પ્રશ્નો
નવા પહેલા34 માંથી 1–34 પ્રશ્નો
- 1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\text{ cm}\) લંબાઈના અને નિયમિત રીતે પથરાયેલો \(Q = 24\ \mu\text{C}\) વિદ્યુતભાર ધરાવતા પાતળા અવાહક તારના એક છેડાથી \(2\text{ cm}\) અંતરે એક બિંદુવત વિદ્યુતભાર \(q = 1\ \mu\text{C}\) મૂકેલો છે. તો \(q\) અને તાર વચ્ચે લાગતું સ્થિતવિદ્યુત બળ _______ N હશે.
(અહીં \(\frac{1}{4\pi\varepsilon_0} = 9 \times 10^9\text{ N}\cdot\text{m}^2/\text{C}^2\) લો)
2026 સરળ - 2. બે બિંદુવત્ત વિદ્યુતભારો \(q_1=3\,\mu C\) અને \(q_2=-4\,\mu C\) અનુક્રમે બિંદુઓ \((2\hat{i}+3\hat{j}+3\hat{k})\) અને \((\hat{i}+\hat{j}+\hat{k})\) પર મૂકેલા છે. વિદ્યુતભાર \(q_2\) પર લાગતું બળ ________ N છે. \(\left(\text{જ્યાં } \dfrac{1}{4\pi\epsilon_0} = 9\times 10^9 \text{ SI એકમો લો}\right)\) 2026 મધ્યમ
- 3. એક ધન આયન \(A\) અને એક ઋણ આયન \(B\) ના વિદ્યુતભારો અનુક્રમે \(6.67 \times 10^{-19} \mathrm{C}\) અને \(9.6 \times 10^{-10} \mathrm{C}\) છે, અને તેમના દળ અનુક્રમે \(19.2 \times 10^{-27} \mathrm{~kg}\) અને \(9 \times 10^{-27} \mathrm{~kg}\) છે. કોઈ એક ક્ષણે, આયનો r જેટલા ચોક્કસ અંતરે અલગ પડેલા છે. તે ક્ષણે, સ્થિત વિદ્યુતબળ અને ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યોનો ગુણોત્તર \(P \times 10^{45}\) છે, જ્યાં 10\(P\) નું મૂલ્ય _______ છે.
(લ્યો કે \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 \mathrm{C}^{-1}\) અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \(6.67 \times 10^{-11} \mathrm{Nm}^2 \mathrm{~kg}^{-2}\) છે )
ધારો કે વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો પૂર્ણાંક ગુણાંક ન પણ હોઈ શકે. 2025 મધ્યમ - 4. એક નાનો વિદ્યુતભાર રહિત વાહક ગોળો, \(4 \times 10^{-8} \mathrm{C}\) વિદ્યુતભાર ધરાવતા તેના જેવા જ (સમાન) ગોળાના સંપર્કમાં મૂકવામાં આવે છે અને પછી તેમને અમુક અંતરે એવી રીતે દૂર કરવામાં આવે છે કે જેથી તેમની વચ્ચે લાગતું અપાકર્ષણ બળ \(9 \times 10^{-3} \mathrm{~N}\) થાય. તેમની વચ્ચેનું અંતર કેટલું હશે? (\(\frac{1}{4 \pi \epsilon_{\mathrm{o}}}\) નું મૂલ્ય \(SI\) એકમમાં \(9 \times 10^9\) લો.) 2025 અઘરું
- 5. \(10^{-4} \mathrm{~m}^2\) આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પાતળા ધાતુના તારનો \(30 \mathrm{~cm}\) ત્રિજયાની વલય બનાવવામાં ઉપયોગ થાય છે. \(2 \pi \mathrm{C}\) મૂલ્યનો ધન વીજભાર સમાન રીતે વલય પર વિતરીત થયેલ છે જ્યારે \(30 \mathrm{pC}\) મૂલ્યનો ધન વીજભાર વલયના કેન્દ્ર પર રાખેલ છે. વલયમાં ઉદભવતું તણાવબળ_____\(\mathrm{N}\) છે કે જેને લીધે વલયમાં વિકૃતિ ઉદ્ભવતી નથી. (ગુરૂત્વીય અસર અવગણો)\(\left(\right.\) ને, \(\frac{1}{4 \pi \epsilon_0}=9 \times 10^9 \mathrm{SI}\) એકમ \()\) 2024 અઘરું
- 6. બે સમાન સુવાહક ગોળાઓ P અને S, દરેક પર Q વિદ્યુતભાર સાથે, એકબીજાને 16 N ના બળથી અપાકર્ષે છે. એક ત્રીજો સમાન વિદ્યુતભાર રહિત સુવાહક ગોળો R ક્રમશઃ તે બે ગોળાઓના સંપર્કમાં લાવવામાં આવે છે. P અને S વચ્ચેનું નવું અપાકર્ષણ બળ શું છે? 2024 અઘરું
- 7. એકબીજાથી ' \(\mathrm{r}\) ' cm અંતરે આવેલા બે બિંદુવતત વિદ્યુતભારો \(\mathrm{q}_1\) અને \(\mathrm{q}_2\) વચ્ચે લાગતુ બળ \(\mathrm{F}\) છે. જો આ બંને વિદ્યુતભારો ને \(\mathrm{K}=5\) ડાય ઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ ' \(\mathrm{r} / 5 \) ' \(\mathrm{cm}\) અંતરે મુકવામાં આવે તો તેમની વચ્ચે લાગતુ બળ _______ હશે. 2024 અઘરું
- 8. હાઇડ્રોજન જેવા તંત્રમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર _______ ના ક્રમનો છે. 2024 અઘરું
- 9. પરમાણુના ન્યુક્લિયસ \((Z=50)\) ની સપાટી પરનું વિદ્યુત સ્થિતિમાન, જેની ત્રિજ્યા \(9 \times 10^{-13} cm\) છે, તે \(\alpha \times 10^6 V\) છે. \(\alpha\) નું મૂલ્ય કેટલું છે?
