 2021 અઘરું
  5. 5. એક નીચે બે વિધાન આપેલા છે : એક વિધાનને કથન \(A\) તરીકે દર્શાવવામાં આવે છે અને બીજા વિધાનને કારણ \(R\) તરીકે દર્શાવવામાં આવે છે. કથન \(A :\) સાદા સૂક્ષ્મદર્શક માટે વસ્તુનું કોણીય કદ પ્રતિબિંબનો કોણીય કદ બરાબર હોય છે. કારણ \(R :\) નાની વસ્તુને \(25\, cm\) કરતાં ખૂબ નજીક્નાં અંતરે રાખવાથી મોટવણી મેળવાય છે અને તેથી તે ખૂબ મોટો ખૂણો આંતરે છે. ઉપરોક્ત આપેલ વિધાનો અનુસાર, આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 2021 અઘરું
  6. 6. સંયુક્ત માઈક્રોસ્કોપ વસ્તુનું મોટું આભાસી પ્રતિબિંબ આઈપીસથી \(25\,cm\) અંતરે પડે છે ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(1\,cm\) છે માઈક્રોસ્કોપ ની મોટવાણી \(100\) અને ટ્યુબલંબાઈ \(20\,cm\) હોય તો આઈ-પીસ ની કેન્દ્રલંબાઈ ......... \(cm\) 2020 અઘરું
  7. 7. સંયુક્ત માઇક્રોસ્કોપ માં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1\,cm\) અને \(5\,cm\) છે. તેમની વચ્ચેનું અંતર \(10\,cm\) છે વસ્તુ અને ઓબ્જેક્ટિવ વચ્ચેનું અંતર \(\frac{ n }{40}\, cm\) રાખવાથી આંખ પર તણાવ લઘુતમ થાય તો \(n=\)............. 2020 મધ્યમ
  8. 8. સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી \(375\) અને ટ્યૂબલંબાઈ \(150\; \mathrm{mm}\) અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ \(5\; \mathrm{mm}\) હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....\(mm\) રાખવી જોઈએ? 2020 મધ્યમ
  9. 9. ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ દ્વારા એક કાચના સ્લેબનો વક્રીભવનાંકમાપવામાં આવે છે તો તે માટે ઓછામાં ઓછા કેટલા અવલોકનોની જરૂર પડશે? 2016 મધ્યમ
  10. 10. સંયુક્ત માઇક્રોસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(1.2\, cm\) અને \(3.0\, cm\) છે. જો વસ્તુને વસ્તુકાંચથી \(1.25\, cm\) અંતરે મૂકવામાં આવે તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે છે. તો આ સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી કેટલી હશે? 2014 અઘરું

STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં માઇક્રોસ્કોપ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

માઇક્રોસ્કોપ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 30% મધ્યમ અને 60% અઘરા.