ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો

પ્રતિબળ અને વિકૃતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પ્રતિબળ અને વિકૃતિ પર STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના 20 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

20પ્રશ્નો
101STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 10% મધ્યમ 35% અઘરું 55%

પ્રશ્નો

નવા પહેલા

20 માંથી 1–20 પ્રશ્નો

  1. 1. એક ઘનની બાજુની લંબાઈ \(5\) cm અને દ્રઢતા ગુણાંક \(10^5\) N/m\(^2\) છે. ઘનની ઉપરની સપાટી પર \(10\) N બળ લગાડતાં, તેમાં ઉદ્ભવતું સ્થાનાંતર _____ mm છે. 2026 મધ્યમ
  2. 2. લંબાઈ \(l\) અને વજન \(w\) ધરાવતો એક સમાન તાર છત પરથી લટકાવેલો છે અને તેના બીજા છેડે \(W\) વજન લટકાવેલું છે. તારમાં ટોચ પરથી \(\dfrac{l}{3}\) અંતરે પ્રતિબળ \(\left(\dfrac{W}{A} + \dfrac{2}{\gamma}\dfrac{w}{A}\right)\) છે, જ્યાં \(A\) એ તારનું આડછેદનું ક્ષેત્રફળ છે. \(\gamma\) નું મૂલ્ય _______ છે. 2026 મધ્યમ
  3. 3. શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \(x\) ગ્રામ પાણીને \(0°C\) સુધી ઠંડુ કરવા માટે તેમાંથી કાઢવામાં આવેલી ઉષ્મા, શરૂઆતમાં \(50°C\) તાપમાને રહેલા \((1000 - x)\) ગ્રામ પાણીનું બાષ્પીભવન કરવા માટે પૂરતી છે. \(x\) નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) _______ છે.
    (પાણીની ગુપ્ત ઉષ્મા \(2256\text{ kJ/kg.K}\), પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા \(4200\text{ J/kg.K}\) લો)
    2026 અઘરું
  4. 4. નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે તાર, સ્ટીલના બનેલા છે અને તેમનો ભંગાણ પ્રતિબળ \(12 \times 10^8\) N/m\(^2\) છે. ઉપરના તારનો આડછેદનું ક્ષેત્રફળ \(0.008\) cm\(^2\) અને નીચેના તારનો \(0.004\) cm\(^2\) છે. કોઈપણ તાર તૂટ્યા વિના ત્રાજવામાં ઉમેરી શકાય તેટલું મહત્તમ દળ _____ kg છે.
    (લ્યો \(g = 10\) m/s\(^2\))
    2026 અઘરું
  5. 5. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ગરગડી પરથી પસાર થતાં ધાતુના એક તારના છેડે \(2 \mathrm{~kg}\) અને \(4 \mathrm{~kg}\) દળના બ્લોક લટકાવેલ છે. તારની ત્રિજ્યા \(4.0 \times 10^{-5} \mathrm{~m}\) અને તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ \(2.0 \times 10^{11} \mathrm{~N} / \mathrm{m}^2\) છે. જો આ તારમાં પ્રતાન વિકૃતિ \(\frac{1}{\alpha \pi}\) હોય તો, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.)
    2024 અઘરું
  6. 6. એક તાર માટે ઘનતા અને મહત્તમ (બ્રેકિંગ) તણાવ અનુક્મે \(6 \times 10^4 \mathrm{~kg} / \mathrm{m}^3\) અને \(1.2 \times 10^8 \mathrm{~N} / \mathrm{m}^2\) છે. આ તારને એક ગ્રહ ઉપર, કે જેનો ગુરુત્વીય પ્રવેગ પૃથ્વીની સપાટી ઉપરના ગુરુત્વીય પ્રેવગ કરતાં \(\frac{1^{\text {rd }}}{3}\) (ત્રીજા ભાગનો) હોય, પર દઢ આધારથી લટકાવેલ છે . તાર તૂટે નહીં તેવી મહતમ લંબાઈ _______ \(\mathrm{m}\) હશે. ( \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\) લો.) 2024 અઘરું
  7. 7. નીચે બે વિઘાનો આપેલા છે : એકને કથન \((A)\) અને બીજાને કારણ \((R)\) થી દર્શાવેલ છે. કથન \((A)\):જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે. કારણ\((R)\): પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2024 અઘરું
  8. 8. \(14\,mm\) વ્યાસ ધરાવતા ધાતુના તાર દ્વારા દઢ આધારથી દળ \(m\) ના ધાતુના બ્લોકને લટકાવેલ છે. સંતુલન સ્થિતિમાં તારમાં ઉત્પન્ન થતો તણાવ પ્રતિબળ \(7 \times 10^5\,Nm ^{-2}\) છે. દળ \(m\) નું મૂલ્ય .......... \(kg\) છે. (\(g =9.8\,ms ^{-2}\) and \(\left.\pi=\frac{22}{7}\right.\) લો.) 2023 મધ્યમ
  9. 9. નીચે બે વિધાનો આપેલા છે. પૈકી એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A:\) ઈમારતો અને પુલના બાંધકામમાં સ્ટીલનો ઉપયોગ થાય છે. કારણ \(R:\) સ્ટીલ વધારે સ્થિતિસ્થાપક અને તેની સ્થિતિસ્થાપકની હદ ઉંચી છે. ઉપર્યુક્ત બંને વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધ બેસતો જવાબ પસંદ કરો. 2023 સરળ