(પ્રોટોનનો વિદ્યુતભાર \(1.6 \times 10^{-19} C\) ) 2024 મધ્યમ - 10. \(-q\) વિદ્યુતભાર અને \(m\) દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને \(+\lambda\) જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે \(r\) ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ _______ વડે આપી શકાય. ( \(k\) ને કુલંબના અચળાંક તરીકે લો.) 2024 અઘરું
- 11. \(10\,\mu C\) વીજભારને બે ભાગમાં વિભાજીત કરીને \(1\,cm\) નાં અંતરે એવી રીતે મૂકવામાં આવે છે, કે જેથી તેના પર લાગતું અપાકર્ષી બળ મહત્તમ હોય. બે ભાગના વીજભાર ......... છે. 2023 અઘરું
- 12. આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે બે બિંદ્દુવત વીજભાર \(\left( q _0=+2 \mu C \right)\) એક ઢોળાવ (ઢળતા સમતલ) ઉપર રાખવામાં આવેલ છે. દરેક બિંદ્દુવત વીજભારનું દળ \(20\,g\) છે. એવું ધારો કે વિદ્યુતભાર અને ઢોળાવ વચ્ચે ધર્ષણબળ પ્રવર્તતું નથી. બે બિંદુવત્ત વિદ્યુતભારોથી બનેલું તંત્ર \(h =x \times 10^{-3}\,m\) ઊંચાઇએ, સમતોલન અવસ્થામાં રહે છે. \(x\) નું મૂલ્ય ....... થશે. \(\left(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9\,N m ^2\,C ^{-2}, g=10\,m s ^{-2}\right)\)
2023 અઘરું - 13. બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી \(2a\) અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર \(q_0\) દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે \(\frac{a}{\sqrt{x}}\) છે. \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2023 અઘરું
- 14. એક બિંદુવત વીજભાર \(q_1=4{q_0}\) ઉગમબિંદુ પર રાખેલ છે. બીજો બિંદુવત વીજભાર \(q _2=- q _0,\;\; x=12\,cm\) પર રહેલ છે. પ્રોટોનનો વીજભાર \(q_0\) છે પ્રોટોનને \(x\) અક્ષ પર એવી રીતે રાખવામાં આવે છે કે જેથી પ્રોટોન પર સ્થિત વિદ્યુતબળ શૂન્ય છે. આ પરિસ્થિતિમાં, ઉગમબિંદુથી પ્રોટોનનું સ્થાન \(............cm\) છે. 2023 મધ્યમ
- 15. જો એક બીજાથી \(d\) અંતરે રહેલા બે વીજભારો \(q_1\) અને \(q_2\) ડાઈલેક્ટ્રીક અચળાંક \(K\) ધરાવતા માધ્યમમાં રાખેલ છે. તો તેટલા સ્થિરવિદ્યુત બળ માટે હવાના માધ્યમમાં બે વીજભારો વચ્ચેનું સમતુલ્ય અંતર કેટલું હોય ? 2023 મધ્યમ
- 16. ત્રણ બિંદુવત વીજભારો \(q,-2 q\) અને \(2 q , x\)-અક્ષ પર \(x=0, x=\frac{3}{4} R\) અને \(x=R\) અંતરે અનુક્રમે ઉદગમથી મૂકેલા આકૃતિમાં દર્શાવેલ છે. જો \(q =2 \times 10^{-6}\,C\) અને \(R=2\,cm\) હોય તો \(-2 q\) વિદ્યુતભારને અનુભવતું પરિણામી બળ ..........\(N\) છે.
