ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - સમતલમાં ગતિ

સાપેક્ષ વેગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

સાપેક્ષ વેગ પર STD 11 - સમતલમાં ગતિ ના 13 પ્રશ્નો, 2019–2026 માં પૂછાયેલા.

13પ્રશ્નો
114STD 11 - સમતલમાં ગતિ માં
2019–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 69% અઘરું 23%

પ્રશ્નો

નવા પહેલા

13 માંથી 1–13 પ્રશ્નો

  1. 1. 200 m પહોળાઈવાળી એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(18 km / h\) ની ઝડપથી વહી રહી છે. સ્થિર પાણીમાં \(36 km / h\) ની ઝડપથી ગતિ કરતી એક હોડી નદીના એક કિનારેથી બીજા કિનારે એક પૂર્ણ-રાઉન્ડ ટ્રીપ (આવ-જા) કરે છે. આ યાત્રા માટે હોડી દ્વારા લેવાયેલો લઘુત્તમ સમય અને નદીના કિનારે થયેલું સ્થાનાંતર અનુક્રમે _________ અને _________ છે. 2026 મધ્યમ
  2. 2. જો ગોળાના વ્યાસના માપનમાં \(2\%\) ત્રુટિ હોય, તો તેના ગણતરી કરેલા કદમાં ટકાવારી ત્રુટિ __________ છે. 2026 મધ્યમ
  3. 3. બે કાર \(P\) અને \(Q\) એક રસ્તા પર એક જ દિશામાં ગતિ કરી રહી છે. કાર \(P\) નો પ્રવેગ સમય સાથે રેખીય રીતે વધે છે જ્યારે કાર \(Q\) અચળ પ્રવેગથી ગતિ કરે છે. બંને કાર પ્રથમ વખત \(t=0\) સમયે એકબીજાને ઓળંગે છે. ઓળંગવાની મહત્તમ શક્ય સંખ્યા (\(t=0\) પરના ઓળંગવા સહિત) ________ છે. 2025 મધ્યમ
  4. 4. એક નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં \(9 \mathrm{~km} \mathrm{~h}^{-1}\) ની ઝડપથી વહે છે. જો એક હોડી સ્થિર પાણીમાં મહત્તમ \(27 \mathrm{~km} \mathrm{~h}^{-1}\) ની ઝડપથી ગતિ કરી શકતી હોય, અને તે નદીના પ્રવાહની દિશા સાથે \(150^{\circ}\) ના ખૂણે મહત્તમ ઝડપથી ગતિ કરતી હોય ત્યારે નદીને અડધા મિનિટમાં પાર કરે છે, તો નદીની પહોળાઈ કેટલી હશે? 2025 સરળ
  5. 5. એક તરવૈયાની સ્થિર પાણીમાં તરવાની ઝડપ \(4\,km\,h ^{-1}\) છે. જો તરવૈયો \(1\,km\) પહોળી નદીના વહનને લંબરૂપે \(strokes\) (હાથની ગતિ) કરતો હોય તો તે સામેના કાંઠ લંબપાદથી \(750\,m\) દૂર પહોંચે છે. નદીના પાણીની ઝડપ \(...........\,km h ^{-1}\) હશે. 2023 મધ્યમ
  6. 6. ૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે \(45^{\circ}\) ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર \(15 \sqrt{2} \,kmh ^{-1}\) ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ...........  \(kmh ^{-1}\) હશે. 2022 મધ્યમ
  7. 7. એક તરવૈયાને બિંદુ \(A\) થી બિંદુ \(B\) સુધી નદી પસાર કરવી છે. \(AB\) રેખા પાણીના વાહન સાથે \(30^{\circ}\) નો ખૂણો બનાવે છે. તરવૈયાના તરવાના વેગનું મૂલ્ય નદી (પાણી) જેટલું જ છે. \({AB}\) રેખા સાથેનો કોણ \(\theta\) કે જેથી તરવૈયો બિંદુ \(B\) પર પહોચે તે \(^{\circ}\) માં કેટલો હશે?
    2021 મધ્યમ
  8. 8. એક તરવૈયો નદીમાં \(6\, km / h\)ના વેગથી વહેતા પાણીની સાપેક્ષે \(12 \,km / h\)ના વેગથી તરી શકે છે. સામેના કાંઠે શરૂઆતના બિંદુની બરાબર વિરુધ્ધ આવેલા બિંદુએ પહોંચવા માટે નદીના પાણીના વહનની દિશાને સાપેક્ષે તેણે ........\(^{\circ}\) દિશામાં તરવું જોઈએ. (નજીકત્તમ પૂર્ણાંકમાં લખો) (ડીગ્રીમાં ખૂણો શોધો) 2021 અઘરું
  9. 9. પતંગિયુ \(4 \sqrt{2} \,{m} / {s}\) ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન \(1\;{m} / {s}\) ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. \(3\, seconds\) માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર (\(m\) માં) કેટલું હશે? 2021 અઘરું
  10. 10. સમક્ષિતિજ દિશામાં ગતિ કરતાં પ્લેનમાંથી એક બોમ્બ પડે છે. પ્લેનમાં રહેલ અવલોકનકારને બોમ્બનો ગતિપથ કેવો દેખાશે? 2021 મધ્યમ
  11. 11. વ્યક્તિ નદીના પ્રવાહ સાથે \(120^{\circ}\) ના ખૂણે \(10\, m /s\) ની ઝડપથી ગતિ કરે છે અને તેને કાંઠાની બરાબર સામેના બિંદુએ પહોંચે છે. પ્રવાહનો વેગ \(x\;m / s\) છે. \(x\) નું મૂલ્ય નજીકત્તમ પૂર્ણાંકમાં કેટલું થાય? 2021 મધ્યમ
  12. 12. જ્યારે કાર સ્થિર હોય, ત્યારે ડ્રાઇવર વરસાદના ટીપાં શિરોલંબ પડતાં જોવે છે. જ્યારે તે કારને \(v\) વેગથી ચલાવે ત્યારે તે વરસાદના ટીપાંને સમક્ષિતિજ સાથે \(60^{\circ}\) ના ખૂણે પડતા જોવે છે. હવે કારની ઝડપ વધારીને \((1+\beta) v \) કરવામાં આવે, ત્યારે તે ખૂણો બદલાયને \(45^{\circ} \) થાય છે. \(\beta\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2020 અઘરું
  13. 13. નદી \(2\,km/h\) ની ઝડપે વહે છે. તરવૈયો \(4\,km/h\) ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા (\(^o\) માં) શું હોવી જોઈએ? 2019 મધ્યમ

STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં સાપેક્ષ વેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2026 ના 13 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

સાપેક્ષ વેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

8% સરળ, 69% મધ્યમ અને 23% અઘરા.