  10. 10. \(0.5\; m\) લંબાઈ અને \(10^{-4}\; m ^2\) જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાત્વીય તારનું બ્રેકીંગ પ્રતિબળ \(5 \times 10^8\,Nm ^{-2}\) છે એક \(10\,kg\) દળને દોરીના એક છેડા આગળ લગાવવામાં આવે છે અને તે સમક્ષિતિજ વર્તુળમાં ભ્રમણ કરે છે. ચોસલાનો રેખીય વેગ \(.............ms ^{-1}\) હશે. 2022 અઘરું
  11. 11. એક ક્રેનમાં ભાર ઊંચકવા વપરાતા દોરડાના આડછેદનું ક્ષેત્ર \(2.5 \times 10^{-4} m ^2\) છે. ટ્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(10\) મેટ્રીક ટન છે. ક્રેનની મહત્તમ ઊંચકવાની ક્ષમતા \(25\) મેટ્રીક ટન કરવી હોય તો દોરડાના આડછેદનું ક્ષેત્રફળ \(\dots \times 10^{-4} \,m ^{2}\) જોઈશે. \((g=10 ms { }^{-2}\) લો) 2022 મધ્યમ
  12. 12. \(L\) લંબાઈનો એક તાર જડિત આધાર પરથી લટકાવેલ છે. તેના મુક્ત છેડા આગળ જોડેલ દળ \(1 \,kg\) થી બદલીને \(2 \,kg\) કરતાં તેની લંબાઈ \(L _{1}\) થી બદલાઈને \(L _{2}\) થાય છે. તો \(L\) નું મૂલ્ય .............. થશે. 2022 અઘરું
  13. 13. \(1.25 \times 10^{9} \,{N} / {m}^{2}\) બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર \({W}_{1}\) અને \({W}_{2}\) છે. \({W}_{1}\) અને \({W}_{2}\) ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે \(8 \times 10^{-7}\, {m}^{2}\) અને \(4 \times 10^{-7}\, {m}^{2}\) છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર \(20 \,{kg}\) અને \(10\, {kg}\) દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ (\(kg\) માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? \((\left.{g}=10\, {m} / {s}^{2}\right)\)
    2021 અઘરું
  14. 14. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે \(3 \,{kg}\) અને \(5\, {kg}\) ના બ્લોકને ધાતુના તાર સાથેન બાંધીને ગરગડી સાથે લટકાવેલ છે. ધાતુનું બ્રેકિંગ પ્રતિબળ \(\frac{24}{\pi} \times 10^{2}\, {Nm}^{-2}\) છે. તો તારની ન્યૂનતમ ત્રિજ્યા (\(cm\) માં) કેટલી હોવી જોઈએ? (\(\left.g=10\, {ms}^{-2}\right)\)
    2021 અઘરું
  15. 15. \(0.3\; \mathrm{m}\) લંબાઈના તારના એક છેડે \(\mathrm{m}=10\; \mathrm{kg}\) નો પદાર્થ બાંધેલો છે.તેને અવકાશમાં મહત્તમ કેટલી કોણીય ઝડપથી(\(rad \;s^{-1}\) માં) ફેરવી શકાય?(તારનું મહત્તમ બ્રેકિંગ પ્રતિબળ \(=4.8 \times 10^{7} \;\mathrm{Nm}^{-2}\) અને તારના આડછેડનું ક્ષેત્રફળ \(=10^{-2}\; \mathrm{cm}^{2}\) છે) 2020 અઘરું
  16. 16. \(2.0\, mm\) ત્રિજ્યા ધરાવતો સ્ટીલણો તારણો એક છેડો છત પર અને બીજા છેડે \(4\, kg\) વજન લટકાવેલ છે \(g = 3.1\pi \,m{s^{ - 2}}\) , તારમાં કેટલું તણાવ પ્રતિબળ ઉત્પન્ન થશે? 2019 મધ્યમ
  17. 17. બ્રાસની સ્થિતિસ્થાપક હદ \(379\,MPa\) છે.બ્રાસના સળિયા પર \(400\,N\) બળ લગાવવા માટે તેનો વ્યાસ સ્થિતિસ્થાપક હદની અંદર રહે તે માટે ઓછામાં ઓછો ......... \(mm\) હોવો જોઈએ. 2019 મધ્યમ
  18. 18. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10^5\,N\) બળ વિરુદ્ધ દિશામાં લગાવવામાં આવે છે.ઘનની ઉપર અને નીચેની બાજુની લંબાઈ \(10\,cm\) છે.ઉપરની બાજુને સમાંતર રીતે \(0.5\,cm\) ખસેડવામાં આવે છે.જો બિજા સમાન દ્રવ્યમાથી બનાવેલ \(20\,cm\) બાજુની લંબાઈ ધરાવતા ઘન પર સમાન પરિસ્થિતી લાગુ પાડવામાં આવે તો તેમાં ઉપરની બાજુમાં ......... \(cm\) સ્થાનાંતર થાય.
    2018 સરળ
  19. 19. એક માણસ વિશાળકાય માણસ તરીકે એવી રીતે વધે છે,કે એનું રેખીય પરિમાણ \(9\) ગણું વધે છે.જો એવું માનવામાં આવે કે એની ઘનતામાં કોઇ ફેરફાર થતો નથી તો એના પગમાં થતા પ્રતિબળના ફેરફાર કેટલા ગણા હશે? 2017 અઘરું
  20. 20. સ્ટીલ પર જ્યારે \(3 .5 \times 10^8\,\,N\,m^{-2}\) જેટલુ આકાર પ્રતિબળ લગાવવામાં આવે ત્યારે તે તૂટે છે.તો \(0.3\,cm\) જાડાઈના સ્ટીલના પતરામાં \(1\,cm\) વ્યાસ વાળો હૉલ કરવા માટે કેટલા બળની  જરૂર પડે? 2014 મધ્યમ

STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પ્રતિબળ અને વિકૃતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 20 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પ્રતિબળ અને વિકૃતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

10% સરળ, 35% મધ્યમ અને 55% અઘરા.