2023 મધ્યમ - 17. \(10 \,g\) દળ અને \(2.0 \times 10^{-7} \;C\) વિધુતભાર ધરાવતા બે એક સમાન વિદ્યુતભારીત કણોને એકબીજા વચ્ચે \(L\) અંતર રહે તે રીતે એક સમક્ષિતિજ ટેબલ ઉપર એવી રીતે મૂકવામાં આવ્યા છે કે જેથી તેઓ.....સંતુલનમાં રહે. જો બંને કણો વચ્ચે અને ટેબલ વચ્ચે ધર્ષણાંક \(0.25\) હોય, તો \(L\) નું મૂલ્ય......થશે [ \(g =10 \;ms ^{-2}\) લો.] 2022 મધ્યમ
- 18. \(4\,\mu\,C\) વિદ્યુતભારને બે ભાગ માં વહેંચવામાં આવે છે. જુદા પાડેલા આ બન્ને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ છે. જુદા પાડેલ આ વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ મહત્તમ થાય તે માટે વિદ્યુતભારોનું મૂલ્ય \(..........\) થશે. 2022 મધ્યમ
- 19. \(5\,\mu C\),\(0.16\,\mu C\) અને \(0.3\,\mu C\) નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ \(A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm \) અને \(C A=3\,cm\) અને \(A\) એ કાટકોણ હોય તેના શિરોબિંદુ \(A, B, C\) પર મૂકવામાં આવેલ છે. \(A\) ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે \(.........N\) જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે. 2022 મધ્યમ
- 20. બે એકસમાન દરેક \(Q\) એવા ધન વિદ્યુતભારોને એકબીજાથી \(‘2a’\) જેટલા અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. બીજા \(m\) દળ ધરાવતો અને \(q_0\) જેટલા એક બિંદુવત્ત વિદ્યુતભારને બે જડિત વિદ્યુતભારોની વચ્યે મૂકવામાં આવ્યા છે. બે વિદ્યુતભારોને જોડતી રેખા ઉપર \(q_0\) વિદ્યુતભારનો આવર્તકાળ .......... હશે. 2022 અઘરું
- 21. બે સમાન ગોળાઓ \(A\) અને \(B\)ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે \(F\) જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો \(C\) પ્રથમ ગોળા \(A\)ના અને ત્યારબાદ ગોળા \(B\)ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ \(A\) અને \(B\) ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા \(C\) પર લાગતું બળ \(...........\) હશે. 2022 મધ્યમ
- 22. \(Q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે બિંદુવત્ત વીજભારોને \(d\) જેટલા અંતરે રાખવામાં આવ્યા છે. \(q\) જેટલા બિંદુવત્ત ત્રીજા વિદ્યુતભારને લંબ દ્વિભાજક પર મધ્ય બિંદુ થી \(x\) અંતરે છે \(q\) પર મહત્તમ કુલંબબળ અનુભવે તે \(x\) નું મૂલ્ય ............ હશે. 2022 અઘરું
- 23. ત્રણ દરેક \(2 \,C\) જેટલા વિદ્યુતભારીત બોલને \(2 \,m\) લંબાઈના સ્લિકના દોરાથી (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) સમાન બિંદુ \(P\) આગળથી લટકાવવામાં આવ્યા છે. તેઓ \(1 \,m\) બાજુનો સમબાજુ ત્રિકોણ બનાવે છે. વિદ્યુતભારીત બોલ પર લાગતુ કુલ બળ અને કોઇપણ બે વિદ્યુતભારો વચ્યે પ્રવર્તતા બળોનો ગુણોત્તર .......... થશે.
2022 અઘરું - 24. \(10\, mg\) દળ ધરાવતાં બે નાના ગોળાઓને \(0.5\, m\) લંબાઈની દોરી દ્વારા એક બિંદુ પરથી લટકાવવામાં આવ્યા છે. બંને પર એક સરખો વિજભાર છે અને એકબીજાને \(0.20\, m\) અંતર સુધી અપાકર્ષિત કરે છે. દરેક ગોળા પરનો વિજભાર \(\frac{ a }{21} \times 10^{-8} \, C\) છે તો \(a\) નું મૂલ્ય ........ હશે. [\(g=10 \,ms ^{-2}\) આપેલ છે. ] 2021 અઘરું
- 25. \(2 \,m\) અંતરે રહેલા બે સમાન વિદ્યુતભાર \(q\) ધરાવતા બે સ્થિર કણની વચ્ચે એક \(1 \,{mg}\) દળ અને \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ પડેલો છે. જો મુક્ત વિદ્યુતભારને તેના સમતોલન સ્થાનેથી \(x\;(x\, < 1\, {m})\) જેટલું થોડુક સ્થાનાંતર કરવવામાં આવે, તો કણ સરળ આવર્ત ગતિ કરે છે. જો \({q}^{2}=10\, {C}^{2}\) હોય તો આ દોલનોની કોણીય આવૃતિ \(....\,\times 10^{8}\, {rad} / {s}\) થાય. 2021 અઘરું
- 26. અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે \(2.1\, nC\) અને \(-0.1\, nC\) વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી \(0.5\) મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ \(.......... \, \times 10^{-9} \,N\) છે. [ \(4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI\) એકમ આપેલ છે. ] 2021 મધ્યમ
- 27. બે ઈલેક્ટ્રોનને \('2d'\) અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને \(x (x < < d)\) જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. \((m \, =\) વિધુતભારિત કણનું દળ\()\) 2021 અઘરું
- 28. દરેક \(m\) જેટલું દળ અને \(q\) જેટલો વિદ્યુતભાર ધરાવતા બે એકસમાન ટેનિસ બોલને \(l\) લંબાઈની દોરી વડે જડિત બિંદુથી લટકવવામાં આવેલ છે. જ્યારે શિરોલંબ સાથે દરેક દોરી નાનો કોણ \(\theta\) રચતી હોય તો ત્યારે સંતુલન સ્થિતિમાં અંતર .......... હશે? 2021 અઘરું
- 29. \(Q\) વિદ્યુતભારને બે ભાગ \(q\) અને \((Q-q)\) માં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે જેથી \(q\) અને \((Q-q)\) ને અમુક અંતરે મુક્તા તેમની વચ્ચે મહત્તમ સ્થિતવિદ્યુત અપાકર્ષણ બળ લાગે? 2021 મધ્યમ
- 30. \(y=1\, m , 2\, m , 4 \,m , 8\, m \ldots \ldots \ldots \ldots \ldots\) પર \(1 \,\mu C\) વિદ્યૂતભાર મૂકવામાં આવે છે ઉગમબિંદુ પર \(1 \,C\) વિદ્યૂતભાર પર લાગતું બળ \(x \times 10^{3}\, N\) હોય તો \(x=\) ......... 2021 મધ્યમ
- 31. ઉગમ બિંદુથી \(x-\) અક્ષ પર ત્રણ વિદ્યુતભારો \(+Q, q\) અને \(+Q \) અનુક્રમે \(0,\frac d2\) અને \(d\) આગળ મુકેલ છે. જો \(x=0\) આગળ મુકેલ \(+Q\) દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો \(q\) નું મૂલ્ય કેટલું હશે. 2019 અઘરું
- 32. બે એકસમાન વાહક ગોળા \(A\) અને \(B\) પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ \(F\) છે. ત્રીજો સમાન વાહક ગોળો \(C\) જે વિજભારરહિત છે તેને પહેલા \(A\) ગોળા અને પછી \(B\) ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે \(A\) અને \(B\) ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે? 2018 અઘરું
- 33. બે સમાન દળ અને સમાન વિજભાર ધરાવતા બોલને એક બાજુ જડિત કરેલા \(l\) લંબાઇની દોરી સાથે જોડેલ છે. સમતોલન સમયે દરેક દોરી દ્વારા બનતો ખૂણો નાનો હોય તો બંને બોલ વચ્ચેનું અંતર \(x\) કોના સમપ્રમાણમાં હશે? 2013 અઘરું
- 34. સમાન મૂલ્ય q ધરાવતા બે વિદ્યુતભારો \(X-\) અક્ષ પર \( x=-a\) અને \(x=a\) આગળ રાખેલ છે. \(m\) દળ ધરાવતો અને \(q_0=\frac{q}{2}\) વિદ્યુતભાર ધરાવતો એક કણ ઊગમબિંદુ પર મૂકેલ છે.હવે જો \(q_0\) વિદ્યુતભારને \(Y-\) અક્ષની દિશામાં શૂક્ષ્મ સ્થાનાંતર \((y < < a) \) આપવામાં આવે,તો કણ પર લાગતું પરિણામી બળ _______ ના સમપ્રમાણમાં હશે. 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - વિધુતભારો અને ક્ષેત્રો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં કુલંબનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 34 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
કુલંબનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
3% સરળ, 41% મધ્યમ અને 56% અઘરા.